તહેવારોની સીઝન શરૂ થઇ ગઇ છે. ત્યારે જો તમે કોઇ જગ્યાએ ફરવાનું પ્લાનિંગ કરો છો તો સૌથી પહેલી વાત આવે છે બજેટની. કોઈપણ પ્રવાસ માટે તમારે એક નિશ્ચિત બજેટની જરૂર પડે છે. ફેમિલી મોટું હોય તો સ્વાભાવિક છે કે પ્રવાસમાં ખર્ચો પણ વધારે થાય. ઘણા લોકો ઓછા પૈસામાં પ્રવાસનું સંપૂર્ણ આયોજન કરે છે. કારણ કે થ્રી કે ફોર સ્ટાર હોટલોમાં રોકાવાનું તેમનું બજેટ નથી હોતું.
ઘણીવાર લોકો ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે પરિવહનની પસંદગી કરીને મુસાફરીનો ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરે છે. જેમ કે ફ્લાઈટ કે પ્રાઈવેટ કારને બદલે ટ્રેન કે બસમાં મુસાફરી કરવી, જેનું ભાડું ઓછું છે. આવી સ્થિતિમાં જો તમે કોઈ પહાડી જગ્યાએ જઈ રહ્યા છો તો હોટલમાં રહેવાને બદલે સરકારી ગેસ્ટ હાઉસમાં રહી શકો છો. કેટલાક સરકારી ગેસ્ટ હાઉસ તમને હોટલ જેવી સુવિધા આપે છે અને તેના માટે તમારે બહુ ઓછા પૈસા ખર્ચવા પડે છે.
ચાલો જાણીએ કે કયા હિલ સ્ટેશન પર સૌથી સસ્તા સરકારી ગેસ્ટ હાઉસમાં રહેવાનો વિકલ્પ મળી શકે છે અને ગેસ્ટ હાઉસમાં રહેવા માટે કેટલા પૈસા ખર્ચવા પડશે.
મેક્લોડગંજ
મેક્લોડગંજ ધર્મશાલાની પાસે એક સુંદર હિલ સ્ટેશન છે, જે પ્રકૃતિ પ્રેમીઓની સાથે-સાથે ટ્રેકર્સમાં પણ ઘણું લોકપ્રિય છે. ગરમીઓમાં એવી ઠંડી જગ્યાનો આનંદ લેવા માટે યાત્રી સૌથી વધુ અહીં ફરવા માટે આવે છે. પોતાના શાંત અને શાનાદર દ્રશ્યોના કારણે આ જગ્યા કોઇ સ્વર્ગથી ઓછી નથી. જો તમે પણ રજાઓમાં કોઇ જગ્યાએ ફરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો અહીં જઇ શકો છો. મેક્લોડગંજમાં રહેવા માટે સરકારી ગેસ્ટ હાઉસની સુવિધા ઉપલબ્ધ છે. pwd ગેસ્ટ હાઉસની સાથે-સાથે અહીં દલાઇ લામા રેસ્ટ હાઉસ પણ છે જેમાં તમે રોકાઇ શકો છો.
મસૂરીની ગઢવાલ ટેરેસ
ઉત્તરાખંડના મસૂરી હિલ સ્ટેશન પર કાયમ પ્રવાસીઓની ભીડ રહેતી હોય છે. જો તમે પણ મસૂરી ફરવા જાઓ છો, તો તમે અહીં સ્થિત હોટેલ ગઢવાલ ટેરેસમાં રોકાઈ શકો છો. આ એક ડીલક્સ રેસ્ટ હાઉસ છે, જે હનીમૂન કપલ્સ માટે વધુ સારો વિકલ્પ છે. બાય ધ વે, આ રેસ્ટ હાઉસ પરિવારના રહેવા માટે તમામ સુવિધાઓથી ભરેલું છે. અહીં રહેવા માટે રૂમનું ભાડું લગભગ 1000 રૂપિયા છે.
કાલિમપોંગનું મોર્ગન હાઉસ
પશ્ચિમ બંગાળમાં કલિંગપોંગની મુસાફરી કરીને રાત્રિ રોકાણ માટે મોર્ગન હાઉસમાં રૂમ બુક કરી શકાય છે. આર્મી ગોલ્ફ કોર્સની બાજુમાં આવેલા મોર્ગન હાઉસમાં તમે આરામની ક્ષણો વિતાવી શકો છો. આ રેસિડેન્સિયલ ઘરના રૂમમાં ફાયરપ્લેસ છે. અહીંથી ખીણની સુંદરતા અને કંચનજંગાનો નજારો જોઈ શકાય છે. મોર્ગન હાઉસમાં રહેવા માટે રૂમનું ભાડું આશરે રૂ. 1,800 છે.
પાઓંટા સાહિબ હોટેલ યમુના પાઓંટા
પાઓંટા સાહિબ હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં આવેલું છે. અહીં આવતા પ્રવાસીઓ યમુના પાંટા હોટલમાં રોકાઈ શકે છે. હોટેલમાં ઊંચા વૃક્ષો સાથે એક સુંદર બગીચો છે જે પ્રવાસીઓને આકર્ષે છે. યમુના પાઓંટા હોટેલમાં રોકાવા માટે તમારી પાસેથી ઘણો ઓછો ચાર્જ લેવામાં આવશે. તમે અહીં 1000 રૂપિયાથી ઓછી કિંમતમાં રૂમ બુક કરાવી શકો છો.
ધનોલ્ટીમાં ગેસ્ટ હાઉસ
ધનોલ્ટી ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લામાં સ્થિત છે, જે છેલ્લા કેટલાક સમયથી પ્રવાસીઓનું પ્રિય સ્થળ બન્યું છે. ધનોલ્ટીના સુંદર પર્વતો અને મનોહર દૃશ્યો પ્રવાસીઓને આકર્ષે છે. જો તમે અહીં ફરવા આવો છો, તો તમે ધનોલ્ટી હાઇટ્સ હોટેલમાં રોકાઈ શકો છો. આધુનિક સુવિધાઓ સાથેના આ રેસ્ટ હાઉસનું ભાડું માત્ર 1500 રૂપિયા છે. અહીં તમને આરામદાયક અને અનુકૂળ રીતે રહેવાની તક મળશે.
કૌસાની ગેસ્ટ હાઉસ, ઉત્તરાખંડ
KMVN ટૂરિસ્ટ રેસ્ટ હાઉસ કૌસાની, ઉત્તરાખંડમાં આવેલું છે. કૌસાનીમાંથી ત્રિશુલ પર્વત, નંદા દેવી અને પંચચુલી જેવા હિમાલયના શિખરો જોઈ શકાય છે. કૌસાની સ્થિત રેસ્ટ હાઉસમાં તમે કોટેજ, ફેમિલી સ્યુટ્સ અને ડબલ બેડ રૂમના વિકલ્પો શોધી શકો છો. લક્ઝરી સુવિધાઓથી સજ્જ આ રેસ્ટ હાઉસમાં ગરમ પાણીની સુવિધા, પાર્કિંગ અને રેસ્ટોરન્ટ સેવા પણ મળશે. અહીં રહેવા માટે એક રૂમની કિંમત લગભગ 1700 રૂપિયા છે.
ચૌકોરી હિલ સ્ટેશન (Chaukori)
ઉત્તરાખંડમાં ચૌકોરી એક એવી જગ્યા છે જ્યાં સૌથી વધારે પ્રવાસીઓ પહોંચે છે. પરંતુ અહીં રોકાવા માટે ઘણાં લોકો એક રૂમ માટે લગભગ 2 હજારથી વધુ રૂપિયા ખર્ચ કરે છે. આવામાં જો તમે ચૌકોરી હિલ સ્ટેશન ફરવા જઇ રહ્યાં છો તો અહીં આવેલા કેએમવીએન નામનું સરકારી ગેસ્ટ હાઉસ છે જ્યાં તમે લગભગ 7-8 રૂપિયાની અંદર બુક કરી શકો છો.
કાઝા (Kaza)
હિમાચલ પ્રદેશમાં કોઇ જગ્યાએ સ્વર્ગ છે તો કાઝા તેમાંનું એક છે. અદ્ભુત સુંદરતા અને ઉંચા-ઉંચા બરફથી ઢંકાયેલા પહાડો આ જગ્યાની ઓળખ છે. શિયાળો હોય કે ગરમીની સીઝન, કાઝા ફરવાનું લગભગ બધાનું સપનું હોય છે. અહીં વધારે ભીડ હોવાના કારણે રૂમ માટે પણ વધારે પૈસા આપવા પડે છે. આવી સ્થિતિમાં કાઝામાં આવેલા ન્યૂ સર્કિટ ગેસ્ટ હાઉસમાં તમે ઘણાં ઓછા પૈસામાં ભરપૂર મસ્તી અને ધમાલ કરી શકો છો. અહીં હજાર રૂપિયામાં રૂમ મળી જાય છે.
ઓલી (Auli)
ઓલી હિલ સ્ટેશન ઉત્તરાખંડનું સ્વર્ગ ગણાય છે. શિયાળાની ઋતુ હોય કે આકરો ઉનાળો હોય સૌથી વધુ પ્રવાસીઓ અહીં ફરવા માટે પહોંચે છે. અહીં વધારે ભીડ હોવાના કારણે હોટલ માટે પણ વધારે પૈસા આપવા પડે છે. આવા સંજોગોમાં જો તમે અહીં ફરવા જઇ રહ્યાં છો અને સરકારી ગેસ્ટ હાઉસ બુક કરીને ઘણાં ઓછા પૈસામાં ધમાલ-મસ્તી કરી શકો છો. ઓલીમાં આવેલા વિકાસ નગર ગેસ્ટ હાઉસમાં ઘણાં ઓછા પૈસામાં રૂમ બુક કરી શકો છો. જો કે, અહીં તમને એક મહિના પહેલા જ રૂમ બુક કરી લેવો જોઇએ કારણ કે પછી જગ્યા નહીં મળે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો