દિલ્હી નજીકનાં ૧૦ રિસોર્ટ્સ જ્યાંનું રોકાણ એક અનેરો અનુભવ છે

Tripoto

૬૦% સુધીના ડિસ્કાઉન્ટમાં આજે જ હોટેલ બૂક કરો અને માર્ચ ૨૦૨૧ સુધીમાં ગમે ત્યારે રોકાણ કરો.

આખી દુનિયામાં ધીમે ધીમે હવે જનજીવન નોર્મલ થવા લાગ્યું છે. તમે પણ કદાચ આટલાં બધા મહિનાઓ સુધી ઘરમાં રહીને કંટાળી જ ગયા હશો. પણ વધુ પડતું દૂર જવું હમણાં હિતાવહ નથી. દિલ્હી નજીકનાં આ ૧૦ રિસોર્ટ્સની મુલાકાત તમને ઘરની નજીક રહીને જ અનેરો અનુભવ આપશે.

૧. હેરિટેજ વિલેજ રિસોર્ટ એન્ડ સ્પા, માનેસર

Photo of Heritage Village Resort & Spa, NH8, Manesar, Gurugram, Haryana, India by Jhelum Kaushal

૨. બોટેનિક્સ નેચર રિસોર્ટ

Photo of Botanix Nature Resort, Sohna Rd, Damdama, Tehsil, Sohna, Haryana, India by Jhelum Kaushal

૩. તાજ ગેટ-વે રિસોર્ટ, દમદમ ઝીલ

Photo of The Taj Gateway Resort Damdama, Damdma, Haryana, India by Jhelum Kaushal

૪. હંસ રિસોર્ટ

Photo of Hans Resorts, near Kasola Chowk, Rewari, Haryana, India by Jhelum Kaushal

૫. ગ્રાન્ડ હેરિટેજ રિસોર્ટ

Photo of Grand Heritage Resort, Sector 20, Block B, Nawada, Greater Noida, Uttar Pradesh, India by Jhelum Kaushal

૬. ફ્લાઇ ઈન્ડિયા એડવેન્ચર રિસોર્ટ

Photo of Fly India Adventure Resort, Sohna - Gurgaon Road, Ward Number 15, Harinagar, Sohna, Haryana, India by Jhelum Kaushal

૭. લેક વ્યૂ હટ્સ ટુરિસ્ટ રિસોર્ટ

Photo of Lake View Huts and Resort, Lakewood city, Surajkund, Faridabad, Haryana, India by Jhelum Kaushal

૮. નેચર વેલી રિસોર્ટ

Photo of Nature Valley Resort And Paragliding, Prem Nagar Road, Gurugram, Haryana, India by Jhelum Kaushal

૯. નીમરાણા ફોર્ટ પેલેસ

Photo of Neemrana Fort-Palace, Delhi - Jaipur Expy, Neemrana, Rajasthan, India by Jhelum Kaushal

૧૦. મડ ફોર્ટ રિસોર્ટ

Photo of Hotel The MudFort Kuchesar, Kuchesar, Uttar Pradesh, Republic of India by Jhelum Kaushal

દિલ્હીથી ફક્ત ૪૩ કિમી દૂર આ આલીશાન જગ્યા આવેલી છે. રાજસ્થાનમાં દાખલ થાઓ અને તેના રંગો તમને ઉત્સાહિત ન કરે તેવું બને? દિલ્હીથી માત્ર એક કલાકનું ટ્રાવેલ અને તમે આ ભવ્ય રિસોર્ટ પર પહોંચી જશો.

હનીમૂન કપલ્સ જે ઘરમાં બેઠા કંટાળી ગયા હોય, તેમના માટે તો આ આદર્શ જગ્યા છે. અહીંની રાજસ્થાની વાસ્તુકલા, આહલાદક સ્પા તેમજ વિશાળ સ્વિમિંગ પૂલનો આનંદ માનવામાં ક્યાં દિવસો વીતી જાય છે તે ખબર જ નહીં રહે.

અંતર: ૪૩ કિમી

કિંમત: ૫૪૫૦ રૂ

દિલ્હી એનસીઆર નજીકમાં રજાઓ માણવા માટે શ્રેષ્ઠ જગ્યા. કુદરતના સાનિધ્યમાં થોડો સમય વિતાવીને પણ મન પ્રફુલ્લિત થઈ જાય છે. બહુ દૂર જવાની પણ જરુર નથી. અરવલ્લીના પહાડોની નજીકમાં દમદમ ઝીલ પાસે આવેલા આ અદભૂત રિસોર્ટ ખાતે પહોંચતા માત્ર એક કલાકનો સમય લાગે છે. પરિવાર સાથે સમય વિતાવવા, મિત્રો સાથે પિકનિક કરવા કે પછી વીકએન્ડમાં ફરવા આનાથી સુંદર અને શાંત જગ્યા ભાગ્યે જ બીજી કોઈ હોય શકે.

અંતર: ૫૧ કિમી

કિંમત: ૭૦૧૬ રૂ

અરવલ્લીના પહાડોની તળેટીમાં લગભગ ૨૦ એકર જમીનમાં આ આલીશાન રિસોર્ટ આવેલો છે, જ્યાં ભરપૂર લક્ઝરિયસ સુવિધાઓ પ્રાપ્ય છે. અહીં એક બેન્કવેટ હૉલ, સ્વિમિંગ પૂલ, તેમજ વિશાળ લોનની હાજરી પરિવાર સાથે યાદગાર સમય વિતાવવાની તક પૂરી પાડે છે. આ એક સંપૂર્ણ આદર્શ રિસોર્ટ છે.

અંતર: ૬૩ કિમી

કિંમત: ૧૦, ૬૩૭ રૂ

પોતાના સહકર્મીઓની ટીમ સાથે વીકએન્ડ વિતાવવા માટે આદર્શ જગ્યા. પર્વતોની નજીક આવેલી આ ફોર સ્ટાર હોટેલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. પરિવારજનો સાથે કુદરતના સાનિધ્યમાં ક્વોલિટી ટાઈમ પસાર કરવો હોય તો આ રિસોર્ટનું અવશ્ય બૂકિંગ કરવી લેવું જોઈએ.

અંતર: ૮૪ કિમી

કિંમત: ૨૪૫૨ રૂ

દિલ્હીના ભીડભાડભર્યા જનજીવનથી કંટાળ્યા હોવ તો ફક્ત ૪૬ કિમી દૂર આવેલો આ રિસોર્ટ તમને સ્વર્ગસમાન લાગશે. કોઈ સુંદર વીકએન્ડ પ્લાન કરીને નીકળી પડો આ રિસોર્ટની મુલાકાતે. વધુમાં વધુ એક કલાક જેટલો સમય લાગે છે. જો તમે દિલ્હી એન.સી.આર.માં કોઈ સુંદર જગ્યા શોધી રહ્યા છો તો તમારી શોધ અહીં પૂરી થાય છે. પરિવાર સાથે કે પાર્ટનર સાથે સમય પસાર કરવા આજે જ બૂક કરો.

અંતર: ૪૬ કિમી

કિંમત: ૫૮૮૬ રૂ

જો તમે રોજિંદા જીવનથી કંટાળી ગયા હોવ અને સાહસિક કામોમાં રુચિ ધરાવતા હોવ તો દિલ્હી નજીક ૬૦ કિમીના અંતરે એક ગામ આવ્યું છે જ્યાં એક અદભૂત એડવેન્ચર રિસોર્ટ બનાવવામાં આવ્યો છે. સૌથી સારી વાત એ કે અહીં રહેવાનું ભાડું ફક્ત ૨૫૦૦ રૂ છે અને ભરપૂર એડવેન્ચરનો રોમાંચ મળી રહે છે.

અંતર: ૬૦ કિમી

કિંમત: ૨૫૦૦ રૂ

જે લોકો પોતાના સહકર્મીઓ સાથે પિકનિક પર જવા ઇચ્છતા હોય તેમના માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. અને ઓફકોર્સ પરિવારના લોકો સાથે સમય વિતાવવા તો છે જ. દરેક પ્રવાસપ્રેમી શાંત જગ્યાએ નિરાંતનો સમય પસાર કરવાનો આનંદ બરાબર જાણતો હશે. આસપાસની હરિયાળી ચોક્કસપણે તમારું મન જીતી લેશે.

અંતર: ૬૦ કિમી

કિંમત: ૨૫૦૦ રૂ

એક નયનરમ્ય જગ્યા જ્યાં તમે શાંતિથી નિરાંતનો સમય વિતાવી શકો. પરિવાર, મિત્રો સાથે વીકએન્ડ પસાર કરવાનું એક આદર્શ ઠેકાણું. મને વિશ્વાસ છે કે અહીંની મહેમાનગતિ જોઈને તમને હોટેલ તાજની યાદ આવી જશે અને સ્વાદ ચાખીને તમારા ગામની! સમય કાઢીને તમે ફરવાનો પ્લાન ચોક્કસ બનાવી શકો છો.

અંતર: ૫૬ કિમી

કિંમત: ૧૯૦૦ રૂ

આના વિષે તો કોણ નથી જાણતું! ૧૫ મી સદીમાં બનેલો આ વિશાળ કિલ્લો આજે રિસોર્ટ બનીને લોકોની સેવામાં હાજર છે. એક જ જગ્યાએ રિસોર્ટની વાસ્તુકલા અને કિલ્લાની સુરક્ષાનો સુભગ સમન્વય. આ રિસોર્ટમાં ફરવાની સાથોસાથ આ કિલ્લા વિષે માહિતી મેળવવાનું ભૂલતા નહીં.

અંતર: ૧૧૯ કિમી

કિંમત: ૪૭૦૦ રૂ

જાટ લોકો કેવી રીતે પોતાના મહેમાનોને આવકારે છે તેનો અનુભવ લેવા જેવો છે. કિલ્લામાંથી રિસોર્ટ બનેલી આ જગ્યા નીમરાણા જેવો જ અનુભવ આપે છે. મિત્રો કે પરિવારજનો સાથે કોઈ ગેમ, એક્ટિવિટીઝ કે ફક્ત ક્વોલિટી ટાઈમ પણ માણવો હોય તો આ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થશે.

અંતર: ૯૫ કિમી

કિંમત: ૧૧,૨૫૪

*આ આર્ટિકલ્સના તમામ ફોટોગ્રાફ્સ જે તે રિસોર્ટની વેબસાઇટ પરથી લેવામાં આવ્યા છે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Related to this article
Weekend Getaways from Gurgaon,Places to Visit in Gurgaon,Places to Stay in Gurgaon,Things to Do in Gurgaon,Gurgaon Travel Guide,Places to Stay in Haryana,Places to Visit in Haryana,Things to Do in Haryana,Haryana Travel Guide,Things to Do in India,Places to Stay in India,Places to Visit in India,India Travel Guide,Weekend Getaways from Sohna,Places to Stay in Sohna,Places to Visit in Sohna,Things to Do in Sohna,Sohna Travel Guide,Things to Do in Rewari,Rewari Travel Guide,Weekend Getaways from Rewari,Places to Stay in Rewari,Places to Visit in Rewari,Weekend Getaways from Greater noida,Places to Stay in Greater noida,Places to Visit in Greater noida,Things to Do in Greater noida,Greater noida Travel Guide,Weekend Getaways from Gautam buddh nagar,Places to Stay in Gautam buddh nagar,Places to Visit in Gautam buddh nagar,Things to Do in Gautam buddh nagar,Gautam buddh nagar Travel Guide,Places to Visit in Uttar pradesh,Places to Stay in Uttar pradesh,Things to Do in Uttar pradesh,Uttar pradesh Travel Guide,Weekend Getaways from Faridabad,Places to Visit in Faridabad,Places to Stay in Faridabad,Things to Do in Faridabad,Faridabad Travel Guide,Weekend Getaways from Neemrana,Places to Visit in Neemrana,Places to Stay in Neemrana,Things to Do in Neemrana,Neemrana Travel Guide,Weekend Getaways from Alwar,Places to Visit in Alwar,Places to Stay in Alwar,Things to Do in Alwar,Alwar Travel Guide,Places to Stay in Rajasthan,Places to Visit in Rajasthan,Things to Do in Rajasthan,Rajasthan Travel Guide,Weekend Getaways from Kuchesar,Places to Stay in Kuchesar,