ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) હવે દેશભરના પ્રવાસી સ્થળો અને ધાર્મિક સ્થળોએ ટ્રેન રૂટ દ્વારા મુસાફરી કરાવે છે. આ સાથે વિમાન દ્વારા અન્ય દેશના પર્યટન સ્થળોની મુસાફરી પણ કરાવે છે. કોરોના સંક્રમણ બાદ ટ્રાવેલ કમ્યુનિટીને ભારે અસર થઈ છે. પ્રવાસ પર જતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. કોરોના સંક્રમણ શમી ગયા પછી IRCTC ટ્રેન રૂટ દ્વારા પર્યટન અને ધાર્મિક યાત્રા માટે ઘણી જગ્યાએ ટ્રેન ચલાવવામા આવી રહી છે. આ સાથે પ્રથમ વખત દરિયાની વચ્ચે અને દરિયાઈ માર્ગ દ્વારા મુસાફરી કરવાનો પ્લાન કરવામાં આવ્યો છે. આ માટે કાર્ડેલીયા ક્રુઝ (દરિયાઈ જહાજ) નો ઉપયોગ કરવામાં આવશે. આમાં કોવિડ સામે રક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. બીમારીના કિસ્સામાં ડોક્ટર અને ઓક્સિજન જેવી સુવિધાઓ આપવામા આવશે.
સેવા ક્યારે શરૂ થશે
ભારતની પ્રથમ સ્વદેશી ક્રૂઝ લાઇનર 18 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. અત્યારે પ્રવાસીઓ આ ક્રુઝ દ્વારા કેરળ, ગોવા અને લક્ષદ્વીપની મુસાફરી કરી શકશે. આગામી વર્ષથી શ્રીલંકા માટે પણ તેની સેવા શરૂ કરવામાં આવશે. IRCTC એ દેશમાં સ્વદેશી લક્ઝરી ક્રુઝને પ્રોત્સાહન આપવા અને માર્કેટિંગ કરવા માટે કોર્ડેલિયા ક્રુઝ સાથે ભાગીદારી કરી છે. ક્રુઝ મુસાફરીમાં રસ ધરાવતા લોકો IRCTC વેબસાઇટ www.irctctourism.com દ્વારા ટિકિટ બુક કરાવી શકે છે. IRCTC એ થોડા સમય પહેલા ટ્વીટ કરીને આ ઈનીશિએટીવ વિશે માહિતી આપી હતી.
કોર્ડેલિયા ક્રુઝ યાત્રા કાર્યક્રમ
કોર્ડેલિયા ક્રૂઝના લોકપ્રિય પ્રવાસોમાં નીચેનાનો સમાવેશ થાય છે: મુંબઈ-ગોવા-મુંબઈ, મુંબઈ-દીવ-મુંબઈ, મુંબઈ-એટ સી-મુંબઈ, કોચી-લક્ષદ્વીપ-એટ સી-મુંબઈ, અને મુંબઈ-એટ સી-લક્ષદ્વીપ-એટ સી-મુંબઈ. IRCTCના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "કોર્ડેલિયા ક્રૂઝમાં મુસાફરી કરતી વખતે કોઈપણ રેસ્ટોરન્ટ, સ્વિમિંગ પૂલ, બાર, ઓપન સિનેમા, થિયેટર, કિડ્સ એરિયા, જિમ્નેશિયમ જેવી પ્રવૃત્તિઓનો આનંદ માણી શકે છે."
IRCTC પર ક્રૂઝ રાઈડ કેવી રીતે બુક કરવી?
1. www.irctctourism.com ની મુલાકાત લો.
2. હોમ પેજ પર 'ક્રૂઝ' પર ક્લિક કરો.
3. સ્થાન, પ્રસ્થાન તારીખ અને પ્રસ્થાન અવધિ પસંદ કરો.
4. ક્રુઝની વિગતો પ્રવાસ અને ભાડા સાથે દેખાશે.
5. શેડ્યૂલ જોવા માટે ઇટિનરી વિગતો પર ક્લિક કરો.
IRCTC દ્વારા આપવામાં આવતી ક્રુઝ સેવાઓ:
1. ક્રૂઝ વિકેન્ડર
પ્રસ્થાન: મુંબઈ
સમયગાળો: 5 રાત અને 6 દિવસ
પ્રસ્થાન તારીખ: 20 સપ્ટેમ્બર
પેકેજ: રૂ .23467 થી શરૂ
2. કેરળ ડિલાઇટ
પ્રસ્થાન: મુંબઈ
સમયગાળો: 2 રાત અને 3 દિવસ
પ્રસ્થાન તારીખ: 20 સપ્ટેમ્બર
પેકેજ: રૂ .19898 થી શરૂ
3. સનડાઉનર ટૂ ગોવા
પ્રસ્થાન: મુંબઈ
સમયગાળો: 2 રાત અને 3 દિવસ
પ્રસ્થાન તારીખ: 25 સપ્ટેમ્બર
પેકેજો: રૂ .23467 થી શરૂ
4. લક્ષદ્વીપ
પ્રસ્થાન: મુંબઈ
સમયગાળો: 5 રાત અને 6 દિવસ
પ્રસ્થાન તારીખ: 27 સપ્ટેમ્બર
પેકેજો: 49745 રૂપિયાથી શરૂ
પ્રવાસીઓ આગામી વર્ષથી શ્રીલંકાની મુસાફરી કરી શકશે:
કોર્ડેલિયા ક્રૂઝ તેના પ્રથમ તબક્કામાં મુસાફરોને મુંબઈ બેઝથી ભારતીય સ્થળો પર લઈ જશે. આવતા વર્ષે સપ્ટેમ્બરથી ક્રુઝ દ્વારા શ્રીલંકા જવા માંગતા પ્રવાસીઓ IRCTC દ્વારા તેમની ટિકિટ બુક કરાવી શકશે. આ માટે ક્રુઝ મે 2022 માં ચેન્નાઈ ખસેડવામાં આવશે અને શ્રીલંકાના કોલંબો, ગાલે, ત્રિંકોમાલી અને જાફના જેવા સ્થળોએ મોકલવામાં આવશે.
COVID-19 પ્રોટોકોલ:
મુસાફરી દરમિયાન COVID પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. ક્રૂ સભ્યોને વેક્સીનેટેડ કરવામા આવ્યા છે. ક્રૂઝ પર દર કલાકે સેનિટાઈઝેશન કરવામા આવશે અને દરેક વ્યક્તિએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. ભારતમાં લક્ઝરી જહાજો ઉપરાંત, IRCTC તમામ મોટા આંતરરાષ્ટ્રીય ક્રુઝ લાઇનર્સ સાથે કરારો પર હસ્તાક્ષર કરવાની પ્રક્રિયામાં છે. IRCTC તેના વેબ પોર્ટલ પર કોવિડ -19 ની સ્થિતિ સામાન્ય થાય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસો ફરી શરૂ થાય કે તરત જ તેમની બુકિંગ પૂરી પાડશે.