ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈ. દર વર્ષે હજારો લોકો માતા વૈષ્ણોદેવીનાં દર્શનાર્થે જમ્મુના કટરા ખાતે આવે છે. પણ મોટા ભાગનાં લોકો દર્શન કરીને પાછા ફરી જાય છે. ખાસ પ્રવાસનું આયોજન કરીને નીકળ્યા જ હોવ તો કટરા આસપાસની આ જગ્યાઓની ચોક્કસ મુલાકાત લો.
૧. સિહાડ બાબા

માતાના દર્શન બાદ આ ધોધની મુલાકાતનો વારો આવે છે. સિહાડ બાબા ધોધ ૨૦ મીટર ઊંચો છે અને ફરવા માટે એક આકર્ષક જગ્યા છે. અહીં ધોધ નીચે ન્હાવાની મનાઈ છે પરંતુ થોડે આગળ ન્હાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સમય વિતાવવા માટેનું ઘણું જ સારું સ્થળ છે.
૨. નૌ દેવી મંદિર
કટરાથી દસેક કિમી દૂર નૌ દેવી માતાનું મંદિર આવેલું છે જેનો મહિમા વૈષ્ણોદેવીથી સહેજ પણ ઓછો નથી. ગુફાઓમાં આવેલા આ મંદિરમાં ઘણું જ ભરાવદાર શરીર ધરાવતા લોકો પણ આરામથી અંદર જઇ શકે છે. વૈષ્ણોદેવી માતાનાં દર્શનાર્થે આવતા ઘણા લોકો આ મંદિરના દર્શનનો લાભ લે છે.
જમ્મુ કાશ્મીરમાં કટરાથી ૧૭ કિમી દૂર રિયાસી જિલ્લામાં આ મંદિર આવેલું છે. કહેવાય છે કે ભગવાન શિવ જ્યારે માતા પાર્વતીને અમરત્વનું જ્ઞાન આપવા અમરનાથ જઇ રહ્યા હતા ત્યારે અનંતનાગમાં તેમણે તેમના શેષનાગને છોડી દીધો. શેષનાગનું માનવસ્વરૂપને એક પુત્ર હતો જેનું નામ હતું ધનસર. પુરાણોમાં તેમનું એક સંત પુરુષ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે.
મુખ્ય સ્થાનથી ૨૦૦ મીટર નીચે જઈને બાબા ધનસરનાં દર્શન થાય છે. અહીં ખૂબ વાનરો છે. છેડશે નહિ, પણ છોડશે પણ નહિ. કઈ પણ ખાવાનું હાથમાં ન રાખવું. નીચે પાણીમાં સિક્કાઓ નાખેલા હોય તે જોવા મળે છે.
૪. બાબા જીત્તો

આ જ નામનું એક મંદિર છે, અહીં ૩ દિવસનો મેળો થાય છે અને જમ્મુની મુખ્ય ભાષા ડોગરીમાં આ જ નામનું નાટક પણ લખાયું છે. બાબા જીત્તો એક ખેડૂત હતા જેમણે તે સમયની સામંતવાદી પ્રથા પર સવાલ ઉઠાવ્યા હતા. બાબા જીત્તો માતા વૈષ્ણોદેવીનાં ઉપાસક હતા અને જ્યારે માતા તેમના પર પ્રસન્ન થયા ત્યારે તેમણે માતા પાસે પોતાના આખા ગામ માટે પાણીનું વરદાન માંગ્યું હતું.
તેના આશીર્વાદરૂપે માતાએ એવી વ્યવસ્થા કરી કે ગામમાં અલગ અલગ ઋતુઓમાં પણ વર્ષમાં ૭ વાર વરસાદ આવે છે. ગામના ખેડૂતો સૌથી પહેલા બાબા જીત્તોને અનાજનો પ્રસાદ ધરે છે અને ત્યાર પછી જ પોતે ખાય છે.
આ મંદિરનો ઘણો જ ઐતિહાસિક મહિમા છે અને એટલે જ તેની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.
૫. દેવી પિંડ
ટ્રેકિંગમાં રસ ધરાવતા લોકો માટે આ એક આદર્શ જગ્યા છે. એવી માન્યતા છે કે માતા વૈષ્ણોદેવી દર વર્ષે કેટલાક દિવસ આ જગ્યાએ વાસ કરે છે. આશરે ૩ કલાકના ટ્રેકિંગ બાદ આ સ્થળે પહોંચી શકાય છે. કટરાથી ૮ કિમી દૂર પૈથલ પર ઉતરીને પછી ટ્રેકિંગની શરૂઆત થાય છે. આ જગ્યા એટલી નિરાળી છે કે તેના પર અલગથી એક લેખ લખી શકાય. કટરા ખૂબ જ પ્રસિધ્ધ હોવા છતાં આ સુંદર જગ્યા વિષે બહુ જ ઓછા લોકો જાણે છે.
ગરમીના દિવસોમાં ચિનાબનાં ઠંડા પાણીમાં રાફ્ટિંગ એ એક અનેરો અનુભવ છે. ચિનાબ રાફટિંગમાં જવા માટે કટરાથી ઘણી ગાડીઓ જાય છે. ત્યાં પહોંચ્યા બાદ પણ રાફ્ટિંગ માટે બૂકિંગ કરવી શકાય છે.
૭. ભીમગઢ કિલ્લા

આ કિલ્લો પ્રસિધ્ધ તો છે પણ ઘણા ઓછા મુલાકાતીઓ અહીં આવે છે. પ્રવેશ નિશુલ્ક છે પણ આખા કિલ્લાની મુલાકાત કરવામાં તેના મુલાકાતીઓને ઘણા જ થકી જાય છે. એક રજા પોતાની સુરક્ષા માટે કેવો ગઢ ઊભો કરે છે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીંનાં મોટા મોટા સ્નાનાગાર ઘણા જ રસપ્રદ જણાય છે. સૌથી વધુ ઊંચાઈ પરથી આખું નગર જોઈ શકાય છે. ખૂબ જ નયનરમ્ય નજારો!
.