આ છે યૂપીના ટૉપ 10 પર્યટન સ્થળ, જબરજસ્ત ટ્રાવેલ એક્સપીરિયંસ માટે જરુર બનાવો પ્લાન

Tripoto
Photo of આ છે યૂપીના ટૉપ 10 પર્યટન સ્થળ, જબરજસ્ત ટ્રાવેલ એક્સપીરિયંસ માટે જરુર બનાવો પ્લાન 1/1 by Paurav Joshi

ઉત્તર પ્રદેશમાં ધાર્મિક જગ્યાથી માંડીને ઐતિહાસિક જગ્યાઓ આવેલી છે. જેમાંથી કેટલીક જગ્યાઓ ફેમસ છે પરંતુ કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં લોકો ઓછુ જવાનું પસંદ કરે છે. આજે અમે યુપીની આવી 10 જગ્યાઓની યાદી બનાવી છે જે પર્યટનના મામલે રાજ્યમાં ટૉપ પર છે.

1. તાજમહેલ, આગ્રા

તાજમહેલ ભારત જ નહીં આખા વિશ્વમાં પ્રખ્યાત છે. તાજમહેલને પ્રેમની નિશાની માનવામાં આવે છે. જેનું નિર્માણ શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝના પ્રેમમાં કરાવ્યું હતું. સફેદ માર્બલથી બનાવેલા તાજમહેલના નીચલા હિસ્સામાં શાહજહાં અને મુમતાઝ બેગમની કબરો છે. પૂનમની રાતે તાજમહેલને જોવાનો અનુભવ જ કંઇક અલગ હોય છે.

2. ફતેહપુર સીક્રી, આગ્રા

મુગલ બાદશાહ અકબર દ્ધારા 1571માં સ્થાપિત કરવામાં આવેલા શહેર ફતેહપુર સીક્રી આગ્રાથી માત્ર 40 કિ.મી. દૂર સ્થિત છે. આ શહેર એટલા માટે પણ ખાસ છે કારણ કે 15 વર્ષો સુધી મુગલ સામ્રાજ્યની રાજધાની રહ્યું છે. આ જગ્યાને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપ્યું છે. ફતેહપુર સિક્રીમાં જોધાબાઇનો મહેલ પણ છે. પ્રાંગણમાં એક મસ્જિદ પણ છે.

3. બનારસ

કહેવાય છે કે જે બનારસ જાય તે ત્યાંનો થઇને જ રહી જાય છે. બનારસને મોક્ષસ્થળી પણ કહેવાય છે. અહીં કાશી વિશ્વનાથ અને સારનાથ પ્રવાસીઓમાં લોકપ્રિય સ્થાન છે. બનારસ તેના ઘાટો માટે પણ જાણીતું છે. અહીં બેસીને ગંગા આરતીને જોવી એક અનોખો અનુભવ પ્રદાન કરે છે. બનારસ ખાણીપીણી માટે પણ જાણીતું છે.

4. મથુરા-વૃંદાવન

એકબીજાથી માત્ર 10 કિ.મી.ના અંતરે આવેલી આ બન્ને જગ્યાઓને મોટાભાગે જોડકા શહેર તરીકે પણ ઓળખાય છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરાને હિન્દુઓના પવિત્ર શહેરોમાં ગણવામાં આવે છે. બનારસની ગંગા આરતીની જેમ મથુરામાં યમુના આરતી કરવામાં આવે છે જેને જોવા લાખો લોકો દર વર્ષે મથુરા આવે છે. અહીંની હોળી પ્રખ્યાત છે. વૃંદાવનનું બાંકે બિહારી મંદિર અને ઇસ્કોન મંદિર પણ પર્યટકોના લિસ્ટમાં ટોપનું સ્થાન ધરાવે છે.

5. બડા ઇમામબાડા, લખનઉ

યુપીની રાજધાની લખનઉને નવાબોનું શહેર કહેવામાં આવે છે. ઇતિહાસ, સાહિત્ય અને બેમિસાલ આર્કિટેક્ચર માટે જાણીતા લખનઉમાં એવી ઘણી ચીજો છે જે જોવાલાયક છે. તેમાંથી એક છે બડા ઇમામબાડા જેને જોવા દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. તેનું આર્કિટેક્ચર અદ્ભુત છે. ભુલભુલૈયા ઇમામબાડાનું અભિન્ન અંગે છે.

6. અયોધ્યા

રામ મંદિરના કારણે અયોધ્યાની વધુ ખ્યાતિ મળી છે. સરયૂ નદીના કિનારે વસેલું ભગવાન શ્રી રામનું જન્મસ્થાન અયોધ્યા હિંદુઓનું પવિત્ર સ્થળ છે. અયોધ્યામાં ચાર જૈન તીર્થંકરોનો પણ જન્મ થયો હતો.

7. આનંદ ભવન, પ્રયાગરાજ

પ્રયાગરાજમાં એવી ઘણી જગ્યાઓ છે જે શહેરને ખાસ બનાવે છે. તેમાં સૌથી શ્રેષ્ઠ છે આનંદ ભવન. એક સમયે આ જગ્યા જવાહરલાલ નેહરુ પરિવારનું નિવાસસ્થાન ગણાતી હતી. જેને એક સંગ્રહાલયમાં ફેરવી નાંખવામાં આવ્યું છે. આનંદ ભવનમાં જવાહરલાલ નેહરુ સાથે જોડાયેલી તમામ ચીજોને રાખવામાં આવી છે. પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ પણ છે. જ્યાં ગંગા, જમુના અને સરસ્વતીનું મિલન થાય છે.

8. વિંધ્યાચલ

મિર્જાપુર નજીક વિંધ્યાચલ હિંદુઓ માટે મહત્વપૂર્ણ જગ્યા છે. વિંધ્યાચલ ગંગા નદીના કિનારે વસેલું છે. વિંધ્યાચલ ત્રિકોણ પરિક્રમાની દ્રષ્ટીએથી પણ ખાસ છે. પરિક્રમા હેઠળ વિંધ્યવાસિની, અષ્ટભુજ અને કાલી ખોહ મંદિરોની પરિક્રમા કરવાની હોય છે. નવરાત્રીના 9 દિવસ અહીં ખુબ ચહલપહલ રહે છે.

9. દૂધવા નેશનલ પાર્ક, લખીમપુર ખીરી

ભારત નેપાળ સીમા પર આવેલું દુધવા નેશનલ પાર્ક પ્રકૃતિ અને વાઇલ્ડલાઇફમાં રસ ધરાવનારા માટે પરફેક્ટ છે. આ પાર્કમાં વાઇલ્ડલાઇફની સારી અને ઘણી વેરાયટી જોવા મળે છે. અહીં વાઘ અને ચિત્તો પણ છે. આ પાર્કમાં માત્ર પ્રાણીઓ જ નહીં પક્ષીઓની પણ 400થી વધુ જાતો છે. અહીં સફારીની વ્યવસ્થા પણ છે.

10. ઝાંસી

ઝાંસી યૂપીનું એક એવું શહેર છે જે ઇતિહાસ પ્રેમીઓને પસંદ આવે છે. ઝાંસીનો ગૌરવશાળી ઇતિહાસ અને પ્રાચીન કિલ્લા આ શહેરને જોવાલાયક બનાવે છે. રાણી લક્ષ્મી બાઇના શહેરના નામથી ઓળખાતા આ શહેરનો ફોર્ટ જોવાલાયક છે. જો તમે ઝાંસી ફરવા જવું હોય તો ઓરછા પણ જવું જોઇએ. અહીંનું અનોખુ આર્કિટેક્ચર અને શાંત માહોલ પ્રવાસીઓને પસંદ આવે છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો