અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે. રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને ઐતિહાસિક ઘટના માનવામાં આવી રહી છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ છે. આ દિવસે વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ અયોધ્યા આવવાની શક્યતા છે. પ્રાણ પ્રતિષ્ઠા માટે ટ્રસ્ટ દ્વારા 6000 વિશેષ મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે પણ રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપવા માંગતા હોવ અને ભીડને કારણે હોટેલ ફુલ થઇ જવાનો ભય છે. તો ચિંતા કરવાની જરૂર નથી, રૂમ સરળતાથી બુક કરી શકાય છે. ઉત્તર પ્રદેશ સરકારે એક એપ લોન્ચ કરી છે, જેના દ્વારા તમે ઘરે બેઠા સરળતાથી અયોધ્યામાં રહેવાની હોટલ કે હોમસ્ટે બુક કરી શકો છો. તો ચાલો જાણીએ પ્રોસેસ
વાસ્તવમાં, મોટાભાગના લોકો ઘણા કારણોસર અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જવા માટે ઉત્સાહિત છે. કેટલાક લોકો ધાર્મિક કારણોસર જવા માંગે છે, કારણ કે તેઓ માને છે કે તે એક પવિત્ર પ્રસંગ છે. અન્ય કેટલાક લોકો રાષ્ટ્રીય ગૌરવને કારણે અયોધ્યા આવવા માંગે છે.
ઘરે બેઠા હોલી અયોધ્યા એપથી કરી શકો છો બુક ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યાના મુલાકાતીઓ માટે "હોલી અયોધ્યા એપ" નામની એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા તમે તમારા ઘરેથી આરામથી અયોધ્યામાં હોટલ કે હોમ સ્ટે બુક કરી શકો છો. શ્રદ્ધાળુઓ માટે રહેવાની સારી વ્યવસ્થા માટે અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી (ADA) અને ઉત્તર પ્રદેશ ટૂરિઝમ બોર્ડે સંયુક્ત રીતે હોલી અયોધ્યા એપ તૈયાર કરી છે.
હોમ સ્ટે એટલે કે પેઇંગ ગેસ્ટ સ્કીમમાં નોંધણી માટે, માલિકે તેના રૂમના ફોટોગ્રાફ્સ અને વીડિયો, પોતાનું ચારિત્ર્ય પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ, વીજળી બિલની ફોટોકોપી અને અરજી કરનાર માલિકના બે ફોટોગ્રાફ્સ આપવાના રહેશે. ઉત્તર પ્રદેશ સરકાર હોટલની સાથે સાથે સામાન્ય લોકોને પણ રોજગારની તકો પૂરી પાડી રહી છે, આમાં તેઓ 1500 રૂપિયાથી લઈને 2500 રૂપિયાની કિંમતમાં પોતાના ખાલી પડેલા ઘર અથવા રૂમ આપી શકે છે. આના માટે મકાન માલિકે હોલી અયોધ્યા માટે નગર નિગમમાં અરજી કરવાની રહેશે.
હોલી અયોધ્યા એપમાં શું મળશે સુવિધા?
આ એપની ખાસ વાત એ છે કે તે ઉત્તર પ્રદેશ સરકારની દેખરેખ હેઠળ છે, જ્યાં તમને હોટલમાં રૂમ 1000 રૂપિયાથી લઈને 3500 રૂપિયા સુધીમાં મળી શકે છે. આમાં તમે તમારા બજેટ પ્રમાણે હોટલ પસંદ કરી શકો છો. જો તમે કોઈપણ કારણસર તમારું બુકિંગ કેન્સલ કરવા માંગો છો, તો તમારે 24 કલાક પહેલાં કેન્સલ કરવું પડશે નહીંતર તમે રિફંડ મેળવી શકશો નહીં. સાથે જ હોમ સ્ટેનો સમય બપોરે 2 વાગ્યાનો છે અને હોટલમાં 11 વાગ્યે સ્ટે કરી શકો છો.
હોલી અયોધ્યા એપ્લિકેશનમાંથી રૂમ બુક કરવા માટે, તમારે આ પગલાંને અનુસરવા પડશે:
ગૂગલ પ્લે સ્ટોર પરથી “હોલી અયોધ્યા” એપ ડાઉનલોડ કરો.
તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીથી રજિસ્ટર કરો.
"હોટેલ અને હોમ સ્ટે" વિકલ્પ પર ક્લિક કરો.
આ એપમાં તમને 500 થી વધુ હોટલ અને હોમ સ્ટેનું લિસ્ટ મળશે.
તમારા બજેટ અને સુવિધાઓ અનુસાર હોટેલ અથવા હોમ સ્ટે પસંદ કરો.
તમે હોમ સ્ટેના માલિક વિશે પણ તમામ માહિતી મેળવી શકો છો, જે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ છે.
છેલ્લે, કોઈપણ મોડમાં પેમેન્ટ કરી શકાય છે.
એકવાર તમે રૂમ બુક કરી લો, પછી તમને એપ પર બુકિંગ કન્ફર્મેશન ઈમેલ પ્રાપ્ત થશે. હોલી અયોધ્યા એપ એક ઉપયોગી ટૂલ છે જે અયોધ્યાની આવતા પ્રવાસીઓને તેમની મુલાકાતને સુગમમાં મદદ કરી શકે છે.
આરતી બુક કરવાની આ છે રીત
જો તમે રામ મંદિરમાં યોજાનારી આરતીનો ભાગ બનવા માંગતા હોવ, તો તમારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની સત્તાવાર વેબસાઇટ online.srjbtkshetra.org પર જઇને પાસ લેવો પડશે. વેબસાઇટ પર પાસ વિભાગમાં ગયા પછી, તમને શ્રૃંગાર આરતી, ભોગ આરતી અથવા સંધ્યા આરતી માટે સ્લોટ બુક કરવાનો વિકલ્પ મળશે. તમને જણાવી દઈએ કે, એકસાથે માત્ર 30 લોકોને જ આરતીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે, આવી સ્થિતિમાં માત્ર મર્યાદિત લોકો જ પાસ મેળવી શકશે.
OYOનો પ્લાન
જો તમે અયોધ્યામાં રામલલાના દર્શન કરવા જઈ રહ્યા છો, તો હવે તમને રહેવા માટે વધુ વિકલ્પો મળશે. હોસ્પિટાલિટી ટેક ફર્મ OYO એ રામ મંદિરના અભિષેક પહેલા અહીં તેના પ્લેટફોર્મ પર 51 હોમસ્ટે અને 14 હોટલ ઉમેરવાની જાહેરાત કરી છે. ઓયોએ આજે 17 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે તેના પ્લેટફોર્મ પર અયોધ્યાની 65 પ્રોપર્ટી ઉમેરવામાં આવી છે, જેનો અર્થ છે કે અયોધ્યામાં રહેવાની વ્યવસ્થા સરળતાથી ઓનલાઇન કરી શકાય છે. આ માટેનું ભાડું 1 હજાર રૂપિયાથી શરૂ થાય છે. અયોધ્યામાં ઓયોના 15 હોમસ્ટે છે જે અયોધ્યાની મુલાકાતે આવતા વિકલાંગ શ્રદ્ધાળુઓ માટે અનુકૂળ રહેશે.
અયોધ્યા વિકાસ સત્તામંડળ અને પ્રવાસન વિભાગ સાથે ભાગીદારી
ઓયો પર અયોધ્યામાં પ્રોપર્ટીની શોધમાં 350 ટકાનો ઉછાળો આવ્યો અને હવે કંપનીએ તેના નેટવર્કમાં રામ નગરી અયોધ્યામાં 65 પ્રોપર્ટી ઉમેરી છે. તેને સારી રીતે સંચાલિત કરવા માટે, ઓયોએ અયોધ્યા વિકાસ સત્તામંડળ અને ઉત્તર પ્રદેશ રાજ્ય વિકાસ નિગમ સાથે ભાગીદારી કરી છે.
દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા પૂજનના બીજા દિવસે બુધવારે 17 જાન્યુઆરીએ પ્રભુ શ્રીરામની નવ નિર્મિત પ્રતિમાને રામ મંદિર પરિસરમાં લાવવામાં આવી. જેને 18 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી. શ્રીરામના પ્રવેશ પહેલા આખા રામ મંદિર પરિસરને ફૂલોથી શણગારવામાં આવ્યું. ગેટથી લઇને મંદિર પરિસરને સરયુના જળથી ધોવામાં આવ્યા. ભગવાનના આગમનને લઇને દરેક જગ્યાએ પરિસરમાં શણગાર કરવામાં આવ્યો. મૂર્તિ સ્થળ પર વિશેષ તૈયારી બાદ મંદિરના ગર્ભગૃહમાં ટ્રસ્ટના સભ્યો દ્વારા પૂજા કરવામાં આવી. પ્રભુ શ્રીરામની નવ નિર્મિત મૂર્તિ 51 ઇંચની શ્યામવર્ણી છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો