ધરતી નહીં, અવકાશની યાત્રા કરીને ગર્વિત કરી રહ્યા છે ભારત સાથે જોડાયેલા આ પર્યટક

Tripoto
Photo of ધરતી નહીં, અવકાશની યાત્રા કરીને ગર્વિત કરી રહ્યા છે ભારત સાથે જોડાયેલા આ પર્યટક 1/11 by Paurav Joshi

આમ તો પૃથ્વીમાં ફરવાલાયક અનેક એવા પ્રાકૃતિક દર્શનીય સ્થાન છે જ્યાં દરેક જવા માંગે છે. પરંતુ જો આપણે ધરતી છોડીને અવકાશ યાત્રાની વાત કરીએ તો કેવું રહેશે. જી હાં, તમને મારી વાત અટપટી જરુર લાગતી હશે, પરંતુ આ સત્ય પણ છે. ભારતના કેટલાક પસંદગીના પર્યટક છે જે પોતે અવકાશની યાત્રા કરીને ગૌરવનો અનુભવ કરી રહ્યા છે. અને કેમ ન થાય! અવકાશની યાત્રા કરવી કોઇ સરળ કામ નથી અને દરેકને અવકાશની યાત્રાનું સૌભાગ્ય આટલી સરળતાથી પ્રાપ્ત નથી થતું. ભારત તરફથી અત્યાર સુધી અવકાશની યાત્રા કરનારા ચાર ભારતીયોને જ આ ખ્યાતિ પ્રાપ્ત થઇ છે. રાકેશ શર્મા, સ્વર્ગસ્થ કલ્પના ચાવલા, સુનીતા વિલિયમ્સ અને સિરિશા બાંદલા. જો કે પૃથ્વી પર પાછા ફરતા સમયે કલ્પના ચાવલાનું સ્પેસ દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું જેમાં તેમનું મૌત નીપજ્યું હતું. આજે પણ તેમની બહાદુરીને યાદ કરવામાં આવે છે.

ભારતના પ્રથમ અવકાશ યાત્રી રાકેશ શર્મા

Photo of ધરતી નહીં, અવકાશની યાત્રા કરીને ગર્વિત કરી રહ્યા છે ભારત સાથે જોડાયેલા આ પર્યટક 2/11 by Paurav Joshi
Photo of ધરતી નહીં, અવકાશની યાત્રા કરીને ગર્વિત કરી રહ્યા છે ભારત સાથે જોડાયેલા આ પર્યટક 3/11 by Paurav Joshi
Photo of ધરતી નહીં, અવકાશની યાત્રા કરીને ગર્વિત કરી રહ્યા છે ભારત સાથે જોડાયેલા આ પર્યટક 4/11 by Paurav Joshi

Day 1

ભારતના પહેલા અવકાશ યાત્રી રાકેશ શર્માનો જન્મ પંજાબના પટિયાલામાં 13 જાન્યુઆરી 1949ના રોજ થયો હતો. તેમની માતાનું નામ તૃપ્તા શર્મા અને પિતાનું નામ દેવેન્દ્ર શર્મા હતું. 80ના દશકમાં જેટલા પ્રસિદ્ધ ટેલીવિઝન સ્ટાર અમિતાભ બચ્ચન થયા હતા તેમનાથી વધારે પ્રસિદ્ધ ભારતના અવકાશ યાત્રી રાકેશ શર્મા પણ થયા હતા.

કારણ કે તે સમયે રાકેશ શર્મા ભારતના એકમાત્ર અવકાશની યાત્રા માટે સિલેક્ટ થયા હતા. તેમની એ જ અવકાશ યાત્રા પછી તે

ભારતીય મૂળની પહેલી મહિલા અવકાશ યાત્રી કલ્પના ચાવલા

Photo of ધરતી નહીં, અવકાશની યાત્રા કરીને ગર્વિત કરી રહ્યા છે ભારત સાથે જોડાયેલા આ પર્યટક 5/11 by Paurav Joshi
Photo of ધરતી નહીં, અવકાશની યાત્રા કરીને ગર્વિત કરી રહ્યા છે ભારત સાથે જોડાયેલા આ પર્યટક 6/11 by Paurav Joshi

નાસા વૈજ્ઞાનિક અને અવકાશ યાત્રી કલ્પના ચાવલાનો જન્મ હરિયાણાના કરનાલમાં થયો હતો. કલ્પના અવકાશમાં જનારી પ્રથમ ભારતીય (તેમણે અમેરિકાની નાગરિકતા લઇ લીધી હતી) મહિલા હતી. તેમના પિતાનું નામ બનારસી લાલ ચાવલા અને માતાનું નામ સંજ્યોતી હતું. 3 વર્ષની સખત તપશ્ચર્યા બાદ એસટીએસ 87 કોલંબિયા શટલથી તેમણે અવકાશ માટે પ્રથમ ઉડ્ડયન ભર્યું. આ વર્ષ 1997ની વાત છે. લગભગ 1.04 કરોડ માઇલની સફર પછી કલ્પનાએ અંદાજે 360 કલાક સ્પેસમાં પસાર કર્યા હતા.

કલ્પના ચાવલાએ કહ્યું હતું કે મેં દરેક પળ અવકાશ માટે વિતાવી છે અને આના માટે જ મરીશ. આ વાત ભલે તેમણે સહજ રીતે કરી હોય પરંતુ થયુ બિલકુલ આવુ જ. સ્પેસમાં 16 દિવસ પસાર કર્યા બાદ પાછા ફરતી વખતે યાન કાટમાળમાં ફેરવાઇ ગયું. ફક્ત 41 વર્ષની ઉંમરમાં બીજી વખત સ્પેસ ટ્રાવેલ કરનારી કલ્પનાએ આટલી નાની ઉંમરમાં જ દુનિયાને અને ખાસ કરીને અવકાશ વિજ્ઞાનમાં કામ કરવાની ઇચ્છા રાખનારા યુવાનોને મોટો સંદેશ આપ્યો હતો.

ભારતીય મૂળની બીજી મહિલા અવકાશ યાત્રી સુનીતા વિલિયમ્સ

Photo of ધરતી નહીં, અવકાશની યાત્રા કરીને ગર્વિત કરી રહ્યા છે ભારત સાથે જોડાયેલા આ પર્યટક 7/11 by Paurav Joshi
Photo of ધરતી નહીં, અવકાશની યાત્રા કરીને ગર્વિત કરી રહ્યા છે ભારત સાથે જોડાયેલા આ પર્યટક 8/11 by Paurav Joshi
Photo of ધરતી નહીં, અવકાશની યાત્રા કરીને ગર્વિત કરી રહ્યા છે ભારત સાથે જોડાયેલા આ પર્યટક 9/11 by Paurav Joshi

સુનીતા વિલિયમ્સ ભારતીય મૂળની અમેરિકી અવકાશ યાત્રી અને અમેરિકી નેવીના અધિકારી છે. તે અમેરિકી અવકાશ એજન્સી નાસા દ્ધારા અવકાશમાં યાત્રા કરનારી ભારતીય મૂળની બીજી મહિલા છે. સુનીતા મુળ અમદાવાદના છે. તેમણે એક મહિલા અવકાશ યાત્રી તરીકે 195 દિવસો સુધી અવકાશમાં રહેવાનો વિશ્વ કિર્તિમાન સ્થાપિત કર્યો છે. એક મહિલા અવકાશ યાત્રી દ્ધારા સૌથી વધુ વખત કરવામાં આવેલા સ્પેસ વોકનો વિશ્વવિક્રમ એક સમયે તેમના નામ પર હતો. સાથે જ સૌથી વધુ સમય સુધી સ્પેસ વોકનો કિર્તિમાન પણ તેમના નામે જ હતો. તેમના પિતા દિપક પંડ્યા અમેરિકામાં એક ડૉક્ટર છે. સુનીતાના પિતા ડો.દીપક પંડ્યાનો સંબંધ ગુજરાતના મહેસાણા જિલ્લા સાથે છે. મહેસાણાના ઝુલાસણમાં તેમનો જન્મ થયો હતો જ્યારે તેમની માતાનો પરિવાર સ્લોવેનિયા સાથે છે.

સુનીતા વિલિયમ્સ નેવલ શિપ ડ્રાઇવર, હેલીકોપ્ટર પાયલટ, પ્રોફેશનલ મરીન, પશુ પ્રેમી, મેરેથોન રનર અને અવકાશ યાત્રી તેમજ વિશ્વ કિર્તિમાન ધારક છે. પોતાના કાર્યક્ષેત્રમાં ઉપલબ્ધીયો માટે તેમને ઘણાં સન્માન મળ્યા છે.

નેવી કમેંડેશન મેડલ

નેવી એન્ડ મરીન કોર્પ એચીવમેન્ટ મેડલ

હ્યુમેનિટેરિયન સર્વિસ મેડલ

મેડલ ફૉર મેરિટ ઇન સ્પેસ એક્સ્પ્લોરેશન

વર્ષ 2008માં ભારત સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા

વર્ષ 2013માં ગુજરાત વિશ્વવિદ્યાલયે ડોક્ટરેટની માનદ ઉપાધિ પ્રદાન કરી

વર્ષ 2013માં સ્લોવેનિયા દ્ધારા ગોલ્ડન ઓર્ડર ફૉર મેરિટ્સ પ્રદાન કરવામાં આવ્યો

ભારતીય મૂળની ત્રીજી મહિલા અવકાશ યાત્રી સિરિશા બાંદલા

Photo of ધરતી નહીં, અવકાશની યાત્રા કરીને ગર્વિત કરી રહ્યા છે ભારત સાથે જોડાયેલા આ પર્યટક 10/11 by Paurav Joshi
Photo of ધરતી નહીં, અવકાશની યાત્રા કરીને ગર્વિત કરી રહ્યા છે ભારત સાથે જોડાયેલા આ પર્યટક 11/11 by Paurav Joshi

સિરિશા બાંદલાને આજે કોઇ ઓળખની જરુર નથી. તેઓ એક જાણીતી હસ્તી બની ગયા છે. કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ જેવા મોટા નામો પછી સિરિશા બાંદલાનું નામ પણ અવકાશની દિશામાં પોતાના ડગ માંડનારાના લિસ્ટમાં સામેલ થઇ ચૂક્યુ છે. જી હાં, ભારતીય મૂળની સિરિશા બાંદલા રિચર્ડ બ્રેનસનની સ્પેસ કંપની

વર્જિન ગેલેક્ટિકના અવકાશ યાન વર્જિન ઑર્બિટમાં બેસીને અવકાશની મુસાફરી કરી ચુકી છે. સિરિશા બાંદલાએ 11 જુલાઇ 2021ના રોજ પોતાની અવકાશ સફર શરુ કરી હતી અને 60 મિનિટની અવકાશ યાત્રા કરીને પાછી ફરી હતી. તેમનો જન્મ 1987માં થયો અને ઉંમર 34 વર્ષ છે. તે આંધ્રપ્રદેશના ગુંટૂરમાં રહેવાવાળી છે. સિરિશાનો અભ્યાસ પર્ડ્યૂ વિશ્વવિદ્યાલયમાંથી થયો છે. અહીં તેમણે એરોનૉટિકલ એન્જીનિયરિંગમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ગ્રેજ્યુએશન પછી સિરિશાએ જ્યોર્જ ટાઉન યૂનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે.

સિરિશા અંગે જણાવીએ કે તે વર્જિન ગૈલેક્ટિક કંપનીના ગર્વમેન્ટ અફેર્સ ફંડ રિસર્ચ ઓપરેશન્સની ઉપાધ્યક્ષ તરીકે પણ કાર્યરત છે. તેમને પોસ્ટ માટે 6 વર્ષની સખત મહેનત કરવી પડી છે. જો અત્યારની વાત કરીએ તો સિરિશા બાંદલા વર્જિન ઑર્બિટના વોશિંગ્ટન ઑપરેશન્સનું કામ જોઇ રહી છે. અને બહુ જલદી મેક્સિકોના વિંગ્ડ રૉકેટ શિપની ઉડાનનો મહત્વનો હિસ્સો બનવાની છે. હાલ સિરિશા હ્યુમન ટેંડેડ રિસર્ચ એક્સપીરિયંસની પ્રભારી તરીકે જોવા મળશે. અવકાશની મુસાફરી કરનારી સિરિશા બાંદલા બાળપણથી જ ઉડવા માટે તત્પર હતી. તેને બાળપણથી અવકાશ યાત્રી બનવું અને અવકાશની મુસાફરી પર જવું હતું.

આ ચારે અવકાશ યાત્રી ભારતના રત્ન છે અને હંમેશા રહેશે. આ આપણા બધા માટે ગૌરવની વાત છે કે અમે ભારતમાં જન્મ લીધો. જો કે, આપણે કહી શકીએ કે અવકાશ ફરી એક વખત માનવ સપનાનું નવું મુકામ બની ગયું છે અને ખાનગી કંપનીઓના કારણે મુકામ સુધીની દોડ વધુ ઝડપી બનશે. હવે તે દિવસ દૂર નથી જ્યારે પૃથ્વી પર એક-એકથી ચઢિયાતા રમણીય સ્થળો પર ફરવાની ચર્ચા જૂની થઈ જશે અને લોકો અવકાશ યાત્રાનો આનંદ માણી શકશે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads