ચંદેરીઃ એવો છુપાયેલો ખજાનો જે અંગે ઘણાં ઓછા લોકોને ખબર છે!

Tripoto
Photo of ચંદેરીઃ એવો છુપાયેલો ખજાનો જે અંગે ઘણાં ઓછા લોકોને ખબર છે! by Paurav Joshi

આપણે એ જગ્યાએ જઈએ છીએ જેના વિશે આપણે વધુ સાંભળ્યું હોય. તેથી જ મસૂરી, નૈનીતાલ, મનીલા અને શિમલા જેવા સ્થળોએ ભીડ વધારે હોય છે. આપણે એવા સ્થળોની પણ મુલાકાત લેવી જોઈએ જે સુંદર હોય પરંતુ ઓછી ફેમસ હોય. આજે અમે તમને એવી જ એક જગ્યા વિશે જણાવી રહ્યા છીએ. જેના વિશે તમે સાંભળ્યું પણ નહીં હોય. ઓરછા વિશે તો તમે જાણતા જ હશો. જો સાંભળ્યું છે તો તેની પાસે એક જગ્યા છે, ચંદેરી. ચંદેરી કિલ્લાઓ, મંદિરો અને સંગ્રહાલયોથી ઘેરાયેલું છે. જો તમને દેશભરના સુંદર ઐતિહાસિક સ્મારકોને એક્સપ્લોર કરવાનું પસંદ હોય તો તમારે ચંદેરી જરૂર જવું જોઇએ.

ચંદેરી વિશે

ક્રેડિટઃ ઇટ્સ મલય

Photo of ચંદેરીઃ એવો છુપાયેલો ખજાનો જે અંગે ઘણાં ઓછા લોકોને ખબર છે! by Paurav Joshi

ચંદેરીની સુંદરતા અને વિશેષતા જણાવતા પહેલા તે જગ્યા વિશે પણ જાણી લેવું જોઈએ. ચંદેરી માલવા અને બુંદેલખંડની સરહદ પર આવેલું છે. આ શહેરનો ઇતિહાસ 11મી સદીનો છે. તે સમયે તે મધ્ય ભારતનું મુખ્ય વેપાર કેન્દ્ર હતું. માલવા, મેવાડ, ગુજરાતના બંદરો તેની સાથે જોડાયેલા હતા. ચંદેરી પર મુઘલોથી લઈને બુંદેલા સુધીના ઘણા રાજાઓએ શાસન કર્યું હતું. બુંદેલા અને માલવાના સુલતાનો દ્વારા બનાવવામાં આવેલી ઘણી ઇમારતો આજે પણ અહીં જોઈ શકાય છે. ચંદેરી બુંદેલખંડી શૈલીની સાડીઓ માટે પણ પ્રખ્યાત છે.

શું-શું જોશો?

કોશક મહેલ

ક્રેડિટઃ બુલેટઇસ

Photo of ચંદેરીઃ એવો છુપાયેલો ખજાનો જે અંગે ઘણાં ઓછા લોકોને ખબર છે! by Paurav Joshi

જામા મસ્જિદ ચંદેરી

ક્રેડિટઃ એએસઆઇ ભોપાલ

Photo of ચંદેરીઃ એવો છુપાયેલો ખજાનો જે અંગે ઘણાં ઓછા લોકોને ખબર છે! by Paurav Joshi

ચંદેરી કિલ્લો

શહઝાદી કા રોજા

ક્રેડિટઃ ચંદેરી.ઓર્ગ

Photo of ચંદેરીઃ એવો છુપાયેલો ખજાનો જે અંગે ઘણાં ઓછા લોકોને ખબર છે! by Paurav Joshi

ઈસાગઢ - ચંદેરી રોડ

બાદલ મહેલ, ચંદેરી

ચંદેરીમાં તમારે સૌથી પહેલા તમારે ચંદેરી કિલ્લો જોવો જોઇએ. શહેરથી લગભગ 71 મીટરની ઊંચાઈ પર આવેલો ચંદેરી કિલ્લો અહીંના મુખ્ય આકર્ષણોમાંથી એક છે. આ કિલ્લો મુઘલ કાળ દરમિયાન બાંધવામાં આવ્યો હતો, તેથી તેની રચના મુઘલ કાળની ઝલક દર્શાવે છે. આ કિલ્લા વિશે એવું કહેવામાં આવે છે કે તેને ઘણા મોટા હુમલાઓનો સામનો કરવો પડ્યો છે. ખંડેર જેવો દેખાતો આ કિલ્લો એક સમયે અહીંની ભવ્ય ઈમારતોમાંનો એક હતો. કિલ્લાની અંદર તમે ખિલજી મસ્જિદ, હવા પૌર, નૌખંડા મહેલ અને હઝરત અબ્દુલ રહેમાનની કબર જોઈ શકો છો.

બહુ ઓછા લોકો ચંદેરી આવે છે. તેવી જ રીતે ચંદેરી આવતા લોકો આ સ્થળની મુલાકાત લેવાનું ભૂલી જાય છે. ચંદેરી જતા હોવ તો બાદલ મહેલ જોવા જરૂર જવું જોઇએ. બાદલ મહેલ ચંદેરીના શ્રેષ્ઠ પર્યટન સ્થળોમાંનું એક છે. આ ન તો મહેલનો દરવાજો છે કે ન તો વિશાળ પ્રવેશદ્વાર છે. તે 15મી સદીમાં ચંદેરીના મહાન વિજયની ઉજવણી કરવા માટે બનાવવામાં આવ્યું હતું. આ દરવાજો તેના બે મિનારા સાથે ઉભો છે, જે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. ગેટ પરની ભવ્ય કોતરણી મુલાકાતીઓનું ધ્યાન આકર્ષિત કરે છે.

દેશભરમાં ઘણી જગ્યાએ જામા મસ્જિદો છે. તેવી જ રીતે આ ઐતિહાસિક સ્થળ પર જામા મસ્જિદ પણ છે. આ દેશની સૌથી જૂની મસ્જિદોમાંથી એક છે. અહીં એક સાથે 2000 લોકો પ્રાર્થના કરી શકે છે. તે 13મી સદીમાં ગ્યાસુદ્દીન બલબન દ્વારા બનાવવામાં આવી હતી. તમને તેની રચના અને આકાર ગમશે. મસ્જિદની ટોચ પર ત્રણ મોટા ગુંબજ છે, જે તેને બનાવવાનું કામ કરે છે.

ચંદેરી કિલ્લા પછી, સૌથી વધુ જોવાલાયક સ્થળ કોશક મહેલ છે. આ મહેલ શહેરથી 4 કિમી દૂર છે. તમે ચાલીને આસાનીથી આ સ્થળે પહોંચી શકો છો. આ મહેલ માલવાના સુલતાન દ્વારા તેની જીતની ઉજવણી કરવા માટે બનાવવામાં આવ્યો હતો. સુલતાન મહમૂદ શર્કીને હરાવીને મહમૂદ શાહ ખિલજીએ તેનું નિર્માણ કરાવ્યું હતું. અગાઉ આ મહેલને સાત માળ સુધી બનાવવાની યોજના હતી પરંતુ માત્ર ત્રણ માળનો જ બની શક્યો હતો. મહેલનું સ્થાપત્ય અને દિવાલો પરની કોતરણી જોવા જેવી છે. મહેલની બારીઓ પર કરવામાં આવેલી કોતરણી અત્યંત સુંદર છે.

આ જગ્યાઓ સિવાય તમે અહીં શહેઝાદી કા રોજા પણ જોઈ શકો છો. રાજકુમારી રોઝા એ મેહરુનિસાની કબર છે. કહેવાય છે કે મેહરુનિસા અને તેના પ્રેમીએ અહીં અંતિમ શ્વાસ લીધા હતા. બંનેના મૃત્યુ બાદ તેઓને એક જ જગ્યાએ દફનાવવામાં આવ્યા હતા. આ સમાધિની નજીક એક કિલ્લો અને તળાવ પણ બનાવવામાં આવ્યું છે. ઈતિહાસને સારી રીતે સમજવા માટે તમે આ સ્થળની મુલાકાત લઈ શકો છો.

ચંદેરીથી 45 કિ.મી. દૂર ઈસાગઢ તેના સુંદર મંદિરો માટે પ્રખ્યાત છે. ચંદેરી આવતા લોકોએ ઈસાગઢ અવશ્ય જવું જોઈએ. ઈસાગઢમાં તમને દસમી સદીના મંદિરો જોવા મળશે. આ સિવાય તમને અહીં ઘણા બૌદ્ધ મઠ જોવા મળશે. જેમાંથી ઘણાએ ખંડેરનું સ્વરૂપ ધારણ કર્યું છે. તેમ છતાં, તમારે આ બધાને જોવા જોઈએ.

આ વસ્તુઓ પણ કરો

1. પગપાળા ચંદેરી જુઓ

ક્રેડિટઃ ડીપ ડ્રાઇવ

Photo of ચંદેરીઃ એવો છુપાયેલો ખજાનો જે અંગે ઘણાં ઓછા લોકોને ખબર છે! by Paurav Joshi

તમારે ચંદેરીના કિલ્લાઓ, મસ્જિદો અને મંદિરો સિવાય આ શહેરની મુલાકાત લેવી જ જોઈએ. તમને અહીંની ગલીઓમાં ફરવાની મજા આવશે. અહીં ઘણી ફિલ્મોનું શૂટિંગ થયું છે. અનુષ્કા શર્મા અને વરુણ ધવનની ફિલ્મ 'સુઇ-ધાગા'નું શૂટિંગ અહીં થયું હતું. તમે ચાલવાથી જ આ શહેરને સમજી શકશો. બની શકે કે ત્યારે તમને કેટલીક જગ્યાઓ એવી પણ મળી જાય જે તમને ગુગલ પર જોવા મળે.

2. સ્થાનિક ભોજનનો સ્વાદ માણો

Photo of ચંદેરીઃ એવો છુપાયેલો ખજાનો જે અંગે ઘણાં ઓછા લોકોને ખબર છે! by Paurav Joshi

સ્થાનિક ભોજનનો સ્વાદ માણવા માટે મધ્યપ્રદેશ એક ઉત્તમ સ્થળ છે. જો શક્ય હોય તો, તમારે અહીં ચુરમાના લાડુ અને દાલ ટિક્કા અજમાવવા જ જોઈએ. આ વાનગી તમારી ચંદેરીની યાત્રાને વધુ સુંદર બનાવશે. આ સ્થાનિક ખોરાક ખાવા માટે, તમે અહીં રેસ્ટોરન્ટમાં જઈ શકો છો.

3. બુંદેલખંડના લોકગીતો

ક્રેડિટઃ કલ્ચર ટ્રીપ

Photo of ચંદેરીઃ એવો છુપાયેલો ખજાનો જે અંગે ઘણાં ઓછા લોકોને ખબર છે! by Paurav Joshi

બુંદેલખંડ દેશની એવી જગ્યાઓમાંથી એક છે જ્યાં આજે પણ લોકોએ પોતાની સંસ્કૃતિને જાળવી રાખી છે. જ્યાં આજે પણ ગારી ગાયા વગર લગ્ન પૂર્ણ થતા નથી. તમે ચંદેરી આવો તો અહીંના લોકગીતો સાંભળ્યા વિના ન જાવ. આ માટે અહીં કાર્યક્રમો થતા રહે છે. જો તમે નસીબદાર છો, તો તમને તેમાં ભાગ લેવાની તક મળી શકે છે.

4. ચંદેરી સાડીઓ

ચંદેરી હંમેશા સાડી માટે ફેમસ રહ્યું છે. બનારસી, સિલ્ક અને ચિકન સાડીઓની જેમ, ચંદેરી સાડીઓ પણ તેમની અનન્ય પ્રિન્ટ અને ડિઝાઇન માટે પ્રખ્યાત છે. તે બીજી સદીથી વણકરોનું કેન્દ્ર હોવાનું કહેવાય છે. વિંધ્યાચલનો આ વિસ્તાર ત્યારથી વણાટ માટે જાણીતો છે. ચંદેરી સાડીઓ ત્રણ પ્રખ્યાત પ્યોર ફેબ્રિક સિલ્ક, ચંદેરી કોટન અને સિલ્ક કોટનમાંથી બનાવવામાં આવે છે. જો તમે ચંદેરી આવો છો, તો અહીં સાડીની ચોક્કસ ખરીદી કરો.

કેવી રીતે પહોંચવું

ચંદેરી જવાનું ખૂબ જ સરળ છે. તમે કોઈપણ રીતે અહીં પહોંચી શકો છો. જો તમે ટ્રેન દ્વારા આવો છો તો નજીકનું રેલ્વે સ્ટેશન અશોક નગર છે. અશોક નગરથી ચંદેરીનું અંતર 48 કિલોમીટર છે. અહીંથી બસ અને ટેક્સી દ્વારા ચંદેરી જઈ શકાય છે.

જો તમે ફ્લાઇટ દ્વારા આવવાનું વિચારી રહ્યા છો, તો નજીકનું એરપોર્ટ ગ્વાલિયર છે. ગ્વાલિયરથી ચંદેરીનું અંતર 227 કિલોમીટર છે. તમે ત્યાંથી બસ દ્વારા ચંદેરી પહોંચી શકો છો. જો તમારે રોડ માર્ગે આવવું હોય તો ઝાંસી થઈને લલિતપુર પહોંચો. લલિતપુરથી ચંદેરીનું અંતર 37 કિલોમીટર છે. તમે ટેક્સી અને બસ દ્વારા સરળતાથી ચંદેરી પહોંચી શકો છો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads