શહેરની દોડધામ અને ઓફીસની ઝંઝટથી આપણી લાઈફ ખૂબ જ બીઝી થઈ જાય છે. ભાગદોડ વાળી જિંદગીની વચ્ચે આપણે શાંતીની તલાશ કરતાં હોઈએ છીએ એ માટે હિમાલય સૌથી સરસ જગ્યા છે.હિમાલય ના ઉત્તરાખંડમાં આવેલ કાલિંદી ખાલ પાસ ખૂબ જ રોમાંચક છે.
કાલિંદી ખાલ પાસ ગંગોત્રી અને બદ્રીનાથ ને જોડે છે. ઉત્તરાખંડના ગઢવાલ માં આવેલુ કાલિંદી ખાલ પાસ સમુદ્ર સપાટીથી 6000 મીટરની ઊચાઇ પર આવેલું છે. કાલિંદી ખાલ પાસ ભારતના સહુથી કઠીન ટ્રેક માનો એક છે. લગભગ 90 કીમી લાંબો આ ટ્રેક પૂરો કરવામાં 14 થી 15 દિવસ લાગે છે. કાલિંદી ખાલ પાસ ટ્રેક કરવા માટે પરમિટ ની જરૂર પડે છે. અને આ પરમિટ ને અનેક જગ્યા એ ચેક કરવામાં આવે છે.
જ્યારે પહાડોમાં આટલી ઉચાઈ પર જવાનો પ્લાન કરવા માટે ગરમીની સીઝન સારી રહે છે. ચોમાસા પહેલા મે અથવા જૂન માં આ ટ્રેક પર જઈ શકાય. રોકાવા માટે ગેસ્ટ હાઉસ મળી રહે છે.
આવી રીતે ટ્રેક કરવુ
દિવસ – 1 ગંગોત્રી પહોંચવું
કોઈ પણ શહેરમાંથી ગંગોત્રી જવું હોય તો સાંજ સુધીમાં પહોંચી જવું જેથી કરીને હોટેલ માં સરખો આરામ થઈ શકે. અને ગંગોત્રી ના ખૂબસૂરત નજારાનો આનંદ લઈ શકાય.
દિવસ – 2 ગંગોત્રી થી ભોજવાસા
સવારે વહેલા ઉઠી , નાસ્તો કરીને ટ્રેક કરવા માટે નીકળી પડવાનું. શરૂ માં ખૂબસૂરત જંગલો માંથી પસાર થઈને ચિરવાસા પહોંચી જવાય. ભાગીરથી નદીના તટ ઉપર ચાલતા ચાલતા ભોજવાસા પહોંચી જવાય. ભોજવાસા સમૂદ્ર સપાટીથી 3972 મીટરની ઊચાઇ પર આવેલું છે.
દિવસ – 3 ભોજવાસા થી તપોવન
આ ટ્રેકમાં ચીડના વૃક્ષો ના જંગલો જોવા મળે છે. આ એક ખૂબ આહલાદક જગ્યા છે. તપોવન સમૂદ્ર સપાટીથી 4463 મીટર ની ઊચાઇ પર આવેલું છે.
દિવસ – 4 નંદનવન પહોંચવું
સવારે વહેલા ઉઠીને નંદનવન જવા નીકળવું . નંદનવનમાં ઘાસના મેદાન માં પહોંચીને હિમાલયનો ખૂબસૂરત નજારો જોવા મળશે.
દિવસ – 5 નંદનવન થી વાસુકી તાલ
વાસુકી તાલ સમૂદ્ર સપાટીથી 4880 મીટર ની ઊચાઇ પર આવેલું છે. વાસુકી તાલ એક ખૂબસૂરત ઝીલ છે. જે ઠંડીમાં જામી જાય છે. અને ગરમી માં તેનો ખૂબસૂરત નજારો જોઈ શકાય છે.
દિવસ – 6 વાસુકી તાલ થી ખરા પત્થર
વાસુકી તાલ થી ખરા પત્થર પહોંચવા માટે 5 થી 6 કલાક નો સમય લાગે છે. તે સમૂદ્ર સપાટીથી 5480મીટર ની ઊચાઇ પર આવેલુ છે. બર્ફીલો રસ્તો હોવાથી થોડી મુશ્કેલી પડે છે.
દિવસ – 7 ખરા પથ્થર થી સ્વેતા ગ્લેશિયર
ખૂબસુરત સ્વેતા ગ્લેશિયર સમૂદ્ર સપાટીથી 5500 મીટર ની ઊચાઇ પર આવેલુ છે. સ્વેતા ગ્લેશિયર ચારે બાજુ હિમાલય ની શિખાઓથી ઘેરાયેલા છે.
દિવસ – 8 કાલિંદી ખાલ બેસ કેમ્પ
સ્વેતા ગ્લેશિયરથી આગળ ચાલતા કાલિંદી ખાલ બેસ કેમ્પ આવે છે. ત્યાં હિમાલયની શિખાઓ સ્પષ્ટ જોઈ શકે છે.
દિન – 9 કાલિંદી ખાલ પાસ
કાલિંદી ખાલ પાસ થી સૂર્યોદય નો અદભૂત નજારો જોઈ શકે છે. થોડો સમય ત્યાં રોકાઈ ને રાજા પારવ પહોંચવાનું રહે છે.
દિવસ – 10 રાજા પારવ થી અરવાતલ
અરવાતલ સમૂદ્ર સપાટીથી લગભગ 4910 મીટર ની ઊચાઇ પર આવેલુ છે. જીલ ના કીનારે ખૂબસૂરત નજારો જોવાનો આનંદ લઈ શકાય છે.
દિવસ 11 -ઘસતોળી પહોંચવું
ઘસતોળી સમૂદ્ર સપાટીથી લગભગ 3910 મીટર ની ઊચાઇ પર આવેલુ છે. આ 16 કિમી લાંબો ટ્રેક પૂરો કરવામાં 6-7 કલાક લાગે છે.
દિવસ – 12 -ઘસતોળી થી બદ્રીનાથ
લગભગ 18 કિમી ની પૂરી યાત્રા કર્યા પછી બદ્રીનાથ પહોંચી શકાય . બદ્રીનાથમાં મંદિરના દર્શન કરીને હોટેલ માં રાત્રે રોકાવું.
દિવસ – 13 - બદ્રીનાથ થી જોષીમઠ
બદ્રીનાથ થી જોષીમઠ થઈ ને હરિદ્વાર અને ઋષિકેશ ની બસ મળી જાય છે. ત્યાંથી આપણાં શહેર તરફ જઈ શકીએ છીએ.
કેટલીક ટીપ્સ :
1. તમારી સાથે ટ્રેકનો જરૂરી સામાન રાખવો જેથી કોઈ મુશ્કેલી ના પડે .
2. પરમિટ અને ગાઈડ આ ટ્રેકમાં ફરજીયાત છે.
3. લાંબો ટ્રેક હોવાથી ગ્રુપ સાથે કરવાનું સારું રહે .
4. મેડીકલ કીટ અવશ્ય સાથે રાખવી .
5. પૂરતા પ્રમાણ માં રોકડ રકમ રાખવી .
6. ટ્રેક માં મોબાઈલ માં કોઈ નેટવર્ક આવશે નહી.
.