આ રીતે મેં ૧૯૯ વખત સૌથી સસ્તી ફ્લાઇટ્સ બૂક કરી

Tripoto
Photo of આ રીતે મેં ૧૯૯ વખત સૌથી સસ્તી ફ્લાઇટ્સ બૂક કરી 1/7 by Jhelum Kaushal

મને ટ્રાવેલિંગ કરવું અનહદ પસંદ છે અને નવા દેશની મુલાકાત લેવા હું હંમેશા તલપાપડ થતો હોવ છું. એમાંય સૌથી સસ્તી ટિકીટ્સ મળી જાય તો સોનામાં સુગંધ ભળે! મુસાફરી પહેલી વાર હોય કે ૧૦૦મી વાર, ટિકીટ્સનાં વધુ પડતાં ભાવ ચૂકવવા કોઈને ન જ ગમે. આ ટ્રિક્સથી ટિકીટ્સ બૂક કરશો તો તમારે ક્યારેય વધુ કિંમત નહિ ચૂકવવી પડે.

છેલ્લા સાત વર્ષથી હું દુનિયાભરમાં ફરી રહ્યો છું અને તેની તસવીર અહીં નીચે શેર કરી રહ્યો છું. અલબત્ત, આ પાછળ મરી કલાકોની મહેનત છે. તમે પણ આ બધી ટ્રિક્સથી ટિકીટ્સ બૂક કરો અને ભરપૂર નાણાં બચાવો.

Photo of આ રીતે મેં ૧૯૯ વખત સૌથી સસ્તી ફ્લાઇટ્સ બૂક કરી 2/7 by Jhelum Kaushal

૧. અલ્ટ્રા-સ્માર્ટ વેબસાઇટ્સનો ઉપયોગ કરો

તમને એવું હશે કે હું કોઈ પરંપરાગત વેબસાઇટ્સની વાત કરીશ. વેલ, આઈ હેવ અ સરપ્રાઈઝ ફોર યુ! ITA Matrix નામની વેબસાઇટ વિષે તમે કદાચ નહિ સાંભળ્યું હોય, પણ આ સાઈટે મારા હજારો ડોલર્સ બચાવ્યા છે. MIT નાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી વેબસાઇટ આપણને પુષ્કળ બચત કરાવી આપે છે.

Photo of આ રીતે મેં ૧૯૯ વખત સૌથી સસ્તી ફ્લાઇટ્સ બૂક કરી 3/7 by Jhelum Kaushal

૨. ટાઈમ ઈઝ એવેરીથીંગ

આમ જોઈએ તો કોઈ ચોક્કસ નિયમ નથી કે કયા સમયે ફ્લાઇટ્સ બૂક કરવી જોઈએ પણ થોડી કાળજી આપણા ઘણા નાણાં બચાવી શકે છે. સામાન્ય રીતે હું ૬ અઠવાડિયા પહેલા બૂકિંગ કરવાનું પસંદ કરું છું. શક્ય છે કે છેલ્લી ઘડીએ કિંમત ઘણી જ ઘટી જાય અથવા ઘણી જ વધી જાય. આથી અમુક અઠવાડિયા પહેલા મંગળ કે બુધવારે ટિકિટ બૂક કરવી એ શ્રેષ્ઠ રસ્તો છે કેમકે તે બંને દિવસે આડા દિવસો હોવાથી પ્રમાણમાં ઓછા મુસાફરો હોય છે અને એટલે જ ઓછી કિંમત હોય છે.

Photo of આ રીતે મેં ૧૯૯ વખત સૌથી સસ્તી ફ્લાઇટ્સ બૂક કરી 4/7 by Jhelum Kaushal

૩. બધી જ કૂકીઝ આપણા કામની નથી હોતી!

ઓનલાઈન ટિકીટ્સ બૂક કરતી લગભગ બધી જ વેબસાઇટ્સ તમારી ઓનલાઈન હિલચાલથી માહિતગાર હોય છે. આપણી બધી જ હિલચાલ ઈન્ટરનેટ કૂકીઝમાં સેવ રહે છે. જેટલી વધુ વખત તમે તે વેબસાઇટ સર્ચ કરશો તેમ તેને વધુ માહિતી મળશે કે તમે ડેસ્પરેટલી ટિકિટ બૂક કરવા ઈચ્છો છો. ટિકિટ બૂક કરતાં પહેલા બધી જ કુકીઝ ડિલીટ કરી નાખો, આ ખૂબ ફાયદાકારક છે.

Photo of આ રીતે મેં ૧૯૯ વખત સૌથી સસ્તી ફ્લાઇટ્સ બૂક કરી 5/7 by Jhelum Kaushal

૪. વૈકલ્પિક એરપોર્ટ્સ તપાસો

વિશ્વના સૌથી વધુ પ્રખ્યાત શહેરોમાં હંમેશા એક કરતાં વધુ એરપોર્ટ્સ હોય છે અને હું હંમેશા તમામ એરપોર્ટ્સની ફ્લાઇટ્સ તપાસું છું. મારે દુબઈથી તુર્કી જવું હતું ત્યારે ઇસ્તંબુલનાં મુખ્ય એરપોર્ટની ફ્લાઇટ એટલી બધી મોંઘી હતી કે મેં એ ટ્રીપ કરવાનું લગભગ માંડી જ વાળ્યું. સદભાગ્યે કોઈ પાસેથી મને જાણવા મળ્યું કે ઇસ્તંબુલમાં બીજું પણ એક એરપોર્ટ છે. મેં ત્યાંની ટિકિટ બૂક કરી અને હું એક અદભૂત જગ્યાને ખૂબ સસ્તી કિંમતે માણી શક્યો.

Photo of આ રીતે મેં ૧૯૯ વખત સૌથી સસ્તી ફ્લાઇટ્સ બૂક કરી 6/7 by Jhelum Kaushal

૫. ફ્રિકવન્ટ ફ્લાયર પ્રોગ્રામમાં જોડાઓ

આ એક વિશેષ વ્યવસ્થા છે. નિયમિત રીતે ટ્રાવેલિંગ કરતાં પ્રવાસીઓ માટે ફ્રિકવન્ટ ફ્લાયર પ્રોગ્રામ(FFP)ની એક સુવિધા છે જે કોઈ પણ એરલાઇન્સમાં ટ્રાવેલ કરવા બદલ તમે અમુક 'માઈલ્સ' મેળવશો. જમા થયેલા માઈલ્સ ભવિષ્યની કોઈ પણ ફ્લાઇટમાં રિડિમ કરી શકાય છે. ફરીથી જ્યારે કોઈ ફ્લાઇટ બૂક કરો તો FFPમાં જોડાવાનું ભુલશો નહિ.

તમને એવું લાગશે કે આનો લાભ લેવા તો અગાઉથી કેટલીય ફ્લાઇટ્સ બૂક કરવી જરૂરી હશે, પણ મેં જેટ એરવેઝમાં છેલ્લા ત્રણ વર્ષથી મુસાફરી કર્યા વગર જ ફ્રિકવન્ટ ફ્લાયર પ્રોગ્રામનો લાભ લઈને દિલ્હીથી લેહની રિટર્ન ટિકિટ માત્ર ૧૫૦૦ રુમાં બૂક કરી હતી. કેવી રીતે? મરી પાસે HDFC ક્રેડિટ કાર્ડ છે જે મને જેટ એરવેઝ માઈલ્સ કમાવી આપે છે.

Photo of આ રીતે મેં ૧૯૯ વખત સૌથી સસ્તી ફ્લાઇટ્સ બૂક કરી 7/7 by Jhelum Kaushal

૬. Skyscannerના એક્સપ્લોર ફીચરનો ઉપયોગ કરો

ઘણી વખત એવું બને કે તમારે ખૂબ દૂર ટ્રાવેલ કરવું હોય પણ ટિકીટ્સની કિંમત તમને દૂર સુધી પ્રવાસ કરવા રોકતી હોય. તેના ઉપાય માટે એક ટૂલ છે. Skyscannerના એક્સપ્લોર ફીચર થકી તમે તમારું લોકેશન, તારીખ, બજેટની વિગત ઉમેરીને તે બજેટમાં ક્યાંય પણ જવાના આઇડીયાઝ બતાવશે. મારી હોંગકોંગની ટ્રીપ પછી હું ખૂબ હતાશ થયેલો અને મેં નક્કી કરેલું કે જો ૧૦,૦૦૦રુની અંદર રિટર્ન ટિકીટ્સ બૂક થતી હશે તો જ હું પ્રવાસ કરીશ. ઓલ થેંક્સ ટૂ Skyscanner, હું ફિલિપાઈન્સની ટિકિટ ૧૦,૦૦૦ રુમાં બૂક કરી શક્યો.

શું તમને પણ ફરવું પસંદ છે? તો આમાંની કોઈ પણ ટ્રિક ચોક્કસ અપનાવી જુઓ.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Further Reads