ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ!

Tripoto

ઉનાળા કે દિવાળીના વેકેશનમાં હું અને કદાચ તમારામાંથી ઘણાં બધા લોકો, "ચલો હિમાચલ જઇએ"ના નારા સાથે હિમાચલ માટે પોતાના બિસ્ત્રા-પોટલાં પેક કરતા હોય છે. અને શું કામ ન કરીએ, લીલાછમ વૃક્ષોની વચ્ચે છુપાયેલા બર્ફિલા પહાડોના સુંદર દ્રશ્ય, ચહેરાને ફ્રેશ કરતી ઠંડી હવાઓ અને હાથમાં ગરમા-ગરમ ચાની પ્યાલી, આ બધુ વિચારીને જાતને રોકી શકાતી નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે જવાની તૈયારી પણ ન કરીએ. તો અત્યારે આપણે સમયનો ઉપયોગ આપણી યાત્રાને સુવિધાજનક બનાવવા કરીએ. હવે વર્ષમાં એકવાર જો હિમાચલનો આંટો મારવો હોય તો ખસ્સાને પરવડે તેવું પણ કરવું પડશેને...? તો હિમાચલ પ્રદેશના લીલાછમ મેદાનોની મજા લેવા માટે તમારા માટે અહીં અમે ઓછા ખર્ચે રહેવાનો જુગાડ બતાવી દઇએ. ફક્ત ધ્યાનથી વાંચો.

હિમાચલમાં વેકેશનમાં અહીં રોકાણ કરો

મનાલી

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

બજેટ- ₹500ની અંદરનીનીની ની

બેકપેકર પાંડા

ક્રેડિટઃ બુકિંગ ડોટ કોમ

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

ક્રેડિટઃ બુકિંગ ડોટ કોમ

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

જો રૂમની બારી ખોલશો તો પહાડો જ પહાડો દેખાશે. તો ઓલ્ડ મનાલીમાં બનેલા બેકપેકર પાંડા હૉસ્ટેલનો પસંદ કરો. મજાની વાત એ છે કે અહીં એક બંક પેડનું ભાડું ફક્ત 209 રૂપિયાથી શરૂ થાય છે. જો કે તમને શેરિંગ બેઝિસ પર મળે છે અને હૉસ્ટેલ થોડીક ઊંચાઇ પર છે.

સરનામું- એપ્પલ કન્ટ્રી રિસોર્ટની પાછળ, લૉગ હટ્સ, ઓલ્ડ મનાલી

સંપર્ક- 08448444604

જોસ્ટેલ, મનાલી

ક્રેડિટઃ બુકિંગ ડોટ કોમ

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

ક્રેડિટઃ બુકિંગ ડોટ કોમ

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

સુંદર હૉસ્ટેલ અને સારા લોકો, જૉસ્ટેલ મનાલી આ બંન્ને શરતો પર ખરી ઉતરે છે. અહીં શેરીંગ બેઝિસ પર મળનારા એક બંક બેડનું ભાડું 500 રૂપિયાથી શરૂ થાય છે.

સરનામું- મનુ ટેમ્પલ રોડ, ઓલ્ડ મનાલી

સંપર્ક- 022 48962265

બજેટ- ₹1000ની અંદર

1. ટિંબરવોલ્વ્સ, હિમાચલ પ્રદેશ

ક્રેડિટઃ બુકિંગ ડોટ કોમ

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

ક્રેડિટઃ બુકિંગ ડોટ કોમ

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

બજેટમાં સારા રૂમ, સુવિધાઓ અને શ્રેષ્ઠ દ્રશ્યો, આ બધુ જ તમને આ હોટલમાં મળી જશે. મનુ મંદિરથી ફક્ત થોડાક જ મીટર દૂર બનેલી આ હોટલમાં એક રાતનું ભાડું 600 રૂપિયાથી શરૂ થાય છે.

સરનામું- મનુ મંદિરની પાસે, ઓલ્ડ મનાલી

સંપર્ક- 09988876291

2. સ્પ્રિંગ હાઉસ, હિમાચલ પ્રદેશ

ક્રેડિટઃ બુકિંગ ડોટ કોમ

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

ક્રેડિટઃ બુકિંગ ડોટ કોમ

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

આ હોટલ ફરવાની જગ્યાઓની તો પાસે છે સાથે જ ચોખ્ખા રૂમ અને બેડ હોવાના કારણે પ્રવાસીઓને પસંદ પણ આવે છે. સ્પ્રિંગ હાઉસમાં એક રાત રહેવાનું ભાડું 765 રૂપિયાથી શરૂ થાય છે. આ હોટલમાં ફેમિલી રૂમ પણ લઇ શકાય છે.

સરનામું- હિડિંબા દેવી મંદિર રોડ, DPS મનાલીની પાસે

સંપર્ક: 09816016557

શિમલા

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

બજેટ- ₹500ની અંદર

1. એક્ઝોટિક નેચરલ્સ ગેસ્ટ હાઉસ, હિમાચલ પ્રદેશ

ક્રેડિટઃ જસ્ટ ડાયલ

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

ક્રેડિટઃ જસ્ટ ડાયલ

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

જો તમે સોલો ટ્રિપ પર છો, કે પોતાના દોસ્તોની સાથે શિમલા ફરવા જઇ રહ્યાં છો અને હોટલ ફક્ત રાતે આરામ કરવા માટે જોઇએ તો આ ગેસ્ટ હાઉસને પસંદ કરી શકો છો. બજેટના હિસાબે તમને સુવિધાઓ તો બધી મળશે, પરંતુ પ્રાઇવસીની આશા ન રાખતાં. કારણ કે રૂમ શેરિંગ બેઝિસ પર મળે છે. અહીં એક વ્યક્તિનું ભાડું 300 રૂપિયાથી શરૂ થાય છે.

સરનામું- 25, ગંજ રોડ, લોઅર બજાર, શિમલા

સંપર્ક: 09816075024

2. ડૉલ્ફિન કૉટેજ, શિમલા

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

જો તમારી પાસે ફરવા માટે તમારી ગાડી છે કે શહેરથી થોડેક દૂર રહેવામાં કોઇ પરેશાની નથી તો ડૉલ્ફિન કૉટેજ પસંદ કરી શકો છો. અહીં એક રાતનું ભાડું 530 રૂપિયાથી શરૂ થાય છે. અહીં તમે સવાર થતાં જ પહાડોનો આનંદ માણી શકો છો.

સરનામું- લોઅર સંગિતી, હિમાચલ પ્રદેશ યૂનિવર્સિટીની પાસે, સમર હિલ, શિમલા

સંપર્ક: 09418004909

બજેટ- ₹1000ની અંદર

1. બેકવુડ્સ બી એન્ડ બી

ક્રેડિટઃ બેકવુડ્સ બીએનબી

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

ક્રેડિટઃ બેકવુડ્સ બીએનબી

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

બજેટમાં બધી સુવિધાઓ અને સારુ લોકેશન શોધી રહ્યાં છો તો બૅકવુડ્સ બી એન્ડ બીને પસંદ કરી શકો છો. આ હોટલ બસ સ્ટેન્ડની પાસે છે અને એક રાતનું ભાડું 780 રૂપિયાથી શરૂ થાય છે.

સરનામું- ચાર્લી વિલા, રોશન નિવાસ, મિલસિંગટન એસ્ટેટ, નાનું શિમલા, શિમલા

સંપર્ક: 08091115150

2. હોટલ વસંત

ક્રેડિટઃ બુકિંગ ડોટ કોમ

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

મોલ રેડ અને ફરવાની બાકીની જગ્યાઓથી નજીક જો કોઇ હોટલ જોઇએ તો હોટલ વસંતમાં રોકાઇ શકાય છે. એક ચોખ્ખો-ચણાક રૂમ તમને એક રાત માટે 764 રૂપિયામાં પડશે.

સરનામું- વોર્ડ નં. 11, કાર્ટ રોડ, શ્રી ગુરુદ્વારા સિંહ સભા, શિમલા

સંપર્ક: 0177 2658341

ધર્મશાલા

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

બજેટ- ₹500ની અંદર

1. હોબો હૉસ્ટેલ

ક્રેડિટઃ બુકિંગ ડોટ કોમ

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

ક્રેડિટઃ બુકિંગ ડોટ કોમ

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

આ બજેટ હૉસ્ટેલ એરપોર્ટ અને HPCA સ્ટેડિયમ બન્નેની નજીક છે. અહીં એક બંક બેડનું ભાડું 425 રૂપિયા છે. તમે ઇચ્છો તો એકસ્ટ્રી કિંમત આપીને નાસ્તો પણ કરી શકો છો.

સરનામું- ખાનયારા રોડ, ધર્મશાલા

સંપર્ક: 08129432880

2. હોટલ સ્કાય પાઇ

ક્રેડિટઃ બુકિંગ ડોટ કોમ

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

ક્રેડિટઃ બુકિંગ ડોટ કોમ

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

જો તમે ધર્મશાલાની સાથે મેક્લોડગંજ ફરવાનો પણ પ્લાન બનાવી રહ્યાં છો તો હોટલ સ્કાઇ પાઇમાં રોકાઇ શકો છો. આ હૉસ્ટેલમાં તમને શેરિંગ બેઝિસ પર બેડ મળી જશે જેનું ભાડું 449 રૂપિયાથી શરૂ થાય છે.

સરનામું- ભગસુનાગ, ગલ્લૂ દેવી મંદિરની પાસે, મેક્લૉડગંજ, ધર્મશાલા

સંપર્ક: 09418605966

બજેટ- ₹1000ની અંદર

1. હોટલ દિવ્યાંશ

ક્રેડિટઃ બુકિંગ ડોટ કોમ

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

ક્રેડિટઃ બુકિંગ ડોટ કોમ

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

ભાગસુ ફૉલ્સથી ફક્ત 1 કિ.મી. દૂર બનેલી આ હોટલમાં એક રાતનું ભાડું 871 રૂપિયાથી શરૂ થાય છે. અહીંથી તમે સવાર થતા જ બરફથી ઢંકાયેલા પહાડો જોઇ શકશો.

સરનામું- નડ્ડી ગામ જતો રસ્તો, નડ્ડી, મેક્લોડગંજ, ધર્મશાલા

સંપર્ક: 08894255747

2. પાઇન સ્પ્રિંગ

ક્રેડિટઃ બુકિંગ ડોટ કોમ

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

ક્રેડિટઃ બુકિંગ ડોટ કોમ

Photo of ચિંતા છોડો! આ રહી હિમાચલમાં રહેવાની સૌથી સસ્તી જગ્યાઓ! by Paurav Joshi

પહાડોમાં ખુલતી બાલ્કની અને માઉન્ટેન વ્યૂ અહીંના રૂમોની ખાસિયત અને આ હોટલ તમારા બજેટમાં પણ ફિટ બેસે છે. અહીં એક રૂમનું ભાડું 880 રૂપિયાથી શરૂ થાય છે. જો તમારે રૂમ શેર નથી કરવો તો તેના માટે વધુ કિંમત ચુકવવી પડશે.

સરનામું- જોગીવારા રોડ, મેક્લૉડગંજ

સંપર્ક-07889806395

તો ચાલો રહેવાનો પ્લાન તો બની ગયો, હિમાચલની વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો