"સ્વર્ણ રેખા"નો અર્થ છે "સોનાની રેખા". ઝારખંડ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ એમ ત્રણ રાજ્યોમાંથી પસાર થતી નદીમાં શું ખાસિયત હોઇ શકે છે? તમે વિચારી રહ્યા હશો કે આ નામ કોઇ પ્રાચીન પૌરાણિક કથા કે કિસ્સાની સાથે જોડાયેલું છે પરંતુ આવુ બિલકુલ નથી. સત્ય તો એ છે કે નદીના નીચેના પાણીમાં ખરા અર્થમાં શુદ્ધ સોનું છે. આ કોઇ છેલ્લા 2 થી 3 વર્ષમાં બનેલી ઘટના નથી એ વાત તો ખાતરીપૂર્વક કહી શકાય એવી છે. હંમેશાથી આ નદીના નીચે સોનું હતું. હાલમાં સમાચારોમાં હેડલાઇન બન્યા બાદ આ નદી અંગે મોટાભાગના લોકોને ખબર પડી છે.
સોનાનો ખજાનો છે આ નદી
આ અસામાન્ય ઘટનાનું રહસ્ય હજુ સુધી વણઉકેલાયું છે. એક નદીમાં આટલી મોટી સંખ્યામાં સોનું જોવું ખરેખર એક આશ્ચર્યજનક વસ્તુ છે. આ નદીમાંથી એક મહિનામાં લગભગ 60 થી 80 સોનાના કણ નીકળે છે. વૈજ્ઞાનિકોએ પણ આ સોનાના સોર્સને શોધવાની કોશિશ કરી છે, પરંતુ હજુ સુધી આ વિચિત્ર ઘટના પાછળના રહસ્યને ઉકેલવામાં અસફળ રહ્યા છે.
સ્વર્ણ રેખા નદીનો ઇતિહાસ
આ નદી મુખ્યત્વે ઝારખંડ રાજ્યના રત્નગર્ભ ક્ષેત્રમાંથી પસાર થાય છે. મુખ્ય નદી અને તેની સહાયક કરકરી નદી બન્નેમાં વર્ષોથી સોનાના કણ મેળવાય છે.
આ 474 કિ.મી. લાંબી નદીની શરુઆત ઝારખંડમાં રાંચીની પાસે નાગડી ગામમાં રાણી ચુઆનથી થાય છે. બંગાળની ખાડીમાં મળતા પહેલા આ નદી પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાથી પસાર થાય છે. એવું માનવામાં આવે છે કે નદીના સ્ત્રોતની નજીક રાંચીના એક ગામ પિસ્કામાં સૌથી પહેલા સોનાનું ખનન કરવામાં આવ્યું હતું. પછીથી નદીના તળ અને રેતીમાં સોનાના કણ મળવાની શરુઆત થઇ ગઇ હતી.
આખુવર્ષ થાય છે ખોદકામ
આસપાસના ક્ષેત્રમાં સ્થાનીક આદિવાસી રેતીને ચાળવા અને નદીના તળિયેથી સોનાને નીકાળવાના કામમાં લાગેલા રહે છે. નદીમાંથી સોનું કાઢવાની પ્રક્રિયા ચોમાસા ઉપરાંત આખુ વર્ષ ચાલતી રહે છે. નદી અને રેતીમાં મળનારા સોનાના કણોનો આકાર લગભગ ચોખાના દાણા જેટલો હોય છે.
તામાર અને સારંડા ક્ષેત્રોમાં આ કામ પેઢીઓથી ચાલ્યું આવે છે. જુદા જુદા સ્વદેશી સમુદાયના લોકો રેતીને ચાળવા અને સોનું કાઢવાના કામમાં રોકાયેલા છે. ઘરનો લગભગ દરેક સભ્ય આ કામમાં જોડાયેલો છે. નદીમાંથી સોનું કાઢવાનું કામ બિલકુલ આસાન નથી. આ કામને કરવામાં ઘણો જ થાક લાગે છે અને ઘણીવાર તો કામ પૂર્ણ કરવામાં દિવસો લાગી જાય છે.
દિવસભર નદીના તળિયેથી સોનાના કણો બહાર કાઢવાનું થકવી નાંખનારુ હોય છે અને આના માટે ધીરજથી કામ લેવું પડે છે. આ ક્ષેત્રના સ્થાનિક લોકોની સખત મહેનત છે જેના કારણે સોનાના કણોને નદીના તળિયેથી કાઢીને ફિલ્ટર કરવામાં આવે છે અને પછી આગળનું પૉલિશિંગ અને આભૂષણ તૈયાર કરવા માટે ઝવેરીઓને આપી દેવામાં આવે છે.
શું તમે જાણો છો?
ભારતના સૌથી મહાન ઉપન્યાસકારોમાંથ એક રવીન્દ્રનાથ ટાગારો અને વિભૂતિભૂષણ બંદોપાધ્યાયે પોતાના કેટલાક ઉપન્યાસો અને કવિતાઓમાં સુવર્ણરેખા નદીનો ઉલ્લેખ કર્યો છે. પ્રસિદ્ધ બંગાળી ફિલ્મ નિર્દેશક ઋત્વિક ઘટકે સ્વર્ણ રેખા નામથી એક ફિલ્મનું પણ નિર્દેશન કર્યું હતું જે બંગાળના વિભાજન પર આધારીત હતી.