ઉંચાઈનો શોખ છે? તો જાઓ ભારતના ૧૦ ઉંચાઈ પર આવેલા અને પહોંચવામાં સરળ સ્થળોએ!

Tripoto
Photo of ઉંચાઈનો શોખ છે? તો જાઓ ભારતના ૧૦ ઉંચાઈ પર આવેલા અને પહોંચવામાં સરળ સ્થળોએ! 1/3 by Jhelum Kaushal

મુસાફરો અનેક પ્રકારના હોય છે પરંતુ ઘણા લોકોને ટ્રેકીંફ ગમતું હોય છે અને ઘણાને નથી પસંદ હોતું! પરંતુ દરેક વ્યક્તિ મોટાભાગે પહાડોમાં પહોંચીને ખુશ થતી જ હોય છે.

Photo of ઉંચાઈનો શોખ છે? તો જાઓ ભારતના ૧૦ ઉંચાઈ પર આવેલા અને પહોંચવામાં સરળ સ્થળોએ! 2/3 by Jhelum Kaushal

ટ્રેકિંગ ન કરવા માંગતા પરંતુ પહાડોનો આનંદ લેવા માંગતા લોકો માટે અમે લાવ્યા છીએ એક લાબું લિસ્ટ!

ગુરુદોન્ગમાર લેક

સમુદ્ર તળથી 17000 ફૂટની ઉંચાઈ પર સિક્કિમમાં આવેલું આ સરોવર ભારતના સુંદર સરોવરોમાં ટોચ પર છે. લાંચેનથી અહીંયા સુધી તમે આરામથી ગાડી અથવા બાઈક દ્વારા પહોંચી શકો ચો.

કોલોકકુમલાઈ

કેરળના મુન્નારમાં આવેલી આ સૌથી ઉંચી જગ્યા છે જ્યાં ચાના બગીચા હોય! આ જગ્યા અહીંની સ્વાદિષ્ટ ચા માટે પ્રખ્યાત છે. દરેક પ્રવાસ શોખીને અહીં જવું જ જોઈએ.

ખારડુંગ લા

સમુદ્ર સપાટીએથી 5359 મીટરની ઉંચાઈ પર ખારડુંગ લા એ સૌથી ઉંચી મોટરેબલ એટલે કે વાહન ચલાવી શકાય તેવી જગ્યા છે! લદ્દાખની આ જગ્યાને ડ્રાંઇવિંગ માટે ઘણી જ મુશ્કેલ પણ ગણવામાં આવે છે.

ગુરેજ

કાશ્મીરની આ ગુરેજ વેલી વિષે ઘણા ઓછા લોકોને ખબર છે. સમુદ્ર સપાટીએ થી 8460 ની ઉંચાઈ પર આ ખીણ ઘણા જ સુંદર ફૂલો અને કુદરતી સુંદરતા માટે જાણીતી છે.

કોમિક

હિમાચલ પ્રદેશના સ્પીતિનું આ કોમિક ગામ એ સૌથી ઉંચાઈ પર આવેલું વાહનમાર્ગે જોડાયેલું ગામ છે. મુખ્ય બૌદ્ધ વસ્તી ધરાવતું આ ગામ સમુદ્ર સપાટીએ થી 15027 ફૂટની ઉંચાઈ પર આવેલું છે!

યુમથાન્ગ

સિક્કિમમાં સમુદ્રતળથી 3564 મીટરની ઉંચાઈ પર આવેલું યુમથાંન્ગ દૂર દૂર સુધી ફૂલો અને હરિયાળીથી ભરેલું છે.

બિંસાર

દેવભૂમિ ઉત્તરાખંડ માં 2412 મીટરની ઉંચાઈએ આવેલું બિંસાર એ પ્રકૃતિ અને પહાડ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે.

ચેલ ક્રિકેટ ગ્રાઉન્ડ

હિમાચલ પ્રદેશના સોલાનમાં આવેલ ચેલ ક્રિકેટ ગ્રાઉન્ડ 2250 મીટર પર આવેલું છે અને વિશ્વનું સૌથી ઉંચુ ક્રિકેટ ગ્રાઉન્ડ છે! આ જગ્યા જરૂર જવા લાયક છે.

તસોન્ગમો સરોવર

સિક્કિમની રાજધાની ગંગટોકથી માત્ર 40 કિમી દૂર 12310 ફૂટની ઉંચાઈ પર આવેલું તસોન્ગમો સરોવર ઠંડીમાં જામી જાય છે. અને ગરમી દરમિયાન આજુબાજુ ફૂલોથી ઘેરાઈ જાય છે!

રીંચન કેફેટેરિયા

Photo of ઉંચાઈનો શોખ છે? તો જાઓ ભારતના ૧૦ ઉંચાઈ પર આવેલા અને પહોંચવામાં સરળ સ્થળોએ! 3/3 by Jhelum Kaushal
श्रेय: कर्ली टेल्स

લદ્દાખના ખારડુંગ લા પાસે 18380 ફૂટની ઉંચાઈ પર આ કેફેટેરિયા આવેલું છે. અહીંથી નાશતાની મોજ લેતા લેતા કુદરતી સુંદરતા માણવાની મજા જ અલગ છે!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ