ફેમિલી હોય કે રોમેન્ટિક હનીમૂન દરેક પ્રકારની રજાઓ માટે બેસ્ટ છે લક્ષદ્વીપની જાદુઈ દુનિયા

Tripoto

આપણને આઝાદીની કિંમત ત્યાં સુધી નથી સમજાતી જ્યાં સુધી આપણને ક્યાંક બાંધવામાં ન આવે. એક પ્રવાસી માટે તે કિંમત વધારે મહત્વપૂર્ણ બની જાય છે. તમે કોઈ પ્લાંનિંગ વગર ફરવા નીકળી પડો છો. પણ તમે કોઈ એવી જગ્યાએ જવા માંગો છો જ્યાં પગ રાખવા માટે તમારે સરકારની મંજૂરી લેવી પડે તો તમને તમારી આઝાદી કિંમતી નહિ લાગે?અલબત્ત તમે ખુદને ખુબ જ નસીબવાળા સમજશો.ભારતમાં અમુક એવી જગ્યાઓ છે જેને જોવા માટે તમારે પરવાનગી લેવાની જરૂર પડે છે. તેમાં ઉત્તરપૂર્વ ના રાજ્યોની સાથે સાથે નોર્થની પણ અમુક જગ્યાઓ સામેલ છે. આના સિવાય આ લિસ્ટમાં લક્ષદ્વીપ નું નામ પણ જોડાયેલું છે.

આ ૩૬ ટાપુઓના સમૂહને જોવા માટે તમારે પરવાનગી લેવી પડે છે. તેના વગર તમને ફ્લાઈટમાં પણ બેસવા દેવામાં નથી આવતું . પરંતુ લક્ષદ્વીપ માત્ર આ વાતમાં જ ખાસ નથી આના સિવાય પણ એવી ઘણી વસ્તુ છે જે તેને બધાથી અલગ જગ્યાઓમાં સામેલ કરે છે. લક્ષદ્વીપશબ્દનો અર્થ થાય છે સો હજાર ટાપુઓનો સમૂહ. અરબ મહાસાગરની શાન કહેવાતા આ ટાપુને ભારતના સૌથી કેન્દ્રશાષિત રાજ્ય હોવાનો તાજ મળેલ છે. ૩૬ નાના ટાપુઓને મેળવીને બનેલ આ શાનદાર આઈલેન્ડ ને જોવા વધારે ટુરિસ્ટ નથી આવતા. લક્ષદ્વીપની આ ખાસિયત તેને ઓફબીટ પ્રવાસીઓ માટે બિલકુલ પરફેક્ટ બનાવે છે. ઉષ્ણકટિબંધીય વેકેશન માટે જો તમે ગોવા અને પોન્ડિચેરી જવાનું વિચારો છો તો તમારે તમારો પ્લાન બદલી લેવો જોઈએ.

Photo of ફેમિલી હોય કે રોમેન્ટિક હનીમૂન દરેક પ્રકારની રજાઓ માટે બેસ્ટ છે લક્ષદ્વીપની જાદુઈ દુનિયા by Jhelum Kaushal
Photo of ફેમિલી હોય કે રોમેન્ટિક હનીમૂન દરેક પ્રકારની રજાઓ માટે બેસ્ટ છે લક્ષદ્વીપની જાદુઈ દુનિયા by Jhelum Kaushal

શું જોવું?

લક્ષદ્વીપમા જોવા માટે અને કરવા માટે એટલુ બધુ છે કે તમારુ મન નહી ભરાઈ.આ જગ્યા એટલી શાનદાર છે કે પહેલી નજરમાં જ તમારા દિલમાં ઘર કરી જશે. લક્ષદ્વીપ ટાપુઓનો સમૂહ છે એટલે અહીંયા દરેક ટાપુની એક અલગ ઓળખાણ છે.

૧. મિનિકોય દ્વીપ

મિનિકોયમાં હોડીની સવારી કરવાની મજા

લક્ષદ્વીપના સૌથી વધારે જોવાતા આ ટાપુને ભારતનું સૌથી સુંદર રહસ્ય કહી શકાય છે. આ જગ્યાને સ્થાનિક ભાષામાં મલિકુ કહેવાય છે. કોચ્ચીથી ૩૯૮ કી.મી ના અંતરે સ્થિત આ આઇલેન્ડની ઓળખાણ ત્યાં મળતા રંગીન કોરલ છે જેને તમે સ્કૂબા ડાઈવિંગ કરીને જોઈ શકો છો. મિનિકોય માલદિવની ખુબ જ નજીક છે તેથી અહીંયા તમને અલગ અલગ સંસ્કૃતિઓ પણ જોવા મળે છે. મિનિકોયની ખાસ વાત એ છે કે અહીંયા સ્પેશિયલ પ્રસંગો પર લાવા નૃત્ય પણ કરવામાં આવે છે .આના સિવાય તમે ફિશિંગ , ક્યાકીંગ, સ્કૂબા ડાઈવિંગ પણ શીખી શકો છો. જો તમે મિનિકોયના પ્રસિદ્ધ સ્થળોને જોવા માંગો છો તો તમારે અહીનું લાઈટ હાઉસ અને જુમા મસ્જિદ જરૂર જોવું જોઈએ .

૨. અગત્તી

સ્મોક્ડ ટૂના માછલી ખાવાનો સ્વાદ જરૂર લો

અગત્તીને લક્ષદ્વીપ નું રત્ન પથ્થર કહી શકાય છે. આ જગ્યા એક રીતે લક્ષદ્વીપમાં આવવા માટે દરવાજાનું કામ કરે છે કારણ કે આ સમૂહ નું એકમાત્ર ટાપુ છે જ્યાં એરપોર્ટ બનેલું છે. એટલે લક્ષદ્વીપમાં પગ મુકતા જ તમે સૌથી પહેલા અગત્તી જ પહોંચો છો. આ ટાપુની ખાસ વાત એ છે અહી મળવામાં આવતા ખેતર અને શાનદાર નજારા. અગત્તી આઈલેન્ડ લગભગ ૮૦૦૦ લોકોનું ઘર છે જે અહી આવવાવાળા દરેક પ્રવાસીનું દિલથી સ્વાગત કરે છે. લક્ષદ્વીપના બાકી ટાપુઓની તુલનામાં અગત્તી નાનું જરૂર છે પણ અહીના લોકોનું દિલ એટલું મોટું છે કે તમે ખુશ થઈ જશો. અહીના સ્થાનિક લોકો વધારે અંગ્રેજી અને મલયાલી બોલે છે તેથી તમને તેમની સાથે વાત કરવામાં પણ મુશ્કેલી નહિ થાય. અગત્તીના લગૂન બીચ પર તમને ઘણા સારા કેફે અને રેસ્ટોરન્ટ મળી જશે જ્યાં તમે સ્થાનિક ભોજનથી લઈને સ્વાદિષ્ટ સીફુડ ખાવાની મજા લઈ શકો છો.

૩. બંગારામ

જન્નત જેવી શાંતિ માટે અહીયા આવો

આ ટાપુને ઘણી વાર લક્ષદ્વીપનું સ્વર્ગ કહેવાય છે. બંગારામને લક્ષદ્વીપની સૌથી પ્રખ્યાત જગ્યામાં ગણવામાં આવે છે. એવું એટલા માટે કારણકે અહીંયા પ્રકૃતિ પ્રેમીઓ અને એડવેન્ચર લવર બંને માટે ઘણું બધું છે. સામાન્ય રીતે બંગારામમાં લોકો ૪ થી ૫ દિવસનો સમય લઈને આવે છે જે આ ટાપુની સુંદરતા માણવા માટે પૂરતું હોય છે. બંગારામની આસપાસનું પાણી એટલું સાફ છે કે તમે એમાં તરતી નાની માછલીઓને પણ જોઈ શકો છો. બંગારામની ખાસ વાત છે અહીંનો રિસોર્ટ . આ આખા ટાપુ પર માત્ર એક રિસોર્ટ છે જે અહી આવવાવાળા પ્રવાસીઓ માટે રોકાવાનો એકમાત્ર ઓપ્શન છે. આ ટાપુ પર માત્ર ૧૦ લોકો જ રહે છે અને બધા આ રિસોર્ટમાં કામ કરે છે.

૪. કવરત્તી

શાનદાર સનસેટ જોવાનો અનુભવ લો

કવરત્તી લક્ષદ્વીપની રાજધાની છે અને દરેક રાજ્ય માટે તેની રાજધાની ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. લક્ષદ્વીપસમૂહના બાકી ટાપુઓની તુલનામાં કવરત્તી સૌથી વધારે વિકસિત આઈલેન્ડ છે. કવરત્તીની આજુબાજુ સમુદ્રનું પાણી ઘાટા વાદળી અને લીલા રંગનું છે જેના કારણે અહી તમને લક્ષદ્વીપનું સૌથી સુંદર અને આકર્ષક સનસેટ દેખાય છે. કવરત્તીમાં તમને ખૂબ હરિયાલી જોવા મળે છે જેના સૌંદર્યમાં ખોવાઈ જવાનું મન થશે. કવરત્તીમાં તમે પરંપરાગત દર્શનના સ્થળો જોવા નહીં મળે . આ જગ્યા ઓફબીટ પ્રવાસીઓ માટે ઓળખાય છે . તમને જાણીને નવાઈ લાગશે કે એકલા કવરત્તીમાં કુલ ૫૨ મસ્જિદ છે જેમાં સૌથી સુંદર ઉજ્ર મસ્જિદ છે. આના સિવાય તમે મરીન મ્યુઝિયમ ફરી શકો છો અને કાચના તળિયાવાળી બોટમાં સવારી કરી શકો છો.

૫. કલ્પેની

ભીડભાડથી દૂર લો વેકેશન માણવાનો આનંદ

કોઈફિનીના નામથી પણ જાણીતી આ જગ્યા કેરળથી સમુદ્ર સફર કરવા માટે બેસ્ટ છે. જો તમે કેરળમાં છો અને શિપથી યાત્રા કરવા માંગો છો તો તમે કલ્પેની આવી શકો છો. કલ્પેની ૩ નાના ટાપુઓનો સમૂહ છે અને તે લક્ષદ્વીપની સૌથી સુંદર જગ્યાઓમાંની એક છે. કલ્પેનીમાં વિદેશી ટુરિસ્ટ નથી આવી શકતા તેથી આ જગ્યા ભીડથી દૂર રિલેક્સ કરતા રજાઓ માણવા માટે ઉત્તમ છે. કલ્પેની ચારેય તરફથી સુંદર લગૂનથી ઘેરાયેલું છે જેની સુંદરતા જોવા લાયક છે. આ ટાપુની આસપાસનું પાણી ખૂબ જ સાફ છે તેથી તમે આસાનીથી તરતી માછલીઓને જોઈ શકો છો.

૬. કદમત

સ્વાદિષ્ટ સ્થાનિક ખાવા માટે અહી આવવું જોઈએ

લક્ષદ્વીપનો આ એકમાત્ર એક એવો ટાપુ છે જે પૂર્વ અને પશ્ચિમી દિશાઓમાંથી લગૂનથી ઘેરાયેલો છે આ ટાપુ પર વધારે લોકો નથી રહેતા તેથી તમે અહીંયા શાંતિથી સમય વિતાવી શકો છો. સફેદ રેતાળ સમુદ્ર કિનારા, ચમકતો તળકો અને દૂર સુધી ફેલાયેલું ઘાટું વાદળી પાણી તમારા વેકેશનમાં બમણી મજા ઉમેરી દેશે. કદમત કાચબાઓનું ઘર છે જે અહીની મરીન લાઈફ નો મોટો હિસ્સો છે. આ ૯.૩ કી.મી લાંબા ટાપુ પર તમને ઘણા વોટર સ્પોર્ટ્સ કરવાનો ઓપ્શન મળે છે. તમે અહીંયા સ્કૂબા ડાઈવિંગ, કયાકીંગ અને પેરાગ્લાઈડિંગ જેવી રમતો રમવાની મજા લઈ શકો છો.

પરવાનગી

જો તમેલક્ષદ્વીપઆવવાનું પ્લાન કરો છો તો સૌથી પહેલા તમારે પરવાનગી લેવી પડે છે. ભારતીય અને વિદેશી બંને ને જ આ પરવાનગી લેવી જરૂરી છે. લક્ષદ્વીપમાં પ્રવાસીઓનું ધ્યાન ભારત સરકાર દ્વારા રાખવામાં આવે છે. એટલા માટે અહી આવવા માટે તમારે સ્પોર્ટ્સ એટલે કે સોસાયટી ઓફ પ્રોમોશન ઓફ નેચર ટુરિઝમ અને સ્પોર્ટ્સની પરવાનગી લેવી પડે છે. તેના માટે તમારે ભારત સરકારની વેબસાઈટ પર રજીસ્ટર કરવાનું હોય છે જેના પછી તમે પરવાનગી લઈ શકો છો. જો તમે કવરત્તી , બંગારામ , મિનિકોય, કલ્પેની અને કદમત માંથી કોઈ પણ ટાપુ પર જવા માંગો છો તો તમારે સ્પોર્ટ્સ દ્વારા ચલાવવામાં આવતા કોઈ રિસોર્ટમાં બુકીંગ કરવું પડશે. તેના પછી તમારે તમારા પાછા આવવા માટે ટિકિટની અમુક જાણકારી નાખવી પડે છે જેના પછી તમને પરવાનગી આપવામાં આવે છે. પણ જો તમે આ ૫ ટાપુ સિવાય કોઈ બીજા આઈલેન્ડ પર જવા માંગો છો તો તેના માટે તમારે અલગ પ્રોસેસ કરવી પડે છે.

ક્યાં રહેવું ?

લક્ષદ્વીપમાં રહેવા માટે તમારી પાસે તમામ વિકલ્પ છે. તમે તમારા બજેટ અને આરામના હિસાબથી કોઈ પણ હોટલ કે રિસોર્ટ પસંદ કરી શકો છો. સૌથી સારી વાત તો એ છે કે આ બધી હોટલો અને રિસોર્ટને ઈકો ટુરિઝમ ને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવે છે.

ક્યારે જવું ?

લક્ષદ્વીપ આવવા માટે સૌથી સારો સમય ઓક્ટોબરથી મે ની વચ્ચેનો છે. એવું એટલા માટે કારણ કે વર્ષના આ સમયમાં લક્ષદ્વીપનું વાતાવરણ સુખદ અને ફરવા માટે પરફેક્ટ હોય છે. તમારે વરસાદની સીઝનમાં લક્ષદ્વીપ બિલકુલ ન આવવું જોઈએ. આ સમયે શિપ પણ નથી ચાલતી અને તમે વોટર સ્પોર્ટ્સમાં ભાગ પણ નથી લઈ શકતા.

કઈ રીતે પહોંચવું ?

લોકો ઘણી વાર વિચારે છે કે દેશના અલગ અલગ ભાગોમાંથી લક્ષદ્વીપ કેવી રીતે પહોંચી શકાય છે. પરંતુ સાચી વાત તો એ છે કે તમે ખૂબ જ સહેલાઈથી અને આરામથી લક્ષદ્વીપ પહોંચી શકો છો. ખાસ વાત એ છે કે તમે માત્ર પાણીના રસ્તે કે ફ્લાઈટ લઈને જ લક્ષદ્વીપ આવી શકો છો.

ફ્લાઈટથી : લક્ષદ્વીપમાં માત્ર એક એરપોર્ટ છે જે અગત્તી આઇલેન્ડ પર છે. આ એરપોર્ટ કોચીન એરપોર્ટથી સારી રીતે જોડાયેલું છે તેથી તમને અહીં પહોંચવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. લક્ષદ્વીપ આવવા માટે સૌથી પહેલા તમારે કોચ્ચી ના કોચીન ઈન્ટરનૅશનલ એરપોર્ટ આવવું પડે જ્યાંથી તમને અગત્તીની ફ્લાઈટ અઠવાડિયામાં ૬ દિવસ જ મળે છે એટલે તમારે આવતા પહેલા બધી જાણકારી જરૂર લઈ લેવી જોઈએ. જો તમે અગત્તીથી આગળ પણ ફ્લાઈટથી સફર કરવા માંગો છો તો તમે કવરત્તી માટે હેલિકોપ્ટર બુક કરી શકો છો. આ હેલિકોપ્ટર સેવા આખા વર્ષ ઉપલબ્ધ રહે છે. કોચ્ચીથી અગત્તી આવવા માટે ૯૦ મિનિટનો સમય લાગે છે.

શિપથી : શિપથી લક્ષદ્વીપ આવવા માટે સૌથી પહેલા તમારે કોચિ આવવું પડે. કોચિથી લક્ષદ્વીપ જવા માટે તમારી પાસે ૭ જહાજોનો વિકલ્પ છે. લક્ષદ્વીપની ઓફિશિયલ વેબસાઈટ પરથી તમે આ જહાજો વિશે જાણકારી મેળવી શકો છો અને પહેલેથી ટિકિટ પણ બુક કરી શકો છો. શિપમાં ઘણા બધા ઓપ્શન છે તમે તમારા બજેટ અને સુવિધાના અનુસાર કોઈ પણ સીટ પસંદ કરી શકો છો.આ સફરને પૂરું કરવામાં લગભગ ૧૫ થી ૨૦ કલાકનો સમય લાગી શકે છે. જો તમારી પાસે સમયની કમી નથી અને તમને આનંદ પસંદ છે તો તમારે કોઈ પણ ચિંતા વગર શિપ પર સવાર થઈ જવું જોઈએ.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads