વિદેશ યાત્રા માટે હવે જાહેર થશે નવું વેક્સીનેશન સર્ટિફિકેટ, કોવિન પોર્ટલ થયું અપડેટ

Tripoto
Photo of વિદેશ યાત્રા માટે હવે જાહેર થશે નવું વેક્સીનેશન સર્ટિફિકેટ, કોવિન પોર્ટલ થયું અપડેટ 1/3 by Paurav Joshi

કોવિડની ધીમી પડેલી રફતારે ફરી એકવાર ફરનારાની રફતાર વધારી દીધી છે. તો ફેમિલી, બિઝનેસ, ફન કોઇ પણ ઉદ્દેશથી યાત્રા પર જવાની તૈયારી કરી રહેલા લોકો માટે ઘણા જ સારા સમાચાર છે. નવી વ્યવસ્થા હેઠળ હવે આંતરરાષ્ટ્રીય યાત્રા માટે તમારે અલગથી વેક્સીનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું પડશે. કોવિન પોર્ટલ પર તેના માટે અલગ સર્ટિફિકેટ મળશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગાઇડલાઇન્સ અનુસાર જ સરકારે નવા સર્ટિફિકેટની વ્યવસ્થા શરુ કરી છે. જેમાં સર્ટિફિકેટને ડાઉનલોડ કરવાની પ્રક્રિયા પણ બતાવવામાં આવી છે. તો કેવી રીતે, ક્યાંથી મળશે આ સંપૂર્ણ જાણકારી, આવો જાણી લઇએ.

પાસપોર્ટ નંબર કરો અપડેટ

- વિદેશ યાત્રા માટે કોવિન પોર્ટલમાં નવું ફીચર અપડેટ થયું છે.

- તેમાં ફુલ્લી વેક્સીનેટેડ લોકો પોતાનો ફોટો આઇડી પાસપોર્ટ નંબર અને ડેટ ઑફ બર્થથી અપડેટ કરી શકો છો.

- આમ કર્યા બાદ ઇંટરનેશનલ ટ્રાવેલ માટે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકાય છે.

- સર્ટિફિકેટમાં ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ (વર્ષ-મહિનો-દિવસ)ના ફોર્મેટમાં લખી હશે.

- ખાસ વાત એ છે કે ટ્રાવેલ માટે જાહેર થનારા સર્ટિફિકેટમાં યૂનિક આઇડી નંબર રજિસ્ટર હશે.

- આ ઉપરાંત સર્ટિફિકેટ પર વેક્સીનના નામની સાથે વેક્સીનનો પ્રકાર પણ લખ્યો હશે. કોવેક્સીન-ઇનએક્ટિવેટેડ વાયરસ વેક્સીન, કોવિશિલ્ડ-રીકૉમ્બિનેંટ એડિનોવાયરસ વેક્ટર વેક્સીન

Photo of વિદેશ યાત્રા માટે હવે જાહેર થશે નવું વેક્સીનેશન સર્ટિફિકેટ, કોવિન પોર્ટલ થયું અપડેટ 2/3 by Paurav Joshi

આ રીતે ડાઉનલોડ કરો સર્ટિફિકેટ

આંતરરાષ્ટ્રીય યાત્રા માટે જાહેર કરવામાં આવેલા આ સર્ટિફિકેટને ડાઉનલોડ કરવાની પ્રક્રિયા પણ સરળ છે. આના માટે આ સ્ટેપ્સ ફોલો કરો.

- સૌથી પહેલા cowin.gov.in વેબસાઇટ પર જવું પડશે

- પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી લૉગ-ઇન કરવું પડશે.

- પાસપોર્ટ નંબર અને પાસપોર્ટમાં લખેલી જન્મતારીખ yyyy/mm/dd ફોર્મેટમાં લખો.

- બધી એન્ટ્રી ફિલઅપ કર્યા પછી સબ્મિટ બટન પર ક્લિક કરો.

- પેજ રીફ્રેશ થતા જ આંતરરાષ્ટ્રીય યાત્રા માટે જાહેર વેક્સીનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ થઇ જશે.

પૂરી જન્મતારીખનું સર્ટિફિકેટ

સમાચાર એજન્સી ANI સાથે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ (NHA)ના CEO ડો.આરએસ શર્મા સાથેની વાતચીતમાં જણાવ્યું કે જે લોકોએ કોવિડ-19ની રસીના બન્ને ડોઝ લીધા છે અને વિદેશ યાત્રા કરવા માંગે છે તેમની પાસે પૂરી જન્મતારીખ સાથે એક CoWin રસીકરણ સર્ટિફિકેટ ઉપલબ્ધ હશે.

Photo of વિદેશ યાત્રા માટે હવે જાહેર થશે નવું વેક્સીનેશન સર્ટિફિકેટ, કોવિન પોર્ટલ થયું અપડેટ 3/3 by Paurav Joshi

અગાઉ ફક્ત વર્ષ થતું હતુ રજિસ્ટર

તેમણે જણાવ્યું કે વિદેશ જનારા દરેક યાત્રીએ પોતાના વેક્સીન સર્ટિફિકેટને CoWinમાં અપડેટ કરવા માટે પાસપોટમાં રજિસ્ટર જન્મતારીખ અનુસાર જ ભરવું પડશે અને નવું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું પડશે. તેમણે કહ્યું કે હાલમાં કેવળ જન્મ તારીખનું વર્ષ જ એકત્ર કર્યું છે જે પ્રમાણ પત્રમાં એક વ્યક્તિની ઉંમર તરીકે દર્શાવવામાં આવે છે.

મહત્વનું છે કે યૂનાઇટેડ કિંગડમે 22 સપ્ટેમ્બરના રોજ એસ્ટ્રાજેનેકા વેક્સીનના મેડ ઇન ઇન્ડિયા વર્જનને COVID-19 વેક્સીનના પોતાના અપડેટેડ લિસ્ટમાં સામેલ કરવા માટે પોતાની નવી યાત્રા દિશાનિર્દેશ જાહેર કર્યા. કોવિશીલ્ડને આ મંજૂરી હકીકતમાં ભારતની તરફથી કરવામાં આવેલા ભારે દબાણના પગલે આપડી પડી.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો