ડેલહાઉસી ટ્રાવેલ ગાઈડ:હિમાચલના આ હિલસ્ટેશનને વિકેંડમા કેવી રીતે ફરવુ તેની સંપુર્ણ માહિતી અહિં મળશે

Tripoto
Photo of ડેલહાઉસી ટ્રાવેલ ગાઈડ:હિમાચલના આ હિલસ્ટેશનને વિકેંડમા કેવી રીતે ફરવુ તેની સંપુર્ણ માહિતી અહિં મળશે 1/3 by Romance_with_India

જ્યારે પણ પહાડોમા ફરવાની વાત આવે છે ત્યારે સૌથી પહેલું નામ હિમાચલ પ્રદેશનુ આવે છે અને આવે પણ કેમ નહી? એટલુ સુંદર જો છે, જે એક વાર ગયુ તે ફરી ફરીને ત્યા જવાનું વિચારતુ રહે છે. દરેક વ્યક્તિ હિમાચલ પ્રદેશના મેદાનોમાં ખોવાઈ જવા માંગે છે. એવું કહેવામાં આવે છે કે હિમાચલ પ્રદેશ વિના તમારી ઘુમક્કડી અધૂરી જ રહેશે. હિમાચલ પ્રદેશમાં અસંખ્ય સ્થળો છે. તે અસંખ્ય સ્થળોમાંનુ એક સુંદર એટલે ડેલહાઉસી.

Photo of ડેલહાઉસી ટ્રાવેલ ગાઈડ:હિમાચલના આ હિલસ્ટેશનને વિકેંડમા કેવી રીતે ફરવુ તેની સંપુર્ણ માહિતી અહિં મળશે 2/3 by Romance_with_India

હિમાચલ પ્રદેશ બે પ્રકારની જગ્યાઓથી ભરેલું છે, એક ખૂબ પ્રખ્યાત જગ્યાઓ અને બીજી જ્યાં ખૂબ ઓછા લોકો જાય છે. આવા પ્રખ્યાત સ્થળોની સૂચિમાં ડેલહાઉસી પણ આવે છે. મોટાભાગે ફરવાની લ્હાયમા લોકો પ્રખ્યાત સ્થળોએ પણ અર્ધ-પૂર્ણ માહિતી સાથે પહોંચે છે. આનાથી તેમના માટે મુશ્કેલીઓ ઊભી થાય છે અને ઘણું ચૂકી પણ જાય છે. તો ચાલો આ સમસ્યા અમે દૂર કરીએ. વિકેંડ્મા હિમાચલ પ્રદેશના ડેલહાઉસીમા ક્યાં અને કેવી રીતે ફરવા જવુ? અમે તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશું.

ડેલહાઉસી

ડેલહાઉસી હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાનુ એક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. દરિયાની સપાટીથી 2,700 મીટરની ઊંચાઈ પર સ્થિત ડેલહાઉસીની ચારે બાજુ ધૌલાધાર પર્વતમાળા છે. આ સ્થાનનું નામ બ્રિટીશ રાજ્યપાલ લોર્ડ ડેલહાઉસીના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેમણે તેની સ્થાપના 1854 માં કરી હતી જેથી તેઓ ઉનાળામાં ઠંડી જગ્યાએ સારો સમય વિતાવી શકે. ડેલહાઉસી હિમાચલની પાંચ ટેકરીઓ પર બનાવેલુ આવેલું એક હિલ સ્ટેશન છે. આ પાંચ ટેકરીઓ કાથલૉગ, પોર્ટેન, તેહરા, બાકરોતા અને બાલૂન છે. 13 ચો.કિ.મી.મા ફેલાયેલી આ ટેકરીઓ આ સ્થાનને વધુ વિશિષ્ટ બનાવે છે.

કેવી રીતે પહોંચવું ?

ફ્લાઇટ દ્વારા: જો તમારે હવાઈ માર્ગે ડેલહાઉસી જવુ હોય તો નજીકનું એરપોર્ટ પઠાણકોટ છે. પઠાણકોટથી ડેલહાઉસી 75 કિ.મી. ના અંતરે છે. તમે ડેલહાઉસી પહોંચવા માટે અહીંથી બસ અથવા કેબ બુક કરી શકો છો.

ટ્રેન દ્વારા: પઠાણકોટ ડેલહાઉસીથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. પઠાનકોટથી બસ અથવા ટેક્સી દ્વારા ડેલહાઉસી પહોંચી શકાય છે.

વાયા રોડ: તમને રોડ દ્વારા પણ ડેલહાઉસી પહોંચવામાં કોઈ મોટી મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. તમને કાંગરા, ધર્મશાળા, ખજ્જિર અને ચંબાથી ડેલહાઉસીની બસો મળી જશે. જો તમારે તમારી પોતાની ગાડી દ્વારા આવવું હોય તો તમે નેશનલ હાઇવે 1 થી આવી શકો છો.

કેવી રીતે ફરવું ?

1. વહેલી સવારે ખજ્જર

ડેલહાઉસીથી માત્ર 1 કિ.મીના અંતરે એક ખૂબ જ સુંદર સ્થળ છે, ખજ્જર. તેની સુંદરતાને કારણે તેને ભારતનું મીની સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે. તમે આ સ્થાનની મુલાકાત લઈને વિકેંડની શરૂઆત કરી શકો છો. ખજ્જિરના ઘાસના મેદાનો દરેકને આકર્ષે છે. આ લીલોતરી જોઈને તમારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે. તમે આ સ્થાન પર કલાકો વિતાવી શકો છો. આ સ્થાનની સુંદરતા જ તેને લોકપ્રિય બનાવી રહી છે.

2. સતધારા ફૉલ્સ

પહાડની વચ્ચે ઝરણાનુ હોવું સ્વર્ગથી ઓછું નથી. ડેલહાઉસીમાં એક સતધારા વોટરફૉલ છે. તેને સ્થાનિક લોકો ગંડક પણ કહે છે. સાત જુદી જુદી ધારાઓમાંથી પાણી આવવાને કારણે તેને સતધાર ફૉલ્સ કહેવામાં આવે છે. ખજ્જિરની મુલાકાત પછી બપોરે આ ફૉલની મુલાકાત લઈ શકાય છે. જો તમે ભીડથી દૂર કોઈ શાંતિપૂર્ણ સ્થળે જવા માંગતા હો તો ડેલહાઉસીમાં સતધારા વોટરફોલ યોગ્ય સ્થળ છે. આ ફૉલ ડેલહાઉસીથી માત્ર 1 કિમી દૂર છે. તમે આ સ્થાન પર પગપાળા પણ પહોંચી શકો છો.

3. પંચપુલા

Photo of ડેલહાઉસી ટ્રાવેલ ગાઈડ:હિમાચલના આ હિલસ્ટેશનને વિકેંડમા કેવી રીતે ફરવુ તેની સંપુર્ણ માહિતી અહિં મળશે 3/3 by Romance_with_India

સાંજે ડેલહાઉસીમાં તમારે પંચપુલાની આસપાસ સમય પસાર કરવો જોઈએ. પંચપુલા એ જગ્યા છે જ્યાંથી સાત ધારાઓમાંથી પાણી વહે છે. આ સ્થાન ચારે બાજુથી દેવદાર અને પાઈનના જંગલોથી ઘેરાયેલું છે જે આ સ્થાનને વધુ સુંદર બનાવે છે. પંચપુલા ડેલહાઉસીમાં પાણીનો મહત્વપૂર્ણ સ્રોત છે. આ સ્થાન સુંદર વોટરફૉક અને પિકનિક સ્પોટનું સંયોજન છે. અહીં થોડો સમય પસાર કર્યા પછી ડેલહાઉસી સુધી વૉક કરીને જ જાઓ. અંધારામા પહાડો પર તારા વાળી રાત જુઓ અને બીજા દિવસે ફરવા માટે તૈયાર થઈ જાઓ.

Day 2

1. કલાટોપ ખજ્જિર અભયારણ્ય

કોઈપણ જગ્યાએ થોડા કલાકો રખડ્યા પછી તે જગ્યા પોતાની લાગવા માંડે છે. તમે વિકેંડના બીજા દિવસે કંઈક એવું જ અનુભવશો. સેંચ્યુરી એક્સપ્લોર કરી તમે આ દિવસની શરુઆત કરી શકો છો. કાલાટોપ ખજ્જિર અભયારણ્ય ખુબ જ સુંદર જંગલો અને બરફથી ઢંકાયેલા પહાડો છે. આ અભયારણ્ય ચંબા ડેમથી થોડાક જ કિલોમીટર દૂર છે. 30.62 ચો.કિ.મી મા ફેલાયેલુ આ અભયારણ્ય ઘણા પ્રાણીઓ અને પક્ષીઓનું ઘર છે. જો તમે પ્રકૃતિપ્રેમી છો તો તમને ચોક્કસપણે કાલાટોપ ખજ્જિર અભયારણ્ય ગમશે.

2. દૈનકુંડ

કાલાટોપ ખજ્જિર અભયારણ્યમાં થોડા કલાકો ગાળ્યા પછી તમારે દૈનકુંડ પહાડીઓ તરફ જવું જોઈએ. દૈનકુંડ શિખર ડેલહાઉસીનુ સૌથી ઊંચુ શિખર છે. દરિયાની સપાટીથી 2,755 મીટરની ઊંચાઇ પર સ્થિત દૈનકુંડ ડેલહાઉસીથી 10 કિમી દૂર છે. આ શિખરે પહોંચવા માટે તમારે ટ્રેક કરવો પડશે. જો તમને એડવેંચર ગમે છે તો તમને આ સ્થાન ચોક્કસપણે ગમશે. દૈનકુંડ શિખરેથી ડેલહાઉસીનુ ખૂબ સુંદર દૃશ્ય દેખાય છે. હરિયાળીથી ભરેલી વાદીઓ તમને આકર્ષિત કરશે. તમને ક્યારેય આ સ્થળેથી પાછા ફરવાનું મન નહીં થાય.

3. બકરોટા હિલ્સ

દૈનકુંડની જેમ બકરોટા હિલ્સ ડેલહાઉસીનું બીજું પ્રખ્યાત સ્થળ છે. અહીંથી દૂર દૂર સુધી માત્ર પહાડ જ દેખાય છે. દૈનકુંડ પીક જોયા પછી જો તમારી પાસે સમય બાકી હોય તો તમે બકરોટા હિલ્સ પણ જોઈ શકો છો. દેવદારનાં ઝાડ બકરોટાની પહાડીઓની ચારે બાજુ ફેલાયેલા છે. ડેલહાઉસીની મુસાફરી કરતી વખતે તમારે બકરોટા હિલ્સની મુલાકાત લેવી જ જોઇએ.

ક્યારે જવું ?

હિમાચલ પ્રદેશના ડેલહાઉસીમાં શિયાળામાં ખૂબ બરફવર્ષા થાય છે અને ઉનાળામાં ઠંડક રહે છે. તમે શિયાળામાં ડેલહાઉસીને સારી રીતે નહીં ફરી શકો. ડેલહાઉસીની સુંદરતા જોવા માટે તમારે ઉનાળામા પ્લાન કરવો જોઈએ. એપ્રિલથી જૂન ડેલહાઉસી માટે ઉત્તમ સમય રહેશે. તમે આ સમય દરમિયાન ડેલહાઉસી સારી રીતે ફરી સકશો.

ક્યાં રહેવું ?

ડેલહાઉસી હિમાચલના પ્રખ્યાત સ્થળોમાનુ એક છે. તમને ડેલહાઉસીમા હંમેશા ફરવા વાળા દેખાઈ આવશે. આ જ કારણ છે કે અહીં હોટેલો અને રિસોર્ટની અછત નથી. અહીં તમને નાની-મોટી, સસ્તી-ખર્ચાળ એમ બધા જ પ્રકારની હોટેલ્સ મળશે. તમે તમારા બજેટ પ્રમાણે હોટેલ પસંદ કરી શકો છો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.