ભારતમાં એવી ઘણી સુંદર અને શ્રેષ્ઠ જગ્યાઓ છે જ્યાં દેશના જ નહીં વિદેશોમાંથી પણ લોકો ખેંચાઇને આવે છે. સુંદર બીચ, ઊંચા પહાડોથી લઇને લીલાછમ ઘાટ અને વન્ય જીવો માટે ભારત દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. જ્યાં સુંદરતા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળે છે. આ જ કારણ છે કે વિદેશીઓમાં ભારતને લઇને ઘણો ક્રેજ રહે છે. આવો જાણીએ કે ભારતમાં એવી કઇ જગ્યાઓ છે જ્યાં વિદેશી સૌથી વધુ આવવાનું પસંદ કરે છે.
ઋષિકેશ (Rishikesh)-
ઋષિકેશને દુનિયાની યોગ રાજધાની પણ કહેવામાં આવે છે. સૌથી વધુ વિદેશી ઋષિકેશમાં જ આવવાનું પસંદ કરે છે. અહીં આશ્રમોમાં યોગ અને ધ્યાન કરાવવામાં આવે છે. આધ્યાત્મમાં રસ દાખવનારા માટે ઋષિકેશથી વધુ સારી કોઇ જગ્યા નથી. શિવપુરીથી લઇને રામ ઝુલા સુધીનો આનંદ લેવા માટે અહીં લોકો દૂર-દૂરથી આવે છે.
વારાણસી (Varanasi)-
વારાણસી દુનિયાનું સૌથી પ્રાચીન શહેર છે. આને દુનિયાના સૌથી જુના વસવાટવાળા શહેરોમાંનું એક માનવામાં આવે છે. ગંગા નદીના કિનારે વસેલું આ શહેર હિંદુઓના ખાસ તીર્થ સ્થળોમાંનું એક છે. અહીં ઘણાં લોકો મુક્તિ અને શુદ્ધિકરણ માટે પણ આવે છે. વારાણસી પોતાના ઘણાં વિશાળ મંદિરો ઉપરાંત ઘાટો અને અન્ય લોકપ્રિય સ્થાનો માટે પ્રસિદ્ધ છે. દર વર્ષે અહીં લાખો પર્યટકો આવે છે. આ ધાર્મિક સ્થળ માત્ર ભારતીયો જ નહીં પરંતુ વિદેશી પર્યટકો દ્ધારા પણ ઘણું જ પસંદ કરવામાં આવે છે.
આગ્રા (Agra)-
આગ્રાનો તાજમહેલ યૂનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટ સ્થળ છે અને દુનિયાના સાત અજુબામાંથી એક છે. તાજમહેલની ભવ્યતા માટે ભારતમાં વિદેશી દૂર-દૂરથી આવે છે. તાજમહેલ ઉપરાંત તમે તાજ મ્યૂઝિયમ, ઇતિમાદ-ઉદ-દૌલા, અકબરનો મકબરો અને કિનારી બજાર જેવી ઘણી જગ્યાઓ જોઇ શકો છો.
ગોવા (Goa)-
ગોવાને ભારતનું ફન કેપિટલ પણ કહેવામાં આવે છે. મોજ-મસ્તી અને અહીંનું સદાબહાર મોસમ રજાઓ પસાર કરવા માટે સૌથી સારી જગ્યા માનવામાં આવે છે. અહીંની રંગીન નાઇટલાઇફ, બીચ પાર્ટી અને સન-કિસ્ડ પ્લેસ તમને બીજી કોઇ જગ્યાએ નહીં જોવા મળે. ગોવામાં બધા માટે કંઇકને કંઇક છે. ઇઝરાયેલ અને રશિયાથી મોટાભાગના લોકો અહીં આવે છે. અહીં અડધી રાતે પાર્ટી શરુ થાય છે જે સવાર સુધી ચાલે છે.
ગોકર્ણ (Gokarna)-
અહીં તમને દૂર-દૂર સુધી સુંદર બીચના નજારા જોવા મળશે. આ કર્ણાટકનું એક નાનકડું તીર્થ શહેર છે જે હવે પર્યટકોની પસંદગીની જગ્યા બની ચુકી છે. ગોવા જનારા મોટાભાગના લોકો શાંત બીચનો આનંદ લેવા માટે ગોકર્ણ જરુર થાય છે કારણ કે અહીં ભીડ ઓછી છે અને બીચ ચોખ્ખા છે. ભક્તિ અને શાંતિનો એક સાથે આનંદ લેવા માટે લોકો ગોકર્ણ આવવાનું પસંદ કરે છે.
હમ્પી (Hampi)-
હમ્પીને વિરાન ખંડેરોની દુનિયા કહેવામાં આવે છે. અહીં તમે ઇમારતોના નકશીકામથી લઇને તીર્થયાત્રાનો આનંદ ઉઠાવી શકો છો. ઇતિહાસ અને કળામાં રસ ધરાવનારા માટે આ શ્રેષ્ઠ જગ્યા છે. એટલે અહીં દુનિયાભરમાંથી પર્યટકો આવે છે. હમ્પીમાં તમે એક સાથે ઘણી ચીજોનો આનંદ લઇ શકાય છે.
જયપુર (Jaipur)-
જયપુર ભારતનું સૌથી આકર્ષક શહેર માનવામાં આવે છે. અહીંના રંગીન રત્ન દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે. આ મહાનગર પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિનું અદ્ભુત મિલન છે જેને જોવા માટે દુરદુરથી વિદેશીઓ આવે છે. અહીંના અંબર પેલેસ, સિટી પેલેસ, જંતર મંતર, હવા મહેલ, નાહરગઢ કિલ્લો, જયગઢ કિલ્લો, લક્ષ્મી-નારાયણ મંદિર અને લેક પેલેસ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.
પુડ્ડુચેરી (Pondicherry)-
પુડ્ડુચેરી પોતાના સુંદર સમુદ્રીકિનારા માટે પ્રખ્યાત છે. જ્યાં દુનિયાભરમાંથી લોકો આવે છે. અહીંના પેરેડાઇઝ બીચ, ઓરોવિલે બીચ, સેરેનિટી બીચ અને પ્રોમેનેડ બીચ વિદેશીઓમાં ઘણાં લોકપ્રિય છે. દેશના અન્ય બીચની વિપરિત પુડ્ડુચેરીના બીચ પોતાના શાંત વાતાવરણ માટે જાણીતા છે.
કેરળ (Kerala)-
કેરળને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ દ્ધારા ભારતમાં સૌથી લોકપ્રિય પર્યટન સ્થળનું સ્થાન પ્રાપ્ત છે. અહીં બીચ, આયુર્વેદ રિસોર્ટ્સ અને સ્પા લોકોમાં મુખ્ય આકર્ષણ છે. કોવલમ, વર્કલા, કન્નૂર બેકલ અહીંના પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. નેચર લવર્સ માટે કેરળ પહેલી પસંદ છે.