થોડાક મહિના પહેલા સુધી પહાડો પર જવાનો અર્થ હતો પોતાની વ્યસ્ત અને ભાગદોડ ભરેલી જીંદગીથી દૂર જવું. જ્યાં કોઇ ઓફિસ ન હોય, લેપટોપ નહીં, કંઇ નહીં. શહેરના કોલાહલ ને પ્રદુષણના ધુમાડાભરી જીંદગીથી બહાર નીકળવા માટે પર્વતોથી સારી કોઇ જગ્યા નથી પરંતુ હવે ઘણું બધુ બદલાઇ ગયું છે. હવે અમારુ કામ પથારીથી શરુ થાય છે અને પથારી પર જ સમાપ્ત થાય છે.
કેમ એવી જગ્યાએ કામ ન કરવું જોઇએ જ્યાં બારીમાંથી બહાર જોઇએ તો તાજગીનો અનુભવ થાય. Tripoto વીકેન્ડ રિટ્રીટ તમારા માટે કેટલીક આવી જ જગ્યાને પસંદ કરી છે, જ્યાં તમે કામ કરતી વખતે હળવાશનો અનુભવ કરી શકો છો. કુલ મળીને આ જગ્યા આરામ કરવા માટે સુંદર છે. લાંબા સમય સુધી કામ કરવા માટે આ જગ્યાઓ પર તમે રહી શકો છો અને એક વેકેશન મનાવી શકો છો.
જો તમે તમારા મોટા શહેરના રુમમાંથી નીકળીને પહાડોની વચ્ચે રહેવા માંગો છો તો મોડુ ન કરતા કારણ કે આ ડીલ ફક્ત 31 ઓગસ્ટ 2020 સુધી જ છે. નીચે એવી જગ્યાઓ વિશે જણાવાયું છે જેને તમે પસંદ કરી શકો છો.
મસૂરીમાં આ જગ્યા મૉલ રોડથી દૂર પહાડોની વચ્ચે છે. આસપાસના દ્શ્યો તમને રિલેક્સ ફીલ કરાવશે. આ પ્રોપર્ટીમાં સાત અલગ-અલગ પ્રકારના રુમ છે જેને તમે તમારા બજેટ અને કમ્ફર્ટ પ્રમાણે પસંદ કરી શકો છો. તમને અહીં ઝૂમ કૉલ્સમાં પોતાનું બેકગ્રાઉન્ડ ઘણું જ શાનદાર દેખાશે. આ જગ્યાએ કામ કરતી વખતે તમે કુદરતી સુંદરતા, શાંતિ અને હળવાશ અનુભવશો.
જો આપને આ જગ્યા પસંદ આવે તો અહીં બુક કરો.
જો તમે પહાડોમાં જાઓ છો તો આ જગ્યાને જોયા પછી બીજે ક્યાંય જવાની જરુર નહીં પડે. લેંસડાઉનની આ બે માળની પ્રોપર્ટીમાં ચાર બેડરુમ અને એક લાઉન્જ છે. આ ઉપરાંત, આ જગ્યાને સુંદર બનાવે છે આસપાસ ફેલાયેલી હરિયાળી. જંગલોની વચ્ચે આ પ્રોપર્ટીમાં રહેવાનું દરેકની ઇચ્છા હશે. એવું કોણ ન હોય જેને પહાડોમાં રહેવાનું ગમતુ ન હોય?
લીલીછમ પહાડોની વચ્ચે સ્થિત આ પ્રોપર્ટી દરેકનું મન મોહી લેશે. અહીંના રૂમ ઉપરાંત આસપાસના સુંદર દ્રશ્યોથી ભરેલી આ જગ્યા તમારુ મન ખુશ કરી દેશે. જે તમારા કામને વધુ સારુ કરવામાં મદદ કરશે. 4,900 ફૂટની ઉંચાઇ પર સ્થિત રામગઢનો આ રિસોર્ટ સફેદ પિકેટની વાડથી ઘેરાયેલો છે. અહીં એક કોમન રુમ છે. જે સુંદરતાથી સજેલો છે જ્યાં તમે કામ કર્યા પછી આરામ કરવા માટે વિતાવી શકો છો.
વિચારો તમે લેપટોપ પર કામ કરી રહ્યા છો અને જ્યારે નજરો લેપટોપથી હટી તો દૂર-દૂર સુધી હરિયાળી અને પહાડ નજરે પડે, જેની પર બરફની ચાદર લપેટાયેલી હોય. આ શાનદાર જગ્યા માટે તમારે દિલ્હીથી પાંચ કલાકની ડ્રાઇવ કરીને પહોંચવાનુ રહેશે. આ પ્રોપર્ટી કસોલીના નાના ગામ દોચીમાં છે. તમે અહીં આપના માટે ચાર બેડરુમવાળુ મોટુ ઘર કે એક બેડરુમવાળો ડુપ્લેક્સ વિલા, બેમાંથી કોઇ એક લઇ શકો છો. વીકેન્ડ પર તમે અહીં ટ્રેકિંગ, પક્ષીઓને નિરખવાનું, ગામમાં પગપાળા આંટો મારવો જેવી ચીજો કરી શકો છો.
જો તમને આ જગ્યા પસંદ આવે તો અહીં બુક કરો!
ચારે બાજુ હરિયાળી છે. આસપાસ ઘઉંના ખેતરો છે જે આ જગ્યાને ઘણાં જ ખાસ બનાવે છે. આમ તો રજા માટે સારી જગ્યા છે પરંતુ તમે આ જગ્યા પર કામ કરવા માટે પણ આવી શકો છો. અહીં શાંતિ એટલી છે કે કોઇ પણ તમારી પ્રાઇવસીમાં દખલ નથી કરી શકતું. આ જગ્યા બહારથી જેટલી સુંદર છે એટલી જ અંદરથી પણ છે. તમે આ જગ્યાને જોયા પછી પોતાના લેપટોપની સાથે અહીં રહેવા માંગશો. તમે કામ સિવાય અહીં ઘણું બધુ કરી શકો છો. તમે અહીં ગાર્ડનિંગ અને ખાવાનું પણ બનાવી શકો છો.
જો તમે તમારુ મન બનાવી લીધુ છે કે તમે તમારી હવે પછીને મીટિંગ આ જગ્યાઓ પર જ કરવા માંગો છો તો રાહ શું જોવાની? આ જગ્યાઓમાંથી કોઇ એકને પસંદ કરી લો અને બુક કરો. વિશ્વાસ રાખો આ જગ્યા સુરક્ષા અને સ્વચ્છતાનું પૂરુ ધ્યાન રાખે છે. આ જગ્યાને બુક કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2020 છે. તમે આ જગ્યાઓ પર 31 માર્ચ 2021 સુધી રહી શકો છો.