બેંગાલુરુને ભારતનું સિલિકોન વેલી અને ગાર્ડન સિટી કહેવામાં આવે છે. આ એક એવું શહેર છે જે વૈભવી મોલ્સથી લઈને શાંત તળાવો અને લીલાછમ બગીચાઓ સુધીની દરેક વસ્તુથી ભરેલું છે. તેથી, મોટાભાગના લોકોને અહીં આવવું ખૂબ ગમે છે. આમ તો આ શહેર જોવામાં એકદમ અપગ્રેડ લાગશે પરંતુ તેનું ઐતિહાસિક મહત્વ જરાય ઓછું નથી. બેંગાલુરુમાં ઘણી ઐતિહાસિક ઇમારતો અથવા સદીઓ જૂના સ્મારકો જોવા મળે છે, જે તેના ઐતિહાસિક મહત્વનો સીધો પુરાવો છે.
એટલા માટે કહેવાય છે કે જ્યારે પણ કોઈ બેંગાલુરુ આવે છે, ત્યારે તેણે આ ઐતિહાસિક સ્થળોની પણ મુલાકાત લેવી જોઈએ. તો, આજે આ લેખમાં અમે તમને બેંગલુરુના કેટલાક એવા ઐતિહાસિક સ્થળો વિશે જણાવી રહ્યા છીએ, જેની મુલાકાત તમારે અવશ્ય લેવી જોઈએ.
બેંગ્લોર ફોર્ટ
જ્યારે બેંગાલુરુના ઐતિહાસિક સ્થળોની વાત આવે છે, ત્યારે પ્રથમ નામ જે મનમાં આવે છે તે છે બેંગ્લોર કિલ્લો. તે બેંગ્લોરના સ્થાપક કેમ્પે ગૌડા પ્રથમે માટીના કિલ્લા તરીકે બનાવ્યો હતો. તેને નવ મોટા દરવાજા હતા. 1761 માં હૈદર અલીએ તેને કબજે કર્યા પછી, તેને પથ્થરોથી મજબૂત કરવામાં આવ્યું હતું. જો કે, આ ઐતિહાસિક કિલ્લાનો મોટાભાગનો હિસ્સો સમયના વહેણને કારણે નાશ પામ્યો છે. આ કિલ્લામાં એક સમયે ટીપુ સુલતાનનો ઉનાળુ મહેલ, તેનું શસ્ત્રાગાર, મંદિર, એક ચર્ચ, કબ્રસ્તાન અને એક શાળા પણ સામેલ હતી. તમે આજે આમાંની ઘણી રચનાઓ જોઈ શકશો નહીં, પરંતુ તમે હજી પણ કિલ્લાનો દિલ્હી દરવાજો જોઈ શકો છો.
બેંગ્લોર પેલેસ
મેજેસ્ટીક બેંગ્લોર પેલેસ મહાન સ્થાપત્ય અને સુંદરતાનું એક પ્રતિક છે. હાલમાં આ મહેલ બેંગ્લોરમાં કેન્દ્રીય આકર્ષણ છે જેનું નિર્માણ વર્ષ 1878માં કરવામાં આવ્યું હતું. ચામરાજેન્દ્ર વાડિયારના બ્રિટિશ માતા-પિતાએ 1873માં બેંગ્લોર સેન્ટ્રલ હાઈસ્કૂલના આચાર્ય રેવ. જે. ગેરેટ પાસેથી મૂળ મિલકત ખરીદી હતી. આ મહેલ 45,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. આ મહેલમાં ટ્યુડર અને સ્કોટિશ ગોથિક આર્કિટેક્ચરનું મિશ્રણ જોવા મળે છે. એક મુખ્ય પ્રવાસન સ્થળ હોવા ઉપરાંત, આ મહેલનો ઉપયોગ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, રોક શો અને લગ્નો માટે પણ થાય છે. માન્યતાઓ અનુસાર, રાજા ચામરાજેન્દ્ર વાડિયારે આ મહેલ બનાવવા માટે લંડનના વિન્ડસર કેસલમાંથી પ્રેરણા લીધી હતી. મહેલની મુલાકાત તમને દક્ષિણ ભારતના સૌથી શક્તિશાળી રાજવંશોમાંના એકની ભવ્યતાના સાક્ષી બનવાની તક આપે છે. મહેલની અંદર એક ઓડિયો ટેપ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે, જે લોકોને તેના ઈતિહાસને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે.
બેંગ્લોર પેલેસનો સમય: સવારે 10:00 - સાંજે 5:30
ટીપુ સુલતાનનો કિલ્લો અને મહેલ
ટીપુ સુલતાનનો કિલ્લો અને મહેલ બેંગાલુરુમાં એક ઐતિહાસિક માળખું છે. આલ્બર્ટ વિક્ટર રોડ અને કૃષ્ણ રાજેન્દ્રની મધ્યમાં સ્થિત, મૈસુરના પ્રખ્યાત શાસક - ટીપુ સુલતાનનું ભવ્ય નિવાસસ્થાન છે. આ મહેલ બેંગ્લોરના કિલ્લામાં આવેલો છે. આ મહેલ ઈન્ડો-ઈસ્લામિક આર્કિટેક્ચરનું ઉત્તમ ઉદાહરણ છે. ઉનાળામાં રાજા દ્વારા ભવ્ય મહેલનો ઉપયોગ કરવામાં આવતો હતો અને તે 'એબોડ ઓફ હેપીનેસ' અને 'રેશ એ જન્નત' એટલે કે 'સ્વર્ગની ઈર્ષ્યા' તરીકે ઓળખાય છે. જ્યારે તમે ટીપુ સુલતાનનો કિલ્લો અને મહેલ જુઓ ત્યારે તમે ભૂતકાળમાં પાછા જઈ શકો છો. તેને ટીપુ સુલતાનના સમર પેલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
રસપ્રદ વાત એ છે કે તે બેંગ્લોરના કિલ્લાનો એક ભાગ હતો. તમને જણાવી દઈએ કે આ કિલ્લાના નિર્માણની શરૂઆત હૈદર અલીએ કરી હતી. પરંતુ તે તેના પુત્ર ટીપુ સુલતાનના શાસન દરમિયાન 1791 માં પૂર્ણ થયો હતો. સાગના લાકડામાંથી બનેલા આખા મહેલને દિવાલો પર ફ્લોરલ ડિઝાઈનથી શણગારવામાં આવ્યો છે. મહેલના ગ્રાઉન્ડ ફ્લોર પર એક નાનું મ્યુઝિયમ પણ આવેલું છે. જ્યાં તમે તેમના મુગટ અને કપડાંથી લઈને જૂના સિક્કા, ચિત્રો, ચાંદીના વાસણો વગેરે ઘણું બધું જોઈ શકો છો.
સમય:
સોમવાર-શનિવાર: સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી
રવિવાર: સવારે 8:30 થી સાંજે 5:00 વાગ્યા સુધી
પ્રવેશ ફી
ભારતીય- 15 રૂપિયા
વિદેશી - રૂ 200
મેયો હોલ
મેયો હોલ એ ભારતના ચોથા વાઈસરોય લોર્ડ મેયોના માનમાં બાંધવામાં આવેલી સ્મારક છે. આ બે માળની બિલ્ડિંગ 1883માં બનાવવામાં આવી હતી. તે એક તરફ બેંગ્લોર રેસકોર્સ અને બ્રિગેડ ગ્રાઉન્ડ અને બીજી તરફ ઉલસૂર તળાવ અને પરેડ ગ્રાઉન્ડનું સુંદર દૃશ્ય પ્રદાન કરે છે.
ગર્વમેન્ટ મ્યુઝિયમ
બેંગાલુરુમાં સ્થિત આ મ્યુઝિયમ માત્ર જિયોલોજિકલ અને આર્કિયોલોજીકલ કલાકૃતિઓનો ખજાનો જ નથી, પરંતુ તે ઐતિહાસિક રીતે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. 1865માં બનેલા આ મ્યુઝિયમની ગણતરી ભારતના સૌથી જૂના સંગ્રહાલયોમાં થાય છે. મ્યુઝિયમના મુખ્ય આકર્ષણોમાં વિજયનગર અને મોહેંજોદારોની કલાકૃતિઓ, કોડાગુના શસ્ત્રો, તંજાવુર, મૈસુર અને ડેક્કનના દુર્લભ ચિત્રો અને કેટલાક પ્રારંભિક કન્નડ શિલાલેખોનો સમાવેશ થાય છે. આ મ્યુઝિયમમાં તમને ઘણાં ઐતિહાસિક સંગીતનાં સાધનો પણ જોવા મળી શકે છે.
બેંગ્લોર કેવી રીતે પહોંચવું
ભારતના મુખ્ય શહેરોમાંનું એક હોવાને કારણે, બેંગ્લોર ફ્લાઇટ, ટ્રેન અને રોડ દ્વારા ભારતના તમામ ભાગો સાથે સારી રીતે જોડાયેલું છે, જેના કારણે પ્રવાસીઓ ફ્લાઇટ, ટ્રેન અથવા રોડ દ્વારા મુસાફરી કરીને સરળતાથી બેંગ્લોર પહોંચી શકે છે.
ફ્લાઇટ દ્વારા બેંગ્લોર કેવી રીતે પહોંચવું
કેમ્પે ગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ એ ભારતના સૌથી વ્યસ્ત અને આધુનિક એરપોર્ટ પૈકીનું એક છે. તે સમગ્ર દેશમાં લગભગ 50 સ્થળો સાથે જોડાયેલું છે અને 10 સ્થાનિક અને 21 આંતરરાષ્ટ્રીય એરલાઇન્સનું ઓપરેટ કરે છે. તે એર ઈન્ડિયા, કતાર, અમીરાત, જેટ એરવેઝ, એતિહાદ એરવેઝ જેવી ઘણી મોટી એરલાઈન્સનું ઓપરેટ કરે છે.
રોડ દ્વારા બેંગ્લોર કેવી રીતે પહોંચવું
જો તમારે એડવેન્ચર જોઈતું હોય તો તમે બસ દ્વારા બેંગ્લોર જઈ શકો છો. મુંબઈ, ગોવા, ચેન્નાઈ, હૈદરાબાદ વગેરે જેવા તમામ મોટા શહેરોથી સરકારી અને ખાનગી બસો ચાલે છે. બસ બેંગ્લોર સ્ટેશનથી આવે છે જે બેંગ્લોર સિટી રેલ્વે સ્ટેશનની સામે આવેલું છે.
ટ્રેન દ્વારા બેંગ્લોર કેવી રીતે પહોંચવું -
બેંગ્લોરમાં બે મુખ્ય રેલ ટર્મિનલ છે - બેંગ્લોર સિટી અને યશવંતપુર જંકશન. બેંગ્લોર સિટી એ શહેરની મધ્યમાં સ્થિત એક મુખ્ય ટર્મિનલ છે અને મોટાભાગની ટ્રેનો અહીંથી આવે છે અને ઉપડે છે. યશવંતપુર જંકશન NH-4 પર આવેલું છે અને મોટાભાગની લાંબા અંતરની ટ્રેનો અહીંથી આવે છે અને ઉપડે છે. જંક્શન પર પહોંચ્યા પછી, તમારે મુખ્ય શહેરમાં ટેક્સી અથવા રિક્ષા લેવી પડશે જે સ્ટેશનની બહાર સરળતાથી ઉપલબ્ધ છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો