આ રીતે મારો બોયફ્રેન્ડ અને હું એક વર્ષથી મફતમાં મુસાફરી કરી રહ્યા છીએ

Tripoto
Photo of આ રીતે મારો બોયફ્રેન્ડ અને હું એક વર્ષથી મફતમાં મુસાફરી કરી રહ્યા છીએ by Paurav Joshi

લગભગ અડધા દશક સુધી સાથે રહેવા અને લાંબા સમય સુધી સાથે હરવા-ફરવાના કારણે મેં અને મારા બોયફ્રેન્ડે હંમેશા અમારી પોકેટ મની કે કમાણીને એકસાથે યાત્રા કરવામાં ખર્ચ કરવાનો વિકલ્પ જ પસંદ કર્યો છે. આ અનુભવે અમને ઘણાં ઓછા સમયમાં એકસાથે રહેવાનું શિખવાડ્યું અને એક અજાણી જગ્યામાં સાથે રહેવું અને નવા શહેરોને એક્સપ્લોર કરવાથી સારી વસ્તુ બીજી શું હોઇ શકે! દર વર્ષે અમે પોતપોતાના શહેરો ઉપરાંત એક નવા સ્થળની યાત્રા કરવા માટે આને એક બિંદુ બનાવ્યું. અમને એ ખબર જ પડી કે ક્યારે ટ્રાવેલનો આ કિડો અમારામાં ઘર કરી ગયો અને અમે કાયમ વધારે મેળવવાની ઇચ્છામાં જ રહી ગયા. જો કે, કોલેજના જુદાજુદા ખર્ચમાં કાપ મૂકીને તેમજ મોજશોખના ખર્ચા ઘટાડીને પૈસાની બચત કરતાં. આ બચતમાંથી મહિલાઓ સુધી અમે જે ટ્રાવેલિંગ કર્યું તેનો આનંદ જ કંઇક અલગ છે. જો કે, ગ્રેજ્યુએટ પછી અને નોકરી કર્યા બાદ ચીજો સરળ થઇ ગઇ. પરંતુ આ અલ્પકાલિક હતું કારણ કે બચત કરવા, ભાડાની ચુકવણી કરવી અને મોટા હોવાની જવાબદારીનો ભાર હતો. ક્યારેક પુખ્તતા ઘણી કઠીન હોય છે.

આશ્ચર્યની વાત એ છે કે ગયા વર્ષે અમે કેટલીક સરળ ચીજો કરીને એકસાથે મફતમાં યાત્રા કરવાના આઇડિયાથી પરિચિત કરવાયા હતા જે અમને પસંદ પડ્યા હતા. અમે લખવા અને વ્યક્ત કરવાના અમારા પ્રેમને તસવીરો ક્લિક કરવા અને પળોને સુંદર બનાવવાના તેમના શોખ સાથે જોડ્યો. યાત્રાના બજેટ પર વિચાર કરવાથી લઇને અગાઉથી યોજના બનાવવા, ટિકિટ બુક કરવા અને પોતાના પગારને બચાવવા સુધી, હવે અમારી પાસે ટ્રાવેલિંગ મફતમાં કરવાનો પણ વિકલ્પ હતો.

Photo of આ રીતે મારો બોયફ્રેન્ડ અને હું એક વર્ષથી મફતમાં મુસાફરી કરી રહ્યા છીએ by Paurav Joshi

આ બધાની શરૂઆત કેવી રીતે થઇ?

મને હંમેશા મારા અનુભવો અને વિચારો બ્લૉગ તરીકે કે પછી પોતાની પત્રિકામાં લખવાનું પસંદ છે. મેં 2015 પહેલાથી જ Tripoto પર એક ખાતું બનાવી રાખ્યું હતું. જ્યાં મેં મારા કેટલાક અનુભવો લખ્યા હતા. મને ટ્રિપોટો ક્રેડિટ સિસ્ટમથી પરિચિત કરાવાઇ હતી. જે ઘણું અટપટું હતું અને હું જાતે તેને અજમાવવા માંગતી હતી કારણ કે સાચું કહું તો કોણ મફતમાં ફરવા ન માંગે?

કિબ્બર, મને આશ્ચર્ય છે કે તે 15 હજાર ફૂટ પર પણ કેટલું ગ્રીન હોઇ શકે છે?

Photo of આ રીતે મારો બોયફ્રેન્ડ અને હું એક વર્ષથી મફતમાં મુસાફરી કરી રહ્યા છીએ by Paurav Joshi

એટલું જ નહીં, મારા બોયફ્રેન્ડે અમારી યાત્રાઓના ફોટો પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું અને તેને તેના માટે પણ ક્રેડિટ મળવાની શરૂ થઇ ગઇ. કોને ખબર હતી કે ફક્ત પોતાની યાત્રાના અનુભવો અન્ય સાથી મિત્રો સાથે શેર કરવા અને ફોટા પોસ્ટ કરવાથી મને અને મારા બૉયફ્રેન્ડને મફતમાં યાત્રા કરવાની તક મળી શકે છે. હાં, મારા માટે આશ્ચર્ય એ હતું કે મને મારા બોયફ્રેન્ડ સાથે સ્પીતિ ઘાટીમાં પ્રકૃતિની ગોદમાં 2 રાત અને 3 દિવસ પસાર કરવાની તક મળી. મારે ફક્ત ક્લિક, શેર, લખવાનું અને પોસ્ટ કરવાનું, બસ આટલું જ કરવાનું હતું.

સ્પીતિ વેલીની અદ્ભુત સુંદરતા!

Photo of આ રીતે મારો બોયફ્રેન્ડ અને હું એક વર્ષથી મફતમાં મુસાફરી કરી રહ્યા છીએ by Paurav Joshi

મફતમાં કશુ સારુ નથી મળતું

બિલકુલ સાચી વાત છે કે મફતમાં કંઇપણ સારુ નથી મળતુ કારણ કે તે મફતના સામાનનો લાભ ઉઠાવવા માટે નિશ્ચિત રીતે થોડીક માત્રામાં કામ કરવું પડે છે પરંતુ Tripotoની સાથે તે બિલકુલ સરળ છે. આપણે ફક્ત એટલું કરવાનું છે કે આપણે જેને પ્રેમ કરીએ છીએ તેને વ્યકત કરીએ. પોતાના પ્રવાસના અનુભવોને દુનિયાના બીજા લોકો સાથે વહેંચીએ. તમે અહીંથી શરૂઆત કરી શકો છો.

કિબ્બરે ખુલ્લા હાથે મારું સ્વાગત કર્યું

Photo of આ રીતે મારો બોયફ્રેન્ડ અને હું એક વર્ષથી મફતમાં મુસાફરી કરી રહ્યા છીએ by Paurav Joshi

તમારી યાત્રાની કહાનીઓ શેર કરો-

વિતેલા વર્ષોમાં અમે જે પણ યાત્રા કરી હતી અને અમારા ડિએસએલઆર કેમેરા સાથે લેવામાં આવેલીી હાઇ ડેફિનેશન તસવીરોની અમને ઘણી જરૂરી ક્રેડિટ મળી. અમે અમારા અનુભવો લખ્યા, કેટલીક યાત્રાની યાદગીરી અને પ્રવાસના ઘણાં બધા ફોટો પોસ્ટ કર્યા.

આ એક સરળ પગલું છે. અમે પોતાના એ બધા દોસ્તોને આમંત્રિત કર્યા જે યાત્રા કરવાનું પસંદ કરે છે અને મંચમાં સામેલ થવા માટે તેમનામાંથી મોટાભાગનાને આનંદ થયો. સામેલ થનારા પ્રત્યેક વ્યક્તિએ અમને મફત યાત્રા કરવા માટે એક પગલું આગળ વધારવામાં મદદ કરી. એટલું જ નહીં, જે મિત્રોએ પોતાની યાત્રા અંગે ટ્રિપોટો પર લગનથી લખ્યું, તેમણે મને આ મુકામ સુધી પહોંચવા માટે થોડુંક શ્રેય પણ આપ્યો. પોતાના દોસ્તોને આમંત્રિત કરવા માટે તેનો ઉપયોગ કરો.

તમારા દ્વારા શરૂ કરવામાં આવેલી યાત્રાને જાણવાથી વધુ સારુ કંઇ નથી, આ ઘણું જ સાહસિક કાર્ય છે.

Photo of આ રીતે મારો બોયફ્રેન્ડ અને હું એક વર્ષથી મફતમાં મુસાફરી કરી રહ્યા છીએ by Paurav Joshi

પરોપકારી બનો, બીજાની મદદ કરો-

કોને ખબર હતી કે ગાંધીના નિઃસ્વાર્થ રૂપે બીજાને મદદ કરવાના મંત્રથી મફત પર્યટનો લાભ મળી શકે છે. અમે કેવળ મંચ પર પોસ્ટ કરવામાં આવેલા સાથી યાત્રીઓના સ્થળ અંગેના, બજેટ ટ્રીપના, જગ્યા ક્યાં આવેલી છે, જે-તે જગ્યાએ ખાવાની વિવિધતા શું છે વગેરે જેવા અંતહિન સવાલોનો જવાબ આપ્યો. મુખ્યત્વે અમે જે જાણતાં હતા તેના જવાબ આપ્યા અને આ રીતે અમારી જેમ પ્રવાસ કરવા માંગતા લોકોની મદદ કરી.

Click here to read more about the Tripoto Credits system.

Tripoto યાત્રા સ્પર્ધાને જુઓ:

Tripoto પ્રવાસો અંગેની ઘણી સ્પર્ધાનું આયોજન કરે છે જેની જાણકારી તેના Instagram હેન્ડલ પર કે તેની વેબસાઇટ પર આપવામાં આવે છે. તમારે ફક્ત એટલુ કરવાનું હોય છે કે આ પ્રકારની પ્રતિયોગિતા પર નજર રાખો અને તમને જે ગમે અથવા લગભગ બધી જ સ્પર્ધામાં ભાગ લો. ભગવાનને પ્રાર્થના કરો કે 400-800 ક્રેડિટ મેળવીને લકી વિનર બની શકો. હવે તમને ગમતા ટ્રાવેલ પેકેજનો લાભ લેવા ક્રેડિટ્સને રિડીમ કરો.

તો તમે કોની રાહ જોઇ રહ્યા છો, લખવાનું, ક્લિક કરવાનું અને શેર કરવાનું શરૂ કરી દો. તમે મફત ટૂર જીતનારા લકી વ્યક્તિ બની શકો છો. બજેટ ઓછું છે અને પોતાના પ્રિયજન સાથે યાત્રા કરવા માંગો છો? પોતાના બેંક બેેલેન્સને જોવાનું બંધ કરો અને મેં અને મારા બોયફ્રેન્ડે જે રીતે કર્યું તે રીતે તમે પણ મફતમાં યાત્રા કરવા માટે Tripoto પર કામ કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads