30 વર્ષના થાવ એ પહેલાં ફરવાથી લઈ એડવેંચર સુધીની આ વસ્તુઓ જરુર કરી લો.

Tripoto
Photo of 30 વર્ષના થાવ એ પહેલાં ફરવાથી લઈ એડવેંચર સુધીની આ વસ્તુઓ જરુર કરી લો. 1/1 by Romance_with_India

ફરવાની કોઈ ઉંમર નથી હોતી એવુ આપણે અવારનવાર સામ્ભળતા હોઈયે છીએ. પણ મારું માનવું છે કે આપણી પાસે મુસાફરી કરવાની વધારે ઉંમર નથી. જીવન અનિશ્ચિત છે, ક્યારે શું થઈ જાય તે કોઈ જાણતું નથી. તેથી જ્યારે સમય મળે ત્યારે ફરવાનુ શરૂ કરી દેવુ જોઈએ. આપણે ભટકવાના બધા જ અનુભવો લેવા જોઈએ. દરેક ઘુમક્કડોએ 30 વર્ષના થાય તે પહેલાં આ અનુભવો લઈ લેવા જોઈએ. જો તમે આ બધી જ પ્રવૃતિઓ કરી લીધી છે તો તમે પાક્કા ઘુમક્કડ છો. અમે એક લિસ્ટ બનાવ્યુ છે, આ વસ્તુઓ 30 વર્ષ પહેલાં કરી લેવી જોઈએ. હવે તમે જ જોઈ લો કે તમે શું કર્યુ છે અને શું કરવાનું બાકી છે?

1. સ્કુબા ડાઇવિંગ

જો તમે દરિયાની અંદરની દુનિયા જોવા માંગતા હો તો તમારે સ્કુબા ડાઇવિંગ કરવુ જોઈએ. ખાસ કરીને અંદમાનમાં સ્કુબા ડાઇવિંગનો રોમાંચ કંઈક અલગ જ છે. પાણીની અંદર કેટલું સુંદર વિશ્વ છે એ તમને અહિં આવીને સમજાશે. આંદામાનમાં આવા ઘણાં દરિયા કિનારા છે જ્યાં તમે સ્કૂબા ડાઇવિંગ કરી શકો છો. અરે તમને સ્કુબા ડાઇવિંગ ન આવડતુ હોય તો પણ તમે ટ્રેનરની મદદથી દરિયાઈ વિશ્વ જોઈ શકો છો. આ એ અહેસાસ છે જેને ફક્ત અનુભવી શકાય છે. 30 વર્ષના થાવ એ પહેલા સ્કૂબા ડાઇવિંગ કરી જ આવો.

2. રિવર રાફ્ટિંગ

સાહસપ્રેમીઓ માટે રિવર રાફ્ટિંગ એક શ્રેષ્ઠ એડવેંચર છે. જ્યારે તેઓ નદીમા ઊછળ કુદ કરતા હોય છે ત્યારે તેમના ચહેરા પર આપમેળે સ્માઈલ આવી છે. એવું કહેવામાં આવે છે કે જો તમે ઉત્તરાખંડના ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ નહીં કરો, તો પછી શું રિવર રાફ્ટિંગ કરી! દરેક ઘુમક્કડે 30 વર્ષના થયા પહેલા ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ કરવું જ જોઈયે. અરે ઋષિકેશ જરૂરી નથી, રિવર રાફ્ટિંગ જરૂરી છે. તમે આ અનુભવ ક્યાંય પણ લઈ શકો છો.

3. ચાદર ટ્રેક

જો તમે તમારી જાતને ઘુમક્કડ કહેતા હો તો લદ્દાખમાં ચાદર ટ્રેકની તૈયારી શરૂ કરી દો. શિયાળામાં ઝાંસ્કર નદી થીજી જાય છે. આ નદી ટ્રેકિંગ રુટ બની જાય છે. ચાદર ટ્રેક એ ભારતના સૌથી કઠિન ટ્રેકમાનો એક છે. ખૂબ જ ઓછા લોકો આ ટ્રેકને પૂર્ણ કરી શકે છે. ચાદર ટ્રેક આશરે 105 કિ.મી. નો છે. તમે રોજ 15-17 કિ.મી. ચાલે શકો છો. પહાડો વચ્ચેથી પસાર થતો આ બર્ફિલો સફર એડવેંચર સાથે સુંદર દ્રશ્યોનો પણ લાભ આપે છે.

4. લિવિંગ રૂટ બ્રિજ પર ચાલો

મેઘાલયની સુંદર ટેકરીઓ વચ્ચે એક એવું સ્થાન છે જ્યાંથી કોઈને પાછા ફરવાનું મન થતું નથી. આ જ મેઘાલયમા ડબલ ડેકર લિવિંગ રુટ બ્રિજ છે. ઝાડના મૂળથી બનેલો આ લિવિંગ રુટ બ્રિજ દરેકને આશ્ચર્યચકિત કરે છે. સુંદર નદી ઉપર બનેલા આ ડબલ ડેકર પર ચાલવું અને તેના પર ઊભા રહીને આસપાસ જોવાનુ એક અલગ જ સુકુન છે. તમને આવો અનુભવ બીજે ક્યાંય મળશે નહીં. બની શકે એટલુ જલ્દી મેઘાલયમાં આ સ્થાનની મુલાકાત લેવાનો પ્લાન જરુર બનાવો.

5. રણમાં કેમ્પિંગ

રેતીથી ભરેલા રણની મુલાકાત લેવી અને ત્યાં જ રાત્રે કેમ્પ લગાવીને રાત પસાર કરવી એ દરેક ઘુમક્કડની ઈચ્છા હોય છે. એમ તો રાજસ્થાનમાં ઘણા રણ છે જ્યાં તમે આ અનુભવ લઈ શકો છો, પરંતુ જો તમને ખરેખર રણમાં કેમ્પિંગ કરવુ હોય તો પછી થાર રણથી વધુ સારી જગ્યા તમને ક્યાય નહીં મળે. ભારતના ગુજરાત અને રાજસ્થાનમાં થાર રણ છે. તમે તારાઓથી ભરેલી રાતમા થાર રણમાં રહી શકો છો. આ તમારા જીવનની સૌથી સુંદર રાત હશે જેને તમે ક્યારેય ભૂલી નહીં શકો.

6. ચાના બગીચા અને સાયકલિંગ

મુન્નર માત્ર કેરળ જ નહીં ભારતની એક ખૂબ જ સુંદર જગ્યાઓ માની એક છે. ચાના બગીચાથી ભરેલું આ સ્થાન ખૂબ જ સુંદર છે. આ ચાના બગીચાઓની વચ્ચેથી સાયકલ ચલાવવી એ એક સુંદર અનુભવ છે. દરેક મુસાફરે આ કરવું જ જોઈએ. જો તમે મુન્નરના ચાના બગીચાઓમાં સાયકલીંગ નથી કર્યુ તો ટૂંક સમયમાં જ મુન્નર કરવાનો પ્લાન બનાવો.

7. લદ્દખની રોડ ટ્રીપ

દરેક ઘુમક્કડની ઇચ્છા હોય છે કે તે એકવાર બાઈકથી લદાખની રોડ ટ્રિપ કરે. આ એક એવુ જુનુન છે કે જ્યાં સુધી તે પૂરુ ન થાય ત્યાં સુધી મનમાં દોડ્યા જ કરે. દર વર્ષે ઘણા લોકો લદ્દાખની રોડ ટ્રીપ કરે છે. કહે છે ને કે મુકામ કરતાં સફર વધુ સુંદર હોય છે. તો આ જ સફર માટે તમારે ચોક્કસપણે લદ્દાખની રોડ ટ્રીપ કરવી જોઇએ.

8. સ્કીઇંગ

જો તમે એડવેંચરના શોખીન હો તો શિયાળામાં બરફની તરફ તમે આપોઆપ ખેંચાઈ જતા હશો. તમારે શિયાળામાં સ્કીઇંગ જરુર કરવુ જોઈએ. આ એડવેંચરનો અનુભવ ફક્ત તે જ કહી શકે છે જે સ્કીઇંગ ચાલુ રાખે છે. તમે જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં સ્કીઇંગ કરી શકો છો. ગુલમર્ગ આવા જ એડવેંચરો માટે પ્રખ્યાત છે. 30 વર્ષના થાઓ એ પહેલા ગુલમર્ગમાં સ્કીઇંગ તો કરવુ જ જોઈયે.

9. પહાડોમાં

એવું કહેવામાં આવે છે કે દરેક મુસાફરની મંઝિલ આખરે પહાડ જ હોય છે. પહાડોની વચ્ચે રહેવું એ એક અલગ અનુભવ છે. જે રીતે તરસ્યા માટે પાણી જરૂરી છે, તેવી જ રીતે ઘુમક્કડો માટે પહાડો જરૂરી છે. પહાડ દરેક મુસાફરોની બકેટ લિસ્ટમાં હોવા જ જોઈયે. જો તમારે કોઈ એક જ જગ્યાએ જવું હોય તો તમારે હિમાચલની સુંદર સ્પીતી વેલીનો પ્લાન કરવો જોઈયે. જ્યારે પણ મોકો મળે ત્યારે પહાડો બાજુ નીકળી જવુ જોઈએ.

10. ટોય ટ્રેન

ટોય ટ્રેનનો અનુભવ બહુ ઓછા લોકોને મળે છે. જ્યારે તમે પહાડોની વચ્ચેથી ધીમે ધીમે પસાર થાઓ છો ત્યારે બધું જ સુંદર અને ધીમું લાગે છે. દરેક વ્યક્તિની ચાહતો હોય છે કે આ સફર ક્યારેય પુરો જ ન થાય. હિમાલયન રેલ્વેના દાર્જિલિંગમાં આ ટોય ટ્રેન તમને એક અલગ જ મુસાફરી પર લઈ જશે. લગભગ બે કલાકની આ ટ્રેન મુસાફરી તમારા જીવનની સૌથી સુંદર મુસાફરી હશે. 30 વર્ષના થયા પહેલાં તમારે આ અનુભવ તો લેવો જ જોઇએ.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.