ધર્મશાલા શહેર ઉત્તર ભારતના લોકો માટે સૌથી સારા પહાડી ડેસ્ટિનેશનમાંનું એક બની ગયું છે. ધર્મશાલામાં મેક્લોડગંજ 14મા દલાઇ લામાનું ઘર છે, જ્યાં તેને લિટલ લ્હાસાનું નામ મળે છે. ધર્મશાલામાં ફરવા માટે આમ તો ઘણી શાનદાર જગ્યાઓ છે, જેમાં ચાના બગીચા, ત્રિઉંડ હિલ, ભાગસૂ વોટરફૉલ, ભાગસૂનાથ મંદિર અને અન્ય સામેલ છે. વડીલો અને યુવાનો માટે આ ફરવા માટે એકદમ યોગ્ય જગ્યા છે. પરંતુ જ્યારે તમે કોઇ શહેર ફરવા આવો છો, તો સૌથી પહેલા તમારે રોકાવા માટે એક સારા રિસોર્ટની પણ જરૂર પડે છે. પોતાના ઉનાળાના પ્રવાસને પરિપૂર્ણ બનાવવા માટે અહીં ધર્મશાળાના એવા 5 સર્વશ્રેષ્ઠ રિસોર્ટ્સની યાદી આપવામાં આવી છે જેમાં તમે રહી શકો છો અને પોતાની ધર્મશાળાની ટ્રિપને શાનદાર બનાવી શકો છો.
નિબાના રિસોર્ટ
આલીશાન કૉટેજથી લઇને પ્રીમિયમ રૂમ સુધી, તમે આ બધુ ધર્મશાલાના નિબાના રિસોર્ટમાં મેળવી શકો છો. આ ખાનયારાના લુંગટા ગામમાં પ્રકૃતિની ગોદમાં સ્થિત છે. જ્યારે તમે તમારા વ્યસ્ત જીવનની ભાગદોડથી બચવા માંગો છો અને પહાડોની શાંતિનો આનંદ લેતાં લેતાં ફક્ત લાડ-પ્રેમ કરવા માંગો છો તો અહીં આવો. અહીં તમે બીર બિલિંગ અને ઇન્દ્રનાગમાં પેરાગ્લાઇડિંગ માટે જઇ શકો છો. મોટા ખેતરોમાં ફરી શકો છો. કે સ્થાનિક સંસ્કૃતિ અને કળાનો આનંદ લઇ શકો છો. જેણે ધર્મશાલાને લિટલ લ્હાસા નામ આપ્યું છે. નિબાના રિસોર્ટમાં હંમેશા આરામ કરતા કરતાં સુંદર ધર્મશાલાનું અન્વેષણ કરો. નિબાના રિસોર્ટમાં રહેવા માટે તમારે એક રાતના 11,000 રૂપિયાથી 14,000 રૂપિયા સુધી ચૂકવવા પડશે.
સરનામું- લુંગટા ગામ, ખન્યારા રોડ, ધર્મશાલા, હિમાચલ પ્રદેશ 176215
વેબસાઇટ - https://www.nibaana.com/
સ્કાઇ હેવન રિસોર્ટ
ધર્મશાલામાં સ્કાઇ હેવન રિસોર્ટ એ જગ્યા છે જ્યાં તમે એક રિસોર્ટનો વૈભવ અને એક જ સ્થાન પર હિલ સ્ટેશનની શાંતિનો અનુભવ કરી શકો છો. આ મેક્લોડગંજની પાસે ભાગસૂ નાગમાં સ્થિત છે, અને દેવદારના ઝાડો અને ધોલાધાર રેન્જથી ઘેરાયેલું છે. અહીં તમે મફત વાઇફાઇ, આરામદાયક કાર્ય ડેસ્ક, સમ્મેલન કક્ષ, એક મલ્ટી ક્વિસાઇન રેસ્ટોરન્ટ, એક સુંદર છત અને આ સિવાય અન્ય ચીજોનો આનંદ લઇ શકો છો. પછી ભલે તમે ભીડભાડથી દૂર કોઇ ખાનગી પ્રોજેક્ટ પર કામ કરવા માંગતા હોવ કે બસ થોડાક સમય માટે રજા લેવા માંગતા હોવ, તમે બન્ને કારણોથી સ્કાઇ હેવન રિસોર્ટ જઇ શકો છો. પોતાના મિત્રો, કે પછી પોતે જાઓ, રિસોર્ટના કર્મચારીઓ એ સુનિશ્ચિત કરશે કે ત્યાં વિતાવેલી તમારી દરેક પળ યાદગાર બને. તમને અહીં રોકાવા માટે પ્રતિ રાત્રીના 4000 રૂપિયા આપવા પડશે.
સરનામું – ધર્મશાળા, હિમાચલ પ્રદેશ 176219
વેબસાઇટ -http://skyheavenresort.com/
નેચર બ્લૂમ હોટલ એન્ડ રિસોર્ટ
નેચર બ્લૂમ ધર્મશાલામાં સૌથી ભવ્ય રીતે શાનદાર રિસોર્ટ્સમાંનો એક છે. અહીં, તમે બેડમિન્ટન કોર્ટ, સ્વિમિંગ પુલ, ટેબલ ટેનિસ અને ઘણીબધી સુવિધાની સાથે જુદાજુદા પ્રકારના રૂમ અને સ્યુટ્સનો આનંદ લઇ શકાય છે. જો તમને પગપાળા ચાલવામાં કોઇ મુશ્કેલી નથી તો આ રિસોર્ટથી ભાગસૂ નાથ મંદિરની સાથે સાથે કોટલા કિલ્લો અને ચામુંડા મંદિર જોઇ શકો છો. અહીંના વ્યંજન તમારા આત્માને સંતુષ્ટ કરી દેશે. આ રિસોર્ટમાં રહેવા માટે તમારે એક દિવસ માટે 3500ની ચુકવણી કરવી પડશે.
સરનામું- ધર્મશાળા પાલમપુર રોડ, ગોપાલપુર, કાંગડા, દરતી, હિમાચલ પ્રદેશ 176059
વેબસાઇટ-https://www.naturebloom.in/
આમોદ બ્લૉસમ્સ વિલેજ રિસોર્ટ
આમોદ બ્લોસમ વિલેજ રિસોર્ટમાં ધોલાધાર રેન્જની રાજસી સુંદરતાનો આનંદ લો. આ ધર્મશાલાના એવા રિસોર્ટ્સમાંની એક છે જે ન કેવળ એક આરામદાયક પ્રવાસ પ્રદાન કરે છે પરંતુ અહીંનો સ્ટાફ પણ સુપર ફ્રેન્ડલી છે જે તમારી જરૂરિયાતોનું પુરૂ ધ્યાન રાખશે. રિસોર્ટમાં છત પર એક શાંત બગીચો છે. તમે છત પર એક પુસ્તક અને એક પીવાના પાણીની બોટલ સાથે બેસીને રજાનો આનંદ માણી શકો છો. આ રિસોર્ટમાં રહેવા માટે તમારે પ્રતિદિન 6500 રૂપિયા ચુકવવા પડશે.
સરનામું- ખાનયારા રોડ સિદ્ધપુર, ધર્મશાલા, હિમાચલ પ્રદેશ 176057
વેબસાઇટ -https://blossomsvillage.com/
દેવી ભૂમિ ફાર્મ અને કૉટેજ
ધર્મશાલા તેના ઉત્તમ અને શાનદાર રિસોર્ટ્સ માટે જાણીતું છે. તમે કંઇપણ પસંદ કરી શકો છો અને તમે એક સારી પસંદગી કરશો. પરંતુ દેવી ભૂમિ ફાર્મ અને કૉટેજ ધર્મશાલામાં સૌથી સારા રિસોર્ટ્સમાંનું એક છે જેને તમે જોઇ શકો છો. આ એક રિસોર્ટ છે જે લાંબા સમયથી શહેરમાં ચાલી રહ્યા છે જે ધર્મશાલામાં આવનારા અને અને અગાઉ રહી ચૂક્યા હોય તેવા લોકો માટે એક સારો વિકલ્પ બની ગયો છે. આ રિસોર્ટમાં રહેવા માટે તમારે 7500 રૂપિયાની ચુકવણી કરવી પડશે.
સરનામું- પટાની ગામ, પાસુ પેન્થર, પીઓ, દારી, ધર્મશાલા, હિમાચલ પ્રદેશ 176057
વેબસાઇટ-https://www.devbhoomifarms.com/
જ્યારે તમે શહેરની યાત્રા માટે થર્મશાલા ટૂર પેકેજની શોધમાં છો તો સુનિશ્ચિત કરો કે તમારો પ્રવાસ આમાંથી કોઇ રિસોર્ટમાં થાય. આ પ્રકારના રિસોર્ટમાં રોકાઇને તમે ઘણી બધી યાદોની સાથે ઘરે પાછા ફરશો જેને તમે ભવિષ્યના વર્ષો માટે તમારી યાદોમાં સાચવીને રાખશો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો