જયારે જમ્મુ અને કાશ્મીરની વાત કરવામાં આવે છે ત્યારે દરેક વખતે એક નવું સ્વર્ગ જેવું શહેર સામે આવે છે. તેથી જો આપણે કહીએ કે જમ્મુ અને કાશ્મીર જાદુઈ પ્રકૃતિની ભૂમિ છે તો ખોટું નહિ પડે. તેના દરેક ખૂણા ખાસ છે જે અહી આવતા દરેક વ્યક્તિને પોતાની સુંદરતામાં ખોવાઈ જવા માટે મજબુર કરે છે. તેથી જો તમે એવી અદભુત જગ્યાની શોધમાં છો જ્યાં તમે તમારી રજા આરામથી વિતાવી શકો તો અમે તમને શ્રેષ્ઠ જગ્યા વિશે કહેવા જઈ રહ્યા છીએ . શ્રીનગરની પાસે કોકરનાગ એ જગ્યા છે જે તમને પૂરી રીતે કલાકાર બનાવી શકે છે અને તમને હંમેશા માટે જમ્મુ - કાશ્મીરમાં રહેવા માટે મજબુર કરી શકે છે.

કોકરનાગ
કોકરનાગ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સ્થિત છે. આ જગ્યા વિકેન્ડ એન્જોય કરવા માટે જિલ્લાના લોકો માટે સૌથી પસંદગીની જગ્યા છે. ત્યારથી માત્ર સ્થાનીય લોકો અને અમુક ઓફબીટ યાત્રીઓને આ જગ્યા વિશે જાણકારી છે. તેથી આ એક શાંતિપૂર્ણ અને પ્રદુષણ રહિત વાતાવરણવાળી જગ્યા છે. કોકરનાગ તાજા પાણીના ઝરણાં , લીલાછમ બગીચા , મનોહર વાતાવરણ અને ટ્રાઉટ ફાર્મ ને કારણે ખુબ જ લોકપ્રિય છે. જમ્મુ-કાશ્મીરના આ અજ્ઞાત ગંતવ્યમાં એશિયાની સૌથી મોટી ટ્રાઉટ માછલી જોવા મળે છે. તેથી કોકરનાગની યાત્રા પર નીકળેલ બધા યાત્રીએ ટ્રાઉટનો સ્વાદ જરૂર ચાખવો જોઈએ.
શું જોવું ?
૧. કોકરનાગ રોઝ ગાર્ડન
સ્વર્ગની જેમ તૈયાર કરેલ અને રાજઘરાનોની જેમ રાખવામાં આવેલ, કાશ્મીર પૃથ્વીના સૌથી સુંદર પેનોરમા નું નિવાસ સ્થાન છે, જ્યાં આવીને દરેકનું મન શાંત થઈ જાય છે. મુગલ ગાર્ડનથી લઈને ઉંચા પહાડો સુધી, બરફથી ઢાકેલ ખીણથી લઈને શાંત તળાવો સુધી કાશ્મીરની સુંદરતા અકલ્પનિય અને અતુલનીય છે. કોકરનાગ કાશ્મીરના એવા દર્શનીય સ્થળોમાંથી એક છે જે ૨૦૨૦ મીટરની ઉંચાઈ પર છે.અહીનું રોઝ ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર છે જ્યાં રોજ હજારોની સંખ્યામાં દેશી-વિદેશી પર્યટક આવે છે. આ ગાર્ડનનેગુલાબ માટે મુગલોના જુસ્સાને જીવિત રાખેલ છે. દર વર્ષે બગીચામાં દરેક વેરાયટીના ગુલાબ ઉગે છે. આ બગીચો રાજ્ય સરકારની દેખરેખમાં છે જે દર વર્ષે ગુલાબની ખેતી કરાવે છે. જાપાની પુલોની નીચે વહેતી નહેરો કોકરનાગ રોઝ ગાર્ડનમાં એક રોમાન્ટિક આકર્ષણ જોડે છે. શ્રીનગરથી ૭૦ કી.મી. થી દૂર સ્થિત કાશ્મીરના આ સુંદર પર્યટક આકર્ષણને દરેક લોકોએ જરૂર જોવું જોઈએ.

૨. અચબલ
અચબલ જમ્મુ અને કાશ્મીરનું એક મહત્વનું પર્યટન સ્થળ છે અને તત્કાલીન મુગલ સમ્રાટ દ્વારા વિકસિત સુંદર અચબલ ગાર્ડન માટે પ્રસિદ્ધ છે. આ સ્થાન સોસનવર પહાડોથી નીકળતા સુંદર ધોધ માટે પણ પ્રસિદ્ધ છે. એવું કહેવામાં આવે છે બ્રેન્ગ નદી , જે ચુના પથ્થર ની તિરાડોમાં દેવલગામમાં લુપ્ત થઇ જાય છે, અચબલ ધોધનો સાચો સ્ત્રોત છે. મુગલો દ્વારા વિકસિત અને સીડીદાર બગીચાથી ઘેરાયેલ પ્રાચીન ધોધ સાચે જોવા યોગ્ય છે. બગીચાના ઉપરના ભાગને ' બાગ-એ-બેગમ આબાદ' કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે બગીચામાં ઉભી એક મસ્જિદનું નિર્માણ મુગલ રાજકુમાર દારા શિકવા એ કરાવેલ હતું. અચબલ એક સમયે મહારાણી નૂરજહાંની સુખ સુવિધાનું સ્થાન હતું. પાસે એક ટ્રાઉટ હેચરી પણ સ્થિત છે.
૩. કોકરનાગ ધોધ
કોકરનાગ શહેર સાથે ઘણી પૌરાણિક વાર્તાઓ જોડાયેલી છે. કોકરનાગ મૂળ રૂપથી ઘણા નાના ધોધ નું એક સંગ્રહ છે જેને કાશ્મીરનું સૌથી મોટું તાજા પાણીનો ધોધ કહેવાય છે. કોકરનાગ ધોધ શ્રીનગરથી લગભગ ૮૦ કી.મી. દૂર છે. ધોધની આસપાસનું ક્ષેત્ર લીલુંછમ અને રંગીન ફૂલોથી ભરેલું છે જે તેમાં જીવંતતા અને તાજગી જોડે છે. કોકરનાગ ધોધના કેટલાક મહત્વના પાસાઓ પણ છે. એવું માનવામાં આવે છે કે તે અદભુત ઉપચાર ગુણોથી ભરપૂર છે. બીમાર લોકોને ખાસ કરીને અહી લાવવામાં આવે છે જેથી તે લોકો પાણીથી ઠીક થઇ શકે. પર્યટકો માટે ધોધની આસપાસ ઓછી કિંમતે રોકાવા માટેની જગ્યા પણ છે.

કોકરનાગમાં એક વનસ્પતિ ઉદ્યાન પણ છે, જે પર્યટકો અને સ્થાનીય લોકોમાં ઘણું લોકપ્રિય છે. બગીચામાં ઘણા ફૂલ, છોડ અને વૃક્ષ છે. તે અલ્પાઇન જંગલોની પૃષ્ઠભૂમિની બરાબર સામે છે, જ્યાં તમે અમુક દુર્લભ જાનવરો પણ જોઈ શકો છો.
કયારે જવું ?
કોકરનાગ આવવા માટે તમારે કોઈ સમય નક્કી કરવાની જરૂર નથી. તે આખું વર્ષ ચાલતું સ્થાન છે અને તેથી તેની સુંદરતાનો આનંદ વર્ષમાં ગમે ત્યારે લઇ શકો છો. જો તમે ઠંડા વાતાવરણથી બચવા માંગો છો તો કોકરનાગ જવા માટે સૌથી સારો સમય જુલાઈ થી સપ્ટેમ્બર ના અંત સુધી છે.
કેવી રીતે પહોંચવું ?
ફ્લાઇટ દ્વારા : જો તમે હવાઈ યાત્રા કરવા માંગો છો તો તમે શ્રીનગર એરપોર્ટ માટે સીધી ઉડાન લઇ શકો છો. એરપોર્ટ આવ્યા પછી તમે ત્યાંથી ટેકસી લઇ શકો છો અને કોકરનાગ પહોંચી શકો છો. આના સિવાય કોકરનાગ પહોંચવા માટે તમે જાહેર પરિવહનનો ઉપયોગ કરી શકો છો. શ્રીનગર અને કોકરનાગ વચ્ચેનું અંતર ૯૦ કી.મી. છે.
ટ્રેન દ્વારા : કોકરનાગનું નજીકનું રેલવે સ્ટેશન અનંતનાગ છે જે લગભગ ૨૫ કી.મી.દૂર સ્થિત છે. સ્ટેશન પહોંચ્યા પછી તમે ટેકસી કરી શકો છો અથવા તો કોકરનાગ માટે બસ લઇ શકો છો.
રોડ દ્વારા : કોકરનાગ આસપાસના બધા શહેરો અને નગરોથી સડક માર્ગ સાથે સારી રીતે જોડાયેલ છે. કોકરનાગ પહોંચવા માટે તમે જાતે ડ્રાઈવ કરી શકો છો અથવા તો જાહેર પરિવહનનો ઉપયોગ કરી શકો છો.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ