ગુજરાતના બધા નેશનલ પાર્કની એકસાથે મુલાકાત લેવી છે? આ રીતે બનાવો પ્લાન

Tripoto
Photo of ગુજરાતના બધા નેશનલ પાર્કની એકસાથે મુલાકાત લેવી છે? આ રીતે બનાવો પ્લાન by Paurav Joshi

ગુજરાતમાં વન્યજીવ સૃષ્ટીની કોઇ કમી નથી. ગુજરાતમાં કુલ 4 નેશનલ પાર્ક અને 21 વાઇલ્ડ લાઇફ સેન્ચુરી (વન્ય જીવ અભયારણ્યો) છે. અહીં પ્રાણીસૃષ્ટીની સાથે સાથે અનેક પ્રકારનાં વૃક્ષો, વનસ્પતિ, પશુ-પંખીઓને જોઇ શકો છો. ગુજરાતના જંગલોમાં તમે સિંહ, દિપડા, રીંછ, ચિતલ, સાંભર, હરણ, નીલગાય, શિયાળ જેવા અનેક જંગલી પશુઓને જોઇ શકો છો. શહેરી જીવનથી કંટાળી ગયા હોવ તો કેટલોક સમય આ નેશનલ પાર્ક્સમાં ફરવું જોઇએ અને કુદરતની નજીક રહીને જીવનને માણવાનો પ્રયત્ન કરવો જોઇએ. તો આજે અમે આપને ગુજરાતના નેશનલ પાર્ક્સ અને વન્યજીવ અભયારણ્યો વિશે માહિતી આપીશું અને એકસાથે જો તમારે બધા નેશનલ પાર્કસની મુલાકાત લેવી હોય તો કેવી રીતે પ્લાન બનાવવો તેના વિશે પણ માહિતી આપીશું.

ગુજરાતમાં નેશનલ પાર્ક્સ અને વન્યજીવ અભયારણ્યો

નેશનલ પાર્ક્સ

ગીર નેશનલ પાર્ક

બ્લેક બક નેશનલ પાર્ક, વેળાવદર

વાંસદા નેશનલ પાર્ક

મરીન નેશનલ પાર્ક

વન્યજીવ અભયારણ્યો

ગીર વન્ય જીવન અભયારણ્ય

વાઇલ્ડ એસ અભયારણ્ય

નળ સરોવર પક્ષી અભયારણ્ય

જેસોર સ્લોથ બિયર અભયારણ્ય

બરડા વન્ય જીવન અભયારણ્ય

હિંગોલગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય

મરીન અભયારણ્ય

નારાયણ સરોવર અભયારણ્ય

ખીજડિયા પક્ષી અભયારણ્ય

રતનમહાલ સ્લોથ બિયર અભયારણ્ય

કચ્છ રણ વન્યજીવ અભયારણ્ય

ગાગા વાઇલ્ડ લાઇફ અભયારણ્ય

રામપરા વન્યજીવ અભયારણ્ય

થોલ વાઇલ્ડ લાઇફ અભયારણ્ય

શૂળપાણેશ્વર વન્યજીવ અભયારણ્ય

પોરબંદર પક્ષી અભયારણ્ય

પાનિયા વન્યજીવ અભયારણ્ય

બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય

જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય

પૂર્ણા વન્યજીવ અભયારણ્ય

કચ્છ બસ્ટર્ડ અભયારણ્ય

Photo of ગુજરાતના બધા નેશનલ પાર્કની એકસાથે મુલાકાત લેવી છે? આ રીતે બનાવો પ્લાન by Paurav Joshi

નેશનલ પાર્કની આઇટનરી આ રીતે બનાવો

જો તમારે મહત્વના ચાર નેશનલ પાર્કની મુલાકાત લેવી હોય તો કેવી રીતે લેશો. હવે ધારો કે તમે અમદાવાદ રહો છો. અને તમારે આ બધા નેશનલ પાર્કની મુલાકાત લેવી છે તો કેવી રીતે લેશો. સૌપ્રથમ અમે તમને જણાવી લઇએ કે જો તમારી પાસે તમારુ પ્રાઇવેટ વાહન જેવી કે કાર હશે તો આ બધી જગ્યાએ જવાનું સહેલું થઇ જશે. પરંતુ જો તમે રેલવે કે બસમાં જશો તો તમારા દિવસ પણ વધારે બગડશે અને ખર્ચો પણ વધારે થઇ જશે. એટલે શક્ય હોય તો તમે પ્રાઇવેટ વાહન કરીને જ આ બધા નેશનલ પાર્ક્સની મુલાકાતે જાઓ. હવે ક્યારે જવું એ પણ મહત્વનું છે. જંગલમાં લીલાછમ વૃક્ષો વચ્ચે રહેવાનો આનંદ માણવો હોય તો ઓક્ટોબરથી માર્ચ મહિનો શ્રેષ્ઠ છે. કારણ કે પછી આકરી ગરમી શરુ થઇ જશે અને જંગલોમાં ગ્રીનરી પણ ઓછી જોવા મળશે.

સૌપ્રથમ વાંસદા જાઓ

Photo of ગુજરાતના બધા નેશનલ પાર્કની એકસાથે મુલાકાત લેવી છે? આ રીતે બનાવો પ્લાન by Paurav Joshi

જો તમે ચાર વ્યક્તિનું એક ફેમિલીથી છો તો આરામથી કારમાં વાંસદા જઇ શકો છો. સીએનજી કાર હશે તો ઘણું સસ્તુ પડશે. વાંસદા દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલું છે. જે અમદાવાદથી લગભગ 350 કિલોમીટર દૂર છે. તમે વાંસદાની નજીક આહવા, સાપુતારામાં રાત્રી રોકાણ કરી શકો છો. વઘઇ ત્યાંથી માત્ર 4 કિલોમીટર દૂર છે. બે થી ત્રણ દિવસ તમે આ જંગલને એક્સપ્લોર કરી શકો છો. વાંસદાથી તમારે અમદાવાદ પાછા આવી જવાનું રહેશે. કારણ કે બાકીના 3 નેશનલ પાર્ક સૌરાષ્ટ્રમાં છે. અહીં સસ્તામાં ગેસ્ટ હાઉસ કે હોટલ મળી જશે. સાપુતારમાં રોકાશો તો ઓફ સીઝનમાં સસ્તુ પડશે પરંતુ દિવાળી જેવા દિવસો હોય તો ઉંચા ભાવે હોટલો મળશે.

Photo of ગુજરાતના બધા નેશનલ પાર્કની એકસાથે મુલાકાત લેવી છે? આ રીતે બનાવો પ્લાન by Paurav Joshi

બ્લેક બક નેશનલ પાર્ક, વેળાવદર

કાળિયાર નેશનલ પાર્ક વેળાવદરમાં આવેલું છે જે અમદાવાદથી ફક્ત 144 કિલોમીટર દૂર છે. અહીં પહોંચવામાં 3 કલાક જેટલો સમય લાગે છે. એટલે તમે ત્યાં ઝડપથી પહોંચી જશો. અહીં ફરવા માટે એક દિવસ પૂરતો છે. વેળાવદરમાં એક રાત રોકાઇને તમે બીજા દિવસે સાસણગીર જવા રવાના થઇ શકો છો. 500 રૂપિયામાં તમે કોઇ પણ હોટલ કે ગેસ્ટ હાઉસમાં રોકાઇ શકો છો.

Photo of ગુજરાતના બધા નેશનલ પાર્કની એકસાથે મુલાકાત લેવી છે? આ રીતે બનાવો પ્લાન by Paurav Joshi

ગીર નેશનલ પાર્ક, સાસણગીર

Photo of ગુજરાતના બધા નેશનલ પાર્કની એકસાથે મુલાકાત લેવી છે? આ રીતે બનાવો પ્લાન by Paurav Joshi

ગીર નેશનલ પાર્ક વિશે તો તમે બધા જાણતા જ હશો. ગુજરાતીઓ પોતાના જીવનમાં એક વાર તો લાયન સફારી કરવા અહીં ગયા જ હશે. વેળાવદરથી ગીર નેશનલ પાર્ક લગભગ 200 કિલોમીટર દૂર છે. અને લગભગ સાડા ચાર કલાક અહીં પહોંચતા થાય છે. ગીરમાં રહેવાના અનેક વિકલ્પો છે. જો તમે એડવાન્સમાં સફારીનું બુકિંગ કરાવીને ગયા હશો તો કોઇ સમસ્યા નહીં રહે. તમે દેવળિયામાં સિંહ દર્શન કરી શકો છો. ગીર અને તેની આસપાસની જગ્યા જોવા માટે 2 થી 3 દિવસ પૂરતા છે.

Photo of ગુજરાતના બધા નેશનલ પાર્કની એકસાથે મુલાકાત લેવી છે? આ રીતે બનાવો પ્લાન by Paurav Joshi

મરીન નેશનલ પાર્ક, જામનગર

Photo of ગુજરાતના બધા નેશનલ પાર્કની એકસાથે મુલાકાત લેવી છે? આ રીતે બનાવો પ્લાન by Paurav Joshi

સાસણગીરથી મરીન નેશનલ પાર્ક 310 કિલોમીટર દૂર છે. એટલે લગભગ 6 કલાક અહીં પહોંચતા થશે. મરીન નેશનલ પાર્કમાં નારદા અને પોશિત્રાથી એન્ટ્રી છે એટલે ઓટ વખતે તમે જઇ શકો છો. દરિયામાં ભરતી વખતે તમને જવા નહીં મળે. વળી નેશનલ પાર્કમાં જવા માટે પેપરવર્ક અને પાસપોર્ટની જરુર પડશે. એટલે તે સાથે રાખજો. અહીં વિપુલ પ્રમાણમાં દરિયાઇ સૃષ્ટી છે. રોકાણ માટે મજીકમાં દ્વારકા છે જે માત્ર 31 કિલોમીટર દૂર છે. દ્વારકામાં તમને સસ્તામાં હોટલ, ગેસ્ટ હાઉસ કે ધર્મશાળા મળી જશે. તમે અહીં બે થી 3 દિવસ રોકાણ કરી શકો છો.

Photo of ગુજરાતના બધા નેશનલ પાર્કની એકસાથે મુલાકાત લેવી છે? આ રીતે બનાવો પ્લાન by Paurav Joshi

કુલ કેટલો ખર્ચ થાય

જામનગરના મરીન નેશનલ પાર્કથી અમદાવાદનું અંતર 450 કિલોમીટર છે. એટલે જો તમે ચારેય નેશનલ પાર્ક ફરીને અમદાવાદ પાછા ફરો તો લગભગ 1900થી 2000 કિલોમીટર થાય. એટલે જો તમારી પેટ્રોલ કાર છે અને 20ની એવરેજ આપે છે તો 9600થી 10,000 રૂપિયા માત્ર પેટ્રોલના થશે. વાંસદામાં બે દિવસ, વેરાવદરમાં એક દિવસ, ગીરમાં બે દિવસ અને દ્વારકામાં બે દિવસ એમ કુલ મળીને 7 દિવસનું રાત્રી રોકાણ થાય છે. જો કપલ છો અને એક રૂમ રાખો છો તો એવરેજ 750 રૂપિયા લેખે સાત દિવસના 5250 રૂપિયા રહેવાનો ખર્ચ થાય.

Photo of ગુજરાતના બધા નેશનલ પાર્કની એકસાથે મુલાકાત લેવી છે? આ રીતે બનાવો પ્લાન by Paurav Joshi

કારણ કે તમે કોઇ જગ્યાએ 500ના ગેસ્ટ હાઉસમાં તો ક્યાંક 1000 રૂપિયાની હોટલની રૂમમાં પણ રહો તો એવરેજ 750 રૂપિયા પ્રતિ રાતનો ખર્ચ ગણ્યો છે. હવે જમવાની વાત કરીએ તો જમવા અને ચા-નાસ્તાના ગણીને દિવસના 700થી 1000 રૂપિયા ખર્ચ થાય. તો સાત દિવસનો જમવાનો ખર્ચ લગભગ 7000 રૂપિયા થાય. હરવા ફરવા, ટિકિટ પ્રાઇસ, જીપ સફારી વગેરે મળીને બીજા 7 થી 8 હજારનો ખર્ચ થાય. આમ પેટ્રોલ કારમાં અમદાવાદથી અમદાવાદ 30,000 રૂપિયાનો કુલ ખર્ચ થાય. જો કે ઢાબા પર જમીને કે સસ્તી ધર્મશાળામાં કોમન રૂમમાં રોકાઇને તમે આ ખર્ચો બચાવી શકો છો. સીએનજી કારમાં જશો તો ખર્ચ ઘટી શકે છે.

Photo of ગુજરાતના બધા નેશનલ પાર્કની એકસાથે મુલાકાત લેવી છે? આ રીતે બનાવો પ્લાન by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો