દરેક સ્ત્રીએ જીવનમાં એક વાર તો સોલો ટ્રાવેલ કરવું જ જોઈએ. જાણો શું કામ?

Tripoto
Photo of દરેક સ્ત્રીએ જીવનમાં એક વાર તો સોલો ટ્રાવેલ કરવું જ જોઈએ. જાણો શું કામ? 1/1 by Jhelum Kaushal

હું નાનપણથી જ બહુ જ લાડકોડમાં ઉછરી છું. ઘરથી બહાર જવાનું પણ ભાગ્યે જ બનતું અને તે પણ બહુ જ ટૂંકા ગાળા માટે. જ્યારે મારા કુટુંબીજનો અને મિત્રોને મેં સોલો ટ્રીપ પર જવાની મારી ઈચ્છા જણાવી ત્યારે એ લોકોને શરૂઆતમાં તો મારી વાત હસવામાં કાઢી, અને પછી શરુ થયો ચિંતાનો સમય.

સૌએ મને અગણિત પ્રશ્નો પૂછ્યા. “આ સેફ હશે?” “તને દર નથી લાગતો?” “તારા એકે મિત્રો તારી સાથે નહિ આવે?” “એકલી એકલી કેવી રીતે ફરવા જઈશ?”

લગભગ બધા જ કહેવાતા ‘આધુનિક અને મોડર્ન’ માણસોએ મારા આ નિર્ણય પર પ્રશ્નાર્થ ઉઠાવ્યો. મેં એ બધાની અવગણના કરી અને મારા નિર્ણય પર મક્કમ રહી. મારે એ પ્રવાસ કરવો જ હતો જે મારા માટે લાઈફ-ચેન્જિંગ સાબિત થવાનો હતો અને અઢળક નવી વસ્તુઓ શીખવા મળવાની હતી.

મને સમજાયું કે આ દુનિયા એટલી પણ ખરાબ નથી. પણ જ્યારે તમે સંપૂર્ણપણે એકલા હોવ ત્યારે વધુ સાવધાની રાખો છો, વધુ સચેત રહો છો, તમે સમજી-વિચારીને નિર્ણય લો છો, તમે સ્વતંત્ર છો અને તમારી સુરક્ષા એ તમારી જ જવાબદારી છે. એટલે જો યોગ્ય આયોજન કરવામાં આવે અને પૂર્તિ તકેદારી રાખવામાં આવે તો તમે એકલા હોવા છતાં કોઈ મોટા ગ્રુપમાં હોવા જેટલા જ સેફ છો. જે જગ્યાનો પ્રવાસ કરી રહ્યા હોવ તે જગ્યા વિષે એડવાન્સમાં જ ખૂબ વાંચન અને રિસર્ચ કરી રાખ્યું હોય તો પ્રવાસ સમયે તે બહુ જ કામ લાગે છે. રહેવાનું બૂકિંગ એડવાન્સમાં કરવાથી સોલો ટ્રીપ ઘણી જ સરળ બની જાય છે.

ઘણી યુવતીઓ એવું મને છે કે રેસ્ટોરાંમાં એકલા બેસીને જમવાથી કે ડ્રિંક કરવાથી દરેકનું ધ્યાન તેની તરફ ખેચાય છે. પણ એવું નથી. કોઈને કોઈની પડી નથી હોતી. અરે, બની શકે કે તમને તમારી જેવા જ કોઈ સહ-પ્રવાસી સાથે મુલાકાત થઈ જાય. અલબત્ત, કોઈ સંપૂર્ણ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવામાં આવા કિસ્સાઓમાં ઘણી કાળજી રાખવી પડે છે.

માત્ર અને માત્ર કોઈ કંપની હોવી જોઈએ એવા હેતુથી કોઈની સાથે ટ્રાવેલિંગ કરવું એ બહુ વાહિયાત વિચાર છે. કારણકે દરેક વખતે તમને તમારા જેવી જ કોઈ સાથી મળે એવું જરૂરી નથી. ઇન ફેક્ટ, જો તમે સહ-પ્રવાસીની પસંદગીમાં થાપ ખાઈ જાઓ તો શક્ય છે કે તમારા આખા પ્રવાસની બધી જ મજા બગડી જાય. એટલે એ સાવ ખોટી દલીલ છે કે એકલા ફરવા કરતાં બેકલા ફરવું સારું.

એકલા ફરવાથી તમને તમારી જાત વિષે ઘણું જાણવા મળશે. કેટલુંય નવું શીખવા મળશે. તમે ઘણું બધું નવું કરવાનો પ્રયત્ન કરશો. તમારી છુપાયેલી જાત બહાર આવશે. તમે એક્સપ્લોર કરશો અને એટલી બધી મજા આવશે કે તમે આજીવન આ પ્રયાસને વાગોળશો.

બસ, બહુ જ બેઝિક સાવધાની રાખવી જરૂરી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનો. સેલ્ફ-ડિફેન્સ માટે નાના-મોટા સાધનો હાથવગા રાખવા. સ્થાનિક લોકો સાથે વાત કરતી વખતે તેમની સંસ્કૃતિનું માન જાળવવું. બધા જ જરૂરી દસ્તાવેજો સાથે રાખો. અને સૌથી મહત્વનું, હંમેશા તમારા અંતરનો અવાજ સાંભળો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ