માલદીવની મુલાકાત લેવા માટે હવે વધારે પૈસાની જરૂર નથી, આ રીતે તમારી બજેટ ટ્રીપ પ્લાન કરો!

Tripoto
Photo of માલદીવની મુલાકાત લેવા માટે હવે વધારે પૈસાની જરૂર નથી, આ રીતે તમારી બજેટ ટ્રીપ પ્લાન કરો! 1/4 by Romance_with_India

માલદીવ, એક એવો સુંદર દેશ જ્યાં આપણે ભારતીયો મુસાફરી કરવાથી મોટાભાગે દૂર રહીયે છીએ અને તેનું કારણ પૈસા છે. આપણને બધાને એવો અંદાજ છે કે માલદીવ ફરવા માટે લાખો રૂપિયા ખર્ચાઈ જશે. જો તમે પણ એવા લોકોમાં છો કે જેઓ ખર્ચને કારણે માલદીવ વિશે સપનામા પણ નથી વિચારતા તો હવે આ સ્વપ્નને હકિકતમાં ફેરવવાનો સમય આવી ગયો છે! આજે હું તમને જણાવીશ કે તમારા ખિસ્સા મુજબ માલદીવની બજેટ સફર કેવી રીતે પ્લાન કરવી.

ટ્રિપોટો હિન્દીના ઇન્સ્ટાગ્રામમાં જોડાઓ અને ફીચર્ડ થવાની તક મેળવો

માલદીવમાં ક્યાં ફરવા જવુ?

સૌ પ્રથમ તો એ નિર્ણય લેવો ખૂબ જરૂરી છે કે તમે માલદીવમા ક્યાં જવા માંગો છો. માલદીવમાં આશરે 105 આઈલેંડ રિસોર્ટ છે અને તમામ રિસોર્ટ તમને તમામ પ્રકારની સુવિધાઓ અને રોમાંચ આપે છે. તેથી તમારા બજેટ મુજબ રિસોર્ટ પસંદ કરો. હવે આપણે અહીં મર્યાદિત બજેટ વિશે વાત કરી રહ્યા હોવાથી હું સૂચવીશ કે તમે માફુશી દ્વિપની ટ્રીપ પ્લાન કરો. માફુશી માલદીવનુ સૌથી શ્રેષ્ઠ અને સસ્તા રિસોર્ટમાંનું એક છે અને તમને ત્યાં અન્ય કોઈપણ રિસોર્ટની જેમ જ તમામ સુવિધાઓ અને રોમાંચ મળશે.

સૌ પ્રથમ તો તમારો પાસપોર્ટ, કેટલાક પાસપોર્ટ સાઇઝના ફોટા અને વિઝા મેળવો. માલદીવ માટે વિઝા મેળવવો ખૂબ જ સરળ છે પરંતુ તમારી તૈયારી માટે, ઓછામાં ઓછા દોઢ મહિના અગાઉ વિઝા માટે અરજી કરો. આ પછી તમારો આગળનો પ્લાન ફ્લાઇટ માટે ટિકિટ બુક કરવાનો રહેશે.

Photo of માલદીવની મુલાકાત લેવા માટે હવે વધારે પૈસાની જરૂર નથી, આ રીતે તમારી બજેટ ટ્રીપ પ્લાન કરો! 2/4 by Romance_with_India

કઈ સીઝનમાં માલદીવની મુલાકાત લેવી?

કારણ કે આપણે બજેટ ટ્રીપ વિશે વાત કરી રહ્યા છીએ એટલે ટિકિટ ક્યારે સસ્તી હોય અને કઈ સીઝનમાં મુસાફરી કરવી યોગ્ય રહેશે તેની પસંદગી કરવી પણ જરુરી છે. માલદીવમાં મોટાભાગની ભીડ ડિસેમ્બરથી માર્ચ મહિનામાં હોય છે. વધુ મુસાફરોને કારણે બધું મોંઘું થઈ જાય છે, તેથી બજેટ ટ્રીપ માટે ઓક્ટોબર અથવા નવેમ્બરની યોજના કરવી વધુ યોગ્ય છે. તમને લગભગ ₹13,000 ની ફ્લાઇટ મળશે. તમે દિલ્હીથી મેલ એરપોર્ટ માટે ફ્લાઇટ લઇ શકો છો જ્યાંથી તમને ફેરી મળી રહેશે. મેલ ટાઉનથી માફુશી સુધીની ફેરીનું ભાડું $ 1- $ 2 એટલે કે આશરે ₹70-100 છે.

ધ્યાનમાં રાખો કે માલદીવમાં લગભગ દરેક જગ્યાએ યુએસ ડોલર જ સ્વીકારવામાં આવે છે, તેથી માલે એરપોર્ટ નજીક જ તમારી કરન્સી ચેંજ કરાવી લો.

કેટલા દિવસનું આયોજન કરવું?

એમ તો તમે આખું અઠવાડિયું પસાર કરશો તો પણ માલદીવ છોડવા નહી માગો. જો તમે 3 રાત અને 4 દિવસની ટ્રીપ પ્લાન કરશો તો પણ તમે તે બધું જ માણી શકશો જે તે 7 દિવસમા માણવાના હતા. ધ્યાનમાં રાખો કે જે દિવસોમા તમે ટ્રીપ પ્લાન કરી રહ્યા છો તે દિવસોમા શુક્રવાર ન આવે. કારણ કે શુક્રવારે માલદીવમાં રજા હોય છે તેથી બજાર પણ બંધ હોય છે. કેટલીક દુકાનો ખુલ્લી જોવા મળશે તો પણ બધું ખૂબ મોંઘુ હશે.

માફુશી દ્વિપની વિશેષતા

માફુશીની સૌથી મોટી ખાસિયત એ છે કે માલદીવ જેવા ખર્ચાળ દેશમાં, જ્યાં હોટલનું એક રાતનું ભાડું ₹ 35,000 - ₹ 1,40,000 જેટલુ હોય છે, ત્યાં માફુશીમાં તમને માત્ર ₹ 4,000 - ₹ 7,000 મા ઠીક-ઠાક રૂમ મળી રહેશે. દ્વિપની ઉત્તરી બાજુએ તમને તમામ પ્રકારના સ્પોર્ટ્સ એડવેંચર મળશે અને બીજી બાજુ તમને તમામ પ્રકારની હોટેલો અને કાફે મળશે. તમારા બજેટ મુજબ હોટેલ પસંદ કરો. ઘણા રિસોર્ટ તમને રૂમની સાથે કોમ્પ્લીમેંટ્રી નાસ્તો પણ આપશે, તેથી કાં તો તમે તે પેકેજ લો અથવા માફુશીનો લોકલ ખોરાક લો. તમને માફુશીમાં વિવિધ પ્રકારની રેસ્ટોરન્ટ્સ મળશે અને વ્યક્તિ દિઠ ભોજનની કિંમત ₹ 500 થી 1000 સુધીની હશે. તમને એરેના બીચ રેસ્ટોરન્ટ અને ક્રિસ્ટલ સેન્ડમાં દાળ ફ્રાય અને ચિકન બિરયાની પણ મળી રહેશે. જો તમે માંસાહારી હો તો ચોક્કસપણે ત્યાંનું લોકલ સીફૂડ ખાઓ. માલદીવની ટૂના કોઠૂ રોશી ખૂબ પ્રખ્યાત છે. શાકાહારીઓને હાર્બર કાફેમાં ઘણા સારા વિકલ્પો મળી રહેશે.

Photo of માલદીવની મુલાકાત લેવા માટે હવે વધારે પૈસાની જરૂર નથી, આ રીતે તમારી બજેટ ટ્રીપ પ્લાન કરો! 3/4 by Romance_with_India

માફુશી દ્વિપમાં શું કરવું?

કયાકિંગ

માલદીવનું સૌથી પ્રખ્યાત સ્પોર્ટ કાયાકિંગ તમને શ્રેષ્ઠ રોમાંચ આપશે. ત્યાંનો વિશાળ સમુદ્ર અને તમે તમારી હોડીમાં સમુદ્રમાં ફરવાનો આનંદ માણશો. પાણી સાથે આ એડવેંચર તમને આત્મવિશ્વાસથી ભરી દેશે અને તમે સંપૂર્ણ એનર્જી સાથે દરેક રમતનો આનંદ માણવા માટે તૈયાર હશો. આ માટે તમારે ₹ 6000- ₹ 7000 ખર્ચવા પડશે.

Photo of માલદીવની મુલાકાત લેવા માટે હવે વધારે પૈસાની જરૂર નથી, આ રીતે તમારી બજેટ ટ્રીપ પ્લાન કરો! 4/4 by Romance_with_India

સ્કુબા ડાઇવિંગ

સ્કુબા ડાઇવિંગ માલદીવનો સૌથી પ્રખ્યાત વોટર સ્પોર્ટ છે. કાડૂમા થીલા માલદીવની શ્રેષ્ઠ સ્કુબા ડાઇવિંગ સાઇટ છે. અહીં તમે વિવિધ પ્રકારની શાર્ક, રંગબેરંગી માછલીઓ, કાચબા અને ઘણા દરિયાઈ જીવો જોઈ શકશો. તમારી સાથે એક ગાઈડ હશે જે તમને તમામ પ્રકારની માહિતી આપશે. એક ડાઇવની કિંમત ₹ 4000- ₹ 5000 સુધીની છે. સ્કુબા ડાઇવિંગ કરતી વખતે તમને ખ્યાલ આવશે કે માલદીવમાં આવવું એ તમારા જીવનનો સૌથી સુંદર નિર્ણય હતો.

સ્નોર્કલિંગ

જો તમને સ્કુબા ડાઇવિંગ કરવામાં તકલીફ હોય તો સ્નોર્કલિંગ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. નેમો રીફ, ટર્ટલ રીફ અને વિવિધ પ્રકારના રીફ પોઇન્ટ પર તમે રોજ સ્નોર્કેલિંગ કરી શકો છો. સ્નોર્કલિંગ ટ્રીપનો ખર્ચ ₹ 1000- ₹ 2000 સુધીનો છે. હું સૂચવીશ કે તમે પાણીમાં છુપાયેલા દરેક પ્રાણીને નજીકથી જોવા માટે સૌથી લાંબા અંતરે સ્નોર્કલિંગ કરો. સ્નોર્કલિંગ તમને એક વિચિત્ર અહેસાસ કરાવશે અને સફર પૂરી થયા પછી તે તમારા શ્રેષ્ઠ અનુભવોમાંનો એક હશે.

નાઈટ ફિશિંગ

જો તમે ફિશિંગના શોખીન હોવ તો તમારે નાઈટ ફિશિંગમાં જરુર જવું જોઈએ. માફુશીમાં નાઈટ ફિશિંગ સાંજે 5:30 વાગ્યે શરૂ થાય છે. તમે નદીની વચ્ચે હોડી લઈ ત્યાં લગભગ 3 કલાક ફિશિંગ કરી શકો છો. જો તમને ફિશિંગ ન ગમતુ હોય તો પણ હું સૂચન કરું છું કે તમે ફક્ત બોટ લઈને જાવ, ત્યાં બેસો અને સમુદ્રનો આનંદ માણો. તમે ત્યાં બારબેકયુ ડિનર પણ બુક કરાવી શકો છો જેમા તમને તાજુ સીફૂડ આપવામા આવશે. આ સફર માટે તમારે લગભગ ₹ 2000 ખર્ચવા પડશે.

રિસોર્ટ આઇલેન્ડ એડવેન્ચર્સ

ઘણા પ્રવાસીઓ એવા છે જેઓ વોટર વિલામાં રહેવાનું પસંદ કરે છે. જો તમારા બજેટમાં વોટર વિલા આવે તો તમે પણ ત્યાં રૂમ લઇ શકો છો. જો તમે ત્યાં રૂમ ન લીધો હોય તો પણ તમે તેનો રોમાંચ નહીં ચૂકો. તમે એક દિવસ માટે કોઈપણ વોટર વિલા રિસોર્ટની મુલાકાત લઈ શકો છો અને સ્વિમિંગ પુલ, વોટર એક્ટિવિટીઝ અને તમામ પ્રકારની વોટર સ્પોર્ટ્સમાં ભાગ લઈ શકો છો. તમામ વોટર વિલાની કિંમત અલગ છે પરંતુ સામાન્ય રીતે તમારે ₹ 7000 સુધી ચૂકવવા પડે છે.

માફુશીમા કઈ બાબતોનુ ધ્યાન રાખવુ

સૌ પ્રથમ તો જો તમે શાકાહારી હો તો પછી હંમેશા ફૂડ ઓર્ડર કરતા પહેલા કેફેમાં પૂછો કે તે ફૂડ શેમાથી બને છે જેથી તમને મુશ્કેલી ન પડે. જો તમે આલ્કોહોલના શોખિન છો તો તમને થોડી મુશ્કેલી પડશે. ત્યાં રિસોર્ટ આઈલેંડ પર જ દારૂ મેળવી શકો છો કારણ કે અન્ય સ્થળોએ દારૂ વેચવા પર પ્રતિબંધ છે.

જો તમને કોઈપણ કિંમતે દારૂ જોઈએ જ છે તો તમે તમારા હોટેલ સ્ટાફને કહી શકો છો. તમને બહાર દારૂ નહીં મળે. માલદીવ મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ હોવાને કારણે બીચ પર પહેરવામાં આવતા કેટલાક કપડાં પર મર્યાદા છે, તેથી આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

સુરક્ષા

માફુશી દ્વીપ દરેક માટે દરેક રીતે સલામત છે, તેથી જો તમે એકલા ગયા હો તો પણ કોઈપણ રીતે ચિંતા કરશો નહીં. 10 વાગ્યા પછી બધી દુકાનો બંધ થઈ જાય છે તેથી રાત્રે તમે બીચ પર સૂઈ શકો છો અને તારાઓ જોઈ શકો છો. માલદીવનું સ્પષ્ટ આકાશ અને દરિયા કિનારે ફૂંકાતો ઠંડો પવન તમારા આખા દિવસનો થાક ઊતારી દેશે અને તમે અંદરથી શાંત અને તાજગી અનુભવશો.

બજેટ

3 રાત - 4 દિવસની ટ્રીપ (ફ્લાઇટ સાથે) માટે તમારે ₹ 40,000 સુધી ખર્ચ કરવો પડશે.

જો તમે માલદીવ માટે પ્લાનિંગ કરી રહ્યા છો તો હવે જરા પણ વિલંબ કરશો નહીં અને આગલા જ મહિનાની ટિકિટ સાથે તમારી મનોરંજક સફર શરૂ કરો.

તમને આ લેખ કેવો લાગ્યો, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Further Reads