હું મારી સફરને એવી રીતે જ લખવાની કોશિશ કરું છું જેવો હું તે સમયે વિચારી રહ્યો હતો. પરંતુ હંમેશા આવુ નથી હોતું. દરેક વખતે એવું લાગે છે કે કંઇક રહી ગયુ છે. હું એ ચમકતી રાતને સોનેરી શબ્દોમાં લખવા માગું છું. ચાલતા-ચાલતા જે ચિડિયાપણું થયું તેને લખવા માગું છું. કદાચ આવુ કરવાથી મને મારી મુસાફરી સારી રીતે યાદ રહે છે. જેથી જ્યારે પણ હું યાદોના પાના પરથી પસાર થઉં તો વળી-વળીને પોતાની સફરને યાદ કરી શકું. ફરતી વખતે હું કંઇક અલગ થઇ જાઉં છું, કદાચ કશુક નવું પ્રાપ્ત કરવાની શોધમાં. એક મુકામ પર હું ઊભો હતો અને આગળની સફરને મેળવી લેવા ઇચ્છતો હતો. આ પડકાર પણ છે અને આ સફરની સુંદરતા પણ.
સફરની શરુઆત: તાજગી ભરેલી સવાર
સવાર સવારમાં આંખ ઉઘડી તો માથુ થોડુ ભારે લાગી રહ્યું હતું. શરદી અને નાક બંધ થઇ ગયું હતું, પરંતુ સફરનો ઉત્સાહનો હવે શરુ થયો હતો. ઘાંઘરિયામાં આ અમારી પહેલી સવાર હતી. રાતના અંધારામાં ઘાંઘરિયાને અમે બરોબર જોઇ શક્યા નહોતા. ઘાંઘરિયા, હેમકુંડ સાહેબ અને ફૂલોની ઘાટીના રસ્તામાં આવતું એક નાનકડુ ગામ છે. ઘાંઘરિયા 3049 મીટરની ઊંચાઇ પર ઉત્તરી હિમાલયમાં વસ્યું છે. જોવામાં આ ક્યાંયથી ગામ નથી લાગતુ. અહીં ચારે બાજુ તમને હોટલ અને રેસ્ટોરન્ટ જ જોવા મળશે. કોઇ ઘાંઘરિયાથી આવે કે હેમકુંડ સાહેબથી, તેનું રહેવાનું ઘાંઘરિયામાં જરુર હોય છે. શિયાળામાં આ રસ્તો બરફથી ઢંકાઇ જાય છે અને અહીંના લોકો નીચે ગોવિંદઘાટ જતા રહે છે. એટલે થોડાક જ મહિના હોય છે જ્યારે અહીં ખુશનુમા વાતાવરણ હોય છે. બધી ગલીઓ મહેકી ઉઠે છે, દરેક જગ્યાએ ચહલ-પહલ રહે છે.
અમે ઘાંઘરિયાની આવી જ કોઇ હોટલમાં સવારની ચાનો આનંદ ઉઠાવી રહ્યા હતા. આસપાસ પહાડો જ પહાડો નજરે પડી રહ્યા હતા. ઘાંઘરિયામાં નેટવર્ક આવે છે પરંતુ 3 દિવસથી અમારી જેમ જ નેટવર્ક પણ તેની દુનિયાથી કપાઇ ચૂક્યુ હતુ. ઘાંઘરિયાને જોઇને મને એવરેસ્ટ મૂવી યાદ આવી ગઇ. બિલકુલ આવો જ નજારો મને અહીં જોવા મળી રહ્યો હતો. અહીંના સ્થાનિક લોકો પોતાના ઘોડા અને બાસ્કેટ લઇને લાઇનમાં ઉભા હતા. કેટલાક લોકો ચાની મજા લઇ રહ્યા હતા તો કેટલાક લોકો પોતાની બોણી માટે ટૂરિસ્ટો સાથે મોલ-ભાવ કરી રહ્યા હતા. આગળની મુસાફરી માટે અમારી પાસે સુંદર જગ્યાઓ હતી, હેમકુંડ સાહિબ અને ફૂલોની ઘાટી. ઘાંઘરિયાથી ફૂલોની ઘાટી અંદાજે 4 કિલોમીટર દૂર હતી અને હેમકુંડ સાહેબ 6 કિલોમીટર દૂર. ઘણો વિચાર કર્યા પછી અને ત્રણ પહેલી મુસાફરી માટે હેમકુંડ સાહેબ માટે રાજી થયા. હવે અમારી મંઝિલ હતી હેમકુંડ સાહેબ.
હેમકુંડ સાહેબ માટે કૂચ
ઘાંઘરિયાથી નીકળ્યા જ હતા કે એક સુંદર દ્રશ્ય એ અમારુ સ્વાગત કર્યું. બે છાંયાદાર પહાડોની વચ્ચે એક અજવાળાથી ચમકતો પહાડ નજરે પડી રહ્યો હતો. એ પહાડથી પણ વધારે સુંદર લાગી રહ્યું હતું ખુલ્લુ આકાશ. એવું લાગી રહ્યું હતુ કે આકાશ પણ ખુશીથી નાચી રહ્યું હોય. થોડાક જ આગળ વધ્યા તો એક સુંદર દ્રશ્ય અમારી રાહ જોઇ રહ્યું હતું. ચારેબાજુ પહાડ અને તેની વચ્ચેથી પડતુ ઝરણું. અત્યાર સુધી હું પહાડોની વચ્ચે ઝરણાને દૂરથી જોઇ રહ્યો હતો. આ દ્રશ્ય મારી સુંદર પળોમાં કેદ થઇ ગયું.
અમે આ ટ્રેકમાં ફક્ત ચઢી રહ્યા હતા, ઉતરવાનું તો નામ જ ન હતું. જે કારણે અમે બહુ જલદી થાકી રહ્યા હતા અને વારંવાર ઉભા રહેતા હતા. અમારી સામે બે મુશ્કેલી હતી. પહેલી મુશ્કેલી, અમારે 12 વાગ્યા પહેલા પહોંચવાનું હતુ. જો મોડુ થયું તો ગુરુદ્ધારાની પ્રાર્થનામાં સામેલ નહીં થઇ શકીએ. બીજી મુશ્કેલી હતી બેગ. અમે બેગને ઘાંઘરિયામાં રાખી શકતા હતા પરંતુ ઉત્સાહમાં બેગને લઇ આવ્યા હતા. તેનું પરિણામ હવે થકાવટના રુપમાં ભોગવી રહ્યા હતા. અમે કેટલાક અંતરનું ટાર્ગેટ ડિસાઇડ કરી રહ્યા હતા અને ત્યાં સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા હતા. પ્રયત્ન એટલા માટે કારણ કે ત્યાં પણ પહોંચવાનું મુશ્કેલ થઇ રહ્યું હતું. જ્યારે હું થાકી જતો ત્યારે મારો મિત્ર બેગ ઉઠાવતો અને જ્યારે તે થાકી જતો ત્યારે હું બેગ ઉઠાવતો હતો. આ રીતે અમે ધીમે-ધીમે આગળ વધી રહ્યા હતા.
ચાલતા ચાલતા અમને કંઇ નહોતુ દેખાઇ રહ્યું. તે સમયે તો ફક્ત ચાલવું પૂરતું ન હતું. જ્યારે ક્યાંક રોકાતા તો સામેના સુંદર નજારામાં ખોવાઇ જતા. આટલી ઊંચાઇએથી અમે ઘાંઘરિયાને જોતા અને વામણાં નજરે પડતા. આવી જ એક જગ્યાએ અમે ઉભા હતા ત્યારે ચારેબાજુ ધૂમ્મસ છવાઇ ગયું. હવે અમને ધુમ્મસ સિવાય કંઇપણ નહોતુ દેખાઇ રહ્યું. આ ધુમ્મસમાં અમે આગળ વધી ગયા. હેમકુંડ સાહેબના ટ્રેક પર હજારો લોકો અમારી સાથે જઇ રહ્યા હતા. કેટલાક લોકો તો ટ્રાવેલ કંપનીઓની સાથે આ ટ્રેકને કરી રહ્યા હતા. એક ગ્રુપમાં ઓછામાં ઓછા 20 લોકો હતા અને આવા 4--5 ગ્રુપ હતા. બધા ગ્રુપમાં બે-બે ગાઇડ હોય છે જે તેમની સાથે બરોબર ચાલતા રહે છે. આવી જ રીતે ચાલતા ચાલતા અમને એક નવયુવાન શખ્સ મળ્યો.
તે અમારી સાથે કદમતાલ મેળવીને ચાલી રહ્યા હતા. તેમણે એક ખીણ તરફ ઇશારો કરીને જણાવ્યું કે પહેલા આ ચઢાણવાળો રસ્તો નહોતો. તે રસ્તો ઘણો સીધો અને સરળ હતો. પછી પુર અને આપત્તિના કારણે તે રસ્તો બંધ થઇ ગયો. પછી આ રસ્તાને બનાવ્યો. જે ચઢાણ માટે ઘણો મુશ્કેલ માનવામાં આવે છે. થોડાક સમય પછી હવામાને રંગ બદલ્યો. ધુમ્મસ પછી હવે વરસાદ શરુ થઇ ગયો હતો. અમારી પાસે એક પોંચા હતો અને લોકો બે. ત્યારે નક્કી થયુ જે બેગ લટકાવશે, તે જ પોંચાનો હકદાર હશે. હું પોંચા અને બેગ વગર ચાલવા લાગ્યો અને મારો મિત્ર હવે બેગની સાથે આગળ વધી રહ્યો હતો. અમે રસ્તામાં વાતો કરતા જઇ રહ્યા હતા અને આંકલન કરી રહ્યા હતા કે 12 વાગ્યાથી પહેલા પહોંચી જઇશુ કે નહીં.
અમે લાંબા ચઢાણથી બચવા માટે ઘણાં બધા શોર્ટકટ લઇ રહ્યા હતા. ઘણાં ઝાડની વચ્ચેથી તો ક્યારેક પહાડોની વચ્ચેથી. થોડાક સમય પછી વરસાદ શરુ થઇ ગયો. જેનો અર્થ એ હતો કે હવે બેગની કમાન મારા ખભા પર આવવાની હતી. વરસાદ પછી ફરીથી મોસમ સ્વચ્છ થઇ ગયું હતું અને અમે ફરીથી સુંદર નજારા વચ્ચે આગળ વધી રહ્યા હતા. થોડાક સમય બાદ એક દુકાન આવી , જ્યાં અમે થોડોક વધુ સમય રોકાયા. હું બેગના કારણે ઘણો પરેશાન હતો. ત્યારે મેં મારી સમસ્યા દુકાનવાળાને જણાવી. તેણે બેગને પોતાની દુકાન પર રાખવા માટે કહ્યું. બાળકને રમકડા મળવા પર જેટલો આનંદ થાય છે તેટલો આનંદ મને આ દુકાનદારની વાત સાંભળીને થયો. મેં તેનો આભાર માન્યો અને ખુશી-ખુશી અટકેલી મુસાફરીને રફતાર આપી. થોડાક સમય બાદ દુકાનોનો એરિયા જોવા મળ્યો. અહીં અંદાજે 20-25 દુકાનો એક સાથે હતી. દરેક જગ્યાએ એક ચીજો વેચાઇ રહી હતી પરંતુ બધી જ મોંઘી. વિચારો 10 રુપિયાવાળી કિટકેટ 30 રુપિયામાં મળી રહી હતી. તો વિચાર કરો સસ્તુ શું મળે?
સુંદર ગ્લોશિયર
મારા ખભા પર હવે કોઇ ભાર નહોતો પરંતુ થાક હજુ પણ લાગી રહ્યો હતો. જેટલો હું બેગ સાથે ચાલી રહ્યો હતો હજુ પણ એટલો જ ચાલી રહ્યો હતો. આ ટ્રેક ઘણો થકાવનારો હતો. ક્યાંક ક્યાંક સુંદર દ્રશ્ય જોવા મળતુ તો લાગતુ કે હવે અહીં રોકાઇ જાઉં અને આ દ્રશ્યને જોતો રહું. ત્યાર બાદ વિચાર આવે છે કે આટલુ ચઢ્યા પછી હાર ન માની શકું. થાકેલા શરીર અને તેજ મનથી આગળ વધવાની કોશિશ કરું. ત્યાર બાદ ટ્રાવેલનું સૌથી સુંદર દ્રશ્ય જોવા મળ્યું. મારી સામે એક લાંબી સફેદ ચાદર એક પહાડ પર ફેલાયેલી હતી. આ એક ગ્લેશિયર છે જેને અહીંના લોકો અટકુલુન ગ્લેશિયર કહે છે.
થાક છતાં આ ગ્લેશિયરને જોઇને ચહેરા પર સ્માઇલ આવી ગયું. આ ગ્લેશિયર ઘણી દૂર સુધી ફેલાયેલી હતી અને ફેલાયેલી હતી દૂર સુધી સુંદરતા. આને જોઇને જાણે એવું લાગી રહ્યું હતું કોઇએ સફેદ રંગની મખમલી ચાદર સુકવવા નાંખી હોય. અત્યાર સુધી મેં બાળપણથી ગ્લેશિયર અંગે સાંભળ્યુ હતું પરંતુ આજે તે પહાડ એકદમ મારી સામે હતો. આને જોવો એ મારા માટે એવું જ હતું જેવું પહેલીવાર પહાડને જોવો. ત્યારે પણ હું તે સુંદરતાનું વર્ણન નહોતો કરી શકતો અને તેને જોઇને પણ આવુ જ કંઇક અનુભવી રહ્યો હતો. તમે ફક્ત તે દ્રશ્ય અંગે વિચારો નીચે પહાડ, ઉપર પહાડ, આસપાસ પણ પહાડ અને તે પહાડ પર દૂર સુધી ફક્ત બરફ જ બરફ. કેટલું સુંદર હોય છે લીલા પહાડ અને બરફવાળા પહાડનો મિશ્ર નજારો.
થોડાક સમય સુધી ગ્લેશિયરને જોયા બાદ જ્યારે તેની ખુમારી ઓછી થઇ તો અમે ધીમે-ધીમે આગળ વધ્યા. જેમ-જેમ ઉપર ચઢી રહ્યા હતા. ચાલવાની સ્પીડ ઘણી ઓછી અને રોકાવાનો સમય વધારે હતો. ફરી એકવાર હવામાન બદલાયુ અને વરસાદે પોતાનો મોરચો સંભાળી લીધો. હવે અમે એક એવી જગ્યાએ આવી ચૂક્યા હતા જ્યાંથી અમારી પાસે બે રસ્તા હતા. એક તો ગોળ ગોળ ચાલતા જાઓ, જેવા અત્યાર સુધી ચાલતુ આવે છે. બીજું, સીડી ચઢો, જે અઘરુ હતું પરંતુ સફરમાં કઇંક નવુ લાગી રહ્યું હતું. અમે તે જ સીડીથી આગળ વધી રહ્યા હતા. અમે રસ્તામાં એક ગાઇડને સીડીઓની સંખ્યા પુછી તો તેણે હજાર ગણાવી. હવે તો લાગી રહ્યું હતું કે જલદીથી હેમકુંડ સાહેબ પહોંચી જઇએ. આ સફર પુરુ થવાનું નામ જ નહોતી લઇ રહી.
અંતિમ પગલુ
પગથિયા પર કેટલોક સમય તો બરોબર ચાલ્યા અને પછી થાકનો અનુભવ થયો. અમે અહીં પણ ઘણું રોકાઇ રહ્યા હતા અને આવતા જતા લોકોથી વધુ કેટલુ દૂર પૂછી રહ્યા હતા. જ્યારે અમને ગાઢ ધુમ્મસમાં દૂરથી હેમકુંડ સાહેબનો ગેટ દેખાયો તો એવું લાગ્યું કે બસ આ જ તો જોવાનું હતું. મેં એ ગેટ માટે એક લાંબી દોડ લગાવી અને જઇને હેમકુંડ સાહેબના ગેટ પર રોકાયા. ચારે બાજુ ધુમ્મસ જ ધુમ્મસ હતું. અમે મોડા પહોંચ્યા. પ્રાર્થના થઇ ચુકી હતી. અમે સીધા લંગરમાં પહોંચી ગયા. લંગરમાં ખીચડી, પ્રસાદ અને ગરમ ગરમ ચા મળી. જ્યારે ગરમા ગરમ ચાનો પહેલો ઘુંટ અંદર ગયો તો મજા આવી ગઇ. આ લંગર વર્ષો સુધી યાદ રહેવાની હતી.
સમુદ્રની સપાટીએ 4,329 મીટરની ઉંચાઇ પર સ્થિત હેમકુંડ સાહેબ શિખોનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. હેમકુંડનો અર્થ છે હેમ એટલે કે બરફ અને કુંડ એટલે કે કટોરો. કહેવાય છે કે આ જ જગ્યાએ શિખોના દસમા અને અંતિમ ગુરુ શ્રી ગોવિંદ સિંહે તેમના પાછલા જીવનની ધ્યાન સાધના કરી હતી અને નવુ જીવન મેળવ્યું હતું. શિખોનું પવિત્ર તીર્થ હેમકુંડ સાહેબ ચારેબાજુ બરફના સાત પર્વતોથી ઘેરાયેલું છે. હેમકુંડ સાહેબ ગુરુદ્ધારાની શોધ 1930માં હવાલદાર મોહનસિંહે કરી હતી. હેમકુંડ સાહેબ ગુરુદ્ધારાની પાસે જ એક સરોવર છે. આ સરોવરને અમૃત સરોવર કહેવામાં આવે છે. આ સરોવર લગભગ 400 યાર્ડ લાંબુ અને 200 યાર્ડ પહોળું છે. હેમકુંડ સાહેબ એ જ જગ્યા છે જ્યાં પાંડુ રાજા યોગ કરતા હતા.
આ અબ લૌટ ચલે!
મોસમ અમારી સાથે ન હતું, આ કારણથી સ્પષ્ટ રીતે કશું ન જોઇ શક્યા. અમને ધુમ્મસમાં સરોવરને જોવું પડ્યું. કેટલોક સમય રોકાયા પછી અમે ફરી પાછા જવા નીકળ્યા. હજુ તો થોડાક જ આગળ વધ્યા હતા ત્યાં નવી સમસ્યા આવી પડી. મારા મિત્રનું પર્સ ગાયબ હતું. ખિસ્સામાં હતુ નહીં, એનો અર્થ ક્યાંક પડી ગયું હતું. તે પાછો હેમકુંડ સાહેબ ગયો અને કલાક પછી પાછો ફર્યો. તેનો ચહેરો ચાડી ખાતો હતો કે પર્સ મળ્યું નથી. મને ખબર હતી કે પ્રવાસમાં જો પર્સ ખોવાઇ જાય તો કેવી મુશ્કેલી પડે છે. મારી સાથે જો આવુ થાય તો હું ભાંગી પડુ. તે પણ અંદરથી ભાંગી પડ્યો હતો અને આ ટ્રેક તેના માટે હંમેશા ખરાબ યાદ તરીકે રહેવાનો હતો.
તે એક જગ્યાએ બેઠો અને આગળ વધવા માટે તૈયાર ન હતો. તેણે મને જવા માટે કહ્યું પરંતુ હું તેને એકલા મુકીને જવા નહોતો ઇચ્છતો. તે થોડોક સમય એકલો રહેવા માંગે છે એવું તેણે કહ્યું. હું તો પણ ઉભો રહ્યો પરંતુ તેણે ભારપૂર્વક મને જવા કહ્યું. ત્યારે હું આગળ વધ્યો. ચડવાનું જેટલું મુશ્કેલ છે, ઉતરવાનું એટલું જ સરળ. અમે પાછા નહોતા જતા પરંતુ ચડવા માટે પાછ જઇ રહ્યા હતા. મોસમ પાછુ બદલાયુ અને એકદમ સ્વચ્છ થઇ ગયું. રસ્તામાં ઝરણુ મળ્યુ, અમે તે પહાડ પર થોડોક સમય રોકાયા. અમારી પાસે સમય જ સમય હતો. હું પાણીના ઝડપી પ્રવાહને વહેતા જોઇ રહ્યો હતો. મારી સામે પહાડ પણ શાંત હતા અને નદી ખળખળ વહેતી હતી.
થોડોક સમય રોકાઇને જેવા આગળ વધવા ઉભો થયો હું લપસી પડ્યો. અચાનક હું અંદરથી ડરી ગયો, જો થોડુક વધારે લપસણું હોત તો હું પાણીમાં હોત. હું સંભાળીને, રોકાઇને તે પહાડ પરથી નીચે ઉતર્યો. ત્યારે મનમાં ને મનમાં અનુભવ થયો કે પાણી અને પર્વત બન્ને ખતરનાક છે. મારુ મગજ ભમી રહ્યું હતુ, કદાચ સતત ચાલવાથી કે પછી આટલી ઉંચાઇના કારણે. અમે ફરીથી આગળ વધવા લાગ્યા. હવે નીચે ઉતરવામાં થોડુક અંતર આવી ગયું. મારા ઉતરવામાં પણ અને સ્વભાવમાં પણ. એવું લાગી રહ્યું હતું કે જાણે મગજ ફાટી રહ્યું છે, પગ બસ નદીમાં છે અને ચીડીયાપણું ભારે છે. હવે ફરીથી મારા ખભે બેગ હતી જેને લઇને ઉતરવાનું વધારે મુશ્કેલ થઇ રહ્યું હતું. ચાલતા-ચાલતા ઘણી વાતો મગજમાં ફરી રહી હતી. થાકના કારણે મન કરી રહ્યું કે પ્રવાસ અહીં જ પુરો થઇ જાય અને પાછા જતા રહીએ. પાછો ઘાંઘરિયા આવ્યો અને પથારી પર પડ્યો તો બીજા દિવસે જ ઉઠ્યો.
સફરમાં ઘણી વાક એવું થાય જ્યારે થાક મગજ પર હાવી થઇ જાય છે. ત્યારે પોતાના અનુભવથી કહું છું કે તમારુ મગજ તમારી સાથે લઇને ચાલો. જો ત્યાં હારી જાઓ છો તો તમે ઘણું બધુ હારી શકો છો. એક સફર પુરી કરવી ઘણું બધુ જીતી લેવા બરાબર છે. મેં હેમકુંડ સાહેબ ટ્રેક કરીને ઘણું બધુ શિખ્યો છું. અંતે એક ચીજ યાદ રહે છે અને તે છે સુંદર સફર. હેમકુંડનો આ ટ્રેક મારા માટે મુશ્કેલ જરુર રહ્યો પરંતુ હંમેશા યાદગાર રહેશે.