દૂધ જેવા સફેદ ઝરણાં અને ઘાસના મેદાનોનું અદ્ભુત ઉદાહરણ છે કાશ્મીરની આ ઑફબીટ જગ્યા

Tripoto
Photo of દૂધ જેવા સફેદ ઝરણાં અને ઘાસના મેદાનોનું અદ્ભુત ઉદાહરણ છે કાશ્મીરની આ ઑફબીટ જગ્યા by Paurav Joshi

જો તમે એક એવી અદ્ભુત જગ્યાની શોધમાં છો, જ્યાં તમે આરામથી પોતાની રજાઓ વિતાવી શકો છો, તો અમે આપને એવી સુંદર જગ્યા અંગે બતાવવા જઇ રહ્યાં છીએ. શ્રીનગરની પાસે સ્થિત કોકરનાગ એવી જગ્યા છે જે તમને પૂરી રીતે કલાકાર બનાવી શકે છે અને તમને હંમેશા માટે જમ્મૂ-કાશ્મીરમાં રહેવા માટે મજબૂર કરી શકે છે.

કોકરનાગ

કોકરનાગ જમ્મૂ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સ્થિત છે. આ જગ્યા વીકેન્ડ એન્જોય કરવા માટે જિલ્લાના લોકોની સૌથી પસંદગીની જગ્યા પણ છે. કેવળ સ્થાનિક લોકો અને કેટલાક ઓફબીટ યાત્રીઓને આ જગ્યા અંગે જાણકારી છે, એટલે આ એક શાંતિપૂર્ણ અને પ્રદુષણ રહિત વાતાવરણવાળી જગ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે કોકરનાગ કઇ ચીજો માટે જાણીતું છે? કોકરનાગ પોતાના ચોખ્ખા પાણીના ઝરણાં, લીલાછમ બગીચા, સુરમ્ય પરિવેશ અને ટ્રાઉટ ફાર્મના કારણે ઘણું જ લોકપ્રિય થઇ ગયું છે. જમ્મૂ-કાશ્મીરના આ અજાણ્યા ગંતવ્યમાં એશિયાની સૌથી મોટી ટ્રાઉટ માછલી જોવા મળે છે.

શું જોશો?

સ્વચ્છ પાણીના ઝરણાંને જોવાથી માંડીને તેના સુંદર બગીચામાં ટહેલવા અને સ્થાનિક વ્યંજનોનો સ્વાદ ચાખવાથી લઇને જમ્મૂ-કાશ્મીરના અજાણ્યા હિસ્સાની તસવીરો લેવા સુધી, અહીં કરવા જેવું ઘણું બધુ છે.

1. કોકરનાગ રોઝ ગાર્ડન

Photo of દૂધ જેવા સફેદ ઝરણાં અને ઘાસના મેદાનોનું અદ્ભુત ઉદાહરણ છે કાશ્મીરની આ ઑફબીટ જગ્યા by Paurav Joshi

કોકરનાગ કાશ્મીરના એવા ઘણાં દર્શનીય સ્થળોમાંના એક છે જે 2020 મીટરની અંદાજીત ઊંચાઇ પર છે. અહીંનું રોઝ ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર છે. જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં દેશી-વિદેશી પર્યટક પગલાં રાખે છે. કોકરનાગ રોઝ ગાર્ડનનો અંતહીન લીલોછમ ઉચ્ચ પ્રદેશ હજારો રંગબેરંગી ફૂલોથી ભરેલો છે જે પરિદ્રશ્યને જીવંત અને સુરમ્ય બનાવે છે. આ ગાર્ડને ગુલાબ માટે મુગલોની દિવાનગીને જીવિત રાખી છે. દર વર્ષે બગીચામાં તમામ વેરાયટીના ગુલાબ ઉગે છે. આ ઉદ્યાન રાજ્ય સરકારની દેખરેખમાં છે જે દર વર્ષે ગુલાબની ખેતી કરાવે છે. જાપાની ફુલોની નીચે વહેતી નહેર કોકરનાગ રોઝ ગાર્ડનમાં એક રોમાંટિક આકર્ષણ ભરી દે છે. શ્રીનગરથી 70 કિ.મી. દૂર સ્થિત કાશ્મીરના આ સુંદર સંરક્ષિત પર્યટક આકર્ષણને દરેકે જરૂર જોવું જોઇએ.

2.અચબલ

અચબલ જમ્મૂ અને કાશ્મીરનું એક મહત્વપૂર્ણ પર્યટન સ્થળ છે. અને તત્કાલીન મુગલ સમ્રાટ દ્વારા વિકસિત સુંદર અચબલ ગાર્ડન માટે પ્રસિદ્ધ છે. આ સ્થાન સોસંવર પહાડોથી નીકળતા સુંદર ઝરણાં માટે પ્રસિદ્ધ છે. અચબલમાં સૌથી સુંદર ઝરણાં છે, જે સોસંવર પહાડોમાંથી નીકળે છે. એવું કહેવાય છે કે બ્રેંગ નદી, જે ચૂના પથ્થરની તિરાડોમાં દેવલગામમાં લુપ્ત થઇ ગઇ જાય છે, અચબલ ઝરણાંનો અસલી સ્ત્રોત છે. મુગલો દ્વારા વિકસિત અને સીડીદાર બગીચાથી ઘેરાયેલા પ્રાચીન ઝરણાં ખરેખર જોવા લાયક છે. બગીચાના ઉપરના ભાગને 'બાગ-એ-બેગમ આબાદ' કહેવાય છે. નજીકમાં એક ટ્રાઉટ હેચરી પણ આવેલી છે.

3. કોકરનાગ ઝરણું

ક્રેડિટઃ ટ્રાવેલ ટ્રાયંગલ

Photo of દૂધ જેવા સફેદ ઝરણાં અને ઘાસના મેદાનોનું અદ્ભુત ઉદાહરણ છે કાશ્મીરની આ ઑફબીટ જગ્યા by Paurav Joshi

કોકરનાગ શહેરની સાથે ઘણી જુની કહાનીઓ જોડાયેલી છે. કોકરનાગ મૂળભુત રીતે ઘણાં નાના ઝરણાંનો એક સંગ્રહ છે. જેને કાશ્મીરનું સૌથી મોટું તાજા પાણીનું ઝરણું કહેવાય છે. કોકરનાગ ઝરણું શ્રીનગરથી લગભગ 80 કિ.મી. દૂર છે. ઝરણાંની આસપાસનું ક્ષેત્ર હરિયાળી અને રંગીન ફૂલોથી ભરેલું છે તેમાં જીવંતતા અને તાજગી જોડે છે. કોકરનાગ જળધોધના કેટલાક મહત્વપૂર્ણ પાસા પણ છે. એવું કહેવાય છે કે આ અદ્ભૂત ઉપચાર ગુણોથી ભરપુર છે. બીમાર લોકોને ખાસ કરીને અહીં લાવવામાં આવે છે. જેથી તે પાણીથી સાજા થઇ શકે. પ્રવાસીઓ માટે ઝરણાંની આસપાસ સસ્તામાં રહેવાની વ્યવસ્થા છે.

કોકરનાગમાં એક વનસ્પતિ ઉદ્યાન પણ છે. જે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં ઘણો લોકપ્રિય છે. બગીચામાં ઘણાં ફૂલો, છોડ અને વૃક્ષો છે. આ અલ્પાઇન જંગલોની પૃષ્ઠભૂમિની બરોબર સામે છે. જ્યાં તમે કેટલાક દુર્લભ જાનવરોને પણ જોઇ શકો છો.

ક્યારે જશો?

કોકરનાગ જવા માટે તમારે કોઇ સમયની રાહ જોવાની જરૂર નથી. કોઇ પણ અહીં આવી શકાય છે. જો કે ઠંડીથી બચવું હોય તો જુલાઇથી સપ્ટેમ્બર મહિનો સૌથી શ્રેષ્ઠ છે.

કેવી રીતે પહોંચશો?

ફ્લાઇટથીઃ જો તમે હવાઇ યાત્રા કરવા માંગો છો તો તમે શ્રીનગર એરપોર્ટની સીધી ફ્લાઇટ પકડી શકો છો. એરપોર્ટથી તમને ટેક્સી મળી જશે.

આ સિવાય કોકરનાગ પહોંચવા માટે તમે સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરી શકો છો. શ્રીનગર અને કોકરનાગ વચ્ચેનું અંતર 90 કિ.મી. છે.

ટ્રેનથી: કોકરનાગથી નજીકનું રેલવે સ્ટેશન અનંતનાગ છે જે લગભગ 25 કિ.મી. દૂર આવેલું છે. સ્ટેશને પહોંચ્યા બાદ તમે કેબ ભાડેથી લઇ શકો છો. કે કોકરનાગ માટે બસ લઇ શકો છો.

વાયા રોડઃ કોકરનાગની આસપાસના બધા શહેરો અને નગરોથી રોડ દ્વારા જોડાયેલા છે. કોકરનાગ પહોંચવા માટે તમે ક્યાં તો સ્વયં ડ્રાઇવ કરી શકો છો કે પછી સાર્વજનિક પરિવહનનનો ઉપયોગ કરી શકો છો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads