મારા જીવનમાં પહાડી વિસ્તારોએ ઘણી જ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. બાળપણમાં પરીક્ષા બાદ હોય કે યુવાનીમાં બ્રેકઅપ બાદ હોય કે પછી શહેરી કામકાજ બાદ રાહતનો શ્વાસ લેવા માટે પહાડો હંમેશા મારી પસંદગીની થેરેપી રહ્યું છે અને ભવિષ્યમાં પણ રહેશે.
એક નહીં પરંતુ ડઝનબંધ પહાડી વિસ્તાર ફર્યા બાદ પણ મને હંમેશા પોતાની પસંદગીના હોલિડે ડેસ્ટિનેશન ડેલહાઉસી પોતાની તરફ ખેંચે છે. ડેલહાઉસી જે હિમાચલ પ્રદેશના સુરમ્ય ધોલાધાર રેન્જમાં સ્થિત છે. આ એ ક્ષેત્રના સૌથી સુંદર અને જુના હિલ સ્ટેશનોમાંથી એક છે. ડેલહાઉસી ખાલી કહેવા ખાતર શાનદાર નથી પરંતુ લીલાછમ દેવદારના વૃક્ષ, સુંદર લીલાછમ ખેતરો, શાંત હવાઓ અને મનોરમ દ્રશ્યો આને શાનદાર બનાવે છે. આ જગ્યા મારા માટે હંમેશા જ આમોદ રિસોર્ટ્સનું બીજુ નામ રહી છે.
આમોદ એટ ડેલહાઉસી
આમના માટે છે ખાસ
આ રિસોર્ટ ડેલહાઉસી શહેરથી ખજિયાર બાજુ અંદાજે 5 કિ.મી. દૂર આવેલું એક રાજસી પહાડના શિખરે છે, જ્યાં ચારેબાજુ શાંતિ જ શાંતિ છે. શાનદાર આમોદ રિસોર્ટ્સને શાંતિપૂર્ણ વાતાવરણ માટે પર્યટકોનું સૌથી પસંદગીનું સ્થળ માનવામાં આવે છે.
આ જગ્યામાં એવું તે શું છે?
આ લક્ઝરી ઇકો-રિસોર્ટ ભારતભરમાં ગણતરીની એવી જગ્યામાં સામેલ છે જે ઝડપથી વધી રહેલી હોટલ ચેઇન્સમાંની એક છે. ડેલહાઉસીમાં આવેલી આ જગ્યા પણ પોતાની ખાસિયતોમાં આને સાબિત કરે છે. બ્રિટિશ સ્ટાઇલની વાસ્તુકળામાં બનાવીને આની બારીઓ અને કમાનને ઘણી જ બારીકીથી તૈયાર કરવામાં આવી છે.
તેના આરામદાયક અને આલીશાન રૂમ (ડિલક્સ, સુપર ડિલક્સ અને ડીલક્સ શ્યૂટ) પર્યાવરણને ધ્યાનમાં રાખીને બનાવાયા છે, જે પર્યાવરણને અનુકૂળ છે. ફક્ત આટલું જ નહીં, રૂમ તમામ સુવિધાઓથી સજ્જ છે જેવા કે કિંગ સાઇઝ બેડ, ટેલીવિઝન, કૉફી અને ચા બનાવવાની વ્યવસ્થા છે.
અહીં મારી સૌથી પસંદગીની જગ્યા છે દરેક રૂમની સાથે એટેચ્ડ પ્રાઇવેટ બાલ્કની, એક નાનકડો પ્રાઇવેટ ખૂણો જ્યાં બેસીને સવારની ગરમ ચા અને સાંજના સમયે વાઇનનો આનંદ લઉં છું.
આ રિસોર્ટમાં શાનદાર રૂમની સાથે-સાથે આઉટડોર બેસવા માટે ઘણી જ સુંદર જગ્યા છે, જ્યાં તમે બરફથી ઢંકાયેલા પીર પંજાલ રેન્જની સાથે કુદરતી સૌંદર્યનો ભરપૂર આનંદ માણી શકો છો.
ખર્ચ
આ રિસોર્ટમાં બે લોકોને રહેવા માટે બેઝિક ડીલક્સ રૂમનો ખર્ચ પ્રતિ રાત ₹5,500થી લઇને ડીલક્સ શ્યૂટમાં એક રાત માટે ₹10,000 સુધી થઇ જાય છે.
ખાણી-પીણી
ડેલહાઉસીનો આમોદ ફક્ત રિસોર્ટના લોકેશન અને સુવિધાઓ માટે જ નહીં પરંતુ ધ કોલોનિયલ સ્વાદિષ્ટ ભોજન માટે પણ ડેલહાઉસીમાં જાણીતો છે. અહીં ટેસ્ટી ઓરિએન્ટલ, કોન્ટિનેન્ટલ અને ભારતીય વ્યંજનો ઉપરાંત હિમાચલી વ્યંજન પણ મળે છે. જો તમારુ નસીબ સારુ છે તો તમને અહીં પરંપરાગત રીતે પીરસવામાં આવતુ ધામ પણ મળી શકે છે. તમે વિશ્વાસ કરો કે ના કરો પરંતુ એ સાચુ છે કે અહીં ઘણી અનોખી રજૂઆત કરવામાં આવે છે કે પછી તેને શાહી અંદાજ પણ કહી શકો છો. જેમ કે અહીં મહેમાનોને પોતાના ટેબલ માટે સ્પોટ પસંદ કરવાની આઝાદી છે અને પછી ખાવા માટે તમારુ ટેબલ ત્યાં જ લગાવી દીધુ છે.
યાત્રા માટે સુંદર સમય
ડેલહાઉસી જવા માટે ગરમીઓની ઋતુ સૌથી સારી હોય છે. એટલે માર્ચથી મે સુધીનો મહિનો. આ સમયગાળા દરમિયાન ત્યાંનું તાપમાન અંદાજે 30 ડિગ્રી સેલ્સિયસ હોય છે અને પહાડી વિસ્તારમાં ફરવા માટે આ બેસ્ટ સમય માનવામાં આવે છે.
કેવી રીતે પહોંચશો?
રાજધાની દિલ્હી ડેલહાઉસીનું સૌથી નજીકનું મેટ્રો શહેર છે. અમે અહીં તમારા માટે કેટલાક વિકલ્પ બતાવી રહ્યા છીએ જેની મદદથી તમે દિલ્હીથી યાત્રા કરવાની યોજના બનાવી શકો છો.
રોડ દ્વારાઃ નવી દિલ્હીની સાથે ડેલહાઉસી એનએચ 44 દ્વારા જોડાયેલું છે. 485 કિ.મી.ના આ અંતરને કાપવા માટે અંદાજે 10 કલાક લાગે છે.
રેલવે માર્ગઃ પઠાણકોટ જે ડેલહાઉસીથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે અને દિલ્હીની સાથે સારી રીતે કનેક્ટેડ છે. પઠાનકોટથી ડેલહાઉસી જવા માટે તમે બસ કે પછી ભાડેથી કેબ લઇ શકો છો.
હવાઇ માર્ગઃ ડેલહાઉસી માટે નજીકનું એરપોર્ટ પઠાણકોટ જ છે. દિલ્હીથી અહીં માટે દૈનિક ફ્લાઇટ છે જેનું ભાડું ₹4,000 છે.
ત્યાં કરવા માટે શું છે ખાસ?
નીકળી પડો – આમોદમાં પર્યટકોના મનોરંજન માટે તમામ પ્રકારની સુવિધાઓ હાજર છે. તમે પ્રકૃતિને માણવા, ટ્રેક, જંગલ કેમ્પમાં રહેવા અને સાઇકલિંગ ટૂર જેવી ગતિવિધિઓનો આનંદ માણી શકો છો. આ ઉપરાંત, અહીં ઇન હાઉસ એડવેન્ચર રોપ કોર્સ પણ છે.
જંગલી ચીજો- ડેલહાઉસીથી અંદાજે 30 મિનિટના અંતરે કાલાટોપ વાઇલ્ડલાઇફ સેન્ચુરી છે અને આ વન્યજીવ પસંદ કરનારા લોકો માટે સૌથી પસંદગીની જગ્યાઓમાંની એક છે. આ વાઇલ્ડલાઇફ સેન્ક્ચુરી 20 ચોરસ કિ.મી.માં ફેલાયેલી છે અને આ ઘણી જાતોની વનસ્પતિઓ અને જીવો ઉપરાંત સુંદર દ્રશ્યોને જોવા માટે સુંદર જગ્યા છે.
રોમાંચક- ડેલહાઉસીમાં ઘણાં પ્રાચીન સરોવરો છે જેમાંથી ઘણા સરોવરો પ્રસિદ્ધ છે. અહીં સમુદ્રની સપાટીથી 1700 મીટરની ઉંચાઇ પર ચમેરા નામનું સરોવર છે. આ સરોવર દરેક પર્યટકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. આ તળાવનું ચોખ્ખુ પાણી અને નૌકા વિહાર અહીં આવનારા પ્રવાસીઓનું મન પ્રફુલ્લિત કરવામાં કોઇ કસર બાકી રાખતું નથી અને આ અનુભવ લોકોની યાદોમાં વસી જાય છે.
મિની સ્વિટ્ઝરલેન્ડ
તમે ક્યાંક એવા લોકોમાં તો સામેલ નથી જેમણે વારંવાર તમારી યૂરો ટ્રિપને કેન્સલ કરી છે. બરફથી ઢંકાયેલી પર્વતમાળાની સાથે અંતહીન ફેલાયેલી હરિયાળીના કારણે જ ખજિયારને ભારતનું મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે. ડેલહાઉસીનું લીલાછમ મેદાન તેની આસપાસના બધા લોકપ્રિય સ્થાનોમાંનું એક છે. પિકનિક માટે આ સ્થાન ઘણું જ સુંદર છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો