હિમાચલ પ્રદેશમાં ચંબા જિલ્લાનું શહેર ડેલહાઉસી શિયાળામાં ઘણું રોમેન્ટિક બની જાય છે. જ્યારે બરફ પહાડો પર જ નહીં, પરંતુ ઊંચા ઊંચા ઝાડો અને ઘરોની છતો પર પણ છવાઇ જાય છે. તે સમયે તેને જોઇને એવું લાગે છે તમે હિમાચલમાં નહીં પરંતુ ક્યાંક વિદેશમાં ફરી રહ્યા છો. શિયાળામાં આ નજારાને જોવા માટે અહીં ટૂરિસ્ટોની વણઝાર લાગી જાય છે. ફરવા સિવાય ડેલહાઉસીથી તમે યૂનિક આઇટમ્સની ખરીદી પણ કરી શકો છો. તો આજે અહીં આપણે પસંદગીના અને શ્રેષ્ઠ ડેસ્ટિનેશન્સ અંગે જાણીશું.
ડેલહાઉસીથી આ ચીજોનું જરુર કરો શોપિંગ
ડેલહાઉસી આવતા પર્યટક અહીં ગરમ કપડા, ચંબા ચપ્પલ, ચંબા જરીસ (એક પ્રકારની મીઠાઇ), ચંબા ચુખ (લાલ તેમજ લીલા મરચાથી તૈયાર થયેલું મિશ્રણ), આર્ટિફિશિયલ જ્વેલરી, ચંબા શૉલ, પીત્તળ તેમજ તાંબાના વાસણો, કલાકૃતિઓ ખરીદી શકો છો.
ગાંધી ચોક
ડેલહાઉસીમાં શોપિંગ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે ગાંધી ચોક. જ્યાંથી ટૂરિસ્ટ ટ્રેડિશનલ બેગ્સ, ડૉલ્સ, હેન્ડીક્રાફ્ટ્સ અને પર્સ દરેક ચીજની ખરીદારી કરી શકો છો. એમ્પોરિયમથી તમે સારી વેરાઇટીવાળી શૉલ પોતાની સાથે લઇ જઇ શકો છો. દૂરદૂરથી આવેલા ટૂરિસ્ટ અહીં તિબેટિયન કાર્પેટ્સ અને હેન્ડીક્રાફ્ટ્સ ખરીદતા જોઇ શકાય છે. સવારે 10 વાગ્યાથી લઇને સાંજે 7 વાગ્યા સુધી માર્કેટ ખુલ્લું રહે છે અને ફક્ત મંગળવારે બંધ રહે છે.
બનીખેત બજાર
આ માર્કેટ ખાસ કરીને જુદા જુદા સ્મૃતિચિન્હો અને વૂલન્સના શૉપિંગ માટે જાણીતું છે. જે ડેલહાઉસીથી 7 કિ.મી.ના અંતરે છે. અહીંથી તમે દરેક પ્રકારની ચીજોનું શોપિંગ પોતાના બજેટમાં કરી શકો છો. ટૂરિસ્ટ પ્લેસ હોવા છતાં અહીં લોકો ભાવતાલ કરી શકે છે. આ માર્કેટ શહેરથી થોડુંક દૂર હોવાછતાં જો તમે ડેલહાઉસીની યાદો પોતાની સાથે લઇ જવા માંગો છો તો એકવાર અહીં જરુર આવવું જોઇએ.
હિમાચલ ગિફ્ટ એમ્પોરિયમ
એમ્પોરિયમથી તમે હેન્ડીક્રાફ્ટ આઇટમ્સ, બૌદ્ધ ઑર્ટ વર્ક વાળી ચીજો, ચાંદી અને તાંબાના દીવા જેવી ઘણી ચીજોની ખરીદી કરી શકે છે.સ્થાનિક લોકો દ્ધારા બનાવેલા રંગ-બેરંગી મિરર વર્ક આઉટફિટ્સ, ફૂટવેર્સનું શોપિંગ કરવું હોય તો ડેલહાઉસીના આ માર્કેટમાં આવો.
તિબેટીયન માર્કેટમાં કરો ખરીદારી
ગાંધી ચોકની નજીક તિબેટીયન માર્કેટમાં તમે દરેક પ્રકારની ચીજો ખરીદી શકે છે. આ સાંકડા, પરંતુ લાંબા માર્કેટમાં બન્ને તરફ દુકાનો આવેલી છે, જ્યાં મોટાભાગે પર્યટકોની ભીડ રહે છે. રેડિમેડ કપડા, જુતા, આર્ટિફિશિયલ જ્વેલરી, લાકડીના ઉત્પાદ વગેરેની ખરીદારી કરી શકો છો. આ જ રીતે એક બીજુ તિબેટીયન માર્કેટ ડેલહાઉસી બસ સ્ટેન્ડ નજીક છે. બસ સ્ટેન્ડની નજીક હોટલ માઉન્ટ વ્યૂ પરિસમાં એન્ટિક શૉપમાં પીતળ તેમજ તાંબાથી બનેલી જુદા જુદા પ્રકારની પ્રતિમાને ખરીદી શકો છો. અહીં પેઇન્ટિંગ્સ તેમજ લોકલ હેન્ડમેડ ચૉકલેટ પણ ઉપલબ્ધ છે.
કેવી રીતે પહોંચવું ?
ફ્લાઇટ દ્વારા: જો તમારે હવાઈ માર્ગે ડેલહાઉસી જવુ હોય તો નજીકનું એરપોર્ટ પઠાણકોટ છે. પઠાણકોટથી ડેલહાઉસી 75 કિ.મી. ના અંતરે છે. તમે ડેલહાઉસી પહોંચવા માટે અહીંથી બસ અથવા કેબ બુક કરી શકો છો.
ટ્રેન દ્વારા: પઠાણકોટ ડેલહાઉસીથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. પઠાનકોટથી બસ અથવા ટેક્સી દ્વારા ડેલહાઉસી પહોંચી શકાય છે.
વાયા રોડ: તમને રોડ દ્વારા પણ ડેલહાઉસી પહોંચવામાં કોઈ મોટી મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. તમને કાંગરા, ધર્મશાળા, ખજ્જિર અને ચંબાથી ડેલહાઉસીની બસો મળી જશે. જો તમારે તમારી પોતાની ગાડી દ્વારા આવવું હોય તો તમે નેશનલ હાઇવે 1 થી આવી શકો છો.
જોવાલાયક સ્થળો
ખજ્જિયાર : ભારતનું મિની સ્વિટ્ઝર્લેન્ડ!
ચંબા અને ડેલહાઉસી પાસે વસેલું ખજ્જિયાર પર્યટકો માટે ખૂબ જ આકર્ષક સ્થળ છે. તે પિૃમી હિમાલયના ભવ્ય ઘૌલાધાર પર્વતની તળેટીમાં આવેલું છે. ડેલહાઉસીથી લગભગ ૨૪ કિલોમીટર દૂર આવેલા ખજ્જિયારમાં ફરવા માટેની અનેક જગ્યાઓ છે. અહીં ૫ હજાર વર્ગફૂટ ક્ષેત્રફળમાં ફેલાયેલા ખજિયાર લેકની વચોવચ સ્થિત ટાપુ પર બેસીને તમે કલાકો સુધી પ્રકૃત્તિના અદ્દભૂત સૌંદર્યને નિહાળવાનો લ્હાવો લઈ શકો છો. અહીં એક નાગ દેવતાનું મંદિર પણ છે, જ્યાં તેમની પૂજા માટે સ્થાનિકો આવતા રહે છે. ખજિજ્યારમાં સાહસિકો માટે સૌથી મોટું કોઈ આકર્ષણ હોય તો તે છે પેરાગ્લાઈડિંગ! અહીંની મુલાકાત લેનાર ભાગ્યે જ કોઈ પેરાગ્લાઈડિંગની મોજ માણ્યાં વિના પરત ફર્યું હશે. હિમાચલની વૃક્ષોથી ભરપૂર પહાડીઓનો ઉપરથી નજારો જોવાની મજા જ કંઈક ઓર છે. ચીડ અને દેવદારના ઊંચા, લાંબા અને ભરપૂર વૃક્ષો અને પહાડો વચ્ચે વસેલા ખજ્જિયારને એમ જ ભારનું મિનિ સ્વિટ્ઝરલેન્ડ નથી કહેવાતું.
સતધારા ફૉલ્સ
ડેલહાઉસીમાં એક સતધારા વોટરફૉલ છે. તેને સ્થાનિક લોકો ગંડક પણ કહે છે. સાત જુદી જુદી ધારાઓમાંથી પાણી આવવાને કારણે તેને સતધાર ફૉલ્સ કહેવામાં આવે છે.
પંચપુલા
સાંજે ડેલહાઉસીમાં તમારે પંચપુલાની આસપાસ સમય પસાર કરવો જોઈએ. પંચપુલા એ જગ્યા છે જ્યાંથી સાત ધારાઓમાંથી પાણી વહે છે. આ સ્થાન ચારે બાજુથી દેવદાર અને પાઈનના જંગલોથી ઘેરાયેલું છે જે આ સ્થાનને વધુ સુંદર બનાવે છે. પંચપુલા ડેલહાઉસીમાં પાણીનો મહત્વપૂર્ણ સ્રોત છે. આ સ્થાન સુંદર વોટરફૉક અને પિકનિક સ્પોટનું સંયોજન છે.