કમજોર હૃદયના લોકો માટે નથી મલાજપુરનો ભૂતમેળો

Tripoto

દર વર્ષે માગસર મહિનામાં (21 જાન્યુઆરીથી 19 ફેબ્રુઆરી) પૂનમ પહેલા મધ્યપ્રદેશના મલાજપુર ગામમાં રાત્રે ચીસો સંભળાય છે. આવું પાછળ 300 વર્ષોથી થઇ રહ્યું છે. આ અવાજો કોઈ ભ્રમ નથી પરંતુ "ભૂતમેળા" ની આગોતરી જાણ કરતો અવાજ છે.

Photo of કમજોર હૃદયના લોકો માટે નથી મલાજપુરનો ભૂતમેળો 1/5 by Jhelum Kaushal
श्रेय : पेक्सेल्स

લોકોના શરીર પાર કોઈ આત્માએ કબ્જો કરી લીધો હોય અને એમને ખબર પણ ન હોય કે શું થઇ રહ્યું છે એવા કિસ્સાઓ જાણે કોઈ ફિલ્મના સીન જેવા લાગે પરંતુ મલાજપુરમાં આ સામાન્ય વાત છે. વિખરાયેલા વાળ અને ચમકતી આંખોવાળા આ લોકોને સાંકળથી બાંધેલા હોવા છતાં કાબુમાં નથી રહેતા.

Photo of કમજોર હૃદયના લોકો માટે નથી મલાજપુરનો ભૂતમેળો 2/5 by Jhelum Kaushal
श्रेय : रेडिफ
Photo of કમજોર હૃદયના લોકો માટે નથી મલાજપુરનો ભૂતમેળો 3/5 by Jhelum Kaushal
श्रेय : पत्रिका

મંદિરના પૂજારી ઘણા લોકોના શરીરમાંથી "તું કોણ છે" અને "ક્યાંથી આવે છે" જેવા સવાલો અને ઝાડુની મદદથી આત્મા ભગાવવાની કોશિશ કરવામાં આવે છે. ભૂત શરીર છોડે નહીં ત્યાં સુધી તેને મારવામાં આવે છે. ભૂત, શરીર છોડી દે ત્યારે "ગુરુ મહારાજની જય" એવા નારા ગુંજી ઉઠે છે.

Photo of કમજોર હૃદયના લોકો માટે નથી મલાજપુરનો ભૂતમેળો 4/5 by Jhelum Kaushal
श्रेय : स्टेफनीराइट्स

આ મેળાની શરૂઆત સમજવા માટે 18 મી સદીમાં જવું જરૂરી છે. 18 મી સદીમાં દેવજી મહારાજ નામના એક મહાન માણસે અહીંયા મલાજપુરમાં રેતીને ગોળ અને પથ્થરને નારિયેળમાં ફેરવી નાખવાના કરતબો દેખાડ્યા હતા. ધીમે ધીમે એમને ગામની ખરાબ આત્માઓથી લોકોને છોડાવવા માટે પોતાની શક્તિઓનો ઉપયોગ કરવાની શરૂઆત કરી. અહીંના એક મંદિરના પુજારીઓએ એ આ પ્રક્રિયા એમની પાછળ શરુ રાખી. તમને ભલે અંધવિશ્વાસ લાગે પરંતુ અહીંયા દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો આવે છે.

Photo of કમજોર હૃદયના લોકો માટે નથી મલાજપુરનો ભૂતમેળો 5/5 by Jhelum Kaushal
श्रेय : पत्रिका

રૂબરૂ હાજર રહેલા લોકો ખુબ જ વિશ્વાસ સાથે વાત કરે છે અને મનો ચિકિત્સકો માને છે કે ચમત્કારનું નામ સાંભળીને માણસનું મગજ આપોઆપ સરખું થઇ જાય છે. માનવાધિકાર કાર્યકર્તાઓ આ પ્રથા બંધ કરાવવા પ્રયત્નો કરી રહ્યા છે. અંધવિશ્વાસને સાઈડમાં રાખીને જોઈએ તો આ મેળો ઘણો જ લોકપ્રિય મેળો છે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads