ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી ખૂબસુરત પર્યટન સ્થળોની કોઈ જ કમી નથી તે વાતમાં શંકાને સ્થાન નથી. આપણા આ દેશમાં તમામ જગ્યાએ મેં સુંદરતા માણી છે, જ્યારે નાનેઘાટ ફોલ્સ એક એવી જગ્યા છે જ્યાં હું અપાર આશ્ચર્યમાં મુકાઇ ગઈ હતી. તમને થશે કે શું કામ? વેલ, આ એક એવો ધોધ છે જ્યાં ગુરુત્વાકર્ષણ કામ નથી કરતું! એટલે કે અહીં પાણીનો પ્રવાહ નીચેથી ઉપર જતો જોવા મળે છે.

મુંબઈથી માત્ર 3 કલાક દૂર આ ધોધ આવેલો છે જ્યાં વિવિધ ટ્રેકસ પણ થાય છે. ટ્રેક ચડતા-ઉતરતા કુલ 5 કલાક જેટલો સમય લાગે છે.
અહીં એટલો જોરથી પવન ફૂંકાય છે કે પાણીનો પ્રવાહ જાણે નીચેથી ઉપર જતો હોય તેવું લાગે છે. અલબત્ત, તાર્કિક રીતે તે સાચું નથી પણ પવનની કરામતનું આ દ્રશ્ય ચોક્કસપણે જોવાલાયક છે.
ક્યારે જવું? ચોમાસા દરમિયાન અથવા તરત પછી ખૂબ સારા દ્રશ્યો જોવા મળે છે.

કેવી રીતે જવું?
રેલમાર્ગે: કલ્યાણથી જુનનાર ટ્રેનમાં જાઓ. ત્યાંથી નાનકડો ટ્રેક કરીને નાનેઘાટ ફોલ્સ પહોંચી શકાય છે.
ગાઈડેડ ટૂર: મુંબઈ અને પૂણે બંને જગ્યાએથી 750 રૂની કિંમતથી શરુ થતાં અનેક ગાઈડેડ ટૂર આ ધોધનો પ્રવાસ કરાવે છે.
તો રાહ શેની જોવો છો? હમણા જ પ્લાન બનાવો!
.