શું તમને નથી લાગતું કે પ્રકૃતિ સૌથી સારા શિક્ષકોમાંની એક છે? જ્યારે આપણે પ્રકૃતિની નજીક હોઇએ છીએ ત્યારે પૂર્ણતાનો અનુભવ કેમ કરીએ છીએ? શું થાય છે જ્યારે મંદ હવા કે સૂરજનો તાપ આપણને અડે છે? મારુ માનવુ છે કે પ્રકૃતિમાં સૌથી સારી ઉપચાર શક્તિ છે. ફક્ત જંગલમાં ટહેલવાથી કે દરિયાકિનારે આંટો મારવાથી કે સવારમાં ચાલવાથી સુખદ અને શાંત ભાવનાઓ જાગૃત થાય છે. જો તમને આ પ્રકારના આનંદની લાલસા છે તો અમને તમારી મુક્તિનું દ્ધાર મળી ગયું છે.
ગ્લેમ્પ ઇકો (Glampeco), મનાલીની પાસે આવેલી એક યુનિક પ્રોપર્ટી છે જે એક શાનદાર અનુભવ પ્રદાન કરે છે. ગ્લેમ્પ ઇકોમાં તમે તેના માટીના ઘર (મડ હાઉસ)માં રહી શકો છો કે ઘણાં જ ખાસ, ભૂ-સ્થાનિક (જીઓડેસિક) ગુંબજ (ડોમ)માં રહી શકો છો. એક નજર કરો!
કોના માટે શ્રેષ્ઠ
આ જગ્યા એવા લોકો માટે એકદમ યોગ્ય છે જે શાંતિ, રોમાંચ અને વ્યવસાયીકરણથી દૂર રહેવાનો અનુભવ કરવા માંગે છે.
પ્રોપર્ટી વિશે
ગ્લેમ્પઇકો (Glampeco)સ્ટે, મનાલી
Glampeco બે પ્રકારના અનુભવ પ્રદાન કરે છે- Glamping અને Eco સ્ટે. ગ્લેમ્પિંગ એક પ્રકારનું કેમ્પિંગ છે જે પરંપરાગત કેમ્પિંગની તુલનામાં વધુ આરામદાયક અને વૈભવી છે. ઇકો-સ્ટે પર્યાવરણીય રીતે સ્થાયી રહેઠાણ (એકોમોડેશન) છે જે પ્રકૃતિ પરના કોઇપણ વિપરિત પ્રભાવને ઘટાડવા માટે પર્યાવરણીય પરિબળોને ધ્યાનમાં રાખે છે.
ગ્લેમ્પઇકો હિમાચલ પ્રદેશના હમ્પ્ટામાં આવેલો છે જે મનાલીના મૉલ રોડથી ફક્ત 12 કિ.મી. દૂર છે પરંતુ સંપૂર્ણ રીતે એક અલગ દુનિયા જેવો લાગે છે. આ સ્થાન તમને પ્રકૃતિની સાથે સીધો સંપર્ક પ્રદાન કરે છે. તો પર્વતો અને અનંત ખીણના દ્રશ્યોનો આનંદ લો. સમુદ્રની સપાટીએથી 2,600મીટરની ઉંચાઇ પર આવેલી આ જગ્યા હિમાલયમાં પ્રથમ ઇકો-ગ્લેમ્પિંગ સાઇટ છે જે જીઓડેસિક ડોમ ડેન્ટ્સ અને ગામઠી કાદવવાળા ઘર (મડ હોમ) ધરાવે છે.
Glampecoમાં સારા લોકો પર્યાવરણને અનુકૂળ થવા માટે બધી નાની-નાની ચીજોનું પાલન કરે છે અને પ્રકૃતિ તેમજ સ્થાનિક સમુદાયની સાથે સહ-અસ્તિત્વની સભાન રીતો શોધે છે. જો તમે એક પ્રાણી પ્રેમી છો તો તમને આ સ્થાન પર મૈત્રીપૂર્ણ સ્થાનિક કૂતરાઓની હાજરી જરુર પસંદ આવશે. તો પાલતુ પ્રાણીઓ સાથે બેફિકર થઇને મસ્તી કરો. ગરમ પાણી, ધાબળા (બ્લેન્કેટ) અને કપડા ધોવાની સુવિધાની સાથે સાથે તમારી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મૂકવા માટે વાઇ-ફાઇની પણ સુવિધા છે. વીજળી જતી રહેવી એ ક્યારેક ક્યારેક સમસ્યા બની શકે છે પરંતુ કુદરતની નજીક રહેવાના દ્રષ્ટિકોણ અને બહારની દુનિયાને શોધવાની લાલસા સામે આ સમસ્યાની કોઇ વિસાત નથી.
એકોમોડેશન (રહેવાની સુવિધા)
ગ્લેમ્પ્સઇકો (Glampeco)માં બે પ્રકારના એકોમોડેશન છે. એક પરંપરાગત માટીથી બનેલા રૂમ અને તેમના ખાસ જીઓડેસિક ટેન્ટ્સ. તમે ગમે તે રૂમની પસંદગી કરો તેનાથી કોઇ ફરક નહીં પડે કારણ કે ખીણના દ્રશ્યો તમને મંત્રમુગ્ધ કરી દેશે.
ધ મડહાઉસ
પરંપરાગત મડહાઉસના રૂમ્સને આધુનિક જરુરિયાતના હિસાબે બનાવાયા છે. જો કે તેમાં જુની પરંપરાઓના આકર્ષણને યથાવત રાખવાની સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્રાઇવેટ રૂમ્સની સાથે જ ડોર્મિટરી, કોમન રૂમ, રસોડું અને વોશરૂમની પણ સુવિધા પૂરી પાડવામાં આવી છે. પરંપરાગત મડ રૂમ સારીરીતે ઇન્શ્યુલેટેડ છે અને શિયાળા દરમિયાન પણ હુંફાળુ વાતાવરણ આપે છે. પ્રથમ માળના રૂમની બાલ્કનીમાંથી તમને પહાડોનો સુંદર નજારો જોવા મળે છે. ડોર્મિટરીમાંથી સફરજનના બગીચા, દેવદારના ઝાડ અને એક અનંત ખીણનું અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે. બે ડબલ બંકર ડોર્મ બેડ ચાર લોકોને સરળતાથી સમાવી લે છે અને તમારી પાયાની જરુરીયાતોનું ધ્યાન રાખવા માટે એક વ્યક્તિગત લૉકર, યૂનિવર્સલ ચાર્જિંગ પોઇન્ટ અને એક રીડિંગ લેમ્પ પણ છે.
ધ જીઓડેસિક ડોમ્સ
હાલમાં જ ગ્લેમ્પઇકોમાં બે જિયોડેસિક ડોમ જોડવામાં આવ્યા છે અને તેમાં કોઇ આશ્ચર્ય નથી કે તે પ્રોપર્ટીનું સ્ટાર આકર્ષણ છે. આ શાનદાર ટેન્ટ આગામી ઠંડી માટે આદર્શ છે, કારણ કે તમે બેડમાં હુંફાળા રહીને બરફવર્ષા અને બધી જ સફેદીને કવર કરી શકો છો. આ ભારતનો આ પ્રકારનો પહેલો ડોમ છે, તો પોતાની યાત્રા અંગે બિલકુલ મોડુ ન કરતાં અગાઉ ન કર્યો હોય તેવો અનુભવ કરવા હમણાં જ ગ્લેમ્પ ઇકો પહોંચી જાઓ.
ફૂડ
સ્થાનિક વ્યંજનોની સાથે ગેસ્ટની વિનંતી પર પાસ્તા અને પેનકેક્સ જેવી વાનગીઓ પણ બનાવવામાં આવે છે. નિયમિત લંચ અને ડિનર વેજ અને નોન વેજની કિંમત ક્રમશઃ 200 અને 250 રુપિયા છે. બ્રેકફાસ્ટ (નાસ્તો)માં પરાઠા, પૌંઆ કે ઇંડાની સાથે રોટલીના વિકલ્પ સાથે 100 રુપિયાનો ખર્ચ આવે છે. સવારે અને સાંજની ચા દરેક મહેમાનો માટે કોમ્પ્લિમેન્ટરી (કોઇ ચાર્જ નથી) છે.
એક્ટિવિટીઝ (પ્રવૃતિઓ)
તમે નજીકના જંગલોને શોધી શકો છો, સેઠાન ગામ સુધી ચાલી શકો છો અને ત્યાંના ઇગ્લૂને જોઇ શકો છો. જો તમે બહારના વ્યક્તિ છો અને સ્કીઇંગ અને સ્નોબોર્ડિંગ પ્રત્યે પ્રેમ છે તો કર્મચારીઓને અગાઉથી સૂચિત કરો જેથી તેઓ વધારાના ખર્ચે ગિયર અને લેશન્સની વ્યવસ્થા કરી શકે. ચારેબાજુ ફરવા ઉપરાંત, સૂર્યોદય સુધી જાગો અને સુંદર સૂર્યાસ્તનો આનંદ માણો. આ કેટલીક એવી પ્રવૃતિઓ છે જે તમે તમારા માટે નવી શોધખોળ કરવા ઉપરાંત તમારા માટે યોજના બનાવી શકે છે.
પહાડોના માર્ગો પર પ્રકૃતિને નિહાળતા ધીમી ચાલ, હમ્પ્ટા પાસ ટ્રેક (પાંચ દિવસ), બોલ્ડરિંગ (સેથન ગામ), પેરાગ્લાઇડિંગ અને રૉક ક્લાઇમ્બિંગ લોકપ્રિય પ્રવૃતિઓ છે. જો હવામાન બરોબર ન હોય અને બહાર જઇ શકાય તેવું ન હોય તો અહીંના પસંદગીના કલેક્શનમાંથી પુસ્તક પસંદ કરીને વાંચી શકો છો. આ ઉપરાંત, કેરમ, કાર્ડ કે ગિટારનો આનંદ માણી શકો છો. જો કંઇપણ કરવાનું મન ન થાય તો સાંજે પરંપરાગત તંદૂરની આસપાસ મિત્રોને ભેગા કરો અને અનંત વાર્તાલાપથી ગરમાનો મેળવો.
ફરવા જવાનો બેસ્ટ ટાઇમ
મનાલી આખુ વર્ષ જઇ શકાય છે. તમે તાપથી બચવા કે બરફવર્ષાની મોજ માણવા શિયાળા કે ઉનાળા એમ બન્ને સીઝનમાં જઇ શકો છો.
પ્રોપર્ટીની આસપાસ શું છે કરવાલાયક
સેથાન ગામ
સેથાન ગામ 2,600 મીટરની ઊંચાઇ પર છે. આ ગામ Glampecoથી લગભગ 4 કિ.મી.ના અંતરે આવેલું છે. તમે પગે ચાલીને આસપાસના સ્થળોની શોધ લગાવી શકો છો. આ ગામમાં લગભગ 15-20 ઘર, ત્રણ સ્થાનિક ઢાબા, ત્રણ સ્તૂપ, એક નાનકડું બૌદ્ધ ગોમ્પા, ડેમ માટે જળાશય, આ પ્રથમ ઇગ્લૂ વિલેજ ઓફ ઇન્ડિયા તરીકે પ્રસિદ્ધ છે. આ ઉપરાંત આ ગામ સ્કીયર્સ અને સ્નોબોર્ડિંગ કરનારાઓ માટે એક પસંદગીની જગ્યા છે.
હમ્પ્ટા પાસ ટ્રેક
જો તમે આ ટ્રેક પર જવા માંગો છો તો તમે ગ્લેમ્પ ઇકોમાં લોકોને પૂછી શકો છો અને તેઓ જરુરી વ્યવસ્થા કરી આપશે. હમ્પ્ટા પાસ ટ્રેકને બધા ટ્રેકોમાં સૌથી સરળ અને સૌથી સુવિધાજનક માનવામાં આવે છે. આ પાસ હિમાલયના બે જુદાજુદા ભાગના સુંદર દ્રશ્યોને પ્રસ્તુત કરે છે. એક તરફ તમે લીલીછમ કુલુ ખીણ અને બીજી બાજુ લાહોલની રેતાળ ખીણને જોઇ શકો છો. આ ટ્રેકની સૌથી રોમાંચક વાત સ્પીતિનું ચંદ્રતાલ સરોવર છે. કુદરતી દ્રશ્યો, ખુલ્લું લીલુ ઘાસ, ખીણના દ્રશ્યો આ હમ્પ્ટા પાસ ટ્રેકિંગ અભિયાનને વધુ રોમાંચક બનાવે છે. આ ટ્રેકને પૂરા કરવામાં સામાન્ય રીતે 4 થી 5 દિવસ લાગે છે.
કેવી રીતે જશો?
વિમાન દ્ધારા
મનાલીથી 52 કિ.મી. દૂર સ્થિત ભુંતર એરપોર્ટ નજીકનું એરપોર્ટ છે. એરપોર્ટથી ટેક્સી સર્વિસ નિયમિત રીતે મળે છે. Glampeco માટે કોઇ જાહેર બસ સેવા નથી અને તમે પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્ધારા પ્રીની પહોંચી જાઓ અને ત્યાંથી કોઇ ખાનગી ટેક્સી કરી લો.
રેલવે દ્ધારા
નજીકનું રેલવે સ્ટેશન જોગિંદર નગર સ્ટેશન છે જે મનાલીથી લગભગ 166 કિ.મી. દૂર છે.
રોડ દ્ધારા
તમે પોતાની કાર લઇને કે દિલ્હીથી બસમાં મનાલી પહોંચી શકો છો. તમારે મનાલીથી હમ્પ્ટા જવા માટે પ્રાઇવેટ ટેક્સી કરવી પડશે.