
મહાબળેશ્વર મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં પશ્ચિમી ઘાટમાં સ્થિત એક હિલ સ્ટેશન છે. મહાબળેશ્વર મહારાષ્ટ્રના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. સમુદ્રની સપાટીથી 1372 મીટરની ઉંચાઇ પર સ્થિત આ હિલ સ્ટેશન પુણેથી લગભગ 123 કિ.મી. દૂર આવેલું છે. મહાબળેશ્વર બ્રિટિશ કાળ દરમિયાન બોમ્બે પ્રેસિડેન્સીની ગ્રીષ્મકાલીન રાજધાની હતું. શહેરમાં પ્રાચીન મંદિર, ગાઢ જંગલો, ઝરણાં, પર્વતો, ખીણો સામેલ છે. સાથે જ આ જગ્યા તેના સુંદર સ્ટ્રોબેરી ફાર્મ માટે પણ જાણીતી છે. મહાબળેશ્વર પોતાના સુંદર મંદિરોના કારણે પણ ઘણું આકર્ષિત કરે છે. તો અહીં રહેવાના પણ ઘણાં વિકલ્પો છે. તો આવો જોઇએ કે મહાબળેશ્વર ફરવા જાઓ તો તમારે ક્યાં રહેવું જોઇએ..
મેરિયટ મહાબળેશ્વર (Courtyard by Marriott Mahabaleshwar)

મહાબળેશ્વરમાં આવેલી આ હોટેલ ઘણી મોટી અને આલીશાન છે, જે દરિયાની સપાટીથી 1000 મીટરથી વધુની ઉંચાઈ પર આવેલી છે. આ હોટલમાં કુલ 93 રૂમ બનાવવામાં આવ્યા છે, આની સાથે તમને અન્ય ઘણી સુવિધાઓ પણ અહીં સરળતાથી મળી જાય છે. આ હોટેલ જંગલોની વચ્ચે આવેલી છે જ્યાં તમે વિવિધ પ્રકારના અનુભવો મેળવી શકો છો. બાળકો માટે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સની સંપૂર્ણ વ્યવસ્થા છે. અહીં રહેવા માટે તમારે 10,900 રૂપિયા સુધીનું ભાડું ચૂકવવું પડી શકે છે.
અવબોધ (Avabodha, Panchgani)

અવબોધ એક એવું ઘર છે જ્યાં લોકોને રહેવાની સગવડ આપવામાં આવે છે, હોટલના જેવું બનેલું આ ઘર કુદરતી સૌંદર્યની વચ્ચે બનેલું છે. જ્યાંથી તમે સુંદર પર્વતો જોઈ શકો છો. એકાંતમાં સમય પસાર કરવા માટે આ એક સરસ જગ્યા છે જ્યાં તમને પક્ષીઓના અવાજો સિવાય કોઈ અવાજ સંભળાશે નહીં. અહીં રાત્રે તમે ખુલ્લા આકાશ નીચે તારાઓના સાનિધ્યમાં સૂઈ શકો છો. અહીં તમને માત્ર શાકાહારી ભોજન જ પીરસવામાં આવે છે, તમને તમામ પ્રકારની સુવિધાઓ મળી શકે છે પરંતુ આ જગ્યાએ તમને ટીવી વગેરે નહીં મળે. અહીં રહેવા માટે તમારે 20,472 રૂપિયા સુધીનું ભાડું ચૂકવવું પડશે.
સરનામું- 27/14, Taighat, Wadi, Panchgani, Maharashtra
વરંડાહ વેલી (Verandah by the Valley, Panchgani)

પ્રકૃતિનો સુંદર નજારો જોવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. જ્યાં દરરોજ સવાર વાદળોની વચ્ચે હોય છે. આ 3 બેડરૂમની હોટલ પહાડોની વચ્ચે આવેલી છે, જ્યાંથી તમે પંચગની ખીણનો સુંદર નજારો જોઈ શકો છો. અહીં તમને દરેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. ઉપરાંત, અહીં રહેવા માટે તમારે 28,900 રૂપિયાની આસપાસનું ભાડું ચૂકવવું પડશે, જેમાં 8 લોકો આરામથી રહી શકે છે.
સરનામું- Panchgani, Maharashtra
મેરિડિયન મહાબળેશ્વર રિસોર્ટ એન્ડ સ્પા (Le Meridien Mahabaleshwar Resort & Spa)

મેરિડીયન મહાબળેશ્વરનું ખૂબ જ વૈભવી અને સુંદર રિસોર્ટ છે. જે 27 એકર જંગલમાં બનેલું છે. આ સુંદર રિસોર્ટમાંથી, તમે જંગલોની લીલીછમ ખીણમાંથી ઘણા અદભૂત કુદરતી દૃશ્યો જોઈ શકો છો. જ્યાં તમને પ્રાઈવેટ શાવરથી લઈને પૂલ સુધીની દરેક સુવિધા ખૂબ જ સરળતાથી મળે છે. અહીં તમને ભોજનની વ્યવસ્થા પણ મળે છે. આ રિસોર્ટમાં રહેવા માટે તમારે 13,999 સુધીનું ભાડું ચૂકવવું પડશે.
સરનામું- 211/212, Satara-Medha-Mahabaleshwar Rd, Mahabaleshwar
બ્રાઇટલેન્ડ રિસોર્ટ એન્ડ સ્પા (Brightland Resort & Spa, Mahabaleshwar)

6.5 એકરમાં ફેલાયેલો આ રિસોર્ટ 85 કરતાં વધુ રૂમ ધરાવે છે. પહાડના કિનારે હોવાથી તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. અહીં તમને જુદા જુદા રૂમનો વિકલ્પ મળે છે. જેમ કે કોટેજ વિંગમાં તમને પ્રાઇવેટ ટેરેસ સાથે વિશાળ રૂમ મળશે. જ્યારે એક શ્યૂટમાં બહારની તરફ જાકુઝી સાથે એક રોમાન્ટિક ફિલ કરાવશે. અહીં જુદી જુદી રેસ્ટોરન્ટ પણ છે. જેમાં ઓલિવ ગાર્ડન તમને પીઝા સર્વ કરે છે. ઇન્ડિયન બાર્બેક્યુમાં અંગારે અને લાઉન્જ બાર માટે ઓવર ધ એજ રેસ્ટોરન્ટ છે. ડબલ બેડનો રૂમ રુ.8,470થી શરૂ થાય છે.
બેલોશીલ્સ ક્લિફહેંગર (Beloshi's Cliffhanger, Panchgani)

પંચગનીમાં આવેલો આ પાંચ બેડરૂમનો વિલા પહાડોમાં એકાંત પસાર કરવા માટે એક બેસ્ટ પ્લેસ છે. અહીં તમામ આધુનિક સુવિધાઓ તમને મળી રહેશે. આ વિલામાંથી મહૂ ડેમ જોવા મળે છે અને આસપાસની ખીણો અને પહાડોનું અલૌકિક દ્રશ્ય જોવા મળે છે. તમે આ બધા દ્રશ્યોને ઘરની પાછળ આવેલા સન ડેકમાંથી પણ જોઇ શકો છો. અહીના રસોડામાં ખાવાનું બનાવવા માટે તમામ પ્રકારની વસ્તુઓ હાજર છે. જો તમે ઇચ્છો તો ઇન-હાઉસ કર્મચારી તમને ભારતીય, કોન્ટિનેન્ટલ અને મહારાષ્ટ્રીયન ખાવાનું પીરસશે. સૂર્યોદયની સાથે તમને અહીં મોર જોવા મળશે. ઇનડોર ગેમ્સ રમો કે ઇન્ફિનિટી પૂલમાં સમય વિતાવો. આ વિલા પંચગની બજારથી થોડક જ દૂર છે. 10 મહેમાનો માટે ભાડું 39,600 રૂપિયાથી શરૂ થાય છે.
મહાબળેશ્વરમાં જોવાલાયક સ્થળો
મેપ્રો ગાર્ડન-

મહાબળેશ્વર-પંચગની રોડ પર મહાબળેશ્વરથી 11 કિલોમીટરના અંતરે આવેલું, મેપ્રો ગાર્ડન ફરવા માટેનું એક લોકપ્રિય સ્થળ છે. તમારે તેને ઓછામાં ઓછું એકવાર જોવું જ જોઈએ. આ સ્થાન ખાસ કરીને તેની સ્ટ્રોબેરી પ્રોડક્ટ્સ માટે પ્રખ્યાત છે, પરંતુ તેમાં વિવિધ પ્રકારની ચોકલેટ, સ્ક્વોશ અને ફ્રૂટ ક્રશ અને ઘણું બધું છે. આ મોટા બગીચાની અંદર એક ચોકલેટ ફેક્ટરી છે, સાથે જ નર્સરી પણ છે. તેમાં મોટી સંખ્યામાં છોડ અને ફૂલો છે. ઇસ્ટર વીકએન્ડ દરમિયાન પ્રખ્યાત સ્ટ્રોબેરી ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે તમારે માર્ચ અથવા એપ્રિલમાં આ સ્થાનની મુલાકાત લેવાનું આયોજન કરવું જોઈએ.
લિંગમાલા વોટરફોલ પોઈન્ટ -

મહાબળેશ્વર બસ સ્ટેન્ડથી 6 કિમીના અંતરે આવેલો આ લિંગમાલા વોટરફોલ દરિયાની સપાટીથી 1278 મીટરની ઉંચાઈ પર આવેલો છે. એકવાર તમે મુખ્ય દ્વાર પર પહોંચો પછી, લગભગ 1.5 કિમીનો ટ્રેક છે જે તમને અદભૂત ધોધ તરફ લઈ જાય છે. સુંદર વોટરફોલ તેની મોહક સુંદરતાને કારણે મહાબળેશ્વરની આસપાસના સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક છે. નાના ધોધની અંદર તમે સ્વિમિંગનો આનંદ માણી શકો છો પરંતુ મોટા ધોધમાં આ શક્ય નથી.
વેન્ના તળાવ

મહાબળેશ્વર બસ સ્ટેન્ડથી 3 કિલોમીટરના અંતરે આવેલું આ માનવ નિર્મિત તળાવ લગભગ 28 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. તેનો પરિઘ 7 થી 8 કિલોમીટર જેટલો છે. ચારેબાજુ હરિયાળી અને પ્રાકૃતિક સૌંદર્યને કારણે આ સ્થળ બધા માટે આનંદદાયક છે. તમે આ સ્થળે બોટિંગ અને ઘોડેસવારી જેવી મનોરંજક પ્રવૃત્તિઓનો પણ આનંદ માણી શકો છો. બાળકો અહીં મેરી-ગો-રાઉન્ડ, ટોય ટ્રેન વગેરેનો આનંદ માણી શકે છે. તમને ભૂખ લાગે તો તળાવ કિનારે અનેક ફૂડ આઉટલેટ્સ છે. આ સ્થળ સપ્તાહના અંતે ફેમિલી પિકનિક માટે યોગ્ય છે.
પંચગની -

મહાબળેશ્વરથી 18 કિમી અને પુણેથી 104 કિમીના અંતરે આવેલું પંચગની મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલું એક હિલ સ્ટેશન છે. આ એક લોકપ્રિય સ્થળ છે કારણ કે આ સ્થળે ઘણા પ્રવાસી આકર્ષણો છે. તમે ભવ્ય હિલ સ્ટેશનના કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકો છો. તમે હિલ સ્ટેશનની આસપાસના નદીના બંધની મુલાકાત લઈ શકો છો. તમે તેની આસપાસના નાના ગામોની મુલાકાત લઈ શકો છો, પૌરાણિક મહત્વ વિશે જાણી શકો છો.
સનસેટ પોઈન્ટ -

મુંબઈ પોઈન્ટ તરીકે પણ ઓળખાતું આ સ્થળ મહાબળેશ્વર બસ સ્ટેન્ડથી 3 કિમીના અંતરે આવેલું છે. આ મહાબળેશ્વરના સૌથી લોકપ્રિય સ્થળ પૈકીનું એક છે, કારણ કે અહીં આકર્ષક નજારો જોવા મળે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો