
દરેક રાજ્યમાં એવી જગ્યાઓ હોય છે જેના વિષે વાતો બધાએ સાંભળી હોય છે પરંતુ તે સ્થળોની મુલાકાત બહુ ઓછા લોકો લેતા હોય છે. આવા સ્થળોના ખાલીપાનો અહેસાસ માત્ર તેના વિષે વાતો કરવાથી જ થઈ શકે છે. આવા સ્થળોએ ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી અઢળક બાબતો હોય છે જે જાણવી જરૂરી હોય છે. આવી જગ્યાઓ ઉત્તર પ્રદેશમાં પણ છે જેની સૂચિ અમે તૈયાર કરી છે જ્યાં ફરવાના શોખીનોને અત્યંત આનંદ મળી શકે છે.
1. સોનભદ્ર
સોનભદ્ર એ ઇતિહાસ અને ધાર્મિક એમ બંને રીતે મહત્વપૂર્ણ છે. સોનભદ્ર એ યુ. પી. નો બીજા ક્રમનો સૌથી મોટો જિલ્લો છે. અહિયાં આજે પણ મહાભારત સમયની વસ્તુઓ અને મકાનો જોવા મળે છે. તેની એક બાજુ વિંધ્ય પર્વતમાળા છે અને બીજી પજુ પશ્ચિમ તરફની બોર્ડર રૂપે સોન નદી વહે છે. અહીનો વિશાલ ઇતિહાસ અને સાંસ્કૃતિક બાબતો તમને જરુર પસંદ પડશે. સોનભદ્રને જૂન સમયની ઇમારતો, કિલ્લાઓ અને સ્મારકોનું ઘર માનવામાં આવે છે. અહીનો વિજયગઢ કિલ્લો પાંચમી સદીમાં બનાવવામાં આવ્યો હતો. જે આજે પણ સોનભદ્રની શન વધારતો મજબૂતીથી ઊભો છે.
કિલ્લામાં બેનમૂન કરિગીરી જોવા જેવી છે. આ ઉપરાંત આગોરી કિલ્લો પણ જોવા લાયક છે. અને સોનભદ્રનો ફોસીલ પાર્ક પણ જોઈ શકાય છે. ધાર્મિક સ્થળોની પણ અહિયાં કોઈ કમી નથી. અહીનું શિવ મંદિર ઘણું જ પ્રખ્યાત છે. ઇતિહાસ, કળા અને પ્રકૃતિ પ્રેમીઓ માટે સોનભદ્ર શ્રેષ્ઠ જગ્યા છે.
2. હસ્તિનાપુર
આ શહેર જૈન ધર્મમાં બહુ જ મહત્વ ધરાવે છે. જો તમે કોઈ ધર્મમાં માનતા ન પણ હો છતાં પણ જો જૈન ધર્મ વિષે જાણવા માંગતા હો તો હસ્તીનાપુર ની મુલાકાત જરુર લેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે 3 જૈન તીર્થંકરોના જન્મ હસ્તિનાપુરમાં થયા હતા. જૈનોનું દિગંબર મંદિર અહીનું સૌથી મોટું મંદિર છે. હસ્તિનાપુર એ પહેલા પાંડવોની રાજધાની પણ હતું.
મહાભારતમાં ઘણી જગ્યાઓએ હસ્તિનાપુર નો ઉલ્લેખ છે. જો તમને મહાભારતમાં રુચિ હોય તો તમને ખ્યાલ હશે કે પાંડવો અને કૌરવો વચ્ચે એક યુદ્ધ અહી હસ્તિનાપુરમાં પણ થયું હતું. મહાભારત કાળના મંદિરો, મહેલ અને કિલ્લાઓ પણ અહિયાં છે. ઐતિહાસિક મહત્વ ધરાવતું દ્રૌપદીનું મંદિર પણ અચૂક જોવા જેવુ છે.
3. બરૂઆ સાગર
બુંદેલખંડના ઝાંસી જિલ્લાનું આ શહેર ભવ્ય અને ઐતિહાસિક છે. બરૂઆ સાગર નામના એક સરોવરના નામ પરથી તેનું નામ રાખવામાં આવ્યું છે. ઝાંસીની બેતવા નદીથી 25 કિમી દૂર આ શહેરમાં ખૂબ જ હરિયાળી જોવા મળે છે. આ સરોવરને ઓરછાના રાજા ઉદયસિંહે બનાવ્યું હતું. અહી આ સરોવર સિવાય બુંદેલખંડનો પ્રસિદ્ધ કિલ્લો પણ જોઈ શકાય છે.
પહાડી પર સ્થિત આ કિલ્લા પરથી નીચેના શહેરનો મોહક નજારો જોઈ શકાય છે. દુશ્મન પર નજર રાખવા માટે આ કિલ્લાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ સિવાય અહિયાં એક સુંદર મંદિર પણ છે જેણે 1928 પછી સંરક્ષિત સ્મારકોની સૂચીમાં શામેલ કરવામાં આવ્યું છે.
4. મહોબા
ઇતિહાસ સાથે પ્રકૃતિમાં રસ ધરાવનારે મહોબા ચોક્કસ જવું જોઈએ. બુંદેલખંડનો આ નાનકડો જિલ્લો તેના ગૌરવશાળી ઇતિહાસ અને સુંદર પહાડો તથા સરોવરો માટે પ્રખ્યાત છે. શહેરનું નામ મહોત્સવ શબ્દ પરથી પડ્યું છે અને અહિયાં તમને એવી લાગણી પણ થશે કે જાણે ઉત્સવમાં આવ્યા હો. અહીંયા બધા જ કિલ્લાઓ ચંદેલ રાજાઓની બેનમૂન કારીગરી અને પ્રકૃતિ પ્રેમના પ્રતિક છે.

મોટા ભાગના કિલ્લાઓ પહાડો પર હોવાથી ખૂબ જ સરસ દ્રશ્યો પણ જોવા મળે છે. ઉપરાંત રાહિલાનું સુર્ય મદિર પણ જોવાલાયક છે જેનું નિર્માણ 9 મી સદીમાં કરવામાં આવ્યું હતું. મહોબા, ખજુરાહો, કાલીજંર, ઓરછા, ઝાંસી, કુલપહાડ જેવી જગ્યાઓથી નજીક છે એટલે સાથે સાથે ત્યાં પણ તમે જઈ શકો છો.
5. કાલીજંર
બાંદા જિલ્લામાં આવેલું આ શહેર કિલ્લાઓથી ભરેલું ભારતનું એક મહત્વનું શહેર છે. અહીનો અદભૂત કિલ્લો વિંધ્ય પર્વતમાળાના મોહક દ્રશ્યોથી ઘેરાયેલો છે. કાલીજંર ના જંગલમાં ઘણી બધી ઔષધિઓ થાય છે. અહિયાના સિતાફળના પાનનો ઉપયોગ ઘણી ઔષધીઓમાં કરવામાં આવે છે. ચંદેલ વંશના સ્થાપક ચંદ્ર વર્માએ આ કાલીજંરના કિલ્લાનું નિર્માણ કરાવેલું જે આજે પણ સમયની થપાટો ખાવા છતાં અડીખમ ઊભો છે.

ભગવાન શિવમાં માનનારા લોકોએ અહીનું નીલકંઠ મંદિર અવશ્ય જોવું જોઈએ. આ મંદિર એ જગ્યાએ બનેલું છે જ્યાં સમુદ્રમંથન માં નીકળેલા વિષને ગ્રહણ કરીને ભગવાન શિવે થોડો સમય આરામ કર્યો હતો. ઝાંસીથી 280 કિમી દૂર કાલીજંર ઐતિહાસિક ઈમારતોનું ધાર્મિક મહત્વ સમજવા માટે શ્રેષ્ઠ જગ્યા છે.
.