કુદરતનો અદ્ભુત કરિશ્માં, રેગિસ્તાનમાં સ્નોફોલ

Tripoto
Photo of કુદરતનો અદ્ભુત કરિશ્માં, રેગિસ્તાનમાં સ્નોફોલ by UMANG PUROHIT

એકવાત સાચી જ કહેવામાં આવી છે કે ક્યારે શું થઈ જાય કોઈને પણ ખબર નથી હોતી. હજી તો માંડ 2021 ગયું છે અને 2022એ પોતાનો જાદુ દેખાડવાની શરૂઆત કરી દીધી છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આખી દુનિયામાં એવા ઘણા પ્રદેશો છે કે જ્યા મોટા પ્રમાણમાં બરફ પડે છે અને તે વિસ્તારમાં જાણે બરફની ચાદર પથરાઈ ગઈ હોય તેવી લાગે છે. આ વર્ષે તે બધી જ જગ્યા પર બરફનો વરસાદ થયો જ છે પરંતુ આ વખતે એક એવી જગ્યા પર બરફનો વરસાદ થયો છે કે તમે સપનામાં પણ તેનો વિચાર નહીં કર્યો હોય.

Photo of Sahara Desert by UMANG PUROHIT

દુનિયાના સૌથી મોટા રણપ્રદેશ તરીકે ઓળખાતા સહારાના રણએ આ વખતે બરફનો સ્વાદ ચાખ્યો છે. મોટાભાગે રેગિસ્તાનની ઓળખાણ તેના ઊંચા તાપમાં અને વધારે ગરમીના વિસ્તાર તરીકે જ કરાવામાં આવતી હોય છે. પરંતુ જો આ જ રણ વિસ્તારની વચ્ચે જો બરફ જોવા મળે તો દરેક મુસાફરીને ત્યાં જવાની પ્રબળ ઈચ્છા થઇ જાય.

Photo of કુદરતનો અદ્ભુત કરિશ્માં, રેગિસ્તાનમાં સ્નોફોલ by UMANG PUROHIT

સહારામાં સ્નોફોલ વખતે અહીંનું તાપમાન -2 સેલ્સિયસ સુધી નીચે પહોંચી ગયું હતું કે જે રેગિસ્તાન વિસ્તાર માટે ચિંતામાં મૂકી દે તેવી બાબત છે. આ અગાઉ 13 જાન્યુઆરીના દિવસે અલ્જીરિયાના રેગિસ્તાન શહેરમાં પણ આ પ્રકારના દ્રશ્ય જોવા મળ્યા હતા. સહારા અને સાઊદી અરબના આ આશ્ચર્યચકિત કરી દે તેવા આકર્ષક દ્રશ્યોની તસવીર ફોટોગ્રાફર કરીમ બૂશટાટા એ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શરે કરી હતી. તેમના દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં તમે જોઇ શકશો કે કેવી રીતે રેગિસ્તાનની રેતી ઉપર બરફની ચાદર ફરી વળી છે. ધ્યાનથી જોવામાં આવે તો તમને આ સફેદ મીઠાનું રણ છે તેવું લાગશે, પરંતુ આ મીઠું નહીં પણ સહારામાં થયેલો સ્નોફોલ છે.

Photo of કુદરતનો અદ્ભુત કરિશ્માં, રેગિસ્તાનમાં સ્નોફોલ by UMANG PUROHIT

શું રેગિસ્તાનમાં સ્નોફોલ થવો સામાન્ય બાબત છે?

રેગિસ્તાનમાં સ્નોફોલ થવો અસાધારણ જરૂરથી છે પરંતુ તે એકદમ આશ્ચર્યચકિત કરી દે તેવી પણ બાબત નથી. રેગિસ્તાનમાં દિવસમાં તાપમાન જેટલું વધારે હોય છે તેટલું જ રાતના સમયે તાપમાન નીચું અને ઠંડુ રહે છે. તેટલા માટે રેગિસ્તાનમાં રાતના સમયે જોરદાર ઠંડી પડે છે. અલ્જીરિયા, સાઊદી અરબ અને સહારાના કેસમાં ઠંડી હવા હાઈ પ્રેશરના કારણે જમની પર આવી ગઈ અને તેના કારણે આ વિસ્તારમાં સ્નોફોલ થયો છે. જો ઈતિહાસમાં નજર કરવામાં આવે તો છેલ્લા 37 વર્ષમાં અગાઉ માત્ર 3 વખત જ આ પ્રકારની ઘટના બની છે - 1979, 2016 અને 2017.

જાન્યુઆરીમાં થયેલા આ સ્નોફોલની તસવીર જોઇને 100 ટકા તમારા મનમાં વિચાર આવ્યો હશે કે કદાચ હું અહીં હાજર હોત.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો