લાંબા વીકેન્ડ કે પછી કોઇ રજા આવવાની જ રાહ હોય, હું કે કદાચ તમારામાંથી ઘણાંબધા "ચલો હિમાચલ જઇએ", ના નારા સાથે હિમાચલ માટે પોતાની બેગ પેક કરી લેતા હોઇએ છીએ. હવે શું કરીએ, લીલાછમ વૃક્ષોની આડમાં છુપાયેલા બર્ફિલા પહાડોના દ્રશ્યો, ચહેરાને તાજગી આપતી ઠંડી હવા અને હાથમાં ગરમા-ગરમ ચાનો કપ, આ બધુ વિચારીને અટકી પણ નથી જવાતુ. હમણાં તો આ પ્લાન દરેક વખતની જેમ મિનિટોમાં સફળ નહીં થાય પરંતુ તેનો અર્થ એ નહીં કે આપણે ભવિષ્યની યાત્રાની તૈયારીઓ ન કરીએ. તો આ સમયનો ઉપયોગ શું કામ આપણે આવનારી યાત્રાને સારી બનાવવા અને પોતાના ખિસ્સાને અનુકૂળ બનાવવા માટે ન કરવો? હવે વર્ષમાં આટલી વાર હિમાચલના ચક્કર લગાવવા છે તો જરા ખિસ્સાને પણ સંભાળવુ પડશે ને? તો હિમાચલ પ્રદેશના મેદાનોની મજા લેવા માટે હું અહીંયા તમારા માટે ઓછા ખર્ચે રહેવાનો જુગાડ કરવાનું જણાવી દઉં છું, બસ વાંચતા રહો!
હિમાચલમાં રજાઓ પસાર કરી રહ્યા છો તો અહીં રોકાઓ
બજેટ- ₹500ની અંદર
બેકપેકર પાંડા
જો રૂમની બારી ખોલતા જ પહાડોના દ્રશ્ય જોવા છે તો ઓલ્ડ મનાલીમાં બનેલી બેકપેકર પાંડા હૉસ્ટેલને પસંદ કરો. મજાની વાત એ છે કે અહીં એક બંક બેડનું ભાડુ ફક્ત 209 રૂપિયાથી શરૂ થાય છે. જો કે તમને આ રૂમ શેરિંગ બેઝિસ પર મળે છે અને હૉસ્ટેલ થોડીક ઉંચાઇ પર છે.
સરનામુ- એપલ કન્ટ્રી રિસોર્ટની પાછળ, લૉગ હટ્સ, ઓલ્ડ મનાલી
સંપર્ક- 08448444604
જોસ્ટેલ મનાલી
સુંદર હૉસ્ટેલ અને મિલનસાર લોકો, જૉસ્ટેલ આ બન્ને શરતો પર ખરી ઉતરે છે. અહીં શેરિંગ બેઝિસ પર મળનારા બંક બેડનું ભાડુ 500 રૂપિયાથી શરુ થાય છે.
સરનામુ- મનુ ટેમ્પલ રોડ, ઓલ્ડ મનાલી
સંપર્ક- 022 48962265
બજેટ- ₹1000ની અંદર
1. ટિંબરવોલ્વ્સ, હિમાચલ પ્રદેશ
બજેટમાં સારો રૂમ, સુવિધાઓ અને સુંદર દ્રશ્યો, આ બધી વસ્તુઓ તમને આ હોટલમાં મળી જશે. મનુ મંદિરથી બસ થોડાક જ મીટરના અંતરે બનેલી આ હોટલમાં એક રાતનું ભાડું 600 રૂપિયાથી શરુ થાય છે.
સરનામુ- મનુ મંદિરની પાસે, ઓલ્ડ મનાલી
સંપર્ક- 09988876291
2. સ્પ્રિંગ હાઉસ, હિમાચલ પ્રદેશ
આ હોટલ ફરવાની જગ્યાઓની પાસે જ છે, સાથે જ રુમ ચોખ્ખા અને મોટા હોવાના કારણે પ્રવાસીઓને પસંદ પણ આવે છે. સ્પ્રિંગ હાઉસમાં એક રાતનું ભાડું 765 રુપિયાથી શરુ થાય છે. આ હોટલમાં ફેમિલી રુમ પણ લઇ શકાય છે.
સરનામુ- હિડિંબા દેવી મંદિર રોડ, DPS મનાલીની પાસે
સંપર્ક: 09816016557
બજેટ- ₹500ની અંદર
1. એગ્ઝૉટિક નેચરલ્સ ગેસ્ટ હાઉસ, હિમાચલ પ્રદેશ
જો તમે સોલો ટ્રિપ પર છો, કે પોતાના દોસ્તોની સાથે શિમલા ફરવા જઇ રહ્યા છો અને હોટલ, બસ સાથે રાતે આરામ કરવા માટે જોઇએ તો આ ગેસ્ટ હાઉસને પસંદ કરી શકો છો. બજેટના હિસાબે તમને સુવિધાઓ તો મળી જશે પરંતુ પ્રાઇવસીની આશા ન રાખતા કારણ કે રુમ શેરિંગ બેઝિસ પર મળે છે. અહીં એક વ્યક્તિનું ભાડું 300 રુપિયાથી શરુ થાય છે.
સરનામુ- 25, ગંજ રોડ, લોઅર બજાર, શિમલા
સંપર્કઃ 09816075024
2. ડૉલ્ફિન કૉટેજ, શિમલા
જો તમારી પાસે ફરવા માટે પોતાની ગાડી છે, કે શહેરથી થોડે દૂર રહેવામાં કોઇ મુશ્કેલી નથી તો ડૉલ્ફિન કૉટેજ પસંદ કરી શકો છો. અહીં એક રાતનું ભાડું 530 રુપિયાથી શરુ થાય છે, અને તમે અહીંથી સવાર થતા જ પહાડોના મનમોહક દ્રશ્યોનો આનંદ ઉઠાવી શકો છો.
સરનામુ- લોઅર સંગિતી, હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીની પાસે, સમર હિલ શિમલા
સંપર્ક: 09418004909
બજેટ- ₹1000ની અંદર
1. બેકવુડ્સ બી એન બી
બજેટમાં પણ સુવિધાઓ અને સુંદર લોકેશન શોધી રહ્યા છો તો બેકવુડ્સ બી એન બીને પસંદ કરી શકો છો. આ હોટલ બસ સ્ટેન્ડની પાસે છે અને એક રાતનું ભાડુ 780 રુપિયાથી શરુ થાય છે.
સરનામુ- ચાર્લી વિલા, રોશન નિવાસ, મિલસિંગટન એસ્ટેટ, છોટો શિમલા, શિમલા
સંપર્કઃ 08091115150
2. હોટલ વસંત
મૉલ રોડ અને ફરવાની બાકી જગ્યાઓની નજીક જો કોઇ હોટલ ઇચ્છો છો તો હોટલ વસંતમાં રહી શકો છો. એક ચોખ્ખા અને સિમ્પલ રુમ માટે તમારે એક રાત માટે 764 રુપિયા ભાડુ ચુકવવુ પડશે.
સરનામુ- વૉર્ડ નં.11, કાર્ટ રોડ, શ્રી ગુરુદ્ધારા સિંહ સભા, શિમલા
સંપર્ક: 0177 2658341
બજેટ- ₹500ની અંદર
1. હોબો હૉસ્ટેલ
આ બજેટ હૉસ્ટેલ અને HPCA સ્ટેડિયમ બન્નેની નજીક છે. અહીં એક બંક બેડનું ભાડું 425 રુપિયા છે. તમે ઇચ્છો તો એકસ્ટ્રા કિંમત ચૂકવીને નાશ્તો પણ કરી શકો છો.
સરનામુ- ખાનયારા રોડ- ધર્મશાલા
સંપર્ક: 08129432880
2. હોટલ સ્કાય પાઇ
જો તમે ધર્મશાળાની સાથે મેક્લૉડગંજ ફરવાનો પણ પ્લાન બનાવી રહ્યા છો તો હોટલ સ્કાય પાઇમાં રહી શકો છો. આ હૉસ્ટેલમાં તમને શેરિંગ બેઝિસ પર બેડ મળે છે જેનું ભાડું 449 રુપિયાથી શરુ થાય છે.
સરનામુ- ભગસુનાગ, ગલ્લૂ દેવી મંદિરની પાસે, મેક્લૉડગંજ, ધર્મશાળા
સંપર્ક: 09418605966
બજેટ- ₹1000ની અંદર
1. હોટલ દિવ્યાંશ
ભાગસુ ફૉલ્સથી ફક્ત 1 કિ.મી.ના અંતરે બનેલી આ હોટલમાં એર રાતનું ભાડુ 871 રુપિયાથી શરુ થાય છે. અહીંથી તમે સવાર પડતા જ બરફથી ઢંકાયેલા પહાડોના દ્રશ્યો જોઇ શકશો.
સરનામુ- નડ્ડી ગામે જતા રસ્તા પર, નડ્ડી, મેક્લૉડગંજ, ધર્મશાળા
સંપર્ક: 08894255747
2. પાઇન સ્પ્રિંગ
પહાડોમાં ખુલતી બાલ્કની અને માઉન્ટેન વ્યૂ અહીંના રુમની ખાસિયત છે અને આ હોટલ તમારા બજેટમાં ફિટ બેસસે. અહીં એક રુમનું ભાડુ 880 રુપિયાથી શરુ થાય છે. જો તમારે રુમ શેર નથી કરવો તો આના માટે વધારે કિંમત ચુકવવી પડશે.
સરનામુ- જોગીવારા રોડ, મેક્લૉડગંજ
સંપર્ક-07889806395
તો ચાલો રહેવાનો પ્લાન તો બની ગયો, હિમાચલની વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો.
નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી ભાવ અને સમયમાં ફેરફાર હોઇ શકે છે. આ ઉપરાંત, કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.