દિલ્લીથી રોડટ્રિપ માટેની ૭ બેસ્ટ જગ્યાઓ

Tripoto

દિલ્લી અને NCRમાં રોજગાર માટે આવેલા એવા અઢળક લોકો છે જે વિકએન્ડનો આનંદ લેવા માંગતા હોય છે. તો ચાલો જોઈએ કેવી રીતે તમે વિકએન્ડને વધુ સારા બનાવવાની સાથે સાથે રોડ ટ્રીપ expert પણ બની શકશો.

૧. દિલ્લીથી જોધપુર

Photo of દિલ્લીથી રોડટ્રિપ માટેની ૭ બેસ્ટ જગ્યાઓ 1/7 by Jhelum Kaushal

ક્યારે જવું- માર્ચ

મુસાફરીનો સમય અને અંતર - લગભગ ૧૦ કલાકમાં ૬૦૩ કિમી

માર્ગ - દિલ્લીથી જોધપુર જવા માટે NH ૧૧નો ઉપયોગ કરો. પરંતુ વચ્ચે રોકાવા માટે અલવર શ્રેષ્ઠ છે અને એની પછી જયપુર. જયપુરથી NH ૪૮ થઈને જોધપુર પહોંચી શકો છો.

શું જોવું - અલવરનો કિલ્લો અને નીમરાણામહેલ જરૂર જુઓ. અને રાજસ્થાનનો પ્રવાસ ઘેવરનો સ્વાદ માણ્યા વગર તો અધૂરો જ છે!

૨. દિલ્લીથી પાલમપુર

Photo of દિલ્લીથી રોડટ્રિપ માટેની ૭ બેસ્ટ જગ્યાઓ 2/7 by Jhelum Kaushal

ક્યારે જવું - એપ્રિલ

મુસાફરીનો સમય અને અંતર - લગભગ ૧૦ કલાકમાં ૪૮૬ કિમી

માર્ગ - દિલ્લીથી પાલમપુરના ૩ રસ્તાઓ છે. પહેલો લુધિયાણાથી, બીજો પટિયાલા અને ત્રીજો અંબાલાથી. જો ઝડપથી પહોંચવું હોય તો દિલ્લીથી NH ૪૪નો અંબાલાનો રસ્તો પકડી લો. અંબાલા પહોંચીને NH ૨૦૫ તરફ નીકળી જાઓ જે તકમને પાલમપુર પહોંચાડી દેશે.

શું જોવું - રોપડમાં એક ગુરુદ્વારા છે, આનંદપુર સાહિબ. એ ખુબ જ પ્રસિદ્ધ છે. કાંગડાનો કાંગડા કિલ્લો પણ જરૂર જુઓ.

૩. દિલ્લીથી રણથંભોર

Photo of દિલ્લીથી રોડટ્રિપ માટેની ૭ બેસ્ટ જગ્યાઓ 3/7 by Jhelum Kaushal

ક્યારે જવું - મે માં

મુસાફરીનો સમય અને અંતર - લગભગ ૮ કલાકમાં ૩૭૮ કિમી

માર્ગ - NH ૪૮થી નીમરાણા થઈને રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન પહોંચી શકાય છે. હાઈવેમાં એસપુરાથી NH ૧૪૮ લઇ લો એટલે રણથંભોર આવી જશે.

ક્યાં રોકાવું - નીમરાણા

૪. દિલ્લીથી ખજુરાહો

Photo of દિલ્લીથી રોડટ્રિપ માટેની ૭ બેસ્ટ જગ્યાઓ 4/7 by Jhelum Kaushal

ક્યારે જવું - જૂન

મુસાફરીનો સમય અને અંતર - લગભગ ૧૧ કલાકમાં ૬૫૮ કિમી

માર્ગ - તાજ એક્સપ્રેસ હાઈ વે આગ્રા થી થઈને ગ્વાલિયર થતા થતા NH ૪૪ પાર જતા રહી, ઓરછા પહોંચી જાઓ. ઓરછાથી NH ૩૯ લઈને તમે સીધા જ ખજુરાહો પહોંચી જશો.

ક્યાં રોકાવું - પ્રેમના શહેર આગ્રા માં જ સ્તો. એનાથી સારું શું હોઈ શકે! અને તેની પછી ઇતિહાસની સુગંધથી મઘમઘતા પ્રાચીન સ્મારકોથી સજેલા ઓરછા માં રહો.

૫. દિલ્લીથી બિનસર

Photo of દિલ્લીથી રોડટ્રિપ માટેની ૭ બેસ્ટ જગ્યાઓ 5/7 by Jhelum Kaushal

ક્યારે જવું - ઓગસ્ટ

મુસાફરીનો સમય અને અંતર - લગભગ ૯ કલાકમાં ૩૯૭ કિમી

માર્ગ - દિલ્લીથી રામપુર NH ૯, ત્યાંથી અલ્મોડા માટે NH ૧૦૯. અલ્મોડાથી બિનસર રોડ થઈને બિનસર સેન્ચ્યુરી.

ક્યાં રોકાવું - સ્વર્ગનું બીજું નામ એવા નૈનીતાલમાં! અહીંયા સાંકળે માઉન્ટ કેફેમાં ખાઓ પીઓ. અલ્મોડામાં રોકાઓ, બ્રિટિશ સમયમાં અહીંનું ખુબ જ ધ્યાન રાખવામાં આવેલું જે આજે પણ દેખાઈ આવે છે.

૬. દિલ્લીથી પુષ્કર

Photo of દિલ્લીથી રોડટ્રિપ માટેની ૭ બેસ્ટ જગ્યાઓ 6/7 by Jhelum Kaushal

ક્યારે જવું - ઓક્ટોબર

મુસાફરીનો સમય અને અંતર - લગભગ ૧૦ કલાકમાં ૪૮૨ કિમી

માર્ગ - જયપુર સુધી NH ૪૮ પર રહો, ત્યાંથી અલવર માટે NH ૨૫ પકડી લો. ત્યાંથી તમે ભાનગઢ અને દોસા પહોંચી શકશો. ત્યાંથી જયપુર થઇ NH ૪૮ પકડીને પુષ્કર પહોંચી જાઓ.

શું જોવું - ભાનગઢ - જ્યાંથી ડરાવી દેનારી રાજસ્થાની વાર્તાઓ સાંભળવા મળે છે. જયપુરમાં પણ રોકાઓ. ત્યાં ઇતિહાસ અને નવા જમાના બંનેની ઝલક જોવા મળે છે.

૭. ગોલ્ડન ટ્રાઇંગલ (દિલ્લી - જયપુર - આગ્રા)

Photo of દિલ્લીથી રોડટ્રિપ માટેની ૭ બેસ્ટ જગ્યાઓ 7/7 by Jhelum Kaushal

ક્યારે જવું - ડિસેમ્બર

મુસાફરીનો સમય અને અંતર - લગભગ ૯ કલાકમાં ૫૨૨ કિમી

માર્ગ - દિલ્લીથી થઇ શક્તિ રોડ ટ્રીપમાં આ બેસ્ટ છે. જયપુરમાં તમને રાજસ્થાનની વસ્તુ કલા પણ જોવા મળે છે અને આગ્રામાં તાજમહલ પણ! દિલ્લીથી જયપુર માટે NH ૪૮ અને દિલ્લીથી આગ્રા માટે NH ૨૧ લો.

શું જોવું - જયપુરના ઘણા મહેલ જે હોટેલ બની ચુક્યા છે તે રહેવા માટે શ્રેષ્ઠ છે. અને જો આગ્રામાં ફરવાનો વિચાર હોય તો ફતેહપુર સિક્રી જવાનું ન ભૂલતા.

અને સૌથી જરૂરી વાત, જો બહુ બધું પ્લાંનિંગ કરશો તો માત્ર પ્લાન જ રહેશે માટે વધારે વિચારો નહીં અને નીકળી પડો!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.