દેવકુંડ વૉટરફૉલ: મૉનસુનમાં મહારાષ્ટ્રનું સૌથી સુંદર ઝરણું

Tripoto
Photo of દેવકુંડ વૉટરફૉલ: મૉનસુનમાં મહારાષ્ટ્રનું સૌથી સુંદર ઝરણું by Paurav Joshi

દેવકુંડ, જેવું નામ તેવી જગ્યા. મૉનસૂનના આગમનની સાથે જ મહારાષ્ટ્રની સહ્યાદ્રી પર્વતમાળા વરસાદના પાણીના મિલનની સાથે જ સોળ શણગાર સજે છે. અને કુદરતની આ મહેરબાની રાયગઢ જિલ્લામાં સ્થિત ભીરા ગામ પર પણ થાય છે. જ્યારે વરસાદનું પાણી સરોબાર થઇને તમિની ઘાટથી વહેતું એક વળાંક પર આવીને અંદાજે 2700 ફૂટ નીચે પડે છે અને ત્યારે તેના પડવાથી જન્મ થાય છે દેવકુંડ વૉટરફૉલનો. અહીંથી કુંડલિકા નદીની સફર શરૂ થાય છે.

Photo of દેવકુંડ વૉટરફૉલ: મૉનસુનમાં મહારાષ્ટ્રનું સૌથી સુંદર ઝરણું by Paurav Joshi

તો ચાલો હવે આપણે દેવકુંડ વોટરફૉલ સુધી પહોંચવા માટે આપણી સફર શરૂ કરીએ. મુંબઇથી અંદાજે 150 કિલોમીટરના અંતરે સ્થિત દેવકુંડ વોટરફૉલ માટે અમે અમારા ઘર કલ્યાણથી સવારે 5 વાગે જ નીકળી ગયા. કારણ કે અમે જાણતા હતા કે મુસાફરી લાંબી હોવાના કારણે તેમાં ટાઇમ લાગવાની સાથે-સાથે થકાવટ પણ ઘણી થશે. એટલે જેટલી જલદી પહોંચી જવાય એટલું જ સારું. એક લાંબા સમયથી દેવકુંડ જવાનો પ્લાન હતો અને એક લાંબા ગાળા બાદ આ પ્લાન સફળ પણ થઇ રહ્યો હતો. તો આ વાતથી હું ઘણો ખુશ પણ હતો. હું અને ગૌરવ પૂરા ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસથી ભરપૂર થઇને એન્જોય કરતા પોતાની મંઝિલ તરફ આગળ વધી રહ્યા હતા.

Photo of દેવકુંડ વૉટરફૉલ: મૉનસુનમાં મહારાષ્ટ્રનું સૌથી સુંદર ઝરણું by Paurav Joshi

સફર બેશક ઘણી લાંબી હતી, પરંતુ રસ્તામાં એવા સુંદર દ્રશ્યો આવતા હતા કે 150 કિલોમીટરની લાંબી સફર ક્યારે પૂરી થઇ ગઇ તેની ખબર જ ન પડી.

Photo of દેવકુંડ વૉટરફૉલ: મૉનસુનમાં મહારાષ્ટ્રનું સૌથી સુંદર ઝરણું by Paurav Joshi

સવારે 5 વાગે ઘરેથી નીકળ્યા બાદ અમે અંદાજે 10 વાગે દેવકુંડ વૉટરફૉલના પ્રવેશદ્વાર એટલે કે ભીરા ગામ સુધી પહોંચી ગયા. વીકેન્ડનો દિવસ હોવાના કારણે અહીં તે દિવસે વધારે ભીડ હતી. પરિણામે એન્ટ્રી માટે જરૂરી ટિકિટ લેવામાં જ અમારો અંદાજે એક કલાક ખર્ચ થઇ ગયો. જોકે, વધારે ભીડ હોવાનો એક ફાયદો પણ થયો કે અમારે ગાઇડ લેવાની જરૂર ન પડી. નહીંતર જો ઑફ સીઝનમાં આવતા તો દેવકુંડ વોટરફૉલ જવા માટે તમારે અંદાજે 300-400 રૂપિયાનો ખર્ચ કરીને પર્સનલ ગાઇડ લેવો પડતો. ગાઇડના પૈસા બચી ગયા પરંતુ વધારે ભીડ હોવાના કારણે આગળ વધારે પરેશાની થઇ. આ બધુ તો ઠીક, પરેશાનીની સાઇડ પર રાખીને અમે આગળ વધ્યા મંઝીલ તરફ.

Photo of દેવકુંડ વૉટરફૉલ: મૉનસુનમાં મહારાષ્ટ્રનું સૌથી સુંદર ઝરણું by Paurav Joshi

બેઝ વિલેજથી દેવકુંડ વૉટરફૉલ સુધી તમારે અંદાજે 6 થી 7 કિલોમીટરનો ટ્રેક કરવો પડે છે. આમતો પગેચાલીને જવામાં થાક નથી લાગતો પરંતુ જંગના ખરબચડાં રસ્તે જ્યારે વરસાદની સાથે પાણી મળીને લપસણાં થઇ જાય છે તો દરેક ડગ સાચવીને ભરવું પડે છે. પરંતુ એક બાજુ જંગલ અને બીજી બાજુ સફેદ પાણી આ બધી મુસીબતો પર ભારે પડે છે. હું તો ઘણીવાર ચાલતા ચાલતાં રસ્તાથી હટીને પાણીમાં ડુબકી મારીને આવી જતો. જોકે આ જોખમથી ભરેલું હતું પણ મજા પણ ખુબ આવી.

Photo of દેવકુંડ વૉટરફૉલ: મૉનસુનમાં મહારાષ્ટ્રનું સૌથી સુંદર ઝરણું by Paurav Joshi

દેવકુંડ વૉટરફૉલ સુધી પહોંચવામાં વચ્ચે એક એવો પણ પોઇન્ટ આવી જતો જ્યાં અમારે કુંડલિકા નદીને પાર કરીને જવું પડતું હતું. ઑફ સીઝનમાં તો આને આરામથી પાર કરી શકાય પરંતુ વરસાદમાં જ્યારે કુંડલિકા નદીનું પાણી ફોર્સથી વહેતું હોય ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ ગામલોકો દ્વારા તેની ઉપર બનાવેલા લાકડાના પુલથી તેને પાર કરવામાં જ સમજદારી છે. અને આમ કરતી વખતે મજા પણ ઘણી આવે છે. આ એક એવો પૉઇન્ટ છે જ્યાં મોટાભાગના લોકો રોકાઇને થકાવટ પણ દૂર કરે છે અને દ્રશ્યોને કેમેરામાં કેદ કરે છે. અમ પણ આ જગ્યાએ ભરપુર એન્જોય કરી અને પછી પોતાની મંઝિલ દેવકુંડ વોટરફૉલ તરફ આગળ વધી ગયા.

Photo of દેવકુંડ વૉટરફૉલ: મૉનસુનમાં મહારાષ્ટ્રનું સૌથી સુંદર ઝરણું by Paurav Joshi

પૂલ પાર કર્યા બાદ અમે હજુ થોડોક સમય જ પસાર કર્યો હતો કે અમને પાણીનો અવાજ સંભળાવા લાગ્યો. અમે સમજી ગયા કે આ એ જ ઝરણાનો અવાજ છે જેના દર્શન માટે અમે 5 કલાક બાઇકથી અને પછી 2 કલાક ચાલીને આવ્યા હતા. જી હાં, આટલી મહેનત બાદ છેવટે અમે દેવકુંડ વૉટરફૉલની સામે ઉભા હતા. તમને જણાવી દઇએ કે સૌથી પહેલો મારા મનમાં એ વિચાર આવ્યો કે આ તો સાચે જ એટલું મનમોહક છે જેટલું ગૂગલની ગલીઓમાં શોધતું નજરે પડ્યું હતું. મારી આંખોની સામે પાણીનો એક સ્ત્રોત પહાડથી અંદાજે 2700 ફૂટ નીચે પડી રહ્યો હતો અને તેની પર પડવાની સાથે જ એક કુંડનું નિર્માણ થઇ ગયું હતું. જે જોવામાં એટલું સુંદર કે દેવકુંડ ઉપરાંત બીજી કોઇ ઉપમા તેની સાથે ન્યાય નહીં કરી શકે.

Photo of દેવકુંડ વૉટરફૉલ: મૉનસુનમાં મહારાષ્ટ્રનું સૌથી સુંદર ઝરણું by Paurav Joshi

પહેલાં તો મે ગૌરવે પોતાની સાથે લાવેલી ગરમાગરમ ચાની ચુસ્કીની સાથે ઉપરથી નીચે પડતા ઝરણાંની ભવ્યતાને મનભરીને નિહાળી અને વખાણી. ત્યારબાદ પોતાનો બધો સામાન એક કિનારે રાખીને અમે કુંડના કિનારેથી સીધી કુંડમાં કુદી ગયા. દેવકુંડમાં પહેલી ડુબકી બાદ જ એવું લાગ્યું કે જાણે અત્યાર સુધીની અમારી બધી મહેનત સફળ થઇ ગઇ. સુરક્ષાની દ્રષ્ટીએ દેવકુંડમાં એક રસ્સી બાંધી હોય છે. જેની મર્યાદામાં રહીને તમારે ન્હાવાનું હોય છે. તો અમે પણ જાનલેવા મસ્તીના બદલે બધા સુરક્ષા માપદંડોનું પાલન કરીને પાણીમાં ખુબ મસ્તી કરી. પાણીમાં ન્હાવા દરમિયાન પોતાની બધી હરકતોને મનમાં અને કેમેરા બન્નેમાં કેદ કરવાનું કામ બરોબર કર્યું. અને કદાચ આજ કારણ છે કે આજે પણ દેવકુંડની પોતાની યાત્રાને યાદ કરે છે તો એવો અહેસાસ થાય છે કે જાણે કાલની જ વાત હોય. આમ તો અનોખી જગ્યાની ખાસિયત એ પણ હોય છે કે તેની અસર સમયની સાથે બેઅસર નથી થતી.

- રોશન 'સાસ્તિક'

Photo of દેવકુંડ વૉટરફૉલ: મૉનસુનમાં મહારાષ્ટ્રનું સૌથી સુંદર ઝરણું by Paurav Joshi
Photo of દેવકુંડ વૉટરફૉલ: મૉનસુનમાં મહારાષ્ટ્રનું સૌથી સુંદર ઝરણું by Paurav Joshi
Photo of દેવકુંડ વૉટરફૉલ: મૉનસુનમાં મહારાષ્ટ્રનું સૌથી સુંદર ઝરણું by Paurav Joshi
Photo of દેવકુંડ વૉટરફૉલ: મૉનસુનમાં મહારાષ્ટ્રનું સૌથી સુંદર ઝરણું by Paurav Joshi
Photo of દેવકુંડ વૉટરફૉલ: મૉનસુનમાં મહારાષ્ટ્રનું સૌથી સુંદર ઝરણું by Paurav Joshi
Photo of દેવકુંડ વૉટરફૉલ: મૉનસુનમાં મહારાષ્ટ્રનું સૌથી સુંદર ઝરણું by Paurav Joshi
Photo of દેવકુંડ વૉટરફૉલ: મૉનસુનમાં મહારાષ્ટ્રનું સૌથી સુંદર ઝરણું by Paurav Joshi
Photo of દેવકુંડ વૉટરફૉલ: મૉનસુનમાં મહારાષ્ટ્રનું સૌથી સુંદર ઝરણું by Paurav Joshi
Photo of દેવકુંડ વૉટરફૉલ: મૉનસુનમાં મહારાષ્ટ્રનું સૌથી સુંદર ઝરણું by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો