યાત્રીઓની સુવિધાનો ખ્યાલ રાખતા ભારતીય રેલવેએ કેટલીક એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટમાં ફેરવી નાંખી છે. સુપરફાસ્ટ બનતા જ આ ટ્રેનોની સ્પીડ વધી જશે અને મુસાફરીમાં સ્ટોપેજ પણ ઘટી જશે. આ મોટુ પગલું રેલવેએ સાઉથ સેન્ટ્રલ ઝોને ઉઠાવ્યું છે. પહેલાથી ચાલી રહેલી એક્સપ્રેસ ટ્રેનોને જ સુપરફાસ્ટ કેટેગરીમાં નાંખવામાં આવી છે. આ સાથે જ તહેવારી સીઝનને ધ્યાનમાં લેતા સાઉથ સેન્ટ્રલ રેલવેએ ઓક્ટોબર મહિનાથી કેટલીક પેસેન્જર ટ્રેનોને એક્સપ્રેસમાં ફેરવવાની જાહેરાત કરી છે.
પેસેન્જર ટ્રેનોને એક્સપ્રેસ અને એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટ બનાવ્યા પછી આ શ્રેણીમાં 673 ટ્રેનોનો સમાવેશ થઇ ગયો છે જેની સ્પીડ પહેલાની તુલનાએ વધારવામાં આવી રહી છે. પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં લઇને દક્ષિણ મધ્ય રેલવેએ આ પગલું ઉઠાવ્યું છે. હવે પહેલાની તુલનામાં રેલવે યાત્રીઓ ઓછા સમયમાં પોતાની યાત્રા પૂરી કરી શકશે. અત્યારે આ ઝોનમાં 872 ટ્રેનોનું સંચાલન થઇ રહ્યું છે. જેમની શ્રેણી બદલાઇ ગયા પછી 673 ગાડીઓની સ્પીડ વધી જશે.
અહીં જુઓ લિસ્ટ
આ ગાડીઓના ટાઇમિંગમાં પણ ફેરફાર થશે જેનો અમલ 1 ઓક્ટોબરથી શરુ થઇ ગયો છે. એટલા માટે યાત્રીઓને સલાહ આપવામાં આવી છે કે દક્ષિણ મધ્ય રેલવે ઝોનમાં મુસાફરી યાત્રીઓ પહેલા ટાઇમ ટેબલ જોઇ લે, ત્યાર પછી જ ટ્રેને પકડવા માટે ઘરેથી નીકળે. નીચે એ 6 ટ્રેનોની યાદી આપવામાં આવી છે જેને એક્સપ્રેસથી સુપરફાસ્ટ કેટેગરીમાં નાંખવામાં આવી છે.
17025-17026 સિકંદરાબાદ-મનગુરુ એક્સપ્રેસને સુપરફાસ્ટ 02745-02746માં ફેરવી નાંખવામાં આવી છે.
17213-17214 નરસાપુર-નગરસોલ એક્સપ્રેસને બદલીને સુપરફાસ્ટ 02713-02714 કરવામાં આવી છે
17605-17606 કાચેગુડા-મેંગલુરુ સેન્ટ્રલ એક્સપ્રેસને બદલીને સુપરફાસ્ટ 02777-02778 કરવામાં આવી છે
17017-17018 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસને સુપરફાસ્ટ 02755-02756 ટ્રેનમાં રૂપાંતરિત કરવામાં આવી છે
17203-17204 કાકીનાડા ટાઉન-ભાવનાગઢ એક્સપ્રેસને સુપરફાસ્ટ 02699-02700 માં બદલવામાં આવી છે
17037-17038 સિકંદરાબાદ-હિસાર એક્સપ્રેસને સુપરફાસ્ટ ટ્રેન નંબર 02789-02790 માં ફેરવવામાં આવી છે
આ એક્સપ્રેસથી સુપરફાસ્ટમાં બદલાયેલી ટ્રેનોના ટાઇમિંગ અને સ્ટોપેજ વગેરેની સુચના કસ્ટમર કેયર નંબર કે IRCTCના પોર્ટલ www.irctc.co.in પર જોઇ શકાય છે. આ ઉપરાંત, યાત્રી ટ્રેનો સાથે જોડાયેલી સૂચના નેશનલ ટ્રેન ઇંક્વાયરી સિસ્ટમ (NTES) પર મેળવી શકો છો. યાત્રી ઇચ્છે તો સ્ટેશન મેનેજર કે પોતાના રેલવે સ્ટેશનના કાઉન્ટર પર પણ ટ્રેનોના સમય અંગે જાણકારી પ્રાપ્ત કરી શકે છે.
ઘણી સ્પેશ્યલ ટ્રેન શરુ
તહેવારોની સીઝનની શરુઆતની સાથે જ ભારતીય રેલવેએ રવિવાર 10 ઓક્ટોબરથી ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનો (Festival Special Trains)ની શરુઆત કરી છે. દુર્ગા પૂજા, દશેરા, દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારો દરમિયાન વધતી માંગને પહોંચી વળવા માટે 10 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધી મુસાફરો માટે વિશેષ ટ્રેનો ઉપલબ્ધ રહેશે. આ ટ્રેનોમાં ઓખા-એર્નાકુલમ (દ્વિ-સાપ્તાહિક), ઓખા-રામેશ્વરમ સ્પેશિયલ (સાપ્તાહિક), ઈન્દોર-કોચુવેલી સ્પેશિયલ (સાપ્તાહિક), મદુરાઈ-બીકાનેર સ્પેશિયલ (સાપ્તાહિક) અને ચેન્નઈ એગમોર-જોધપુર સ્પેશિયલ (સાપ્તાહિક) નો સમાવેશ થાય છે. આ સિવાય 11 ઓક્ટોબરથી પશ્ચિમ રેલવે MEMU સ્પેશિયલ ટ્રેનની વધુ છ જોડી દોડાવશે.
બીજી તરફ, ઉત્તર રેલવેએ દિલ્હીથી 8 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન શરૂ કરી છે, જેમાંથી એક અનુક્રમે ભટિંડા, કટરા અને ચંદીગઢથી છે. ઉત્તરી રેલવે ઉત્સવની વિશેષ ટ્રેનોમાં આનંદ વિઝર-મુઝફ્ફરપુર, નવી દિલ્હી-દરભંગા, ચંદીગઢ--ગોરખપુર, નવી દિલ્હી-બારૌની, ભટિંડા-વારાણસી, નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા, કટરા-વારાણસી, દિલ્હી-વારાણસી, આનંદ વિહાર-જયનગર, આનંદ વિહાર-સહરસા અને આનંદ વિહાર-કટરાનો સમાવેશ થાય છે.