દુનિયાભરમાં સરકારો પોતાની પ્રજાની સુવિધા માટે રોડ અને હાઇવેનું નેટવર્ક બનાવતી હોય છે. જેની પાછળનું કારણ એ હોય છે લોકો પોતાના મુકામે ઝડપી અને સલામત રીતે પહોંચી શકે. સારા રસ્તા તમારી સફરને આસાન બનાવે છે. જે લોકો વારંવાર ટ્રાવેલ કરતા હોય છે તેઓ માટે તો સારુ રોડ નેટવર્ક આર્શાવાદ રૂપ ગણાય છે.
પરંતુ જો હું તમને એમ કહું કે મધ્ય અને દક્ષિણ અમેરિકામાં એક નવા હાઇવેનું નિર્માણ થઇ રહ્યું છે જેમાં માણસ માટે એન્ટ્રી નથી તો તમને કેવું લાગશે?
પડી ગયાને ચિંતામાં?
હકીકતમાં, સમુદ્રમાં બનનારો આ હાઇવે ફક્ત માછલીઓ માટે છે!
આ હાઇવે ગાલાપગોસ અને કોસ્ટા રિકા વચ્ચે બનવાનો છે. આ બ્રાન્ડ ન્યૂ હાઇવે સમુદ્રના તળિયે બનવાનો છે. આ સમુદ્રી રસ્તો યુનેસ્કોની બે હેરિટેજ સાઇટને જોડશે. આ હાઇવે હેમરેડશાર્ક અને વ્હેલ શાર્ક જેવા ઘણાં લુપ્ત થતાં દરિયાઇ જીવોનું સંરક્ષણ કરશે જેના અસ્તિત્વ ઉપર માનવજાતને કારણે જોખમ ઉભું થયું છે. હાઇવે બનાવવાનો મુખ્ય ઉદ્દેશ ઇક્વાડોર, કોલંબિયા, પનામા અને કોસ્ટા રિકાને આગામી થોડાક વર્ષોમાં એક છત્ર હેઠળ લાવવાનો છે.
ઇક્વાડોરના રાષ્ટ્રપતિ ગુલેર્મો લાસોએ નવા ગાલાપાસોસ મરિન રિઝર્વને બનાવવાની મંજૂરી આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રિઝર્વ દ્વીપસમૂહમાં કુલ સંરક્ષિત દરિયાઇ વિસ્તારમાં 45 ટકાનો વધારો થશે અને હાલના 51,351 ચોરસ માઇલથી વધીને 74,517 ચોરસ માઇલ થશે.
તમામ દેશના વડાઓ આ હેતુ માટે પ્રતિબદ્ધ છે અને નવો ઝોન પ્રવાસીઓને સમુદ્રની ભવ્યતાનો અનુભવ કરાવશે. ગાલાપાગોસ અને તેની આસપાસનું પાણી દરિયાઈ સાહસો કરવા માટે એકદમ યોગ્ય છે. અહીં પ્રવાસીઓ સ્કુબા ડાઈવિંગનો આનંદ માણી શકે છે અને દરિયાઈ જીવોની અસાધારણ દુનિયાનો અનુભવ પણ કરી શકે છે.
રિપોર્ટ અનુસાર, ઐતિહાસિક સંધિના સમારોહમાં કોલંબિયાના રાષ્ટ્રપતિ ઇવાન ડ્યૂક, પનામા અને કોસ્ટા રિકાના વિદેશ મંત્રીઓ અને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને ભાગ લીધો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો