મનાલી-લેહ રુટ છોડો, આ રોમાંચક હિમાલયી રસ્તો કરાવે છે 5 દિવસમાં 3 રાજ્યોની સેર

Tripoto
Photo of મનાલી-લેહ રુટ છોડો, આ રોમાંચક હિમાલયી રસ્તો કરાવે છે 5 દિવસમાં 3 રાજ્યોની સેર 1/2 by Paurav Joshi

ક્યારેક ક્યારેક એવું લાગે છે કે આ ટેકનીક અને ડિજીટલની દુનિયામાં આપણે ક્યાંક અટકી ગયા છીએ. જ્યારે પાણી પણ એક જગ્યાએ અટકીને ખરાબ થઇ જાય છે તો આપણે તો માણસ છીએ. આ દુર્ગંધ ભરી દુનિયાથી બહાર નીકળવા માટે રોડ ટ્રિપ રોમાંચથી ભરી દે છે. રોડ ટ્રિપમાં આપણે ફક્ત આપણી સાથે હોઇએ છીએ કોઇ કામ નહીં, કોઇ ટેન્શન નહીં. રોડ ટ્રિપ ત્યારે વધુ રસપ્રદ થઇ જાય છે જ્યારે તે સરળ ન હોય. જ્યારે તમે એક સફર પર નીકળી જાઓ જે રસ્તા પર ઓછા લોકો જતા હોય અને હાલ લૉકડાઉનમાં ઘેર બેઠા રોડ ટ્રિપના સપના પણ સુંદર લાગે છે.

આજકાલ દરકે માઉન્ટેન પ્રેમીઓએ પહાડોના ઘણાં રુટોને જોઇ અને પરખી લીધા છે, ખાસકરીને મનાલી-લેહવાળો રુટ. પરંતુ નોર્થ ઇન્ડિયા જેને ફિલ્મો અને યાત્રા વૃતાંતમાં ઘણા જ સુંદર બતાવાયા છે, તેનાથી અનેકઘણી સુંદરતા પોતાની અંદર સમેટીને રાખી છે. આ રોડ ટ્રિપ એવા લોકો માટે છે જે હિમાલયમાં એક નવી સફર પર જવા માંગે છે અને પોતાનું ટ્રાવેલ લિસ્ટ અપડેટ કરવા માંગે છે.

યાત્રાનો રુટ

આ રોડ ટ્રિપ દિલ્હીથી શરુ થાય છે. પ્રથમ દિવસે સુંદર શહેર શિમલા માટે 8 થી 9 કલાકની ડ્રાઇવ છે. બીજા દિવસે સવારે નારકંડામાં એક નાનકડો બ્રેક લઇને સરહન સુધીની યાત્રા કરો. ત્રીજા દિવસે સવારે તમે રોહડમાં મધ્ય માર્ગથી પસાર થતા ખરાપાથર પહોંચો છો. ચોથા દિવસે, ચકરાતા ચાલ્યા જાઓ છો. જ્યાંની સુંદરતામાં એક દિવસ પસાર કરો છો અને પાંચમાં દિવસે ઉત્તરાખંડના પાટનગર દેહરાદૂનમાં એન્ટ્રી થાય છે.

કુલ અંતરઃ 867 કિ.મી.

એ રુટ જેની પર જવાનું છેઃ

દિલ્હી-શિમલા-સરાહન-ખરાપાથર-દેહરાદૂન

Photo of મનાલી-લેહ રુટ છોડો, આ રોમાંચક હિમાલયી રસ્તો કરાવે છે 5 દિવસમાં 3 રાજ્યોની સેર 2/2 by Paurav Joshi

હવે સફર પર નીકળીએ

દિલ્હી-શિમલા

રાષ્ટ્રપતિ નિવાસ, શિમલા, ક્રેડિટઃ વિકિમીડિયા

Photo of Shimla, Himachal Pradesh, India by Paurav Joshi

ક્રેડિટઃ વિકિમીડિયા

Photo of Shimla, Himachal Pradesh, India by Paurav Joshi

શિમલાથી સરહન (નારકંડા સુધી)

ભીમકાલી મંદિર, સરાહન. ક્રેડિટ ઃ વિકિમીડિયા

Photo of Sarahan, Himachal Pradesh, India by Paurav Joshi

સરહનથી ખરાપથ્થર (રોહડના રસ્તે)

બરફમાં જુબ્બર લેક. ક્રેડિટઃ ફ્લિકર

Photo of Kharapathar Shiv Ling, Kharapathar, Himachal Pradesh, India by Paurav Joshi

ખારાપથ્થરથી ચકરાતા

ક્રેડિટઃ નિપુન સોહનલાલ

Photo of Chakrata, Uttarakhand, India by Paurav Joshi

દેહરાદૂન

ચકરાતા શાંતિ અને સૌમ્યતાવાળુ શહેર છે. આ શહેર પહાડોનું ચઢાણ અને લાંબી પગપાળા યાત્રા માટે જાણીતું છે. ચકરાતાની એક બાજુ મસૂરી છે અને બીજી બાજુ કિન્નોર છે. વચ્ચે વસેલા ચકરાતામાં દરેકના માટે કંઇકને કંઇક છે. પછી તે રોમાંચના શોખીન હોય કે પ્રકૃતિ પ્રેમી હોય કે શાંતિ અને એકાંતવાળા સ્થાન પર જવા માંગતા હોય. અહીં ઘણાં સુંદર ઝરણા છે અને મંદિર પણ છે. આ બધી જગ્યાઓને જોવા માટે અહીં ઓછામાં ઓછો એક દિવસ જરુર વિતાવો.

યાત્રાનો સમયઃ 4.5 કલાક

અંતરઃ 130 કિ.મી.

સારો અનુભવઃ પહાડોની સુંદરતામાં થોડોક સમય વિતાવો, ટાઇગર ફૉલ્સ પર પિકનિક મનાવવા જાઓ. લખમંડલ મંદિરની મુલાકાત કરો. ચકરાતાના સૌથી ઊંચા શિખર ચિલમરી નેકનો ટ્રેક કર્યો.

ક્યાં રહેશોઃ હોટલ બુરાંસ અને એસ્કેપ ટ્રાઇબલ કેમ્પ. વધુ વિકલ્પો માટે અહીં ક્લિક કરો.

દેહરાદૂન

ચકરાતાથી દેહરાદૂન

ક્રેડિટઃ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ. ક્રેડિટઃ વિકિમીડિયા

Photo of Dehradun, Uttarakhand, India by Paurav Joshi

ક્રેડિટઃ પૉલ હેમિલ્ટન

Photo of Dehradun, Uttarakhand, India by Paurav Joshi

આખા સફરની સૌથી લાંબી યાત્રા શરુઆતમાં જ થાય છે. જે આપણને દિલ્હીથી શિમલા પહોંચાડી દે છે. શિમલાને હિમાલયની રાણી પણ કહેવામાં આવે છે. દિલ્હીથી અહીં સુધીની મુસાફરીમાં રસ્તાના કિનારે નોર્થ ઇન્ડિયાના કેટલાક શ્રેષ્ઠ ઢાબા મળી જશે જ્યાં રોકાઇને ખાવાનું ખાઇ શકો છો. મન્નત ઢાબા, હવેલી અને પાલ ઢાબા આવા જ કેટલાક સુંદર સ્વાદવાળા ઢાબા છે. શિમલા ભારતના ફેમસ હિલ સ્ટેશનોમાંથી એક છે. આ જગ્યા હંમેશા પર્યટકોને આકર્ષતી રહી છે. શિયાળામાં અહીં પર્યટક બરફની મજા લેવા આવે છે. આ જગ્યા એટલી ઠંડી છે કે કદાચ એટલા માટે અંગ્રેજોએ ગરમીમાં રાજધાની શિમલાને પસંદ કરી, તેમના કેટલાક અવશેષ હજુ પણ શિમલામાં જોઇ શકાય છે.

દિલ્હીથી શિમલાના રોડ સારી સ્થિતિમાં છે, જેનાથી યાત્રા વધુ રોમાંચક થઇ જાય છે. ચંદિગઢને પાર કર્યા બાદ પહાડી વિસ્તારમાં આવી જઇએ છીએ અને અહીંથી મુસાફરી અને મોસમ બન્ને બદલાઇ જાય છે. સુંદર-સુંદર દ્રશ્ય તમારી સાથે શિમલા સુધી ચાલતા રહે છે.

યાત્રાનો સમયઃ 7.5 કલાક

અંતરઃ 342 કિ.મી.

સારો અનુભવઃ શિમલામાં ઘણું બધુ કરવા માટે છે. લક્કડ બજારમાં ખરીદી કરી શકાય છે. ભારતની એકમાત્ર ઓપન એર આઇસ સ્કેટિંગ રિંગમાં હાથ અજમાવી શકાય છે. વાઇસરીગલ લૉજ અને રાજ્ય મ્યુઝિયમને જુઓ, કુથેરલ ફોર્ટ પણ અહીં જ છે. ચેડવિક ફૉલ્સમાં સૂર્યની પહેલી કિરણના સાક્ષી બની શકો છો.

ક્યાં રોકાશોઃ વુડ્સ શિમલા અને વાઇલ્ડફલાવર હૉલ. વધુ વિકલ્પો માટે અહીં ક્લિક કરો.

Day 2

બુશહર સામ્રાજ્યની પૂર્વ ગ્રીષ્મકાલીન રાજધાની સરહનમાં અનેક હિમાલયી ટ્રેક છે અને આ જ કિન્નોરનો એન્ટ્રી ગેટ છે. આ જગ્યા તીર્થયાત્રા પણ છે, પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ છે અને એડવેન્ચર કરનારા માટે એક બેઝ કેમ્પ છે. અહીં ફેમસ ટેમ્પલ ભીમાકાલી પણ છે, જેને 51 શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે. આ મંદિર ઇન્ડો તિબેટીયન શૈલીમાં બનેલું છે. આ મંદિર વાસ્તુશિલ્પ કળાનો એક ચમત્કાર છે જે દેશભરના સેંકડો પર્યટકોને આકર્ષિત કરે છે. સરહન જતા રોડનો વિસ્તાર ઘણો જ સુંદર છે. આ વિસ્તારમાં દેવદાર અને ઓકના ઝાડ છે અને ડઝનો ધારાઓ વહેતી જોવા મળે છે. આ બધુ જોવું ખેરખર ઘણું જ અદ્ભુત છે.

નારકંડા

તાની જુબ્બર લેક, નારકંડા. ક્રેડિટઃ વિકિમીડિયા

Photo of મનાલી-લેહ રુટ છોડો, આ રોમાંચક હિમાલયી રસ્તો કરાવે છે 5 દિવસમાં 3 રાજ્યોની સેર by Paurav Joshi

શિમલાથી સરહનના રસ્તે એક નાનકડું શહેર છે, નારકંડા. અહીં શિયાળામાં લોકો ફેમસ સ્કીઇંગ કરવા આવે છે. નારકંડામાં હાટૂ પીક એક જગ્યા છે જ્યાં પ્રવાસના બધા કાર્ય થાય છે. અહીં તમે તાની જુબ્બર સરોવરમાં પિકનિક પણ મનાવી શકો છો.

યાત્રાનો સમયઃ 5 કલાક

અંતરઃ 163 કિ.મી.

સારો અનુભવઃ ભીમાકાલી મંદિરની યાત્રા, દારાઘાટી વન્યજીવ અભયારણ્યની મુલાકાત પણ કરી શકો છો અને અહીં બરફથી ઢંકાયેલા પહાડો પર સૂરજને ઉગતા શાનદાર નજારા જોઇ શકો છો.

ક્યાં રોકાશોઃ બુશહર હાઇટ્સ અને ધ શ્રીખંડ. વધુ વિકલ્પો માટે અહીં ક્લિક કરો.

Day 3

ખરાપથ્થર એક આઇડલ હોલીડે ડેસ્ટિનેશન છે. હિમાલયના પહાડોના નજારાની સાથે-સાથે અહીં લીલાછમ જંગલો છે અને સફરજનના બગીચા છે. આ એવી જગ્યા છે જ્યાં એવું લાગે કે જાણે સમય રોકાઇ રહે અને બસ મનભરીને કુદરતી સુંદરતા જોતા જ રહીએ. અહીં ગિરિ ગંગા મંદિર છે અને એડવેન્ચર કરનારા લોકો માટે લાંબો પગપાળા ટ્રેક છે.

રોહડ્ર

ખરાપથ્થરના રસ્તામાં તમે પહેલેથી ડિસાઇડ કરી લો કે રોહડ્રમાં થોડોક સમય રોકાવાનું છે, અહીં થોડોક સમય રોકાઓ અને પછી આગળની મુસાફરી પર નીકળો. પાબ્બર નદીના કિનારે વસેલુ આ નાનકડુ શહેર પોતાના સફરજનના બગીચા માટે જાણીતું છે. અહીં સારો સમય વિતાવવા માટે રેસ્ટોરન્ટ અને કેફે પણ છે. ટ્રાઉટ ફિશિંગ અહીંની ફેમસ એક્ટિવિટી છે.

યાત્રાનો સમયઃ 5.5 કલાક

અંતરઃ144 કિ.મી.

સારો અનુભવઃ ગિરિ ગંગાનું ચઢાણ, જુબ્બલ પેલેસની મુલાકાત કરવી. સફરજનના બાગમાં પિકનિક મનાવી શકાય છે, ફિશિંગ ટ્રાઉટ માટે જાઓ, ગિરિ ગંગા અને હાટેશ્વરી મંદિરોની યાત્રા કરો.

ક્યાં રોકાશોઃ ગિરિગંગા રિસોર્ટ

Day 4

Day 5

ચકરાતાથી દેહરાદૂન સુધીનો રોડ ટ્રિપ સૌથી નાની સફર છે જે લગભગ 3 કલાકની છે. દેહરાદૂનથી દિલ્હી જઇ શકો છો પરંતુ તે પહેલા ઉત્તરાખંડના પાટનગર દેહરાદૂનમાં કેટલાક દિવસો વિતાવી શકો છો. કેટલાક વર્ષોમાં જ દેહરાદૂન ઘણી ઝડપથી વિકસિત થયું છે અને આજના સમયમાં આ એક ફેમસ ટૂરિસ્ટ પ્લેસ બની ગયું છે. અહીં દરેક પ્રકારના ટ્રાવેલર માટે ઘણાં વિકલ્પ છે.

યાત્રાનો સમયઃ 3 કલાક

અંતરઃ 87.4 કિ.મી.

સારો અનુભવઃ પેરાગ્લાઇડિંગમાં હાથ અજમાવો, રોવર્સ કેવ કે ગુચ્ચુપાણીની ગુફાઓનો અનુભવ લો. સહસ્ત્રધારામાં ડુબકી લગાવો, રાજાજી નેશનલ પાર્કમાં સફારી યાત્રા અને તિબેટિયન માર્કેટમાં શૉપિંગ

ક્યાં રોકાશોઃ શેરેટન દેહરાદૂન દ્ધારા ફોર પોઇન્ટ્સ અને ગૌરયા હોમસ્ટે. વધુ વિકલ્પો માટે અહીં ક્લિક કરો. 

યાત્રા માટે યોગ્ય સમય

શિયાળામાં ઘણાં ટૂરિસ્ટ આ યાત્રા કરી લેવા માંગે છે. પરંતુ બરફવર્ષાના કારણે કેટલાક રસ્તા બંધ કરી દેવામાં આવે છે. જો તમે શિયાળામાં આ સફર પર જઇ રહ્યા છો તો પૂરી જાણકારીની સાથે જાઓ. આ ટ્રિપ પર જવાનો સૌથી સારો સમય માર્ચથી મે કે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનો છે. વર્ષની શરુઆતમાં હવામાન સારુ હશે અને તમારે માત્ર હળવાફુલ ગરમ કપડાની જરુર પડશે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો