વેપાર-ધંધા પર આધારિત ગુજરાતી પ્રજા માટે દિવાળી એટલે મનપસંદ તહેવાર તો ખરો જ, પણ સાથોસાથ પરિવાર સાથે સમય વિતાવવાનો સુવર્ણ અવસર. શ્રાવણ માસથી શરૂ થઈને નવરાત્રી અને દિવાળી સુધી તમામ ધંધાઓ માટે સૌથી વ્યસ્ત સમયગાળો છે. પરિણામે બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી ઘણા વેપારીઓ કોઈ પ્રવાસ કરીને પરિવાર સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે. વળી, આમાં સમસ્યા એ ઉદ્ભવે કે કોઈ પણ પ્રવાસ દરમિયાન એક નિશ્ચિત સમય-પત્રક અનુસરવું પડે. અને આમ કરવાથી આરામ ઓછો અને થાક વધુ લાગવાની શક્યતા રહે.
તો આ મૂંઝવણનું કોઈ સરળ નિરાકરણ શક્ય નથી?
અરે ના ના! કોઈ પણ પ્રશ્નની જેમ આ સમસ્યાનું પણ સમાધાન શક્ય છે: રિસોર્ટ્સ!
નજીકમાં આવેલા રિસોર્ટમાં 2-3 દિવસનો સમય વિતાવવાથી ફેમિલી-ટાઈમ પણ માણી શકાય છે, નિરાંતની ક્ષણો મળે છે અને કોઈ નવી, રિફ્રેશિંગ જગ્યાએ જવાનો આનંદ પણ... વળી, યુવા પેઢીને ફોટોગ્રાફી કરવા માટે એક અત્યંત આકર્ષક શૂટિંગ લોકેશન મળે એટલે સોનામાં સુગંધ ભળે.
તમે તમારા શહેરની આસપાસ આવેલા કોઈ રિસોર્ટ્સમાં વારંવાર જઈને કંટાળ્યા હોવ તો અહીં યાદી આપવામાં આવી છે ગુજરાત રાજ્યની સીમાથી સાવ જ નજીક આવેલા અનેક આકર્ષક રિસોર્ટ્સની... ભૌગોલિક રીતે તો તે તમામ ગુજરાતની બહાર છે પણ અહીં પહોંચવું ખૂબ જ આસાન છે. ચાલો, આવા આકર્ષક રિસોર્ટ્સની યાદી તરફ એક નજર કરીએ:
1. હોટેલ લેકએન્ડ, ઉદયપુર
ફતેહ સાગર લેકના કિનારે આવેલી આ હોટેલ ગજબ શાંતિ સાથે ભવ્યતાનો અનુભવ કરાવે છે. અહીં માઉન્ટેન વ્યૂ, લેક વ્યૂ, ગાર્ડન વ્યૂ, પૂલ વ્યૂ જેવા વિવિધ રૂમ્સ ઉપલબ્ધ છે. લોકોએ આ રિસોર્ટને તેના લોકેશન અને સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ માટે ખૂબ સારું રેટિંગ આપ્યું છે.
કોના માટે શ્રેષ્ઠ? કપલ્સ, પરિવાર
અંદાજિત કિંમત: 10,000 રૂ પ્રતિ રાત
અમદાવાદથી અંતર: 259 કિમી
2. ધ અનંતા ઉદયપુર રિસોર્ટ એન્ડ સ્પા
જો તમને પહાડોના વ્યૂ તેમજ લાકડાનું ઇન્ટિરિયર ધરાવતા રૂમ્સમાં રહેવું પસંદ હોય તો આ રિસોર્ટ તમારા માટે છે. મોંઘીદાટ હોટેલ્સ સામાન્ય રીતે ફિક્કું ભોજન પીરસતી હોય છે ત્યારે આ રિસોર્ટ અહીંના ચાટ માટે જાણીતો છે. વળી, અહીંથી લોકલ આઉટિંગ માટે વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.
કોના માટે શ્રેષ્ઠ? કપલ્સ
અંદાજિત કિંમત: 7000 રૂ પ્રતિ રાતથી શરૂ
અમદાવાદથી અંતર: 262 કિમી
3. LCH ફિટનેસ
રમતગમતના શોખીનો માટે આ એક કામની જગ્યા છે. જેમના માટે સ્પોર્ટ્સ એ એક થેરાપી છે તેમને અહીં અનેક ઇન્ડોર ગેમ્સ તેમજ તમામ સાધનોથી સમૃદ્ધ જિમમાં સમય વિતાવવાનો મોકો મળે છે. ઈન્દોર શહેર નજીક આ પ્રકારનો આ એક જ રિસોર્ટ છે. વાજબી રિસોર્ટ હોવું તે તેનું સૌથી મોટું આકર્ષણ છે.
કોના માટે શ્રેષ્ઠ? મિત્રોના ગ્રુપ માટે
અંદાજિત કિંમત: 3500 રૂ પ્રતિ રાત
અમદાવાદથી અંતર: 403 કિમી
4. સિમચા આઇલેન્ડ પાર્ક એન્ડ રિસોર્ટ:
શહેરની ભીડભાડથી દૂર પ્રકૃતિના ખોળે રજાઓ માણવી હોય તો ઈન્દોરથી 20 કિમીના અંતરે આવેલો આ રિસોર્ટ બેસ્ટ છે. આ રિસોર્ટના નદી કિનારે આવેલા રૂમ્સ ભરપૂર નિરાંતની ક્ષણો માણવાની ખૂબ મજા આવે છે.
કોના માટે શ્રેષ્ઠ? કુદરતના સાનિધ્યના શોખીનો માટે
અંદાજિત કિંમત: 4000 રૂ પ્રતિ રાત
અમદાવાદથી અંતર: 425 કિમી
5. સ્ટર્લિંગ માઉન્ટ આબુ
જો તમે અમદાવાદથી માંડ સવા બસો કિમીના અંતરે શાંત માહોલમાં શાહી લકઝરી રોકાણ કરવા માંગો છો તો સ્ટર્લિંગ માઉન્ટ આબુ તમને આવકારવા તૈયાર છે! વળી, માઉન્ટ આબુ એક ઘણું વાજબી ફરવાનું સ્થળ છે એટલે આ મોંઘા રિસોર્ટમાં રોકાણ કરી શકશો.
કોના માટે શ્રેષ્ઠ? કપલ્સ, પરિવાર માટે
અંદાજિત કિંમત: 11,000 રૂ પ્રતિ રાતથી શરૂ
અમદાવાદથી અંતર: 227 કિમી
6. ધ વિલેજ રિસોર્ટ, માઉન્ટ આબુ
આ પણ, કુદરતનું સાનિધ્ય પસંદ કરતાં લોકો માટે શ્રેષ્ઠ છે. પણ આ રિસોર્ટ ઘણો વાજબી છે. દિવાળીના સમયમાં 4-5 દિવસનો શાંતિપૂર્વક સમય પસાર કરવા માટે લોકોએ આવા રિસોર્ટ્સ ખાસ પસંદ કરવા જોઈએ.
કોના માટે શ્રેષ્ઠ? પરિવાર માટે
અંદાજિત કિંમત: 4000 રૂ પ્રતિ રાતથી શરૂ
અમદાવાદથી અંતર: 230 કિમી
7. ધ ફર્ન સી સાઈડ લક્ઝુરિયસ રિસોર્ટ
દરિયાકિનારે સમય પસાર કરવો પસંદ હોય અને સૌરાષ્ટ્રના લોકો માટે દીવ એ ઓલ ટાઈમ ફેવરિટ ડેસ્ટિનેશન છે. નામમાં જ દર્શાવ્યા અનુસાર આ રિસોર્ટ દરિયાકિનારે આવેલો અને ખૂબ જ અત્યાધુનિક છે. અહીં ખૂબ આકર્ષક કોટેજિસ બનાવવામાં આવ્યા છે.
કોના માટે શ્રેષ્ઠ? પરિવાર માટે
અંદાજિત કિંમત: 7000 રૂ પ્રતિ રાતથી શરૂ
અમદાવાદથી અંતર: 280 કિમી
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ