મુંબઈ – ગોવા – લક્ષદ્વીપ ક્રૂઝ: એક પ્રવાસ આવો પણ

Tripoto

જો તમે પ્રવાસપ્રેમી છો તો અમે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે અત્યાર સુધીમાં આપ ટેક્સી, બસ, ટ્રેન કે ફ્લાઇટમાં ડઝનબંધ મુસાફરી કરી ચૂક્યા હશો. રેલવે સ્ટેશન કે એરપોર્ટ પર દર વખતે એક સરખી ઢબે દાખલ થવું, ટિકિટ બતાવવી, ટ્રેન/ પ્લેનમાં ચડવું, મુસાફરી કરવી અને નિયત ડેસ્ટિનેશન આવે એટલે ઉતરી જવું- પ્રવાસીઓ માટે આ તમામ હવે એટલી યંત્રવત પ્રક્રિયા બની ગઈ છે કે આમાં કશું જ નવું નથી લાગતું અને પરિણામે આમાં ખાસ કોઈ રોમાંચ રહ્યો નથી.

તમને ટાઈટેનિક ફિલ્મ યાદ છે? તમને લાગશે કે હજુ તો ટ્રેન- ફ્લાઇટની વાત થઈ રહી હતી એમાં ટાઈટેનિક ક્યાંથી આવ્યું!? તેનો ઉલ્લેખ કરવાનું કારણ એ કે હવે એ ફિલ્મમાં આપણે જેવી જહાજની મુસાફરી જોઈ હતી તેવી જ મુસાફરી હવે ભારતમાં પણ શક્ય છે. ડોન્ટ વરી, આ જહાજ ડૂબશે નહિ. પણ આજીવન યાદ રહે તેવી અત્યાધુનિક લકઝરીનો ચોક્કસ અનુભવ કરાવશે.

ચાલો, થોડું વિગતવાર જાણીએ:

તો અહીં વાત થઈ રહી છે Cordelia Cruisesની જેની ટેગલાઇન છે A city on the sea! દરિયા પર રમતું નગર! આ ટેગલાઇનના પાંચ શબ્દો થકી જ આ ક્રૂઝ વિશે તમામ ચિતાર મેળવી શકાય છે.

Photo of મુંબઈ – ગોવા – લક્ષદ્વીપ ક્રૂઝ: એક પ્રવાસ આવો પણ by Jhelum Kaushal

Cordelia Cruises - A city on the sea:

કોર્ડેલિયા ક્રૂઝ એ ભારતમાં ક્રૂઝનો અભૂતપૂર્વ અનુભવ કરવાના હેતુથી શરૂ કરવામાં આવેલી એક લક્ઝુરિયસ ક્રૂઝ સર્વિસ છે. આ ક્રૂઝ મુંબઈ, ગોવા, કોચીન આ ત્રણ શહેરોથી ચાલે છે અને મોટા ભાગે મુંબઈ, ગોવા, કોચીન અને લક્ષદ્વીપ – આ તમામ પૈકી અમુક ચોક્કસ જગ્યાઓ અથવા આ બધી જ જગ્યાઓનો પ્રવાસ કરાવે છે. અહીં કોઈ એક સ્થળેથી યાત્રા શરૂ થઈને ફરી તે જ સ્થળે અથવા 3 મુખ્ય શહેરો પૈકી કોઈ એક ખાતે પ્રવાસ પૂરો થાય તે શક્ય છે.

આ સિવાય જો તમને આ જ ક્રૂઝની લક્ઝુરી માણતા માણતા કોઈ ઇન્ટરનેશનલ પ્રવાસ કરવાની ઈચ્છા હોય તો કોર્ડેલિયા ક્રૂઝ પાસે એ વિકલ્પ પણ ઉપલબ્ધ છે. ચેન્નાઈથી યાત્રા શરૂ થાય છે, શ્રીલંકાના વિવિધ શહેરો સુધી આ યાત્રા આગળ વધે છે અને ફરી ચેન્નાઈ પરત ફરે છે.

અહીં 2, 3, 4 અને 5 રાતના વિવિધ પ્લાન તેમજ પેકેજ ઉપલબ્ધ છે જેમાં પ્રવાસના સમયગાળા અનુસાર વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. વળી, અહીં અલગ અલગ સુવિધાઓ અને ટિકિટ પ્રમાણે પેકેજ પણ ઉપલબ્ધ છે.

અલગ અલગ સમયગાળાના વિવિધ પેકેજની માહિતી મેળવવા અહીં ક્લિક કરો.

જેમ અલગ અલગ દિવસોના પેકેજ છે તેમ ક્રૂઝ પર રહેવા માટે રૂમ્સમાં પણ નીચે મુજબ વિવિધતાઓ છે જે અનુસાર તે રૂમ્સની સુવિધાઓ અને કિંમતમાં ફેરફાર થાય છે.

- ઇન્ટિરિયર સ્ટેટરૂમ

- ઓશન વ્યૂ સ્ટેટરૂમ

- મિનિ સ્વીટ

- સ્વીટ

- ધ ચેરમેન સ્વીટ

Photo of મુંબઈ – ગોવા – લક્ષદ્વીપ ક્રૂઝ: એક પ્રવાસ આવો પણ by Jhelum Kaushal
Photo of મુંબઈ – ગોવા – લક્ષદ્વીપ ક્રૂઝ: એક પ્રવાસ આવો પણ by Jhelum Kaushal

સી-કેશન (Seacation) –

દરિયા પર તદ્દન જુદી રીતે રજાઓ એટલે કે વેકેશન વિતાવવા માટે કોર્ડેલિયા ક્રૂઝ દ્વારા એક સુંદર શબ્દ લખવામાં આવ્યો છે - સીકેશન.

દરિયા પર રહીને રજાઓ વિતાવો, કોઈ કોન્ફરન્સ કે સેમિનારનું આયોજન કરો, અથવા લગ્ન કે પાર્ટી જેવી ઉજવણીનું આયોજન કરો- અહીં આપની કોઈ પણ જરૂરિયાતના આધારે આ તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે.

Photo of મુંબઈ – ગોવા – લક્ષદ્વીપ ક્રૂઝ: એક પ્રવાસ આવો પણ by Jhelum Kaushal

કોર્ડેલિયા ક્રૂઝ પર રહેલી અત્યાધુનિક સવલતો:

- રેસ્ટોરન્ટ

- બાર અને લોન્જ

- એન્ટરટેનમેન્ટ

- લક્ઝુરિયસ રૂમ

- ડાઈવ ઇન થિયેટર

- એડવેન્ચર પ્રવૃત્તિઓ

- સ્પા

- ફિટનેસ સેન્ટર

- ક્લબ

લેન્ડ પ્લસ ક્રૂઝ ટ્રીપ:

કોર્ડેલિયા ક્રૂઝ તેની આહલાદક ક્રૂઝ યાત્રા માટે તો પ્રસિદ્ધ છે જ, સાથોસાથ તેઓ અનેક લેન્ડ પ્લસ ક્રૂઝ પેકેજીઝ પણ ધરાવે છે જેમાં દક્ષિણ ભારતમાં કેરળ, ગોવા, લક્ષદ્વીપ વગેરેના વિવિધ સ્થળોને સાંકળી લે તેવા 5,6,7,8 અને 9 રાતના અનેક પેકેજ છે અને અહીં ક્રૂઝ સિવાય લેન્ડ ટ્રાવેલ દરમિયાન જે જે હોટેલ્સમાં ઉતારા હોય છે તેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. અહીં વાંચો.

કોર્ડેલિયા ક્રૂઝની તમામ માહિતી આ બ્રોશરમાં ઉપલબ્ધ છે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ