ઇન્ડિયન હોટલ્સ કંપની લિમિટેડ (IHCL)ની અલ્ટ્રા લક્ઝુરિયસ બ્રાન્ડ તાજે તાજેતરમાં જ ઉત્તરાખંડમાં તેની બીજી પ્રોપર્ટી ધ તાજ ઋષિકેશ રિસોર્ટ એન્ડ સ્પા ખુલ્લી મુકી છે.
હિમાલય પર્વતમાળાના પહાડોની વચ્ચે 12.5 એકરની વિશાળ ભૂમિમાં ફેલાયેલો આ રિસોર્ટ તમને લીલાછમ પરિદ્રશ્યો અને બરફથી ઢંકાયેલા પહાડોના દર્શન કરાવે છે. જો તમે દેવતાઓની ભૂમિ ગણાતા ઉત્તરાખંડની મુસાફરી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો પ્રકૃતિના દર્શન કરાવતા ઋષિકેશ રિસોર્ટ એન્ડ સ્પામાં રહેવાનો વિચાર કરી શકો છો. ઋષિકેશના ધાર્મિક મહત્વને ધ્યાનમાં રાખીને તાજ રિસોર્ટને તમને સમકાલીન અને ગ્રામ્ય આકર્ષણનું મિશ્રણ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
ઋષિકેશ
મુખ્ય શહેરથી 35 કિલોમીટર દૂર સિંઘથલીના નામથી લોકપ્રિય ગામમાં આવેલો તાજ ઋષિકેશ રિસોર્ટ એક શાંત પર આવેલો છે. એકવાર તમે અહીં આવશો તો તમને રિસોર્ટની સર્વિસ અને આસપાસના દ્રશ્યોની સુંદરતા જોવા માટે વારંવાર અહીં આવવાનું મન થશે.
પ્રોપર્ટીની એક ઝલક- તમને શું મળશે!
તાજ રિસોર્ટમાં 79 લક્ઝુરિયસ રૂમ અને શ્યૂટ છે જે તમને લીલાછમ જંગલ અને હિમાલયન પહાડોની સુંદર વ્યૂ પ્રદાન કરે છે. સાંજે તમને ગંગા આરતીનો લાભ મળે છે તો રિસોર્ટને અડીને જ રિવર રાફ્ટિંગની સુવિધા છે જેનો તમે લાભ લઇ શકો છો.
તાજ ઋષિકેશ રિસોર્ટ એન્ડ સ્પામાં તમે જીવા સ્પાનો આનંદ માણી શકો છો. અહીંના એવોર્ડ વિનિંગ સ્પામાં તમારુ તન અને મન હળવાશનો અનુભવ કરશે. આ રિસોર્ટમાં તમને ભોજન એટલે કે ડાઇનિંગનો અનોખો અનુભવ થશે. તમે અહીં લોકલ, ઇન્ડિયન અને ગ્લોબલ ડિશિસને એન્જોય કરી શકો છો. અહીં રેસ્ટોરન્ટમાં બેસીને પહાડી વ્યૂ જોઇ શકાય છે. રેસ્ટોરન્ટનો સમય સવારે 7 થી રાતે 11 વાગ્યા સુધીનો છે. આ ઉપરાંત, તમે કપલ છો અને રાતના સમયે ડેટિંગ કરવું છે તો અહીંને પેનોરમા બાર તમારા માટે પરફેક્ટ જગ્યા છે. આ બાર બપોરે 1 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી ખુલ્લો રહે છે.
દરેક શ્યૂટ અને ગેસ્ટ રૂમમાં તાજની વિશિષ્ઠ ખાસિયત ગણાતા વિશાળ રૂમ, બેડ, ક્રિસ્પ લિનન, વર્ક-ડેસ્ક અને એક કોફી મેકર તેમજ મિની ફ્રિજ જોવા મળે છે. રૂમની અંદર હોસ્પિટાલિટી સેન્ટર પણ છે. અહીં તમે વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટી જેવી કે રોક ક્લાઇમ્બિંગ, સફેદ પાણીમાં રાફ્ટિંગ, હાઇકિંગ અને કયાકિંગ કરી શકો છો.
તાજ રિસોર્ટ દહેરાદૂનથી એક કલાકના અંતરે આવેલો છે. ઉત્તરાખંડની અન્ય જગ્યાઓની જેમ આ રિસોર્ટ વીકેન્ડ પસાર કરવા માટે પણ શ્રેષ્ઠ જગ્યા બની શકે છે. આ રિસોર્ટ તમને ઋષિકેશની પવિત્ર સંસ્કૃતિને કાયમ રાખીને પ્રકૃતિની નજીક લઇ જાય છે.
ક્યારે જશો?
સપ્ટેમ્બરથી નવેમ્બર
ક્યાં છે?
સિંગથલી, ઋષિકેશ-દેવપ્રયાગ રોડ, અમખોલી, ઉત્તરાખંડ
સંપર્ક
ફોન: 01378 262 626
એવરેજ કોસ્ટ
રૂ. 19,000 (અંદાજીત)
ઋષિકેશમાં જોવાલાયક જગ્યાઓ
1. લક્ષ્મણ ઝુલા – નદીઓ, તીર્થયાત્રા અને પુલો માટે પ્રસિદ્ધ
2. નીલકંઠ મહાદેવ મંદિર – તીર્થધામ માટે પ્રસિદ્ધ
3. બીટલ્સ આશ્રમ – ઈતિહાસ અને ખંડેર માટે પ્રસિદ્ધ
4. સ્વર્ગ આશ્રમ - ધ્યાન, યોગ, આધ્યાત્મ માટે પ્રસિદ્ધ
5. પરમાર્થ નિકેતન - યોગ, આયુર્વેદ, આધ્યાત્મ, પ્રાચીન ભારતીય વિજ્ઞાન માટે પ્રસિદ્ધ
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો