ડાયનોસોરની ધરતી એવા ગુજરાતની સફરે...

Tripoto

‘રાજસ્થાન’ અને ‘મહારાષ્ટ્ર’ પ્રત્યે વધુ આકર્ષિત પ્રવાસીઓ દ્વારા ગુજરાતની સુંદરતાને બેધ્યાન કરવામાં આવી ભલેને હોય પરંતુ ગુજરાતમાં એવા ઘણાય મોતીડાં રૂપી ફરવા લાયક સ્થળો છે જે તમારું ધ્યાન ચોક્કસથી આકર્ષશે. સૌથી વધુ લોકપ્રિય વસ્તુ કે જે મોટાભાગના પ્રવાસીઓને ગુજરાત તરફ આકર્ષિત કરે છે તે છે ત્યાંના યાત્રાધામો. જોકે આ બાળકો માટે ચોક્કસપણે આકર્ષક નથી.

પરંતુ થોડા વર્ષો પહેલા અમિતાભ બચ્ચન ગુજરાતને લઈને ટેલિવિઝન પર છવાયા હતા. તેઓએ નમ્રતાપૂર્વક લોકોને ગુજરાત ફરવા આવવા માટેનું આહવાહન કર્યું હતું. જેમાં તેઓ થોડા દિવસો ગુજરાતમાં વિતાવવા અને રાજ્યમાં ખરેખર શું છે? તે શોધવાની વિનંતી કરી હતી. ગુજરાતને વિશ્વ પર્યટનના નકશા પર મુકવાનો શ્રેય પણ તેમને જ જાય છે. અમદાવાદનું હેરીટેજ શહેર, દીવ અને માંડવીના નાના-નાના દરિયાકાંઠાના નગરો, કચ્છનું જાદુઈ સફેદ રણ, એશિયાઇ સિંહોનું ભવ્ય નિવાસસ્થાન ગીર અને દેખીતી રીતે દ્વારકા અને સોમનાથના પવિત્ર સ્થળોએ ગુજરાતને એક આગવી ઓળખ આપી છે.

ગુજરાતમાં ફરવા જેવું શું છે?

Photo of ડાયનોસોરની ધરતી એવા ગુજરાતની સફરે... 1/1 by UMANG PUROHIT

મહાત્મા ગાંધી સાથે ગુજરાતનો પણ ખાસ સંબંધ છે. ક્રાંતિકારી નેતાનો જન્મ અહીં થયો હતો અને અહીંથી જ તેમણે સત્યાગ્રહ અને ભારતની આઝાદીની લડત શરૂ કરી હતી.

ગુજરાતની મુસાફરી કેમ કરવી જોઈએ?

ગુજરાતના ફરવાલાયક સ્થળો એટલા બધા છે કે અહીં ગમે તેટલો સમય પસાર કરો ઓછોજ પડશે. અહીં આવેલા દરિયાકિનારા, વારસો, સંગ્રહાલયો, જૂની સંસ્કૃતિઓ, મહાત્મા ગાંધી સ્મૃતિચિત્રો, રાષ્ટ્રીય ઉદ્યાનો, ધાર્મિક સ્થળો, હસ્તકલા, મેળાઓ, તહેવારો અને ખાણીપીણીની વાત જ કંઈક અલગ છે. બાળકો માટેનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર કે જે તમને દેશમાં બીજે ક્યાંય નહીં મળે – “ડાયનાસોર!”

હા! ગુજરાત એક એવું રાજ્ય હતું જ્યાં 1981માં ભારતના ભૂસ્તરશાસ્ત્રનો સર્વે કરનારી સંસ્થા દ્વારા ડાયનાસોર અવશેષો શોધી કાઢવામાં આવ્યા હતા. તેથી એ સ્પષ્ટ છે કે ગુજરાતનો ઇતિહાસ ફક્ત અમુક સો વર્ષ જૂનો નથી પણ હકીકતમાં કરોડો વર્ષ જૂનો છે. તો ચાલો ગુજરાતની મનોહર સફરે. જઈ એ ને?

ઇન્દ્રોડા નેચર પાર્ક

ઇન્દ્રોડા નેચર પાર્ક, ગાંધીનગર, કે જે ડાયનાસોર અને ફોસીલ પાર્ક છે. આ પાર્કમાં વનસ્પતિ ઉદ્યાન અને અંદર એક ઝૂ પણ છે, પરંતુ સૌથી રસપ્રદ ભાગ ચોક્કસપણે ડાયનાસોરનો છે. ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (જીઈઈઆર) દ્વારા સંચાલિત ડાયનાસોર સંગ્રહાલય છે. ભારતના જુરાસિક પાર્ક તરીકે જાણીતા, ઇન્દ્રોડાપાર્કમાં ડાયનાસોર ઇંડા પણ સાચવવામાં આવ્યા છે. ઇન્દ્રોડાથી 100 કિલોમીટર દૂર રૈયાલી ગામમાં ડાયનોસોરના અવશેષો મળી આવ્યા હતા. આ ઉદ્યાનના ખુલ્લા વિસ્તારોમાં બધા લોકપ્રિય ડાયનાસોરના મોટા કદના મોડલ્સ બાળકોના મનોરંજન માટે રાખવામાં આવ્યા છે.

ગુજરાતના ફરવાલાયક સ્થળોમાં બીજું શું છે?: ડાયનાસોર અવશેષો ઉપરાંત, ઇન્દ્રોડામાં છોડ, જંતુઓ અને વાદળી વ્હેલના અવશેષો પણ છે. એક વનસ્પતિ ઉદ્યાન છે જ્યાં ઔષધીઓ, વનસ્પતિઓ અને છોડ ઉગાડવામાં આવે છે અને એક નાનું પ્રાણીસંગ્રહાલય છે જ્યાં તમે મગર, નીલગાય, લંગુર અને મોર, વગેરે જોઈ શકો છો.

કેવી રીતે પહોંચવું?:

ઈન્દ્રોડા નેચર પાર્ક ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલું છે અને અમદાવાદથી લગભગ 40 મિનિટનો રસ્તો છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે નિયમિત રાજ્ય સરકારની બસો ચાલે છે.

સમય: મંગળવારથી રવિવાર, સવારે 8 થી સાંજ સુધી.

પ્રવેશ ફી: રૂ. 20 વ્યક્તિ દીઠ. પાંચ વર્ષથી નીચેના બાળકો માટે મફત.

Photo of Indroda Nature Park, Gandhinagar, Gujarat, India by UMANG PUROHIT
Photo of Indroda Nature Park, Gandhinagar, Gujarat, India by UMANG PUROHIT

લોથલ, હડપ્પન કાળનું પુરાતત્ત્વીય સ્થળ

ગુજરાતમાં આવેલું પ્રાચીન શહેર લોથલની મુલાકાત લેવી જોઈએ. પ્રાચીન કાળના આ શહેરના અવશેષો આજે પણ અહીં સંગ્રહાલયમાં સાચવવામાં આવ્યા છે. લોથલ શબ્દનો અર્થ થાય છે "લાશનો ઢગલો". એક સમયે વિશ્વની સૌથી મોટી સંસ્કૃતિમાંની ગણાતી આ સંસ્કૃતિની જમીન હવે એકદમ સપાટ અને નિર્જન બની ગઈ છે. એકવાર આ સંસ્કૃતિની જમીન પર આવીને ઉભા રહીં સિંધુ ખીણની સંસ્કૃતિ સમયના સમૃદ્ધ અને વિકસિત લોકોના જીવનની કલ્પના કરો. લોથલનું ખોદકામ 1955 થી 1962ની વચ્ચે ડો. એસ.આર.રાવ દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતમાં હડપ્પન સંસ્કૃતિનું સૌથી વિસ્તૃત ખોદકામ કરાયેલું સ્થળ અને સિંધુ ખીણની સંસ્કૃતિની ઉંડાણપૂર્વક સમજ આપતું આ સ્થળ છે. આ સ્થળની મુલાકાત લઈને બાળકો પ્રાચીન સમયના ગૌરવપૂર્ણ ભારતના ઇતિહાસ વિશે શીખી શકે છે.

બીજું શું જોવું?:

લોથલમાં ખોદકામ કરવામાં આવેલી વસ્તુઓને સાઇટની નજીકમાં જ એક સંગ્રહાલયમાં પ્રદર્શન માટે સાચવી રાખવામાં આવ્યા છે. ખોદકામ દરમ્યાન મળેલી 5000 વસ્તુઓમાંથી 800 જેટલી વસ્તુઓ પ્રદર્શિત કરવા માટે અહીં મુકવામાં આવી છે. સંગ્રહાલયના પ્રવેશદ્વારમાં એક કલાકારનો લોથલના હડપ્ન શહેરનો કાલ્પનિક વિચાર દર્શાવવામાં આવ્યો છે. પથ્થરમાંથી બનાવવામાં આવેલા ઓજારો તે સમયની કાર્ય કુશાળતાની ઝલક આપે છે. તેમજ ટેરાકોટામાંથી બનાવવામાં આવેલા રમકડાં, આભૂષણ, હાથીદાંતની વસ્તુઓ, તાંબુ અને કાંસાના રસોડાનાં વાસણો તેમજ દોરવામાં આવેલા ચિત્રો સિંધુ ખીણી સમાજની ગતિશીલતા દર્શાવે છે.

કેવી રીતે પહોંચવું?:

લોથલ અમદાવાદથી 78 કિલોમીટર દૂર આવેલું છે. અહીં પહોંચવા માટે રાજ્ય દ્વારા ચલાવવામાં આવતી બસ વધારે અનુકૂળ પડશે. લગભગ અમદાવાદથી લોથલ પહોંચવામાં 3 કલાકનો સમય લાગે છે.

સમય: શનિવારથી ગુરુવાર, સવારે 10 થી સાંજે 5 સુધી

પ્રવેશ ફી: લોથલ સાઇટની નિ: શુલ્ક મુલાકાત લઈ શકાય છે. મ્યુઝિયમ પ્રવેશ ફી વ્યક્તિ દીઠ ₹ 2 અને 15 વર્ષ સુધીના બાળકો માટે મફત.

Photo of Harappa Port-Town, Lothal, Lothal, Saragwala, Gujarat, India by UMANG PUROHIT
Photo of Harappa Port-Town, Lothal, Lothal, Saragwala, Gujarat, India by UMANG PUROHIT

ધોલાવીરા

ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એએસઆઈ) દ્વારા 1967માં શરૂ કરવામાં આવેલી જુમ્બેશમાં વિશાળ અર્ધ-શુષ્ક ભૂમિ ગણાતા કચ્છમાંથી ધોળાવીરા નામક સ્થળ શોધી કાઢવામાં આવ્યું હતું. ગુજરાતમાં ફરવા આવતા દરેક પ્રવાસીઓ માટે આજે ધોળાવીરા આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ધોળાવીરામાં પગ મુક્તાની સાથે જ તમને લાગશે કે જાણે ટાઈમ મશીનમાં બેસીને તમે 4,500 વર્ષ પહેલાંના સમયમાં પહોંચી ગયા છો. મોટાભાગે રેતીના પત્થરો અને ચૂનાના પત્થરોથી બનેલા આ વિશાળ શહેરમાં પગથિયા, પ્રવેશ દ્વાર, ગટર યોજના, વિશાળ રસોડાઓ અને વિશાળ જળાશયો પણ મળી આવ્યા છે. જેમાં મહત્વપૂર્ણ દરવાજા પરનું સાઇનબોર્ડ્સ છે. અહીં ત્રણ ભાગમાં નગર આયોજન પણ જોવા મળ્યું છે.

સૂર્યાસ્ત તથાની સાથે અહીં રહેલા નિર્જન પથ્થરો ચમકી ઉઠે છે. આકાશમાં રેળાતા જાદુઈ રંગો જ્યાં સુધી તમારી નજર ફરે તમે જોઇ શકો છો. અહીંથી લગભગ 450 કિલોમીટર દૂર મોહેંજો દારો પણ એક સમયે એક જ દેશમાં હતા પરંતુ સરહદને કારણે આજે બન્ને અલગ-અલગ પડી ગયા છે. એવું માનવામાં પણ આવે છે કે પ્રાચીન સમયમાં મેસોપોટેમીયા અને અરેબિયાના લોકો અહીં વેપાર કરવા આવતા હતા અને કેટલાક અહીં સ્થાયી પણ થયા હતા. આજે વિશ્વભરના પર્યટકો અહીં પ્રાચીન સંસ્કૃતિને માણવા માટે આવે છે. આટલા વર્ષો પહેલા પણ અહીં આધુનિક ગણાય એવી ગટર યોજના વિશે સાંભળીને ચોક્કસયથી નવાઇ પામી જવાય છે.

બીજું શું જોવું જોઇએ?:

લોથલની જેમ જ અહીંના સંગ્રહાલયમાં સાઇટ પર કરવામાં આવેલા ખોદકામ પછી 300 થી વધુ વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ASI દ્વારા આજે પણ નજીકના વિસ્તારોમાં ખોદકામ ચાલુ રાખ્યું હોવાથી, સંગ્રહાલય સતત અપડેટ કરવામાં આવે છે.

કેવી રીતે પહોંચવું? :

ધોળાવીરા અમદાવાદથી 680 કિલોમીટર દૂર છે અને રોડ દ્વારા પહોંચવામાં લગભગ 7 કલાકનો સમય લે છે. વૈકલ્પિક રીતમાં તમે ભુજ જઈ શકો છો અને ત્યાંથી વાહન ચલાવીને જઇ શકો છો. તે 220 કિમી છે અને પહોંચવામાં લગભગ 4 કલાકનો સમય લે છે.

સમય: ઉનાળામાં સવારે 8 થી સાંજ અને શિયાળામાં સવારે 8 થી સાંજના 6 સુધી. મ્યુઝિયમનો સમય દરરોજ સવારે 8 થી સાંજના 6 સુધીનો છે.

પ્રવેશ ફી: સંગ્રહાલયમાં પ્રવેશ અને સાઇટની મુલાકાત બંને મફત છે.

Photo of Dholavira, Gujarat, India by UMANG PUROHIT
Photo of Dholavira, Gujarat, India by UMANG PUROHIT

કચ્છનું રણ

ગુજરાતના પશ્ચિમ છેડે આવેલું કચ્છ કે જેનો શાબ્દિક અર્થ થાય છે અર્ધશુષ્ક ભૂમિ. કચ્છનો અખાત, મોટું રણ, નાનું રણ લોકોમાં સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. કચ્છના ગામોમાં વસવાટ કરતી આદિવાસી પ્રજાતિ દ્વારા બનાવવામાં આવતા વિવિધ કલાત્મક આભૂષણો એ ભારતીય હસ્તકલાની આગવી વિશેષતાની ઝલક આપે છે. આ સીવાય જો લોકોમાં સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર હોય તો તે છે કચ્છના મોટો રણનો વિસ્તાર. શિયાળામાં તે પોતાની સુંદરતાની પરાકાષ્ઠએ પહોંચે છે, જ્યારે ઉનાળામાં આખુંય રણ ધગધગી ઉઠે છે. આ કુદરતની સુંદરતાનો લહાવો માણવા પરિવાર સાથે જરૂરથી મુલાકાત લેવી જોઇએ. આ સીવાય ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવતા રણૌત્સવની તો મુલાકાત લેવી જ જોઇએ. આ વખતે પણ કોવિડ-19ને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સરકારના સૂચનો અને નિયમોને ધ્યાનમાં રાખીને નવેમ્બરમાં આ ઉત્સવની જાહેરાત કરવામાં આવી છે. લગભગ ચાર મહિનાના ચાલતા આ ઉત્સવમાં ગુજરાતની વિવિધ કથા, કલા અને સંસ્કૃતિના દર્શન થાય છે.

બીજું શું જોવું?:

કચ્છના મોટા રણની આસપાસ ઘણી બધી વસ્તુઓ છે જે અહીંના લોકોના જીવનને જાણવાની અને સમજવાની ઉત્તમ તક પ્રદાન કરે છે. તમે રણની સરહદ ઉપર આવેલા વિવિધ આદિજાતિ ગામો મુલાકાત લઈ શકો છો. તમે અહીં ભુજ અને માંડવીની પણ મુલાકાત લઈ શકો છો.

કેવી રીતે પહોંચવું?:

અહીં નજીકનું વિમાનમથક અને રેલ્વે સ્ટેશન ભુજ છે, આશરે 80 કિમી અથવા 2 કલાકનો સમય લાગે છે. અમદાવાદ અને ભૂજ વચ્ચેનું અંતર 400 કિ.મી.ની છે અને ભુજ અને અમદાવાદ વચ્ચે નિયમિત ખાનગી અને જાહેર બસો દોડે છે.

સમય: તમે વર્ષ દરમિયાન કોઇપણ સમયે અહીંની મુલાકાત લઇ શકો છો પરંતુ શિયાળા દરમિયાન અહીં સુંદરતા શોળેય કળાએ ખીલે છે.

Photo of Kutch Rann Utsav, Sanskar Nagar, Bhuj, Gujarat, India by UMANG PUROHIT
Photo of Kutch Rann Utsav, Sanskar Nagar, Bhuj, Gujarat, India by UMANG PUROHIT

પ્રવેશ ફી: રણની મુલાકાત લેવા માટે કોઈ ખાસ ફી નથી, જો કે રણની આજુબાજુ અસંખ્ય ટેન્ટ અને આરામ કરવાના સ્થળ છે. જ્યાં તમે આરામ અને નવરાશ સાથેની ગતિએ રણનો આનંદ લઈ શકો છો.

ગુજરતાની વાનગીએ

કોઈપણ રાજ્યને જાણવાનો શ્રેષ્ઠ રસ્તો જો કોઇ હોય તો તે છે ત્યાંનું સ્થાનિક ભોજન. ગુજરાત રાજ્યમાં અનેકવિધ વાનગીઓ છે, જેમાં વિવિધ પ્રદેશોમાં અલગ-અલગ વાનગીઓ જોવા મળે છે. દાળ, અને કઢી, સેવ ટમેટાનું શાક અને લાસણિયા બટેકા જેવી અનેક વાનગીઓ અહીં પીરશવામાં આવે છે. દરેક સ્વાદિષ્ટ અને લાયક છે. આ સીવાય ગુજરાતી ભોજન લેવાની એક શ્રેષ્ઠ રીત છે ત્યાંની પરંપરાગત થાળી જમવાની કે જેના અંદર વિવિધ પ્રકારની સ્વાદિષ્ઠ ગુજરાતી વાનગીનો સમાવેશ કરવામાં આવે છે. ગુજરાતી વાનગીઓ મુખ્યત્વે શાકાહારી હોય છે. જો તમારે ગુજરાતી ભોજન ન લેવું હોય તો અમદાવાદમાં ફાસ્ટ ફૂટની વિવિધ ફેન્ચાઇઝ જેવી કે મેકડોનાલ્ડ્સ, ડોમીનોસ, પિઝા હટ તેમજ અન્ય મળી રહે છે. જો કે, કચ્છના વિવિધ વિસ્તારોમાં ભોજનની દ્રષ્ટિએ મર્યાદિત વિકલ્પો હશે.

ક્યારે જવું?

ગુજરાતમાં ઉનાળમાં ગરમી પ્રમાણમાં થોડી વધારે લાગે છે તેમજ શિયાળામાં પ્રમાણસર ઠંડી જોવા મળે છે. તેથી ઉપર જણાવેલ તમામ સ્થળોની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળો છે, મુખ્યત્વે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાનો સમય.

Photo of ડાયનોસોરની ધરતી એવા ગુજરાતની સફરે... by UMANG PUROHIT

કેવી રીતે જવું?

ગુજરાતનું મુખ્ય એરપોર્ટ અમદાવાદમાં છે અને તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ મોટા શહેરો સાથે જોડાયેલું છે.

હવાઈ માર્ગે: દિલ્હીથી અમદાવાદ સુધીની રાઉન્ડ-ટ્રિપનું ભાડું રૂ. 6,000 છે.

ટ્રેન દ્વારા: ભારતના મોટા મેટ્રો શહેરોથી અમદાવાદ સુધીની ઘણી સીધી ટ્રેનો છે. નવી દિલ્હીથી અમદાવાદની એસી ટિકિટની કિંમત રૂ. 1,800 છે જે આઈઆરસીટીસી પરથી બુક કરાવી શકો છો.

માર્ગ દ્વારા: રાજસ્થાન અને મહારાષ્ટ્ર દ્વારા પણ અમદાવાદ પહોંચી શકાય છે. ગુજરાતના રાજમાર્ગો અને પણ પ્રમાણમાં ઘણા સારા છે.

આસપાસ ફરવા માટે

ગુજરાતમાં એક શહેરથી બીજા શહેર જવાનો ઉત્તમ રસ્તો બસ અથવા ટેક્સી છે. ગુજરાત રાજ્યની માલિકીની બસો સમયસર જાહેર પરિવહન માટે પ્રખ્યાત છે. જો કે, ટેક્સી એ આસપાસ જવા માટે વધુ અનુકૂળ અને આરામદાયક સાબીત થઇ શકે છે. એક ટેક્સીની કિંમત આશરે રૂ. 2,200, લગભગ 300 કિ.મી. પર ડે મળી જાય છે.

રહેવા માટે

ઇન્દ્રોડા નેચર પાર્ક અને લોથલ માટે અમદાવાદમાં તમને સારી અને પ્રમાણમાં ઓછી કિંમતે રહેવા માટેની સુવિધા મળી જશે. જ્યારે શહેરની હોટલોની વાત આવે ત્યારે પસંદગી માટેના સેંકડો વિકલ્પો છે.

હોલિડે ઇન એક્સપ્રેસ - મફત નાસ્તાની સાથે શહેરની મધ્યમાં છે. બે જણાને રહેવા માટે રાત્રિ દીઠ ભાવ રૂ. 4,000 છે.

booking.com

Photo of Ahmedabad, Gujarat, India by UMANG PUROHIT

શિયાળા દરમિયાન કચ્છના રણની મુલાકાત લેવામાં આવે છે અને આ આકર્ષક સ્થળનો આનંદ માણવાની સૌથી શ્રેષ્ઠ સમય ગણી શકાય છે. બે રાત્રિ અને ત્રણ દિવસ માટે વ્યક્તિ દીઠ 12,000 છે જેમાં તમામ ભોજન, ફરવાલાયક સ્થળોને આવરી લેવામાં આવે છે.

ધોળાવીરમાં તમને રહેવા માટેની સગવડતા પ્રમાણમાં ખૂબજ ઓછી જોવા મળશે. અહીં એક ગુજરાત પર્યટન ગેસ્ટ હાઉસ છે જે રહેવા માટે યોગ્ય છે. તેને ધોળાવીરા ટૂરિઝમ રિસોર્ટ કહેવામાં આવે છે. અહીં બે વ્યક્તિને એક રાત રોકોવા માટેનો ભાવ રૂ. 4,500 છે. આમાં નાસ્તો અને રાત્રિભોજન, નજીકની જગ્યાઓ પર ફરવા, ધોલાવીરા ખંડેરની મુલાકાત અને સરહદ પરના બીએસએફ કેમ્પની મુલાકાત શામેલ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસના ફોટા અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર ક્રેડિટ કમાઓ અને પછી તમારા પ્રવાસમાં હોટલ બુક તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads