ભારતીયોના મનપસંદ હનીમૂન ડેસ્ટિનેશન માલદીવની સોલો ટ્રીપ: જાણો મારો અનુભવ

Tripoto

કહેવાય છે કે વિશ્વના અમુક ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ માત્ર કપલ્સ માટે જ બનેલા છે. આવા કેટલાક સ્થળોએ મહદઅંશે નવવિવાહિત યુગલો તેમનું હનીમૂન મનાવતા હોય છે. આપણે એ સ્વીકારી લીધું છે કે બાલી, મોરેશિયસ, માલદીવ વગેરે સ્થળો માત્ર કપલ્સને ફરવા માટેની જ જગ્યા છે. અલબત્ત આ એક તદ્દન ખોટી માન્યતા છે. ભારત તેમજ વિશ્વના કોઈ પણ સ્થળે ફરવું એ કોઈ પણ પ્રવાસ-પ્રેમી માટે તો જરૂરી જ હોવાનું!

અને લોકોના આવા જ વિચારોને પડકારવા અને મારી અંદરના પ્રવાસીને અનોખો અનુભવ કરાવવા મેં માલદીવની સોલો ટ્રીપ કરવાનું નક્કી કર્યું! અને અમુક એક્ટિવિટીઝને કારણે એક ઉમદા નિર્ણય સાબિત થયો.

દરેક ટ્રાવેલર માટે માલદીવ ખાતે સોલો ટ્રીપ કરવી એ એક શ્રેષ્ઠ વિચાર છે; જાણો શું કામ?

Photo of ભારતીયોના મનપસંદ હનીમૂન ડેસ્ટિનેશન માલદીવની સોલો ટ્રીપ: જાણો મારો અનુભવ by Jhelum Kaushal

1. સનોરકલિંગ કે સ્કૂબા ડાઇવિંગ દ્વારા દરિયાઈ જીવસૃષ્ટિથી રૂબરૂ થાઓ:

મરીન લાઈફનો ઉત્કૃષ્ટ અનુભવ કરવા માટે હિન્દ મહાસાગર સાથે જોડાયેલા અનેક દેશો કરતાં માલદીવ અનેક ગણું ચડિયાતું છે. અહીં અદભૂત કોરલ્સ અને લગૂન જોવા મળે છે. વળી, નાની-મોટી માછલીઓથી માંડીને વ્હેલ સુધી અહીં તમામ પ્રકારની દરિયાઈ જીવસૃષ્ટિ પણ જોવા મળે છે. જો તમને દરિયાથી લગાવ હોય તો માલદીવ તમારા માટે મસ્ટ ગો જગ્યા સાબિત થશે. વળી, અહીં તમને PADI (Professional Association of Diving Instructors) પ્રમાણપત્ર પણ મળી શકે છે.

માલદીવમાં ડાઇવિંગ કરવાની ટોપ 3 જગ્યાઓ:

Photo of ભારતીયોના મનપસંદ હનીમૂન ડેસ્ટિનેશન માલદીવની સોલો ટ્રીપ: જાણો મારો અનુભવ by Jhelum Kaushal
Photo of ભારતીયોના મનપસંદ હનીમૂન ડેસ્ટિનેશન માલદીવની સોલો ટ્રીપ: જાણો મારો અનુભવ by Jhelum Kaushal

HP Reef

દરિયાની રંગબેરંગી દુનિયા અને રીફ શાર્ક, ઈગલ રે, ટૂના , બારાકૂડા વગેરે જેવી માછલીઓ જોવાનો રોમાંચ કઈક અનેરો જ છે.

કિંમત: 4500 થી 5000

મુલાકાતનો શ્રેષ્ઠ સમય: ડિસેમ્બરથી એપ્રિલ

Baa Atoll

UNESCO દ્વારા આ જગ્યાને રિઝર્વ જાહેર કરવામાં આવી છે અને એટલે જ અહીં વિશ્વની અનેક દુર્લભ માછલીઓ જોવા મળે છે.

કિંમત: 5000 થી 5500

મુલાકાતનો શ્રેષ્ઠ સમય: મે થી નવેમ્બર

Lankanfinolhu Island

આ જગ્યા એડવેન્ચરના શોખીનો માટે બેસ્ટ છે. બારોસ ટાપુની નજીક આવેલા આ ટાપુમાં અનેક વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી થાય છે.

કિંમત: 5500 થી 6000

મુલાકાતનો શ્રેષ્ઠ સમય: મે થી નવેમ્બર

Photo of ભારતીયોના મનપસંદ હનીમૂન ડેસ્ટિનેશન માલદીવની સોલો ટ્રીપ: જાણો મારો અનુભવ by Jhelum Kaushal

સ્વ-પ્રેમ માટે સમય કાઢો:

શું તમે જાણો છો? માલદીવના તમામ રિસોર્ટની એક આગવી ખાસિયત શું છે? અહીંના અફલાતૂન સ્પા! ચોમેર દરિયાનો નજારો માણતા માણતા રિલેક્સીન્ગ સ્પાનો અનન્ય અનુભવ બની રહે છે.

માલદીવમાં સ્પા માટે ટોપ 3 જગ્યાઓ:

Serenity Spa on Baros Island

બારોસ ટાપુ પર આવેલો આ વિખ્યાત સ્પા છે જ્યાં ખૂબ આરામદાયક સમય પસાર કરી શકાય છે.

કિંમત: 10,000 રુથી શરૂ

Lime Spa on Huvafen Fushi

આ અહીંનો પ્રથમ અંડર વોટર રિસોર્ટ છે. અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા આ રિસોર્ટમાં સ્પા એક આહલાદક અનુભવ બ રહેશે.

કિંમત: અંડર વોટર સેશન 25,000 રુથી શરૂ

Duniye Spa on Hurawalhi Island

વર્ષ 2016 માં World Luxury Spa Awardsનો વિજેતા સ્પા એટલે Duniye Spa. આ માલદીવના શ્રેષ્ઠ સ્પા પૈકી ગણાય છે અને અહીં વિશ્વના તમામ રીતના સ્પા ઉપલબ્ધ છે.

કિંમત: આ સ્પા ઘણો વાજબી છે. કિંમત 5000 રૂથી શરૂ થાય છે.

Photo of ભારતીયોના મનપસંદ હનીમૂન ડેસ્ટિનેશન માલદીવની સોલો ટ્રીપ: જાણો મારો અનુભવ by Jhelum Kaushal

3. વિવિધ ટાપુઓની મુલાકાત:

માલદીવ માત્ર માલે પૂરતું મર્યાદિત નથી. આ દેશ 1000 કરતાં વધુ ટાપુઓનો બનેલો છે અને દરેકની કોઈક આગવી વિશેષતા છે. લોકો હંમેશા માલે આસપાસ ફરતા હોય છે પરંતુ માલેથી દૂર આવેલા અનેક ટાપુઓ તમને માલદીવનો શ્રેષ્ઠ અનુભવ કરાવવા સક્ષમ છે. વળી, અમુક ગેરલાભ પણ હોઇ શકે. જેમકે અમુક જગ્યાએ જાહેરમાં બિકિની પહેરવા પર પ્રતિબંધ છે. અલબત્ત, પ્રાઇવેટ બીચમાં પહેરી શકાય છે.

Photo of ભારતીયોના મનપસંદ હનીમૂન ડેસ્ટિનેશન માલદીવની સોલો ટ્રીપ: જાણો મારો અનુભવ by Jhelum Kaushal

ટૂંકમાં માલેની ઉત્તરે અને દક્ષિણે આવેલા કેટલાક અવનવા ટાપુઓની મુલાકાત જરૂર લેવી જોઈએ. આ રહ્યા કેટલાક રસપ્રદ સૂચનો:

- Male Island

- Biyadhoo Island

- Maafushi Island

- Baros Island

- Fulidhoo Island

- Kuredu Island

- Vaadhoo Island

4. સ્થાનિકો સાથે વાર્તાલાપ:

માલદીવના સ્થાનિકો પુષ્કળ પ્રેમાળ છે. તેમની સાથે વાતો કરીને માલદીવની પરંપરા જાણવાનો પ્રયાસ કરવો જોઈએ.

Photo of ભારતીયોના મનપસંદ હનીમૂન ડેસ્ટિનેશન માલદીવની સોલો ટ્રીપ: જાણો મારો અનુભવ by Jhelum Kaushal

5. સ્થાનિક ભોજન માણો:

માંસાહારી લોકોને માલદીવનું સ્થાનિક ભોજન ખાવાની મજા પડે તેવી પૂરી સંભાવના છે. જોકે અહીં શાકાહારી લોકો માટે ઘણા ઓછા વિકલ્પો ઉપલબ્ધ છે.

અહીંની સ્થાનિક રેસ્ટોરાંમાં 500 થી 1000 રૂમાં ઓથેન્ટિક માલદીવિયન ભોજન મળી રહે છે.

Photo of ભારતીયોના મનપસંદ હનીમૂન ડેસ્ટિનેશન માલદીવની સોલો ટ્રીપ: જાણો મારો અનુભવ by Jhelum Kaushal
Photo of ભારતીયોના મનપસંદ હનીમૂન ડેસ્ટિનેશન માલદીવની સોલો ટ્રીપ: જાણો મારો અનુભવ by Jhelum Kaushal
Photo of ભારતીયોના મનપસંદ હનીમૂન ડેસ્ટિનેશન માલદીવની સોલો ટ્રીપ: જાણો મારો અનુભવ by Jhelum Kaushal
Photo of ભારતીયોના મનપસંદ હનીમૂન ડેસ્ટિનેશન માલદીવની સોલો ટ્રીપ: જાણો મારો અનુભવ by Jhelum Kaushal

6. ડોલ્ફિનના સંગાથે બોટરાઇડ:

આ મારી સૌથી મનગમતી એક્ટિવિટી બની રહી. બોટિંગ કરતાં હોઈએ ત્યારે બાજુમાં કૂદાકૂદ કરતી ડોલ્ફિનને જોવાનો અનુભવ અવર્ણનીય છે. હું તો ખૂબ રોમાંચિત થઈ ગઈ હતી.

Photo of ભારતીયોના મનપસંદ હનીમૂન ડેસ્ટિનેશન માલદીવની સોલો ટ્રીપ: જાણો મારો અનુભવ by Jhelum Kaushal

7. પોતાની જાતને શોધો:

માલદીવમાં અધિકાંશ પ્રવાસીઓ જોડીમાં જ ફરતા હોય છે ત્યારે સોલો ટ્રીપ કરવાથી તમને તમારી જાત સાથે સમય પસાર કરવાની સુવર્ણ તક મળે છે. ચોખ્ખા દરિયાકિનારા પર બેસીને સ્વચ્છ, શાંત ભૂરું પાણી નિહાળવું એ તમે માણેલું શ્રેષ્ઠ એકાંત હશે.

Photo of ભારતીયોના મનપસંદ હનીમૂન ડેસ્ટિનેશન માલદીવની સોલો ટ્રીપ: જાણો મારો અનુભવ by Jhelum Kaushal

યાદ રહે, તમે જ તમારા શ્રેષ્ઠ સાથી છો!

તેથી સોલો ટ્રીપ માટે જો તમે વિવિધ ડેસ્ટિનેશન્સ નક્કી કર્યા હોય તો તે યાદીમાં માલદીવનું નામ પણ ઉમેરી દેશો.

(તમામ ફોટોઝ ક્રેડિટ: unsplash.com)

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ