શિયાળાની સીઝન આવી રહી છે. પર્વતો બરફની ચાદરમાં ડૂબવાના છે, ચારેબાજુ સુંદરતા જ સુંદરતા તરતી હોય છે. કમેરાનાં લેન્સ જ્યાં જ્યાં ફરે છે, ત્યાં ફક્ત મનોહર ચિત્રો જ બહાર આવે છે. પક્ષીઓના ઘણા અવાજો મેં આજ પહેલાં ક્યારેય સાંભળ્યા ન હતા. બધા જ રખડુંઓ આ હળવા મીઠા ઠંડા હવામાનથી વાકેફ જ હશે.
હું જાણું છું કે તમે આવા દિવસોની આતુરતાથી રાહ જોતા હતા. ઉત્તરાખંડની યાત્રામાં એક નવું ઉભરતું સ્વર્ગ મળી આવ્યું છે, તેનાથી જો તમે પરિચય ના કરાવ્યો તો તે જાત થી બેઈમાની કર્યા જેવુ થશે. પક્ષીપ્રેમીઓ થી ઉભરાતુ એવુ પંગોટ હવે ઘુમ્મકડો માટે એક નવું ઠેકાણું બની ગયુ છે. તો જાણો આ સુંદર સ્થળ વિશે..!
તો ક્યાં સ્થિત છે આ પંગોટ
પંગોટ, નૈનીતાલથી લગભગ 15 કિમી દૂર છે. નૈનિતાલ જેવા સુંદર સ્થળે પેંગોટ નુ હોવુ જ તેના હળવા, ઠંડા અને રોમેન્ટિક વાતાવરણ નો અહેસાસ આપે છે. જ્યારે શિયાળામાં બરફ પડે છે, ત્યારે આ સ્થાન વધુ મોહક બને છે. પેંગોટ નૈનિતાલ કરતાં પણ વધુ સુંદર છે, કારણ કે અહીં હજુ સુધી ખાસ કોઈ ઘુમ્મકડો ના પગલા નથી પડ્યા. અત્યારે આ સ્થાન ભારતના સૌથી સ્વચ્છ સ્થાનોમાનુ એક છે.
ફરવા માટેના સ્થળો
શહેરોમાં રહેતા લોકોને તો અહીંની દરેક જગ્યા સુંદર લાગશે, પરંતુ કેટલીક જગ્યાઓ એવી છે, જે અહીંના મુસાફરો માટે ખૂબ યાદગાર બની રહી છે.
1. પક્ષી સંરક્ષણ કેન્દ્ર
આ સંરક્ષણ કેન્દ્રમાં હિમાલયના બધા જ પક્ષીઓ જોવા મળે છે. તે કોઈ પ્રાણી સંગ્રહાલય જેવું નથી, કે જ્યાં દરેક પક્ષી કેદ હોય. પક્ષીઓ અહીં ફરતા હોય છે, તેમની આઝાદીનો આનંદ માણે છે. જો કોઈની પાસે ડીએસએલઆર કેમેરો છે, તો પછી તેમના વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર બનવાના તમામ સપના અહીં પૂર્ણ થશે. પક્ષીઓની 300 થી વધુ જાતિઓ અહીં હાજર છે. અહીં હિમાલયન ગ્રિફીન, બ્લુ વિંગેડ, કઠવાફોડ, રુફસ બિલીડ, ખાલિસ પિંજેટ, કોયલ જેવા પક્ષીઓની પ્રજાતિ જોવા મળશે. આ સિવાય પક્ષીઓનાં માળા જોવાની જે તક અહીં મળશે તે ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે. આવા પ્રાકૃતિક સ્થળની સુંદરતા જોવાની તક તો ભાઈ કોણ છોડવા માંગતુ હોય.
2. સત્યનારાયણ મંદિર
આજથી વર્ષો જૂની વાત છે, કે જ્યારે પણ મનુષ્ય કોઈ સારી જગ્યા પર પહોંચતા, ત્યાં ભગવાનનું મંદિર બનાવતા. સંસ્કૃતિના વિકાસમાં ધાર્મિક સ્થળોનું ખૂબ મહત્વ છે. શ્રી સત્યનારાયણ મંદિર પણ એક એવું સ્થળ છે જ્યાં લોકો તેમના ભગવાનની પૂજા કરવા આવે છે. ઉંચા ઝાડ અને ગાઢ જંગલોની વચ્ચે બાંધવામાં આવેલું આ મંદિર સાદગી અને સુંદરતાની ઓળખ છે.
3. ટ્રેકિંગ માટે
પેંગોટ માત્ર એવી જગ્યા નથી, જ્યાં ઘુમ્મકડો થોડા દિવસો મનોરંજન માટે આવે અને પછી ચાલ્યા જાય. આ સ્થાન એક વિશેષ સ્થાનોમાંથી એક છે જ્યાંથી નવી મંજીલો ખુલે છે. અને એટલે પણ તેને એક મોટું નામ મળે છે, કેમ કે લોકો અહીંથી नैના પીક અને જીમ કોર્બેટ નેશનલ પાર્કની ટ્રેકિંગ માટે નીકળે છે. આ બંને એકદમ જાણીતા નામો છે, જેની ટ્રેકિંગ પેંગોટથી શરૂ થઈ શકે છે.
મુલાકાત માટેના પ્રખ્યાત સ્થાનો
પેંગોટ ઘણા સુંદર સ્થળોથી ઘેરાયેલું છે.
1. નૈનીતાલ
તે પંગોટથી 15 કિમી દૂર છે. નૈનીતાલમાં નૈની તળાવ, હિમાલયની રેન્જ અને ઘણા ધાર્મિક સ્થળો છે, જેના વિશે તમે આ લિંક પર વધુ માહિતી મેળવી શકો છો.
2. સતાલ
સત્તાલ પણ પંગોટથી 24 કિમી દૂર એક ઉભરતો પર્યટક સ્થળ છે, જ્યાં તમે પૂરણ તાલ, રામ તાળ, સીતા તાલ, લક્ષ્મણ તાલ, નલ દમયંતી તાલ અને ગરુણ તાલની મુલાકાત લઈ શકો છો.
3. ભીમતાલ
નૈનિતાલની જેમ, ભીમતાલ પણ એક મોટું પર્યટન સ્થળ છે, જે પંગોટથી 23 કિમી દૂર છે. હિમાલય અને નેપાળના પર્વતો જોવા માટે ભીમતાલ જેટલું સુંદર બીજું કોઈ સ્થાન નથી.
4. મુક્તેશ્વર
ઉત્તરાખંડમાં મુક્તેશ્વર પંગોટથી માત્ર 42 કિમી દૂર છે. 350 વર્ષ જુનું મુક્તેશ્વર ધામ જોવા અને પર્વતોની તાજી હવામાં ફરવા માટે, પંગોટ નજીકનું આ સ્થાન તમને એકદમ સ્વર્ગની અનુભૂતિ કરાવે છે.
ફરવા માટે યોગ્ય સમય
વરસાદની ઋતુમાં આવા મનોહર સ્થળોની મુલાકાત લેવાનું પ્રકૃતિપ્રેમીઓનું હંમેશાં સ્વપ્ન હોય છે. પરંતુ શું કરવું, ખરાબ હવામાનને કારણે તે અહીં આવવું જોખમી બની શકે છે. તેથી ચોમાસાના જુલાઈ મહિનાથી સપ્ટેમ્બર સિવાય કોઈપણ સમયે મુલાકાત લેવાનું વિચારી શકાય છે.
અકોમોડેશન
12 એક્સક્લૂસિવ રૂમવાળુ આ રિસોર્ટ ઘુમ્મકડો માટે બનાવવામાં આવ્યુ છે. તમે તમારુ ઉનાળા નુ વેકેશન પસાર કરવા માંગતા હોવ અથવા શિયાળાની મજા માણવા માંગતા હોવ, અહીં આવવું સ્વર્ગથી ઓછું નથી.
આ સુંદર લોજ પંગોટ ગામ શરુ થતા પહેલા જ આવે છે, જ્યાં મુસાફરોને રહેવા અને જમવા માટેની તમામ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવે છે.
કેવી રીતે પહોંચવું
હવાઈ માર્ગે: પંતનગર એરપોર્ટ પંગોટની સૌથી નજીક છે, જે અહીંથી લગભગ 58 કિમી દૂર છે. અહીં પહોંચવામાં લગભગ 1 કલાકનો સમય લાગે છે અને આશરે 1000 રૂપિયા પહોંચવાનો ખચ થાય છે.
રોડ માર્ગ: બસો પંગોટ પહોંચવા માટે આઈએસબીટી દિલ્હીથી કાઠગોદામ સુધી ચાલે છે. તમે કાઠગોદામ ઉતરીને નૈનિતાલ પહોંચશો. પેંગોટ નૈનીતાલથી લગભગ 15 કિમી દૂર આવે છે, જેના માટે તમને સ્થાનિક બસો મળશે.
રેલ માર્ગ: પાંગોટ માટેનું નજીકનું રેલ્વે સ્ટેશન કાઠગોદામ છે, જે પાંગોટથી લગભગ 20 કિમી દૂર છે. કાઠગોદામથી નૈનીતાલ અને પંગોટ સુધી બસો ઉપલબ્ધ થશે.
તમને આ લેખ કેવો લાગ્યો, અમને કમેન્ટ બોક્સમાં કહો.
વોટ્સએપ પર દૈનિક મુસાફરી માટે, 9319591229 પર HI લખો અથવા અહીં ક્લિક કરો.