અસ્કોટઃ ઉત્તરાખંડની એ સુંદર જગ્યા જ્યાં પૂરો થઇ જાય છે રસ્તો

Tripoto
Photo of અસ્કોટઃ ઉત્તરાખંડની એ સુંદર જગ્યા જ્યાં પૂરો થઇ જાય છે રસ્તો 1/4 by Paurav Joshi

ઉત્તરાખંડ ગુજરાતીઓમાં ખાસ્સું લોકપ્રિય છે. અહીં પહાડોની સાથે મોટી સંખ્યામાં સુંદરતા અને લાજવાબ વાઇલ્ડલાઇફ પણ મળે છે. જો તમારે ઉત્તરાખંડમાં કોઇ જગ્યાએ ફરવું છે તો એક ખાસ જગ્યા છે જે હજુ યાત્રીઓની પહોંચથી દૂર છે અને તે જગ્યા છે પિથોરાગઢની અસ્કોટ.

અસ્કોટ

અસ્કોટ પિથોરાગઢ જિલ્લાના ડીડીહાટમાં સ્થિત છે. અસ્કોટનો અર્થ હોય છે 80 કોટ. એક સમય હતો જ્યારે અસ્કોટમાં 80 કિલ્લા હતા. આમાંથી કેટલાક કિલ્લાના અવશેષ તો તમને આજે પણ જોવા મળે છે. અસ્કોટના વળાંકદાર અને આડાઅવળા રસ્તા કૈલાશ માનસરોવર યાત્રાનો સ્ટાર્ટિંગ પોઇન્ટ પણ છે. અહીંના આકર્ષક નજારા અને વૉટરફૉલ આની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. અસ્કોટ પંચુલી અને ચિપલકોટના પહાડોની ગોદમાં વસેલું છે. કુલ મળીને અહીંના દિલકશ નજારા તમને ખુબ પસંદ આવશે.

શું છે જોવાલાયક?

1. અસ્કોટ અભયારણ્ય

આ અભયારણ્યની સ્થાપના 1986માં થઇ હતી. આ અભયારણ્ય ખાસ કરીને કસ્તૂરી હરણના બચાવ માટે બનાવવામાં આવ્યું હતું. બર્ફિલા પહાડો, ગ્લેશિયર અને સુંદર ખીણોની વચ્ચે સ્થિત આ અભયારણ્ય જીવજંતુઓમાં રસ ધરાવનારાઓને ખુબ પસંદ આવે છે. ધૌલી અને ઇકલી નદીઓ પણ આ સેંક્ચુરીથી શરુ થાય છે. અભયારણ્યની વચ્ચેથી ગોરી ગંગા વહે છે જે દેવદાર, શીશમ, બલૂત અને શાલ પેડોની વચ્ચે થઇને પસાર થાય છે. આ કુમાઉ વિસ્તાર છે એટલે દ્રશ્યો શાનદાર જોવા મળે છે.

2. જૌલજીબી

અસ્કોટથી માત્ર 15 કિ.મી. દૂર જૌલજીબી પણ ફરવા માટે સારી જગ્યા છે. આ એ જગ્યા છે જ્યાં ગોરી અને કાળી ગંગા નદીઓનો સંગમ થાય છે. જૌલજીબી જઇને તમને શાંતિનો અનુભવ થશે. નદીઓના પાણીનો અવાજ તમને રિલેક્સ કરી દે છે. પહાડોના દર્શન કરવા હોય તો આ જગ્યા પરફેક્ટ છે.

3. નારાયણ સ્વામી આશ્રમ

Photo of અસ્કોટઃ ઉત્તરાખંડની એ સુંદર જગ્યા જ્યાં પૂરો થઇ જાય છે રસ્તો 2/4 by Paurav Joshi

નારાયણ નગરમાં 2,734 મીટરની ઊંચાઇ પર સ્થિત આ આશ્રમ અસ્કોટ આવનારા માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ આશ્રમની સ્થાપના શ્રી નારાયણ સ્વામીએ કરી હતી. અસલમાં આ નારાયણ સ્વામી દ્ધારા સ્થાપિત કરવામાં આવેલા મુળ આશ્રમની બ્રાન્ચ છે જેને 1936માં બનાવાયો હતો. આ આશ્રમને ખાસ કરીને કૈલાસ માનસરોવરની યાત્રીઓની સહાયતા માટે બનાવાયો હતો. અહીં પર્યટકો માટે અલગ-અલગ પ્રકારના આધ્યાત્મિક વર્કશોપ્સનું આયોજન કરવામાં આવે છે.

4. પગપાળા ફરો

Photo of અસ્કોટઃ ઉત્તરાખંડની એ સુંદર જગ્યા જ્યાં પૂરો થઇ જાય છે રસ્તો 3/4 by Paurav Joshi

કોઇ સારી જગ્યાને સારી રીતે એક્સપ્લોર કરવા માટેની સૌથી સારી રીતે પગે ચાલીને જવાની છે. અહીં રસ્તાઓ પર આટાં મારવાની મજા આવશે. આસપાસની હરિયાળી તમને ખુશ કરી દેશે. પહાડો પરથી આવતી ઠંડી હવા તમારુ દિલ ખુશ કરી નાંખે છે. અહીં સ્થાનિક બજારને પણ જોઇ શકાય છે.

ક્યાં રોકાશો?

અહીં તમને કોઇ ફાઇવ સ્ટાર હોટલ કે રિસોર્ટ નહીં મળે. તમે ફોરેસ્ટ રેસ્ટ હાઉસમાં રોકાઇ શકો છો. આ રેસ્ટ હાઉસમાં 2 રુમની સાથે કેરટેકર પણ મળે છે જે તમારી દરેક શક્ય મદદ કરે છે. આ સિવાય અહીં હોટલ અને ગેસ્ટ હાઉસ છે. અહીં ઓછા ભાડામાં બસ સ્ટેન્ડની આસપાસ ઘણી હોટલો મળી જશે.

ક્યારે જશો?

Photo of અસ્કોટઃ ઉત્તરાખંડની એ સુંદર જગ્યા જ્યાં પૂરો થઇ જાય છે રસ્તો 4/4 by Paurav Joshi

અસ્કોટ આવવાનો સૌથી સારો સમય ગરમીની સીઝન છે. આ સમયે પહાડો પર મૌસમ ખુશનુમા રહે છે. તમે અહીં શિયાળામાં પણ આવી શકો છો. તે સમયે તમને અહીં સ્નોફોલ જોવા મળશે. જો કે ઠંડીમાં વાઇલ્ડલાઇફને જોવી થોડીક મુશ્કેલ હોય છે.

કેવી રીતે પહોંચશો?

અસ્કોટ જવા માટે તમારી પાસે બે રસ્તા છે. તમે ઇચ્છો તો ટ્રેન અને રોડ દ્ધારા અસ્કોટ પહોંચી શકો છો. જો તમે દિલ્હીથી આવી રહ્યા છો તો કાઠગોદામ સુધી ટ્રેન લઇ શકો છો. કાઠગોદામ પછી તમારે બસ કે ટેક્સી બુક કરીને આગળ વધવું પડશે. જો તમે વાયા રોડ આવો છો તો દિલ્હીથી અસ્કોટ આવવામાં 16 કલાકનો સમય લાગે છે. દિલ્હીથી નેશનલ હાઇવે 24 અને 9 લઇને અસ્કોટ આવી શકાય છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો