જો હનીમૂનનો છે પ્લાન તો મોંઘા દેશોમાં જવાના બદલે એશિયાના આ લો બજેટવાળા દેશોની પસંદગી કરો

Tripoto
Photo of જો હનીમૂનનો છે પ્લાન તો મોંઘા દેશોમાં જવાના બદલે એશિયાના આ લો બજેટવાળા દેશોની પસંદગી કરો by Paurav Joshi

જો આપણે વાત કરીએ સૌથી સસ્તા ટૂરિસ્ટ પ્લેસિસની તો દરેક પોતાના જીવનમાં એકવાર તો વિદેશ યાત્રા કરવા માંગતો જ હોય છે. પરંતુ જો સૌથી મોટી સમસ્યા જોવા મળે છે તો તે છે પૈસાની. વિદેશી યાત્રા માટે જરૂરી હોય છે મોટી રકમ. અને ઘણીવાર તો મોટાભાગના લોકોનો વિદેશ યાત્રાનો પ્લાન ફક્ત વધારે બજેટ હોવાના કારણે જ કેન્સિલ થઇ જાય છે. પરંતુ આજે હું આ આર્ટિકલ દ્વારા બતાવીશ કે એશિયાના મહાદ્વીપ સૌથી સસ્તા દેશ, જ્યાં તમે ઘણાં ઓછા બજેટમાં યાત્રા કરી શકો છો. સાથે જ તમે તમારી વિદેશ યાત્રાનું સપનું પણ સાકાર કરી શકો છો. જો તમે વિદેશ યાત્રાની સૌથી ઓછા બજેટની યાત્રા કરવા માંગો છો તો આ આર્ટીકલને જરૂર અંત સુધી વાંચો.

એશિયાના સૌથી સસ્તા દેશ

એશિયાના સૌથી સસ્તા દેશની યાદીમાં ઘણાં દેશ સામેલ છે પરંતુ તમારા હનીમૂન અને ફરવાના ઉદ્દેશથી મેં કેટલાક સારા અને પોતાની સુંદરતા માટે પ્રસિદ્ધ દેશોને સિલેક્ટ કર્યા છે. જ્યાં તમે ઓછા બજેટમાં પોતાની યાત્રાને આનંદમય બનાવી શકો છો. તો આવો જોઇએ કે લો બેજટની યાદીમાં સામેલ પહેલો દેશ કયો છે.

વિયેતનામ

Photo of જો હનીમૂનનો છે પ્લાન તો મોંઘા દેશોમાં જવાના બદલે એશિયાના આ લો બજેટવાળા દેશોની પસંદગી કરો by Paurav Joshi

એશિયાના સૌથી સસ્તા દેશોની યાત્રા માટે જો કોઇ પહેલું નામ લઉં તો તે વિયેતનામ છે. જી હીં, જો ઓછા બજેટની વાત કરીએ તો વિદેશ યાત્રા માટે તમે વિયેતનામ જઇ શકો છો. છેલ્લા કેટલાક વર્ષોથી વિયેતનામ ઘણું લોકપ્રિય થયું છે. જેનું કારણ આ દેશનું સૌથી સસ્તુ હોવું છે. પ્રવાસીઓને ફરવા માટે આ જગ્યા સૌથી સારી છે. વિયેતનામમાં તમને રહેવાની વ્યવસ્થા, ફરવા માટે કેબ, યાત્રાની સુવિધાથી લઇને ખાવા-પીવાની બધી ચીજો ઓછા બજેટમાં સરળતાથી મળી જશે. અહીંના આકર્ષિત પહાડો, સમુદ્રી કિનારા અને આદિવાસી ગામોની સાથે ભરપૂર કુદરતી સુંદરતા પણ જોઇ શકાય છે. અહીંની સૌથી સારી વાત એ છે કે અહીં તમને ફ્રીમાં રહેવાની વ્યવસ્થા પણ થઇ જશે. આ રીતે આ દેશ તમારા હનીમૂન કે ફરવા માટે ઘણી જ સસ્તી જગ્યા છે.

નેપાળ

Photo of જો હનીમૂનનો છે પ્લાન તો મોંઘા દેશોમાં જવાના બદલે એશિયાના આ લો બજેટવાળા દેશોની પસંદગી કરો by Paurav Joshi

એશિયાની સૌથી સસ્તી જગ્યાઓમાં નેપાળ પણ જાણીતો છે. નેપાળમાં તમે રહેવા માટે સસ્તી હોટલ લઇ શકો છો. જે અન્ય દેશોના મુકાબલે ઘણી સસ્તી હોય છે. સાથે જ નેપાળના સ્વાદિષ્ટ ખાવાનો આનંદ તમે સસ્તી કિંમતમાં ઉઠાવી શકો છો. જો કે ક્યાંક ક્યાંક તમારો વધારે ખર્ચ થઇ શકે છે. પરંતુ તો પણ તમારી આ ટૂર કોઇ અન્ય મોંઘી વિદેશી ટૂરની જેવી નહીં હોય. નેપાળમાં તમે ઓછા બજેટમાં સારી જગ્યાઓ ફરી શકો છો. તમને અહીં કોઇ મુશ્કેલી નહીં પડે.

શ્રીલંકા

Photo of જો હનીમૂનનો છે પ્લાન તો મોંઘા દેશોમાં જવાના બદલે એશિયાના આ લો બજેટવાળા દેશોની પસંદગી કરો by Paurav Joshi

એશિયા ઉપખંડના સૌથી સસ્તા દેશોમાં શ્રીલંકા પણ આવે છે. તમે અહીં કુદરતી નજારા, સુંદર રેતાળ સમુદ્રી કિનારા અને સંસ્કૃતિમાં સામેલ થઇ શકો છો. ભારતથી શ્રીલંકાનો સંબંધ રામાયણ કાળથી છે. ભારત ઉપરાંત અન્ય દેશોથી પણ શ્રીલંકા ફરવા માટે મોટી સંખ્યામાં ટૂરિસ્ટ આવે છે. તેનું સૌથી મોટુ કારણ અહીંના ટૂરિસ્ટ પ્લેસ છે, જે આ દેશને ખાસ બનાવે છે. શ્રીલંકાનું ખાવાનું અને ટ્રાન્સપોર્ટની સુવિધા ઘણી સસ્તી છે. જેના કારણે અહીં પર્યટકોનો જમાવડો લાગેલો રહે છે.

મલેશિયા

Photo of જો હનીમૂનનો છે પ્લાન તો મોંઘા દેશોમાં જવાના બદલે એશિયાના આ લો બજેટવાળા દેશોની પસંદગી કરો by Paurav Joshi

મલેશિયા દેશ એશિયાના દક્ષિણ પૂર્વમાં સ્થિત એક શાનદાર પર્યટન સ્થળ છે જ્યાં ઓછા બજેટમાં રજાઓ પસાર કરવાનો આનંદ લઇ શકાય છે. મલેશિયા દેશની યાત્રા આશ્ચર્યજનક રીતે સસ્તી છે અને પર્યટકો દ્વારા સૌથી વધુ મુલાકાત લેવામાં આવતા ડેસ્ટિનેશનમાં આ દેશનો નંબર આવે છે. દરેક વસ્તુનો ખર્ચ ઓછો હોવાના કારણે મલેશિયા દેશ ફરવાનું ઘણું સરળ થઇ જાય છે. અહીં નેશનલ પાર્ક, સુંદર પહાડ, અચંબામાં નાંખી દેતા રેતાળ સમુદ્રીકિનારા, ઐતિહાસિક શહેરોની સાથે-સાથે આધુનિક શહેરમાં સ્થિત સુંદર સ્થળો પર ફરવાનો ચાર્જ પણ ઓછો હોય છે. મલેશિયાના કેટલાક ટાપુ ટેક્સ ફ્રી છે. મલેશિયા વાસ્તવમાં સસ્તું છે. જો તમે પણ વિદેશ યાત્રાના શોખીન છો તો મલેશિયાની યાત્રા તમારા બજેટને અનુરૂપ ફિટ બેસશે

ઇન્ડોનેશિયા

Photo of જો હનીમૂનનો છે પ્લાન તો મોંઘા દેશોમાં જવાના બદલે એશિયાના આ લો બજેટવાળા દેશોની પસંદગી કરો by Paurav Joshi

એશિયાના સૌથી સસ્તા દેશોની યાત્રામાં ઇન્ડોનેશિયાનું પોતાનું અલગ જ સ્થાન છે. ઇન્ડોનેશિયાના ઘણાં ટાપુ ઉત્સાહથી યાત્રીઓનું સ્વાગત કરવા હંમેશા તૈયાર રહેતા હોય છે અને દેશના અન્ય ભાગોથી સસ્તા પણ હોય છે. ઇન્ડોનેશિયાની ચમક દમક જોઇને એ કહેવું ઘણું મુશ્કેલ હોય છે કે આ દેશ અન્ય દેશોની તુલનામાં આટલો સસ્તો છે. ઇન્ડોનેશિયાની કુદરતી સુંદરતા, અહીંની સંસ્કૃતિ, ઇતિહાસ, નાઇટલાઇફ જેવી પ્રવૃતિ દરેકનું મન મોહી લે છે. ઇન્ડોનેશિયાના બાલી, જાવા અને સુમાત્રા નામના ટાપુમાં રહેવાની કિંમત ઘણી ઓછી છે, તમે કોઇ એકની પસંદગી કરી શકો છો. ઇન્ડોનેશિયા જેવા એશિયાઇ દેશોની યાત્રા લો બજેટમાં કરી શકાય છે.

થાઇલેન્ડ

Photo of જો હનીમૂનનો છે પ્લાન તો મોંઘા દેશોમાં જવાના બદલે એશિયાના આ લો બજેટવાળા દેશોની પસંદગી કરો by Paurav Joshi

થાઇલેન્ડ પર્યટન એક અન્ય લોકપ્રિય અને સસ્તો દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશ છે. થાઇલેન્ડ ઘણાં લાંબા સમયથી લો બજેટ યાત્રીઓને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો છે. આ દેશ પોતાના સુંદર દરિયાકિનારા, ટાપુઓ, જંગલો અને સાંસ્કૃતિક પર્યટન સ્થળો માટે જાણીતું છે. થાઇલેન્ડ દેશની યાત્રા એશિયાના સૌથી સસ્તા દેશોની યાત્રામાં સામેલ છે. થાઇલેન્ડમાં મસાજ સેન્ટર ઘણાં ફેમસ છે અને જો તમને તક મળે તો એકવાર એશિયાના આ સસ્તા દેશ થાઇલેન્ડની યાત્રા પર જરૂર જાઓ.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો